________________
જિનેશ્વર-પ્રભુ સન્મુખ બેલવાના ગ્લૅકે.
શ્રી પાર્શ્વનાપ્રભુની સ્તુતિ पुण्यानां विपणिस्तमोदिनमणिः कामेभकुंभसृणिः । मोक्षे निःसरणी सुरेन्द्रकरणी ज्योतिःप्रभासारणिः । दाने देवमणि तोत्तमजन-श्रेणी कृपासारणिः । विश्वानंदसुधाघृणिर्भवभिदे श्री-पार्श्वचिन्तामणिः ॥१॥
જે દૃષ્ટિ પ્રભુદર્શન કરે છે તે દષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે, પીયે મુદા વાણી સુધા તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામમંત્ર વિશદ ધરે તે હૃદયને નિત્ય ધન્ય છે.
સુયા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગતબંધુ! ચિત્તમાં ધાર્યા નહિ ભક્તિપણે જન્મે પ્રભુ તે કારણે દુખપાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી જે ભાવ શૂન્યાચારમાં.