Book Title: Jinendragam Vividh Vishayrup Gun Sangraha
Author(s): Jitendrashreeji
Publisher: Hitsatka Gyanmandir

View full book text
Previous | Next

Page 362
________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી ૩૪૫ દેવગુરુની ભક્તિ કરે અને સત્યરૂપી સુગંધવડે સુગંધિત કરે. શીયળના શણગારથી શણગારે, એટલે આ સુગંધી અને શણગાર દુનિયામાં ફેલાઈ જાય અને આપણા આત્માની ઉન્નતિ પણ થાય. બેન ! માફ કરજે. અમે તે કઈ વખત ઝીણા અને સુંવાળા ચંપલ પણ પહેર્યા નથી. દહેરાસર જતાં, ઉપાશ્રય જતાં અને પ્રતિક્રમણ કરવા જતાં ચંપલ પહેરતી જ નથી. ફક્ત તાપની રૂતુમાં અગર કઈ વખત કેઇના ઘરે જવાનું હોય તે જ તેને ઉપયોગ થાય છે. તે પણ સાદા અને વર્ષો સુધી ચાલે તેવા જ હોય છે. બેન ! જેમ જેમ મુલાયમ અને ફેન્સી ચંપલ હોય તેમ તેમ તે ઘણા દેષનું કારણ બને છે. બેન ! તમે નહિ જાણતા હે ! મુલાયમ ચંપલ જીવતા નાના નાના વાછરડાની ચામડીથી બને. એક દિવસના જન્મેલા વાછરડાને ગરમ ધગધગતું પાછું તેના ઉપર નાખીને મારવામાં આવે છે. એના ચામડાથી જ ચંપલ મુલાયમ બને છે. માટે એવા ચંપલ તે ન જ વપરાય. તે ધ્યાનમાં રાખશે. ભુલેચુકે ન લેતા. સ્ત્રી એ તે ગૃહની દેવી છે. એના હાથમાં બધું ઘરનું તંત્ર હોય છે, માટે જેવું તેને દીપાવે તેવું સરસ દીપે, અને સુસંસ્કારી ગૃહ બને, બેન ! માફ કરજો. તમને જરા મનદુઃખ થાશે, પણ બેન ! આવી રીતે જીવનમાં નીરાંત કે શાન્તિ ન જ મળે. આજથી નવેસરથી શરૂ કરે, અને આ ગૃહસ્થ જીવનમાં પણ ઘણું જ જાણવાનું છે. કાન્તાબેન ! તમને સરલાબેન બરોબર સમજાવશે. અને તમને ઘણો જ ફાયદા થશે. હું પણ આવી રીતે જ ખરચ કરતી હતી, આ સરલાબેને જ મને સરસ સમજણ આપી છે.

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378