________________
૫૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ પ્રાણ સંસારમાં રહ્યો થક સર્વ કાર્ય કરે, તે પણ તેનું મન અરિહંત ભગવંતે પ્રરૂપેલા ધર્મમાં જ જોડાયેલું હોય, સંસારના કાર્યોમાં આસક્તિ ન હોય. સમ્યજ્ઞાનના જ આદરવાળે હેય. તેથી ધર્મમાં વિન કરનાર કારણોને નિવારણ કરે, વિષયાદિકમાં પિતાનું મન ન જેડે. તેથી તેને ભેગ પણ સંસારના હેતુભૂત થતા નથી. માયાનું ઉલ્લંઘન કરે, જ્ઞાન અને શ્રદ્ધાએ યુક્ત હેવાથી ભવપ્રપંચમાં ફસાય નહિ, ઇંદ્રિચેના ભાગને ખરાબ જાણે. યોગમાં સ્થિર થાય છે. અહિં રોગનું ધારણું અંગ પ્રાપ્ત થાય છે. કોઈપણ ધ્યેય પ્રદેશને ૪૮ મીનીટ ધારી રાખે છે. ચિત્તની એકાગ્રતા કરવી તે ધારણ કહેવાય. આવા સ્થિરતાવાળા રોગીને જોઈને સર્વને સ્વાભાવિક પ્રેમ આવે છે.
૭ પ્રભાષ્ટિ–આ દષ્ટિમાં બેધને પ્રકાશ સૂર્યની પ્રભા સરખે હેય. અર્થાત્ સૂર્યને પ્રકાશ જેમ અંધકારને નાશ કરે, તેમ આ દષ્ટિવંત પ્રાણ અજ્ઞાનને નાશ કરે. આ દષ્ટિમાં યાન પ્રિય હોય. તત્વને આદર હોય, રોગ ન હોય, સુખની પુષ્ટિ હેય, “પરપુદ્દગલાદિકને વશવર્તીપણું તે જ દુઃખનું લક્ષણ છે, અને આત્મસ્વભાવમાં જ વર્તવું તે સુખનું લક્ષણ છે” એ પ્રમાણે આ દષ્ટિમાં આત્મગુણથી પરમાનંદ સુખ પ્રગટે છે. આ દષ્ટિમાં પ્રાણુને નિર્મળ બેધને પ્રકાશ થવાથી નિરંતર ધર્મધ્યાન અને શુકલધ્યાન સાચા હોય. આત્મા મેક્ષના પરિણામવાળો આ દષ્ટિમાં હોય છે. અહિં વેગનું સાતમું અંગ ધ્યાન પ્રાપ્ત થાય છે.
પરાષ્ટિ–આ દષ્ટિ મુખ્યપણે આત્મસમાધિરૂપ છે.