________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
મેક્ષતના ૯ ભેદે ૧ સદપ્રરૂપણુદ્વાર–મોક્ષ એક પદ છે, શુદ્ધપદ છે. તેથી
મેક્ષ વિદ્યમાન છે. ૨ દ્રવ્ય પ્રમાણુદ્વાર–સિદ્ધના જ અનંતા છે. ૩ ક્ષેત્રદ્વાર–સિદ્ધના જીવે અસંખ્યાતા આકાશપ્રદેશને અવગાહીને રહ્યા છે. એક સિદ્ધ તથા સર્વસિદ્ધ લેકના અસં.
ખ્યાતમા ભાગના ક્ષેત્રને અવગાહીને રહ્યા છે. ૪ સ્પર્શનાદ્વાર–ક્ષેત્ર કરતા સ્પર્શના અધિક છે. ૫ કલદ્વાર–એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત, ને સર્વ
સિદ્ધ આશ્રયી અનાદિ અનંતકાલ છે. ૬ અંતર દ્વાર–સિદ્ધના છને પરસ્પર અંતર નથી. ૭ ભાગ દ્વાર–સિદ્ધના જીવે સંસારી જીના અનંતમા
ભાગે છે. ૮ ભારદ્વાર–ક્ષાયિક અને પરિણામિક એ બે ભાવે સિદ્ધોને છે. ૯ અલ્પબહત્વ દ્વાર–સર્વ કરતા થોડાં નપુસકલિંગે સિદ્ધ
છે. તે કરતા સ્ત્રીલિંગ સિદ્ધ અને પુરુષલિંગ સિદ્ધ અનુકમે સંખ્યાત ગુણ છે.
સિદ્ધના પંદર ભેદો-૧ જિનેસિદ્ધ, ૨ અજિનસિદ્ધ, ૩ તીર્થસિદ્ધ, ૪ અતીર્થ સિદ્ધ, ૫ ગૃહસ્થલિંગ સિદ્ધ ૬ અન્ય લિંગ સિદ્ધ, ૭ લિંગ સિદ્ધ, ૮ સ્ત્રીલિંગ સિદ્ધ, ૯ પુરુષલિંગ સિદ્ધ, ૧૦ નપુંસકલિંગ સિદ્ધ, ૧૧ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, ૧૨ સ્વયંબુદ્ધ સિદ્ધ, ૧૩ બુદ્ધાધિત સિદ્ધ, ૧૪ એક સિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ,