________________
११४
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂ૫–ગુણ-સંગ્રહ છે આવશ્યક કયાંથી ક્યાં સુધી? ૧ સામાયિકઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિસ પડિક્કમણે કાઉં, એ સૂત્રથી પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. ત્યાંથી કરેમિ ભંતેથી પંચાચારની આઠ ગાથાના કાઉસગ્ગ સુધી પહેલું સામાયિક આવશ્યક કહેવાય છે.
૨ ચઉદિવસત્થા–પંચાચારની આઠ ગાથાના કાઉસગ્ગ પછી જે લેગસ્સ કહેવામાં આવે છે, તે બીજું આવશ્યક
૩ વાંદણું–લેગર્સ કહ્યા પછી મુહપતિ પડિલેહી બે વાંદણા દેવામાં આવે છે તે ત્રીજું વંદન આવશ્યક.
૪ પડિક્રમણ–વાંદણ દીધાં પછી ઈચ્છાકારેણ સંસિહ ભગવન દેવસિએ આલોઉં ત્યાંથી આયરિય ઉવજઝાએ સુધી પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક છે. પફિખ, ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણને આ ચેથા આવશ્યકમાં સમાવેશ થાય છે.
૫ કાઉસ્સગ–આયરિય ઉવજઝએ પછી બે લેગસ્ટ, એક લોગસ્સ અને એક લોગસ્સને જે કાઉસગ્ગ કરવામાં આવે છે તે પાંચમું આવશ્યક.
૬ પચ્ચકખાણ-છછું આવશ્યક કાઉસ્સગ્ન પછી કરવાનું છે. પરંતુ દેવસિ પ્રતિક્રમણમાં તે વખતે પચ્ચકખાણને અવસર નહીં રહેતે હેવાથી પ્રતિકમણની શરૂઆતમાં પચ્ચકખાણ કરી પાંચમું આવશ્યક પુરું થયા પછી તે સંભારવામાં આવે છે. અને રાઈ પ્રતિક્રમણમાં તે તે વખતે ( છેલ્લા) પચ્ચફખાણ કરવામાં આવે છે.