________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષ્યરૂપ-ગુણસંગ્રહ ૫ આરિતકતા-“શ્રી જિનેશ્વરદેએ જે ઉપદેશ્ય છે, તે જરાપણું ખોટું નથી, પણ પુરેપુરું સાચું છે” એ મનમાં દઢ વિશ્વાસ, તેનું નામ આસ્તિકતા.
(૧) બીજા ધર્મવાળાના ધર્મગુરુઓ, (૨) બીજા ધમવાળાના દે (૩) બીજા ધર્મવાળાઓએ જિનપ્રતિમા વગેરેને પિતાના તરીકે કરાવ્યા હોય કે તેમને કબજામાં રાખી તેમની રીતે પૂજતા-માનતા હોય તેમને વંદન વગેરે ન કરવું તે છ ભેદે છે.
૧ વંદન-બે હાથ જોડી પ્રણામ ન કરે. ૨ નમન-માથું નમાવીને પ્રણામ ન કરે. ૩ દાન:-ગૌરવ-ભક્તિપૂર્વક અન્નાદિકનું દાન ન દેવું.
૪ અનુપ્રદાન-વારંવાર દાન ન આપવું. કારણ કે કુપાત્રને પાત્રબુદ્ધિથી દાન આપવામાં આવે, તે તેમાં દેષ છે. તે દાન અનુકંપાદાન ન ગણાય.
૫ આલાપ-બેલાવ્યા વિના બોલવું તે આલાપ. તે ન કરે. ૬ સંલાપ-વારંવાર અન્ય ધમી સાથે ન બેસવું.
છ આગાર દૃઢપણે સત્યના ગુણેને વળગી રહેનાર સાત્વિક પુરુષે શુદ્ધ ધર્મથી જરાપણ ડગતા નથી. પણ તેવા સાત્વિક પુરુષ ન હોય અને હુમલો સહન ન કરી શકે, તેમને અપવાદ માર્ગે જે કામ કરવું પડે, છૂટ રાખવી પડે તે આગાર કહેવાય. તે છ ભેદે છે.