________________
ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી
३४७
વાનું પતાવી અને વાસણ સાફ કરીને પછી સાડા છ સાત વાગતાં પ્રતિક્રમણ કરવા જવાનું અને ત્યારબાદ અડધોકલાક સાધ્વીજી મહારાજ સરસ સમજાવે છે, તે જાણીને પછી ઘેર આવીને ઘરકામથી પરવારીને રાત્રે ગાથા ગેખવાની. ગાથા થઈ જાય તે પછી કઈ ધર્મનું પુસ્તક વાંચી અને સાડાદશ વાગે સુવાનું. આ રીતે પ્રેમીલાબેનને દરરોજનો કાર્યક્રમ, આમાં અમને ફરવા જવું, અને સીનેમા જેવા જવું, અને કેઈના ઘરે બેસવા જવું એ ટાઈમ જ નથી ને? માટે બેન તમે પણ આ પ્રમાણે સમજી જીવનને ધર્મ અને સદાચારી બનાવે.
અરે બેન! પ્રેમીલાબેન તે કપડાં પણ હાથે જ સીવે છે. કાન્તા–આહાહા ! આજે જ મને નવું જાણવાનું મલ્યું. બેન ! તમારા ઉપકારને કઈ વખત નહીં જ ભુલું. દરરોજ તમારી પાસે આવીશ અને એકાદ મહીનામાં હું પણ તમારા જેવું જ સરસ ગૃહસ્થ જીવન જીવીશ. બેન ! ક્ષમા. તરહી માફ કરજો.
સરલા–વાહ બેન! તી શેની? અમે અમારી ફરજ બજાવીએ. અમે તે એ જ કામને ઉદ્યમ કરીએ છીએ. બેન પૂજય સાધ્વીજી જિતેન્દ્રશ્રીજીએ જીનેન્દ્ર ગુણમાળા નામની પડી છપાવી છે, તે ખાસ વાંચવા લાયક છે. અને શીખવા લાયક છે, ભાવગ્રાહી પ્રાચીન સ્તવને, સજા અને બીજો અંદર ઘણું જ સારે સંગ્રહ થયેલ છે, માટે આવા સારા સારા પુસ્તક વાંચવા અને નકામો ટાઈમ ન ગાળ, એ જ આ ગૃહસ્થ જીવનમાંથી સાર મેળવવાને છે.