________________
૧૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
-- છ સ્થાન જેમાં સમકિત સ્થિર થાય તેનું નામસમકિતનું સ્થાનક કહેવાય. તે છ ભેદે છે.
૧ આત્મા છે—જેનામાં ચેતનારૂપ નિશાની છે, તે આત્મા છે. દુધ અને પાણી જેમ એક-બીજામાં મળી જાય છે, તેમ આત્મા અને પુદગલ-શરીર એક બીજામાં મળી ગયેલા હોય છે, પણ ખરી રીતે આત્મા પુદ્ગલથી જુદે જ છે. જેમ હંસ દુધ પીએ અને પાણીને જુદું કરે છે, તેમ સવ અને પરની વહેંચણ રૂપ અનુભવજ્ઞાનથી આત્માને પુદ્ગલથી જુદે જ સમજે.
૨ આત્મા નિત્ય છે–આત્મા નિત્ય હોવાથી અનુભવેલી પાછલી વસ્તુને યાદ કરી શકે છે. જેમ બાળકને જન્મતાની સાથે જ ધાવવાનું મન થાય છે અને પૂર્વની વાસનાથી “કેમ ધાવવું' તે પણ તેને આવડે છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ વગેરે આત્માના અનિત્ય પર્યાય છે. પિતાના ગુણેની અપેક્ષાએ આત્મા અવિચલિત અને અખંડિત છે. એટલે કે નિત્ય છે.
૩ આત્મા કર્માદિને કર્તા છે–અનુપચરિત વ્યવહારનયથી આત્મા વેગેની મદદથી કમરને કર્તા છે. ઉપચરિત
વ્યવહારનયથી આત્મા શહેર વગેરેને પણ કર્યા છે. અને નિશ્ચયનયથી પિતાના ગુણેને કર્તા છે.
૪ આત્મા ભકતા છે-વ્યવહારનયથી “આત્મા પુણ્યપાપના ફળને ભગવનાર છે” અને નિશ્ચયનયથી “આત્મા વતંત્રપણે પિતાના ગુણોને ભેગવે છે.”