________________
૩૪૬
શ્રી જિનેન્દ્રોગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
- નિરંજના–પ્રેમીલાબેન! તમારી આ વાત સાંભળી અને હું તે આશ્ચર્ય જ પામી ગઈ. મેં તે આમાંનું કાંઈ જ વિચારેલ નથી. ફક્ત આનંદ અને મેજ-શેખ જ કરેલ છે. માટે મહેરબાની કરી આજે મને આપના આખા દિવસને કાર્યક્રમ જણાવવા કૃપા કરે, એટલે હું અને કાન્તાબેન અમારા જીવન નને પલટ કરીને જીવનને સુધારીએ.
સરલા–બેન ! સાંભળો આ પ્રેમીલાબેનને કાર્યક્રમ હું જ બતાવું છું. એ દરરોજ સાડાચાર વાગે ઉઠે. અને સવા રનું પ્રતિક્રમણ કરે અને નિત્ય નિયમ કરી પછી સાડા પાંચ વાગતાં પ્રથમ કચરા વિગેરે લઈ પછી દર્શન કરવા જાય છે. અને પછી સાડા છ વાગે ઘરના કામમાં ગુંથાઈ સાડાઆઠ વાગતાં ચા-પાણી, નહાવું–દેવું, કપડાં ધોવા અને બાબા-બેબીને તૈયાર કરી અરધી રસોઈ કરીને વ્યાખ્યાનમાં જાય છે. ત્યાં જઈ પૂજા કરી વ્યાખ્યાનમાં એક સામાયિક કરી અને પછી દસ વાગતા તુરત જ ઘરે આવીને સાડાદસ વાગતા બાબા-બેબીને સ્કૂલમાં મોકલે. નાની બેબીને બાલમંદિરમાં અને અમારા ભાઈને અગીઆર વાગતા જમાડીને પછી પોતે જમી રઇથી પરવારી વાસણ વિગેરે સાફ કરી બરાબર એક વાગતાં ટાઈમ મેળવીને મારે ત્યાં કેઈ વખત આવે અને અમો સાથે જ ઉપાશ્રયમાં પૂજ્ય સાધ્વીજી મહારાજ ઊપદેશસાર વાંચે છે ત્યાં ઉપાશ્રયમાં જઈને એક સામાયિક કરીને પછી ગાથા લઈને ત્રણ વાગતા ઘરે આવીએ છીએ. ત્રણ પછી ઘરના કામમાં એકાદ કલાક રહી પછી સાંજના પાંચ વાગતાં રસેઈ તૈયાર કરી છ વાગતાં રઈ-પાણ જમ