________________
ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી
૩૩૫. પ્રેમીલા–વારૂ બહેન, દરરોજ આવી રીતે ધર્મધ જાણજે.
કાન્તા–બહુ જ ખુશીથી. હું આપની વાણને સ્વીકાર કરું છું. સરલાબહેન આજે મારી આ ખુશાલીના માટે ચા-પાણી ને નાસ્ત મારા તરફથી સ્વીકારે. આ બે રૂપીઆને નાતે મંગાવે.
સરલાબહેન કાન્તા! તમે તે તદ્દન ભોળા છે. તમારા તરફથી નાસ્તો ઘણું જ ખુશીથી સ્વીકારું, પણ આ ઘર તે તમારૂં જ છે ને ? વળી અમે બજારની કઈ ચીજ વેચાતી મંગાવીને ખાતાં જ નથી. અમારે કોઈની વસ્તુની તે સર્વથા બંધી છે.
કાન્તા-શું કહે છે? તમે કઈ વખત બજારની ચીજ ખાતા જ નથી ? | પ્રેમીલા–ના બહેન, સરલાબહેન તે બજારની વસ્તુઓ કોઈ વખત ખાતાં જ નથી.
કાન્તા–ત્યારે તમે શું આમ વારંવાર કેઈ આવે જાય તે શું કરે? તાત્કાલિક શું થાય?
સરલા–અરે બહેન એમાં શું? તાજી ચીજ તરત બનાવી લેવાની.
કાન્તાએ આવે ત્યારે આપણે તે આનંદની વાત કરતા હોઈએ તેમાં વળી આ માથાફોડ કેણ કરે? હું તે ન જ કરૂં. રૂપીઆ બે રૂપીઆ ખરચી નાખું.
સરલા–બહેન, તમે જાણે છે આજ કાલ બજારની બનાવેલ ચીજ બીલકુલ સારી મળતી નથી. સીંગેના તેલ અને