________________
પ્રભુ દર્શનનું ફળ
૧૪૬
નાય અને સ્ત્રીઓને સંસારરાવાનું, ૬ ચઉકસાયનું અને ૭" સવારે જગચિતામણિનું એ સાત વાર ચૈત્યવંદન કરાય છે.
૨૪ દશ આશાતનાનો ત્યાગ કરે ૧ દેરાસરમાં મુખવાસ ન ખવાય, ૨ પાણી ન પીવાય, ૩ નાસ્ત ન થાય, ૪ બુટ-ચપાટ વગેરે પહેરી ન જવાય, ૫ મૈથુનસેવન ન કરાય એટલે સરાગદષ્ટિથી પણ કોઈના સામું ન જોવાય. ૬ સુવાય નહિ, ૭ થુંકાય નહિ, ૮ પેસાબ (માગું) ન કરાય, ૯ ઝાડો ( ધૈડિલ) ન થાય. અને ૧૦ જુગટું ન રમાય. આ રીતે કરવાથી મટી આશાતના ન લાગે. દેરાસરના ઓટલા ઉપર પણ ન થાય.
આ પ્રમાણે જે માણસ વિધિ સહિત જિનાલયમાં જાય અને દર્શન કરે તેને જ્ઞાનીઓએ કહેલ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે.
પ્રભુ દર્શનનું ફળ દેરાસરે જવા મન કરે તે એક ઉપવાસના ફળને પામે, દર્શન કરવાને ઉભાં થતાં બે ઉપવાસ, જવાની તૈયારી કરતાં ત્રણ ઉપવાસ, ડગલું ભરતાં ચાર ઉપવાસ, માર્ગે ચાલતાં પાંચ ઉપવાસ, અર્ધ રસ્તો ઓળંગતા પંદર ઉપવાસ, દેરાસર દષ્ટિગોચર થતાં એક માપવાસ, જિનેશ્વર પ્રભુ પાસે પહોંચતા છ માસના ઉપવાસ, પ્રભુની સન્મુખ આવતાં એક વરસ, ત્રણ પ્રદક્ષિણા દેતાં સે ઉપવાસ, જિનેશ્વરને નજરે જોતાં હજાર ઉપવાસ, પ્રભુની સ્તુતિ કરતાં અનંતગણું ફળ પામે. પ્રભુની: પૂજા કરતાં તેનાથી સેગણું ફળ પામે, ફૂલની માળા ચઢા