________________
૩૪૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ સરલા–અરે બેન ! જૈનશાસન શું કહે છે? કરવું કરાવવું અને તેને અનુમોદવું ત્રણેને સરખો દેષ લાગે છે. જે સારું કામ કરવું, કરાવવું અને અનુમોદવું તેમાં સરખે લાભ થાય તે પાપમાં પણ સમજી લેવું જોઈએ. કેઈ કામ આપણે બતાવીએ તે તેમાં ભાગીદાર આપણે જ થઈએ. માટે સરખો જ દોષ લાગે છે.
નિરંજના–મને તે આવી કાંઈ સમજણ નથી. ફક્ત હરવું-ફરવું, ખાવું-પીવું ને આનંદ કરે એટલું જ જાણું છું.
કાન્તાબેન–સરલાબેન ! હું તે તમારી વાત સાંભળીને તાજુબ જ બની ગઈ, કે તમારા પડોશમાં રહેનાર બેન સે રૂપીઆમાં સાત માણસનું પુરું કેવી રીતે પાડતા હશે? મારે તે દેહ રૂપીઆમાં બે માણસ અને એક નાની બેબી એ ત્રણનું પુરૂં થાતું નથી, મહીને દિવસે દસ-પંદર માથે દેવાના થાય છે અને એ બેન કેમ પુરું કરતાં હશે? છતાં કેવા સરસ એક શ્રીમંત હોય તેવા દેખાય છે!
સરલા–એ તે સ્ત્રીઓનું જ કામ છે. આવકના પ્રમાણે ખરચે રાખવે એ કાંઈ પુરુષો ન જ જાણે, “આ લા આ લા” એ તે લાવી આપે, પણ હીસાબ તે બૈરાઓને જ રાખવાનું છે. અમારે આટલી આવક છતાં કઈ વખત પેટે ખર તે નહીં જ કરવાને.
કાન્તાક બેટે ખરા? મને જરૂર બતાવજો. શેના વિના ચાલે? જુઓ બેન! એક મહીનાને જ હિસાબ બતાવું. પ્રથમ તે આઠ-બાર આનાનાં શાખ મરચાં વિગેરે. નાવાને સાબુ, દેવાના સાબુ અને એક મહીનામાં કટલેરી એટલે