________________
૧૦૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનથી કેઈક અધિક હેય.
બેઇન્દ્રિયની ૧૨ એજન, તેઈન્દ્રિયની ત્રણ કેશ, ચઉરિદ્રિયની ચાર કેશ, તિર્યંચ પચેંદ્રિયની હજાર જનની, અને ઉત્તરક્રિય કરે તે નવસે જન, મનુષ્યની ત્રણ ગાઉની અને ઉત્તરક્રિય કરે તે લાખ જનની અવગાહના જાણવી.
૫ સંઘયણ દ્વાર–૧ વાષભ નારાચ, ૨ >ષભ નારાજ, ૩ નારાચ, ૪ અર્ધનારાચ, ૫ કીલિકા, અને ૬ છેવટું એ છ સંઘયણ છે, હાડકાની રચનાને સંઘયણ કહેવાય છે.
નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વિમાનિક, પાંચ સ્થાવર એ ૧૯ દંડકે સંઘયણ ન હોય. અસંઘયણી હેય.
બેઈન્દ્રિય, તેઈદ્રિય, અને ચૌરિંદ્રિય એમ ત્રણ દંડકે એક છેવટું સંઘયણ હોય.
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ બે દંડકમાં છયે સંઘયણ હેય. - ૬ સંજ્ઞા દ્વાર–૧ આહારજ્ઞા, ૨ ભયસંજ્ઞા, ૩ મૈથુન સંજ્ઞા, અને ૪ પરિગ્રહ સંજ્ઞા, એ ચારે સંજ્ઞા વીશેય દંડકમાં હોય છે.
૭ સંસ્થાન દ્વાર–૧ સમચતુરસ, ૨ ચોધ પરિમંડલ, ૩ સાદિ, ૪ વામન, ૫ કુમ્ભ અને ૬ હુંડક એ છ સંસ્થાન છે.
નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિકેલેન્દ્રિય એ નવ દંડક હુંડક સંસ્થાન હેય.