________________
સાત નયેાના વિચાર
૬૭
એટલે વ્યવહાર ભાષાને સત્ય માને. જેમ કાઈ ગામ જતું હાય અને સામે ગામ દેખાય, ત્યારે ખેલે કે-‘ ગામ આવ્યું ’ તે વ્યવહાર. ગામ નહિ' આવ્યાં છતાં જનાર ગામ નજીક આવેલ છે. તેથી તે વ્યવહારનયથી સત્ય કહેવાય.
૪ ઋજીસૂત્રનય—આનય હુંમેશા વતમાનકાળની ક્રિયાને ગ્રહણ કરે છે. એટલે જેમ ઘટ બનાવતા દેખે ત્યારે જ માને કે ઘટ છે.
૫ શબ્દનય—અર્થાંના ગૌણપણાથી અને શબ્દના મુખ્ય પણાથી જે માનવામાં આવે તે શબ્દનય, જેમ કે, ઋજીસૂત્રનય ઘટ બનાવતાં જ ઘટ માને તેમ માનતા નથી, પણ ઘડા તૈયાર થયા પછી તે નામથી આ ઘટ છે' માને છે.
૬ સમભિરૂઢનય—એક વસ્તુનું સ’ક્રમણ બીજી વસ્તુમાં થાય ત્યારે તે વસ્તુ અવસ્તુ થઇ જાય. એટલે તે ન રહે. આ મત સમભિરૂઢ નયના છે. જેમ ઘટ તૈયાર હોય તેમાં જળ સિવાય બીજી વસ્તુ મદિરાદિ ભરેલી હાય તેા ઘટ ન માને. પણ જે જળ ભરવાના ઘટ ડાય હાય તે જ ઘટ માને.
૭ એવ'ભૂતનય—આ નય જે વખતે જે ક્રિયા જે પરિ ણામને પામેલી ડાય તે પરિણામને જ માન્ય રાખે છે. જેમ સમભિનય પાણી ભરવાના ઘટને ઘટ માને તેમ આ નય ન માને, પણ સ`પૂર્ણ પાણીથી ભરેલ ઘટ હોય તે જ માને.
એ રીતે સાતે નયના મત જુદા જુદા છે, તેમ જૈનમત સાત નયને જુદી જુદી અપેક્ષાએ સત્ય માને. દરેકના ચેાગ્ય સમન્વય કરે, એટલે જૈનમત સ્યાદ્વાદી છે.