________________
શુકન વિચાર
૨૩૩ પતાકા ઈત્યાદિ સામે આવે તે શુકન લાભકારક અને કાર્યની અવશ્ય સિદ્ધિ થાય છે. નીલચાંસ પક્ષી, મોર, નળી દષ્ટિગત થાય તે ઉત્તમ છે.
કુકડા ડાબા બોલે તે ઉત્તમ છે. નાહર જમતી તરફ મળે તે ઉત્તમ છે. પિપટ ડાબાથી જમણે ઉત્તમ છે. બગલા બોલતા અને ઉંચા ઉડતા હોય. તે દેખે તે કન્યા તથા ધનને લાભ અને મિત્ર સમાગમ થાય છે.
હરણ ડાબેથી જમણે જતાં હોય તે ઉત્તમ છે. ડાબી છીંક અને જમણી ખાંસી ઉત્તમ છે. કાગડા ડાબી બાજુ બેલતાં હોય તે સારા છે. ગધેડા ડાબી બાજુ ભૂકે તે લાભદાયક છે. સર્ષ જમણી તરફ હેય તે ઉત્તમ છે. ઘુવડ ડાબી તરફ બેલે તે ઉત્તમ છે. મેર એક શબ્દ બોલે તે ધનલાભ, બે વાર બોલે તે લાભ અને નાચતા હોય તેમ દેખે તે ઉત્સાહ વધે છે. કબૂતર જમણી તરફ લાભકારક છે. મોર સામો આવતે હોય તે ધનલાભ થાય છે. કાનખજૂરાનું ડાબું જવું સારું છે. હાથી ઘડા જમણા ઉત્તમ છે. ઉંટ ગધેડા ડાબા લાભદાયક છે. વાંદરા જમણા ઘણા ઉત્તમ છે..