________________
દર્શ પચ્ચખાણું
૧૫૫ (૭) તિબુસહિય-હાથ, પગ કે ભાજન ઉપર રહેલા જળબિંદુ સુકાઈ જાય તે જ પચ્ચકખાણ પારૂં તે. (૮)
તિષ્કસહિય-દીવા પ્રમુખની જાત જ્યાં લગે રહે ત્યાં સુધી પચ્ચકખાણ ન પારવું તે. ૧૦ અદ્ધા–કાળ, તે મુહૂત, પ્રહર, બે પ્રહર, દિવસ, પક્ષ,
માસ ઈત્યાદિ જાણ. અને તે મુહૂર્ત આદિ કાળની મર્યાદાવાળું જે નવકારસી-પરિસી, સાદ્ધપરિસી-પુરિમઅવડું-એકાસણું ઉપવાસ વગેરે પચ્ચકખાણ તે અઢા પચ્ચકખાણ કહેવાય.
કયું પચ્ચકખાણ કયારે આવે? તે કહે છે, નવકારશી સૂર્યોદય પછી બે ઘડી વીત્યા બાદ, પિરિસી સૂર્યોદયથી એક પ્રહર પછી, સાધરિસી સૂર્યોદય પછી દેઢ પ્રહરે, પુરિમ સૂર્યોદય પછી બે પ્રહરે.
જે રાત્રે ચોવિહાર કર્યો હોય તે જ સવારે ચોથભક્તનું પચ્ચખાણ થાય છે, ન કર્યો હોય તે અભતનું જ થાય.
પચ્ચકખાણમાં પ્રાસુક પાણી કયારે વપરાય તે કહે છે– એકાસણા, બીયાસણા, આયંબિલ વગેરેમાં વપરાય છે.
અશન–અનાજ, પકવાન્નાદિ, રોટલા, રોટલી, દુધ, રાબ, વગેરે.
પાન–પાણીમાં છાશની આસ, જવનું પાણી, કેરનું પાણી, કાકડીનું પાણી વગેરે.
ખાદિમ–શેકેલા ધાન્ય અને ફળ વગેરે.