________________
૧૮૦
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ હેતે થકે અનંતાનુબંધી કષાયના ઉદયથી સમકિત પામતા થકા ક્ષીરના સ્વાદ સરખે ભાવ મિથ્યાત્વ ગુણઠાણું પામ્યા પહેલા જે હોય એટલે કે ઈ માણસે ખીર ખાધેલી હોય તેને ઉલટી થતાં ખીરને સ્વાદ જેમ મેઢામાં રહી જાય તેમ સાસ્વાદન ગુણઠાણું જાણવું. તેને કાળ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ છે આવલિકા છે.
ત્રીજુ મિશ્ર ગુણઠાણું કહે છે. મિશ્ર મેહનીયના ઉદયથી જિનધર્મ ઉપર રુચિ ન થાય, તેમ અરુચિ પણ ન થાય. એ જે અધ્યવસાય હેય, તેને મિશ્ર ગુણઠાણું કહીયે. તેને કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંતમુહૂર્તને છે.
ચેથું અવિરતિ સમ્યગદષ્ટિ ગુણઠાણું કહે છે. અવિરતિ ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયેાદયે વ્રત-પચ્ચકખાણ આદરી શકે નહીં. તેના ત્રણ ભેદ દેખાતે કહે છે. મૂળ પચ્ચકખાણના આઠ ભાંગ કહે છે. તેમાં ચાર ભાગે મિથ્યાત્વી છે. અને ૫-૬-૭ ભાંગા અવિરતિ જેને માટે છે. અને આઠમે શુદ્ધ ભાંગે દેશવિરતિને માટે ઘટી શકે છે. તે આ પ્રમાણે
(૧) ન જાણે ન આદર ન પાળે. સર્વ જી આશ્રયિ. (૨) ન જાણે ન આદરે પાળે. અજ્ઞાન તપસ્વી. (૩) ન જાણે આદરે ન પાળે. પાર્શ્વસ્થ આદિ. (૪) ન જાણે આદરે પાળે. અગીતાર્યાદિ. (૫) જાણે ન આદરે ન પાળે. શ્રેણીકાદિ. (૬) જાણે ન આદરે પાળે. અનુત્તરવાસી દેવ. (૭) જાણે આદર ન પાળે. સંવિનપાક્ષિક. (૮) જાણે આદરે પાળે દેશવિરતિ–સર્વવિરતિ.