________________
૨૨૦
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ
સૂર્યના આઠ દિવસ ગયા પછીથી લઈને છટ્રી સૂર્યના ચાર દિવસ સુધી ૫૬ દિવસ સુધી બુધની દશા જાણવી. તેમાં સંપત્તિનું આગમન થાય. છ સૂર્યના ચાર દિવસ ગયા પછીથી લઈને સાતમાં સૂર્યના દશ દિવસ સુધી ૩૬ દિવસ શનિની દશા જાણવી, તેમાં માણસની કેઈપણ કાર્યમાં મંદબુદ્ધિ રહે છે. સાતમા સૂર્યના દશ દિવસ ગયા પછીથી લઈને નવમા સૂર્યના આઠ દિવસ સુધી ૫૮ દિવસની ગુરુની દશા હોય છે. તે દશામાં ધનને લાભ થાય છે. નવમા સૂર્યને આઠ દિવસ ગયા પછીથી લઈને દશમા સૂર્યના ૨૦ દિવસ સુધી કર દિવસની રાહુની દશા હોય છે. તેમાં બધૂન કરાવે છે. દશમા સૂર્યના ૨૦ દિવસ ગયા પછીથી લઈને બારમા સૂર્યના અન્તિમ સુધી ૭૦ દિવસની શુકની દશા હોય છે. તેમાં જેમ રાજા પ્રસન્ન થઈ લાભ કરે તેમ મનુષ્યને સર્વ પ્રકારના સુખે મલે.
પનોતી વિચાર નાની પતી રાા વર્ષની, પિતાની રાશિથી શનિ ૪-૮ મો. આવે તે તેને દુખ આપનારી શનિની નાની પતી અઢી વરસની જાણવી. તે શરીરને વિષે વ્યાધિ, બધુઓની સાથે વિરોધ, પરદેશગમન, કલેશ અને અત્યંત ચિંતા ઉત્પન્ન કરે છે. તેમ જ મનુષ્યને નાના પ્રકારના દુખ, અગ્નિભય, મૃત્યુતુલ્ય પીડા કરે છે. તથા શરુને ભય અને હંમેશા દુખ પ્રાપ્ત કરે છે.
મેટી પતી ના વરસની પિતાની રાશિથી ગણતા શનિ ૧૨ મે આવે તે માથાને વિષે પતી જાણવી. પહેલે શનિ