________________
૩૩૦
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ કરી જ નહિં; ફક્ત પાંચ ગુજરાતી પડી અને દહેરાસરની વિધિ જેટલું જ કરેલું હતું.
પ્રેમીલા–બેન ! નાની ઉમરમાં અભ્યાસનું સાધન છતાં તમે ન ભણ્યા તે કેવી ભૂલ કરી છે? નાનપણમાં જ્ઞાન કેવું સરસ આવડી જાય ?
કાન્તા–અરે મને તે આળસ જ થાયને, ભણું શું? ભણું ને ભુલી જાઉં!
પ્રેમીલાબેન કાન્તા ! ભણતરમાં પ્રેમ હોય તે જ આવડે. પ્રેમ વિનાનું નકામું. હું મોટી ઉંમરમાં આટલું શીખી ને દરરોજની આવશ્યક ક્રિયા તે જરૂર કરવાની.
કાતા–ઠીક બેન ! એ તે સમજી. મોટી ઉંમરમાં પણ પ્રેમ હોય તે આવડે. હવેથી હું દરરોજ ભણવાનું શરૂ કરીશ અને સાંજ-સવાર પ્રતિક્રમણ કરીશ. પ્રેમીલા બહેન! તમે આજે મને કેટલું સમજાવ્યું. ઘણું સારું થયું છે. હવેથી હું દરરોજ નકામો ટાઈમ નહિં ગુમાવું. તમારી પાસે આવા બેધપાઠજ શીખીશ.
સરલા કેમ પ્રેમીલાબહેન? આજે હજી ટાઈમ નથી થયો? અઢી તે વાગવા આવ્યા છે.
પ્રેમીલા–આ આ સરલાબેન ! હું તૈયાર જ છું આજે જરા કાન્તાબેન આવ્યા તેથી દસ મીનીટ નીકળી ગઈ.
કાતા–અહ સરલાબેન! તમે અને પ્રેમીલાબહેન કઈ તરફ જવાના છેકથામાં?