________________
નારકીની દશ પ્રકારની વેદના
૧૩૫
નારકીની દશ પ્રકારની વેદના સુધા ઘણી જ હેય ચાલવાનું ક્ષેત્ર ઘણું જ ખરાબ હેય. સંસ્થાન ખરાબ હેય. અશુભ વર્ણ, અશુભ સ્પર્શ, અશુભ શબ્દ, અંધકાર ઘણે, ક્ષેત્ર મલીન જ લાગે, દુર્ગધ ઘણી હેય. મરી ગયેલા બીલાડાની જેવી ગંધ ખરાબ હોય. આ રીતે દશ વેદના હોય છે.
બીજી પણ વેદનાઓ હોય છે. તે આ પ્રમાણે-(૧) શીતવેદના-જેમ પિષ મહિનાની ઠંડીમાં હિમાલયમાં જે ઠંડી લાગે તેનાથી અનંતગણુ ઠંડી નારકીના જીવને લાગે છે. (૨) ઉણુવેદના-નારકીના જીવને જેઠ મહિનાના તાપથી તપેલી ભૂમિમાં ખેરના અંગારામાં સુવરાવે અને ભયંકર ઉષ્ણ ઋતુમાં ભડભડતા એજનના બેઈલરમાં સુવરાવે તે તે જીવને ત્યાં નિરાંતે ઊંઘ આવે, એનાથી અનંતગણું ઉષણતા નારકીમાં છે. (૩) સુધાવેદના-અઢી દ્વીપના ધાન્ય ખાઈ જાય તે પણ સુધા ન સમાય. એવી સુધા નારકીમાં હોય છે. (૪) તૃષાવેદના-દરેક દ્વીપ અગર સમુદ્રનાં પાણી પી જાય તે પણ તૃષા શમે નહિ. એનાથી અધિક તૃષા નારકીના જીવોને હોય છે. (૫) ખણુજ-શરીરે ખણુજ-ખંજવાળ ઘણું જ હેય. (૬) તાવ-તાવ ઘણે જ હોય, અંદર લાય લાય બળતી હોય (૭) પરમાધામીની કરેલી તાડના, તર્જના, બાળવું, પછાડવું, ઘાણીમાં પીલવું વગેરે વેદનાઓ હોય છે.
ઉપરની ત્રણ નારકીમાં જ પરમાધામીકૃત વેદના હોય, અને નીચેની ચાર નારકમાં ક્ષેત્રવેદના અને પરસ્પરકૃત