________________
ગુણઠાણાને વિષે સત્તા
૧૯૧ કમ, નીચગાત્ર એવં (૭૨) તેર પ્રકૃતિને અંત થતાં છેલે સમયે તેની સત્તા હેય. તે આ પ્રમાણે મનુષ્યત્રિક, વસત્રિક, યશનામ કર્મ, આદેય નામ, સૌભાગ્યનામ, જિનનામ, ઉચ્ચગેત્ર, પચેન્દ્રિયજાતિ, સાતા યા અસાતા વેદનીય એ તેને છેલ્લે સમયના અંતે ક્ષય થતાં મોક્ષમાં જાય છે. એટલે જન્મ–જરા-મૃત્યુ ટળે છે અને અવિચળ, અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે.
સત્તામાં પહેલાથી માંડીને અગીયાર ગુણઠાણા સુધી આઠે કર્મ હોય. બારમે મેહનીય જતા સાત હેય, તેરમે અને ચૌદમે ગુણઠાણે ચાર અઘાતી કર્મો વેદનીય-આયુ-નામ અને ગેત્રની સતા હોય છે.
આઠે કર્મ બાંધવાના મૂળ ચાર હેતુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ પરંતુ અહીં સંક્ષેપમાં બતાવે છે – જ્ઞાનાવરણીય ને દર્શનાવરણય એ કર્મ શેનાથી બંધાય છે? તે કહે છે. જ્ઞાન તથા જ્ઞાની ગુરુ આદિનું અનિષ્ટ કરનાર, ગુરુને છુપાવવા એટલે એને ઉપકાર નથી એમ માનનારા, ઉપઘાત એટલે હણવે કરીને, દ્વેષ કરે, અંતરાય કરવે કરીને, અને જ્ઞાન-દર્શન–ચારિત્રની આશાતના કરવાથી જીવ અને પ્રકારના આવરણને બાંધે છે.
વેદનીયને શુભ-અશુભ બંધ કહે છે–ગુરુની ભક્તિએ કરીને, ક્ષમા રાખવાવડે, કષાયેના જીતવાવડે, દાન-શીલ-ભાવમાં દઢ રહેવાવડે, ધર્મમાં દઢ રહેવું ઈત્યાદિવડે જીવ સાતા વેદનીય બાંધે અને તેથી વિપરીત થકે અશાતા વેદનીય બાંધે છે,