________________
ગુણઠાણને વિષે બંધ
૧૮૩ (૧૩) તેરમું સોગી કેવળી ગુણઠાણું કહે છે– કેવળજ્ઞાન પામ્યા પછી જ્યાં સુધી બાદર મન-વચન-કાયાને યોગ એટલે વેપાર પ્રવર્તે, હાલે–ચાલેબેલે ત્યાં સુધી સગી કેવળી ગુણઠાણું કહીએ. ઘાતી ચારે કર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાનવંત હોય, તેને કાળ જઘન્ય અંતમુહૂર્તને, ઉત્કૃષ્ટ દેશના પૂર્વ ક્રોડ વરસ હોય છે.
(૧૪) ચૌદમું અગી કેવળી ગુણઠાણું કહે છે– શુફલધ્યાનને ચેથા પાયે ધ્યાવતાં બાદર યોગના અભાવે સૂક્ષમ કાયણે અાગી કેવળી ગુણઠાણું જાણવું. તેને કાળ જઘન્ય-ઉત્કૃષ્ટ પાંચ હૂડ્ડાક્ષર ઉચ્ચારણ માત્ર, અહિં શૈલેશીકરણ કરે તે કરીને ઋજુ શ્રેણીએ એક સમયે સમયાંતરને અણ ફરસતે થકે મોક્ષે જાય. આ રીતે ચોદે ગુણસ્થાનકનું સ્વરૂપ કહ્યું,
હવે ગુણઠાણને વિષે બંધ કહે છે એધે સામાન્યથી ૧૨૦ ને બંધ હોય છે. જ્ઞાનાવરણયની પાંચ, દર્શનાવરણીયની નવ, વેદનીયની બે, મોહનીયની છવ્વીસ, આયુષ્યની ચાર, નામકર્મની સડસઠ, ગોત્ર કમની બે અને અંતરાય કર્મની પાંચ. એમ સર્વ મળીને એથે એકસે ને વિશ બંધાય.
મિથ્યાત્વ ગુણઠાણે ૧૧૭ ને બંધ છે. જિનનામકર્મ તથા આહારદ્ધિક આ ત્રણ પ્રકૃતિને અબંધ છે. જિનનામકર્મ તથા આહારદ્ધિક આગળ બંધાશે. અબંધ એટલે આગળ એ પ્રકૃતિ બંધાય. આ ગુણઠાણે આઠે કર્મ હોય છે. ઉપર કહેલી ૧૨૦ માંથી ત્રણ નામકર્મની જાય. ત્રણને અબંધ થયે.