________________
દેવીઓનું સ્વરૂપ
૧૧ દેવલોકેને વિષે પાંચ સભા હોય છે ૧ ઉપપતસભા. તેમાં દેવદુષ્ય વડે ઢંકાયેલી શય્યામાં દેવ ઉપજે. ૨ અભિષેકસભામાં સ્નાન કરે. ૩ અલંકારસભામાં આભૂષણ પહેરે. ૪ વ્યવસાયસભામાં ધાર્મિક પુસ્તક વાંચે. ઉત્પત્તિ વખતે કેઈક ઈન્દ્ર મિથ્યાષ્ટિ પણ હોય, પરંતુ વ્યવસાયસભામાં ધાર્મિક પુસ્તક વાંચવાને આચાર હેવાથી તે ઈન્દ્ર અવશ્ય સમ્યકત્વ પામે જ. પછી ૫ સુધર્માસભામાં સિદ્ધાયતનમાં જિનબિંબને પૂજે.
| દેવીઓનું સ્વરૂપ દેવીઓની ઉત્પત્તિ ભવનપતિથી લઈને સૌધર્મ અને ઈશાન દેવલેક સુધી છે. આગળ નથી. ઉપરના દેવ કે અપરિગ્રહીતા દેવીઓનું ગમનાગમન છે. અપરિગ્રહીતા એટલે નહીં પરણેલી (વેશ્યા સરખી) હેય છે.
હવે પહેલા બે દેવકે કાયાવડે મૈથુન સેવનારા દે હોય છે. તે પછી બે દેવલેકને વિષે સ્પર્શ સેવી, પછીના બે દેવલેકે રૂપસેવી, પછીના બે દેવલોકે શબ્દસેવી, ઉપલા ચાર દેવલેકે મનસેવી દે હોય છે એટલે કે જે દે સ્પશસેવી છે તે દેવીઓને સ્પર્શ કરે ત્યારે તે દેને સંતોષ થાય. રૂપસેવી દેવદેવીઓના રૂપ જુએ તે સંતેષ થાય. શબ્દસેવી દે હાસ્યવિદ ઝાંઝરનો ઝમકાર આદિ સાંભળીને સંતોષ પામે, મનસેવી દેવ તે દેવીને મનમાં યાદ કરે ત્યાં તે દેવ સંતેષ પામે.
આ રીતે ઉપરના દે કાયસેવી દેવે કરતાં પણ અનંત ગુણા સુખી હોય છે. એમ જાણવું.