________________
ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી
૩૪૧
નિરંજના–વાહ ! ત્યારે હું પણ જરૂર તે મંડલમાં આવીશ. કહે સરલા બેન ! તમે તે ઘણા જ સાદા દેખાઓ છે, આ તમારૂં ઘર કેવું સરસ સાદાઈવાળું જણાય છે! બેન ! આ વળી ઘંટી પણ તમે રાખે છે શું? હવે કેણ દળે છે?
સરલા–બેન નિરંજના ! અમે તો ગીરણને લેટ વાપરતાજ નથી, કેઈ વખત પણ નહિ. કારણ ત્યાં દરેકના દાણા કેવા હોય ? લકે કઈ બરાબર સાફ પણ ન કરે, અને સડેલું અનાજ મૂખ માણસે સૌ પીસાવે, માટે એ અભય લોટ કદાચ આપણામાં આવે તે આપણી બુદ્ધિ પણ ભ્રષ્ટ જ થાય. માટે હું તે પિતે તે પીસતી નથી, પણ એક બેન અમારા બાજુમાં છે, તે બેન પીસે છે, એ બેન એટલા બધા પ્રામાણિક છે કે કઈ વખત કોઈની કઈ ચીજ મફત લેતાં જ નથી. અને સાત માણસનું કુટુંબ નભે છે, છતાં કઈ વખત ગરીબાઈ ગાતા નથી. તેમજ અમે ગરીબ છીએ એવું એકપણ આચરણ નથી, માટે હું તે કઈ બી કામ હોય તે તેના પાસે કરાવું છું, તે બેન જ પીસે છે અને ઝાઝા દિવસને લોટ રાખતા જ નથી. ફકત બાર તિથિઓ પુરતે જ રાખીએ છીએ, બાકી તે તાજો જ લેટ વાપરું છું. કેઈ વખત આઠ દિવસે હું પોતે પણ શેર બશેર પીરું છું. કારણ તેનાથી તંદુરસ્તી સારી રહે છે. માટે.
નિરંજના–સરલાબહેન ! બીજા પીસે તે આપણને તિથિમાં શું દેષ લાગે? ક્યાં આપણે પીસવું છે? કઈ વખત તિથિએ પણ હું તે પીસાવું છું, મને તે એવું યાદે ય ન આવે !