________________
૨૩૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫ગુણ-સંગ્રહ
નાસિકાના અને દ્વારની વચમાં ચક્ર છે. ત્યાંથી શ્વાસને પ્રકાશ થાય છે. તે પાછલી વંકનાલ થઈને નાભિમાં જઈ અટકે છે. ત્યાંથી નાસિકાના જમણી બાજુમાં શ્વાસ નિકળે છે, તેને ઇંગલાનાડી-સૂર્યસ્વર કહે છે. અને જે ડાબી બાજુથી શ્વાસ નીકળે છે તેને પિંગલાનાડી—ચન્દ્રવર કહે છે, તથા બને તરફથી શ્વાસ નિકળે તેને સુષુમ્નાસ્વર કહેવાય છે.
(૧) શિતલ અથવા સ્થિર કાર્ય ચંદ્રશ્વરમાં કરવું સારું છે. જેમકે દાન, દીક્ષા, મંદિર, મકાન, નગરપ્રવેશ, વજાદંડ કલશ ચઢાવ, વસ્ત્રાદિ ધારણ કરવું ઈત્યાદિ. | (૨) કૂર અથવા ચર કાર્ય સૂર્યસ્વરમાં કરવું સારું છે. જેમકે યંત્ર, મંત્ર, ઇયાન, જ્ઞાન, વિદ્યાભ્યાસ, પન્થચલન, વેપાર અથવા રાજકાર્યાદિ કરવું, વિઘશાન્તિ, તુદાન અને લેણદેણ ઈત્યાદિ.
(૩) સુષુમ્નાસ્વરમાં કઈપણ કાર્ય ફલ આપનાર નથી થતું. બલકે હાનિકારક થાય છે. તેથી કોઈપણ કાર્ય ન કરવું.
(૪) કૃષ્ણપક્ષને સ્વામિ સૂર્યસ્વર છે. કૃષ્ણપક્ષના પડિવાકે શુભ જે સૂર્યવ૨ ચાલતું હોય તે તે પક્ષ આનંદમાં નીકળે છે. અને લાભદાયી થાય છે. ચંદસ્વર સારે નથી.
(૫) શુક્લપક્ષનો સ્વામિ ચન્દ્રવર છે. શુકલપક્ષના પડિવાકે ચન્દ્રસ્વર ચાલતું હોય તે શુકલપક્ષ આનંદ અને લાભકારી થાય છે. સૂર્યવર પડિવાકે સારા નથી.
(૬) સુષને બન્ને પક્ષમાં હાનિકારક છે.