________________
ગુણઠાણુનાં લક્ષણ તથા સ્થિતિ
૧૮૧
ઉપરના પ-૬ અને ૭ મા ભાગે વર્તતા ક્ષાયિક, ઔપથમિક અને વેદક એ ત્રણમાંથી એક સમકિત નિયમ પામે. જે જિનભક્તિમાં યથાશક્તિ પ્રવર્તે. તેને કાળ જઘન્ય અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ હોય છે.
(૫) પાંચમું દેશવિરતિ ગુણઠાણું કહે છે–દેશવિરતિ જે શ્રાવક પિતાને આચાર-બાર વ્રત એકવીશ ગુણએ કરીને યુક્ત, સમકિત ગુણસહિત હેય. તેને ઉપર કહેલ આઠમો ભાગ ઘટે. અહીં સમ્યકત્વ સહિત નવકારશી કરે તેમ જાણવું. તેને કાળ જઘન્ય અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટ દેશના પૂર્વ કોડ વર્ષ લગે રહે છે.
(૬) છઠું પ્રમત્ત ગુણઠાણું–ચારિત્ર લીધું પણ અધ્યવસાયે પ્રમાદ-વિષય–કષાય-નિદ્રા અને વિકથાયે કરીને મલીન હોય છે. તેને કાળ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ્રમત્તઅપ્રમત્ત મળીને દેશના પૂર્વ કોડ વર્ષ રહે છે.
(૭) સાતમું અપ્રમત્ત ગુણઠાણું કહે છે–પ્રમાદ રહિત અનંતગુણ વિશુદ્ધ નિશ્ચય ચારિત્રને વિષે સ્થિરતા સહિત જે અધ્યવસાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ્રમત્ત-અપ્રમત્ત મળીને દેશના પૂર્વ કોડ વર્ષ રહે.
(૮) આઠમું અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ ગુણ ઠાણું કહે છે–ચારિત્ર મેહનીયની એકવીશ પ્રકૃતિ ખપાવવા તથા ઉપશમાવવા રૂપ અત્યંત વિશુદ્ધ અધ્યવસાયભેદે કરી નિવૃત્તિ કહેતાં ફેરફાર અધ્યવસાયમાં હેય, એનું નામ નિવૃત્તિકરણ ગુણઠાણું કહીએ. અહીં સમયે સમયે અનંત ગુણ વિશુદ્ધ હોય. તેને કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.