________________
૧૮૫
હવે ગુણઠાણાને વિષે બંધ કહે છે હેય. અન્યથા અટ્રિાવન બંધાય. કારણ અહીં આહારદ્ધિક બંધમાં હોય તેથી.
હવે આઠમે અપૂર્વકરણ ગુણઠાણે અદ્દાવન બંધમાં હોય તેના સાત ભાગ છે. તેમાંથી નિદ્રાદ્ધિકને ક્ષય થયે પાંચ ભાગમાં છપ્પન્ન પ્રકૃતિને બંધ હોય. તેમાંથી સુરદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, શુભ વિહાગતિ, રસનામ, બાદરનામ, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર નામ, શુભનામ, સૌભાગ્યનામ, સુસ્વર, આદેય એ ત્રસ નવક,
દારિક વિના ચાર શરીર, વૈક્રિય અંગે પાંગ અને આહારક અંગે પાંગ, એ બે ઉપાંગ. સમચતુરસ સંસ્થાન, નિર્માણ નામકમ, જિન નામકર્મ, વર્ણ ચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક (અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસ એ ચાર) એમ ત્રીશ પ્રકૃતિને છઠ્ઠા ભાગના છેડે અંતે કરીએ ત્યારે છેલ્લે સાતમે ભાગે છવ્વીસ પ્રકૃતિને બંધ હોય.
તેમાંથી હાસ્ય, રતિ, જુગુપ્સા અને ભય એ ચારને અંત કરીએ ત્યારે અનિવૃત્તિના પહેલે ભાગે બાવીશ પ્રકૃતિને બંધ હોય, ત્યાં અનુક્રમે પુરુષવેદ, સંજ્વલન ત્રણ કષાય (ક્રોધમાન-માયા)ને છેદ થાય ત્યારે બીજે ભાગે ૨૧, ત્રીજે ભાગે ૨૦, ચોથેભાગે ૧૯, પાંચમે ભાગે ૧૮ અને સંજવલન લેભને બંધ છેદ થાય ત્યારે સૂક્ષમ સંપાયે સત્તરને બંધ હેય.
તેમાંથી ચાર દર્શનાવરણય, ઉચ્ચગેત્ર, યશનામકર્મ, જ્ઞાનાવરણય પાંચ, અંતરાયની પાંચ એમ સેળને છેદ થાય ત્યારે બાકીના ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સગી કેવળી એ ત્રણ ગુણઠાણાને વિષે એક શાતા વેદનીયને બંધ હોય,