________________
વાળ છે
૨૩૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ આ તિથિમાં ત્રણ-ઉત્તર, ર૦ હસ્ત, અનુરાધા, શતપૂર્વા ભાદ્ર, પુષ્ય, પુનઃ રેવતી, અશ્વિની મૂ૦ શ્ર. સ્વા. આદ્રો આ નક્ષત્રમાં દીક્ષા દેવી શુભકારક છે.
પ્રવાસી પ્રશ્ન પ્રશ્ન કરનારના ઉચ્ચારણ કરેલા અક્ષરોના છ ગુણા કરીને એક તેમાં ઉમેરો. ફરી સાત ભાગ દે ને શેષ એક રહે તે પ્રવાસી આવે છે. બે શેષ રહે તે માર્ગના અધભાગમાં છે. ત્રણ શેષ રહે તે ગામની નજીકમાં આવ્યું છે. ચાર શેષ રહે તે ઘરમાં લાભ સહિત આવે છે. પાંચ શેષ રહે તે દુખીત છે. છ શેષ રહે તે આવવાને યત્ન કરે છે.
કાર્ય સિદ્ધ થશે કે નહીં? સારા વારમાં ડાબે વાર ચાલતા સમયે પ્રશ્ન કરે તે કાર્ય સિદ્ધ થાય છે, શુકલપક્ષમાં વિશેષ ફાયદાકારક થાય છે. ખરાબ વારમાં દક્ષિણ સવર ચાલતી વખતે પ્રશ્ન કરે તે કાર્ય સિદ્ધ થાય છે. જે કૃષ્ણપક્ષમાં હોય તે વિશેષ સિદ્ધિ થાય છે. વિપરિત હોય તે કાર્યસિદ્ધિ થતી નથી.
શુકન વિચાર ઘરની બહાર નીકળતી વખતે શુકન શુભકારક છે. એથી શુકનને સંપૂર્ણ વિચાર કરવો જોઈએ.
વિદેશમાં જતી વખતે સામે કુંવારી કન્યા, સધવા સ્ત્રી પુત્ર સહિત, ગેળ યા દુધથી ભરેલો ઘડો, દહીં, લેરી, પૂ૫માલા, નિર્ધમ અગ્નિ, રાજા, મુનિ, ચોખા, રત્નવીણા, વજા,