________________
૧૦ શ્રી જિનેન્દ્રનગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ ૩ વર્ધમાન–વધતું જાય તે. ૪ હીયમાન ઘટતું જાય તે. પ પ્રતિપાતિ–આવેલું ચાલ્યું જાય છે. એકીસાથે ચાલ્યું જાય. ૬ અપ્રતિપાતિ–આવેલું ન જાય તે.
અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે અનંતારૂપી દ્રવ્ય જાણે દેખે, ઉત્કૃષ્ટપણે સર્વરૂપી દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્રથકી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અલોકને વિષે લોક જેવડાં અસંખ્યાતા બંડુક જાણે દેખે. કાળથકી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાને અસંખ્યાતમે ભાગ જાણે દેખે. ઉત્કૃષ્ટપણે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપિણ લગે અતીત-અનાગતકાળ જાણે દેખે ભાવથકી અવધિજ્ઞાની જઘન્ય-ઉત્કૃષ્ટ અનંતાભાવ જાણે દેખે. વિર્ભાગજ્ઞાનતે અવધિજ્ઞાનને ભેટ છે. તેમાં અવલું-સવલું દેખે.
અવધિજ્ઞાન ૧ ભવપ્રત્યયિક અને ૨ ગુણપ્રત્યયિક એમ બે ભેદ પણ છે. ભવપ્રત્યયિક દેવ-નારકેને હેય છે. અને ગુણપ્રત્યયિક મનુષ્ય-તિયાને હોય છે.
મનપર્યવજ્ઞાનના બે ભેદ મન:પર્યવજ્ઞાન બે ભેદે છે. ૧ બાજુમતિ અને ૨ વિપુલમતિ. જુમતિ તે સામાન્યપણે મનના અધ્યવસાય જાણે છે. અને વિપુલમતિ વિશેષ પ્રકારે મનના અધ્યવસાય જાણે છે.