________________
ચાર દશનનું વર્ણન
૧૭૧
તે મન:પર્યવજ્ઞાની જુમતિ દ્રવ્યથી અનંતાનંત પ્રદેશી સ્કંધ જાણે દેખે, અને વિપુલમતિ તે જ સ્કંધે અધિક દેખે. ક્ષેત્રથકી ઋજુમતિ હેઠે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતર લગે, ઉંચું જ્યોતિષીના ઉપરના તલા લગે, તીઠું અઢીદ્વીપમાંહે એટલે અઢીદ્વીપ અને બે સમુદ્રમાં આવેલ પન્નર કર્મભૂમિ, ત્રીશ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપને વિષે સંસી પચેંદ્રિય પર્યાપ્તાના મને ગત ભાવ જાણે દેખે. વિપુલમતિ તે જ ક્ષેત્ર અઢી અંગુલ વધુ દેખે. કાળથકી ત્રાજુમતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલાઅમને અસંખ્યાતમો ભાગ અતીત-અનાગત કાળ જાણે દેખે, વિપુલમતિ તે અધિક અને વિશુદ્ધ દેખે. ભાવથકી કાજુમતિ અનંતાભાવ જાણે છે અને વિપુલમતિ તે જ ભાવે અધિક દેખે.
*
કેવલજ્ઞાન
કેવલજ્ઞાન એક પ્રકારે છે. સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સમકાળે સામટું જ દેખું-જાણે.
ચાર દર્શનનું વર્ણન દર્શન એટલે સામાન્ય ઉપયોગ. દર્શન ચાર પ્રકારે છે. ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવલદર્શન. ૧ ચક્ષુદર્શન–આંખથી દેખે તે. ૨ અચક્ષુદર્શન–આંખ સિવાયની બીજી ઇદ્રિ અને મનવડે
જાણે તે.