________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષય૫-ગુણ-સંગ્રહ રોય વસ્તુઓ-આચારની શુદ્ધિ સામાયિક, પ્રતિક્રમણ ને કાર્યોત્સર્ગ એ ત્રણ આવશ્યકથી' ચારિત્રાચારની શુદ્ધિ ( સંવરતત્વની શુદ્ધિ) થાય છે. ચઉવીસસ્થાથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. વંદન આવશ્યકથી જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રચારની શુદ્ધિ થાય છે. પ્રત્યાખ્યાન આવશ્યકથી તપાચારની શુદ્ધિ થાય છે. અને છએ આવશ્યકોમાં વીર્ય ફેરવવાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે.
પ્રથમ કર્મગ્રંથ સાર સંગ્રહ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર હેતુથી કામણવર્ગણાના પુદ્ગલો આત્મા સાથે બંધાય તે કર્મ કહેવાય. તે કર્મ રૂપી છે, કારણ કે કર્મથી આત્માને ઉપઘાત અને અનુગ્રહ થાય છે. કર્મ અને આત્માને સંબંધ અનાદિ છે, પણ તથાવિધ સામગ્રીના ગે અનાદિ સંગવાળા કર્મને પણ નાશ થાય છે. ક્ષીર અને નીરની પેઠે, લોઢું અને અગ્નિની પેઠે આત્મા અને કર્મ એકમેક થઈ જાય છે. તે કર્મ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશથી ચાર ભેદે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્થિતિ એટલે કાળનું માન. શુભ-અશુભ, તીવ્ર-મંદ અનુભાગ તે રસ અને કર્મયુગલના દલિકને સમૂહ તે પ્રદેશ.
પાંચ જ્ઞાનનું વર્ણન ૧ મતિજ્ઞાન-મન અને ઇન્દ્રિયો વડે જે જ્ઞાન થાય તે. ૨ શ્રુતજ્ઞાન–ભણવાથી-કૃતથી જે જ્ઞાન થાય તે. ૨ અવધિજ્ઞાન-મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યનું જાણવું તે.