________________
જીવ કયા કારણથી ભવનપતિમાં ઉપજે!
૧૦૭
હવે જીવ કયા કારણથી ભવનપતિમાં ઉપજે? તે કહે છે. અજ્ઞાન તપસી, ઉત્કૃષ્ટ રેવા, તપને અહંકાર કરનાર, વેર લેવામાં આસક્ત એવો જીવ ભવનપતિમાં ઉપજે છે. તે અસુરકુમારાદિ દશ નિકામાં ઉપજે છે.
હવે જીવ ક્યા કારણથી વ્યંતરમાં ઉપજ ? તે કહે છેદેરડાને ફાંસે ખાઈને મરનાર, વિષ ભક્ષણથી મરેલા, પાણી તથા અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુને ભેટનાર, તરસ્યા તથા ભૂખ્યા મરેલા, વિરહ-અગ્નિના દુખથી મૃત્યુને વરેલા–મારેલા એવા જ મંદ ભાવથી મરીને વ્યંતરની નિકાયમાં ઉત્પન્ન થાય છે.