________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
૭ રહેવાનું મન બહુ ખુલા તથા બહુ ગુપ્ત ભાગમાં ન હોય, સારા પાડેશવાળું હોય તથા અવરજવર માટે અનેક દરવાજાવાળું ન હોય, ૮ સદાચારી પુરુષોની સેબત કરવી. ૯ માતા-પિતાને પૂજક. ભક્તિપૂર્વક આદર સત્કાર કરે. ૧૦ ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. ૧૧ નિહિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. ૧૨ આવક પ્રમાણે ખર્ચ કર. ૧૩ પિતાની સંપત્તિ અનુસારે પહેરવેશ રાખ. ૧૪ બુદ્ધિના આઠ ગુણેને સેવવા. તે ગુણે નીચે પ્રમાણે
शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा ।
उहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः॥१॥ (૧) શાસ્ત્ર-સારી વાત સાંભળવાની ઈચ્છા, (૨) તેને સાંભળવું (૩) તેને અર્થ સમજ (૪) તેને યાદ રાખવું (૫) ગ્રહણ કરેલા અર્થના આધારે તક ઉઠાવ (૬) ઉઠાવેલા તકમાં તાત્વિક બાબતને રાખી, અતાત્વિક બાબતને ત્યાગ કરે (૭) અર્થનું સમ્યજ્ઞાન કરવું.
અને (૮) તત્ત્વને નિશ્ચય કરે એ બુદ્ધિના આઠ ગુણ છે. ૧૫ નિત્ય ધર્મ સાંભળ. ૧૬ અજીર્ણ થતાં ભેજન કરવું નહિ, ૧૭ પ્રકૃતિને અનુકૂળ અવસરે ભેજન કરવું.