________________
પાંચ તથી પ્રશ્નને ઉત્તર કાર્યની જલદી સિદ્ધિ થશે, પરંતુ ચન્દ્રસ્વરમાં સ્થિર કાર્ય થાય સૂર્યસ્વરમાં ચર કાર્ય થાય.
પ્રકૃતિ–વાયુ અને પિત્તને સ્વામિ સૂર્યવર છે. કફને સ્વામિ ચન્દ્રસ્થર છે અને સક્રિપાતને સ્વામિ સુષુમ્ના છે.
પરદેશગમન—ચન્દ્રસ્વરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં જવું અધિક લાભકારી છે. સુખપૂર્વક પાછા ઘર પર આવી આનંદ માણી શકે છે. અને પૂર્વ ઉત્તર દિશામાં જવું સારું નહીં. સૂર્યસ્વરમાં પૂર્વ અને ઉત્તર દિશામાં જવું સારું છે. દક્ષિણ પશ્ચિમમાં જવું ઠીક નથી. સુષુનામાં કોઈપણ દિશામાં જવાની મનાઈ છે.
સૂર્ય સ્વરમાં ભેજન કરે, ચન્દ્ર સવારમાં પાણી પીવે તે સારૂં. અથવા સૂર્ય૨વરમાં પાણી પીવું, ચન્દ્રસ્વરમાં ભોજન કરવું તે ગિની પ્રાપ્તિનું લક્ષણ છે. | સ્વરોદયજ્ઞાન એક તાત્કાલિક જ્ઞાન છે. એને વિસ્તાર બહુ જ છે. પરંતુ અહીં સંક્ષિપ્તથી લખેલું છે. સામાન્યથી દરેક મનુષ્યને આ જ્ઞાન પર પ્રેમ થી જોઈએ. અથવા આપને પ્રેમ અધિક થાય જેથી સ્વરોદય આપની સેવામાં અધિક પ્રાપ્ત થાય. અને તમે અભ્યાસી બની તમે પણ બીજાને લાભદાયી નિવડે એ જ, વિશેષ શું?