________________
૧૫૦
શ્રી જિનેન્ટાગમ–વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
તે યામભૂજાની ૩ પડિલેહણ જાણવી. ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં વધૂટક કરી જમણા હાથની ત્રણ પ્રમાજના કરવી તે દક્ષિણ ભૂજાની ૩ પડિલેહણા, ત્યારબાદ વધૂટક છૂટા કરી દઈ બે હાથથી બે છેડે ગ્રહણ કરેલી મુહપત્તિ વડે મસ્તકના મધ્ય, જમણા તથા ડાબા ભાગને અનુક્રમે પ્રમા જેવા તે શીષની ૩ પડિલેહણા, ત્યારબાદ એ જ ક્રમ પ્રમાણે મુખની ૩ તથા હૃદયની ૩ મળી પાંચ અંગની ૧૫ પડિલેહણ થઈ.
ત્યાર બાદ મુહપત્તિને જમણા હાથમાં લઈ જમણા ખભા પરથી ફેરવીને પીઠને ઉપરને જમણે ભાગ પ્રમાજ, પછી મુહપત્તિ ડાબા હાથમાં લઈ ખભા ઉપરથી ફેરવી પીઠને ડાબે ઉપરનો ભાગ પ્રમાજી, તથા તે જ હાથમાં મુહપત્તિ રાખી જમણા હાથની કક્ષા (કખ) સ્થાને ફેરવીને જમણા વાંસાને નીચેને ભાગ પ્રમાવે તે પીઠની અથવા ચાલુ રીતિ પ્રમાણે કાખની ત્રીજી પડિલેહણા થઈ. ત્યારબાદ મુહપત્તિ જમણા હાથમાં લઈ ડાબી કક્ષા (કાન)ના સ્થાને ફેરવી ડાબા વાંસાની નીચેનો ભાગ પ્રમાજ.
એ પ્રમાણે પીઠની-વાંસાની ૪ પ્રમાજના થઈ. એ ૪ પડિલેહણાને ૨ ખભાની અને ૨ પીઠની પડિલેહણા ગણવાને વ્યવહાર છે. ત્યારબાદ ચાવલા અથવા એવાવડે પ્રથમ જમણા પગને મધ્યભાગ, જમણે ભાગ, ડાબો ભાગ અનુક્રમે પ્રમા . ત્યારબાદ એ જ રીતે ડાબા પગની પણ ૩ પ્રમાજના
કરવી. એ પ્રમાણે બે પગની ૬ પ્રમાજના થઈ. જેથી સર્વ , મળીને પચીસ પડિલેહણ થઈ.