________________
ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી
સરલા–ત્યારે આ ફેશનમેન બનીને કયાં જાઓ છે? એ તે કહે - નિરંજના–સરલાબેન! આજે સિનેમા જેવા જવાનું છે અને આ કાન્તાબેનને બોલાવવા જ આવી છું. કહે આજે સારું પીકચર છે તે તમો પણ પધારશે તે આનંદ આવશે,
સરલા–અરે બેન! સીનેમા અમે તે કઈ વખત જોયેલ જ નથી. સીનેમા આપણાથી તે જોવાય? આમાં તે કેટલે દોષ લાગે? પૈસાની કેટલી હાની અને આવા સ્થાનમાં કેટલા રાગ અને શ્રેષનું કારણ છે? માટે કઈ વખત પણ અમે તે જતા જ નથી. આવી રીતે પાપ માથે લઈને પિસાને દુરુપયોગ કેણ કરે? મૂર્ખ માણસો જ કરે. અમે તો જયારે આવું જાણવાની ઈચ્છા થાય તો એવા મહાપુરુષે તથા મહાસતીઓના જીવનચરિત્રે વાંચીએ છીએ. એટલે એમાં તેમને અથથી ઇતિ સુધીને દરેક ઈતિહાસ આવી જાય. અને આપણને કેટલુંક જાણવાનું મળે છે. માટે બેન ! આવા સીનેમામાં બીલકુલ ન જ જવું જોઈએ.
નિરંજના–અહા સરલાબેન ! આવા શ્રીમંત થઈને આવા પિસાની ગણત્રી કરે છે ? અમે તે એવા પૈસાને યાદ નથી કરતા.
સરલા–બેન નિરંજના ! શું પૈસાને આવી રીતે બેટે માર્ગે વાપરવાના? જે પુણ્યથી લીમી મળી હોય તે તેને સદવ્યય કરે. આજકાલ કે આપણે સમાજ સીદાય છે? કેટલી જગ્યાએ સ્કૂલે, બેકિંગ, ઊપાશ્રયો અને સાધર્મિક ફેડે વગેરેમાં કેટલી જરૂર છે? ત્યાં કેટલા છો લાભ લઈ રહ્યા છે. તેમાં લક્ષમીને સદ્વ્યય કરવાને હોય છે. અમે તે કેટલું સાદું જીવન જીવીએ