________________
92 - 5 - * * * * * * * * * * * * * * * *<USA
વાંચકોને ધ્યાન રહે કે એક-એક વિષય પ-૭ વાર લખાયો તેમજ ટાઈપ થયો. ૧૦ વાર વંચાયો હશે. છે. પરંતુ પૂર્ણ વ્યવસ્થિત ન હોવાથી વારે-વારે સંશોધન થતું રહ્યું. જો કે પાછળનાં ૨૪ વર્ષમાં જ અર્થાત્ મુંબઈ છે
પછી જ ચારે અનુયોગનું કાર્ય થયું છે. પૂજ્ય ગુરૂદેવનું સ્વાથ્ય સારું ન હોવા છતાં અને વૃદ્ધાવસ્થા હોવા છતાં હું છે પ્રતિદિન ૭-૮ કલાક શ્રમ કરવો તેમજ નિર્દેશ કરવો એ અનુમોદનીય છે. આપે નિશીથભાષ્ય તથા અનુયોગના સિવાય નંદીસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર
ત્ર, નિશીથસૂત્ર, આચારાંગ સૂત્ર (બન્ને ઋત.) સૂત્રકૃતાંગ સૂત્ર (પ્રથમ શ્રત.) સમવાયાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, છે ક પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિરયાવલિકા વગેરે પાંચ આગમ આદિના મૂળમાત્રનું સંપાદન કર્યું. હેર સ્થાનાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર, સંજયાનિયંઠા વગેરેનું સાનુવાદ સંપાદન કર્યું. કે આયાદશા, બૃહત્કલ્પ, વ્યવહાર સૂત્રનું અનુવાદ-વિવેચન સહિત સંપાદન કર્યું છે.
જૈનાગમ નિર્દેશિકા, સદુપદેશ સુમન (૫૦૦ ઉપમા) ભાષ્ય કહાનીઓ વગેરે અનેક ગ્રંથોનું સંપાદન કર્યું. હૈ આપની વ્યાખ્યાન શૈલી ખૂબ જ લાક્ષણિક હતી. શબ્દોની વ્યુત્પતિઓ સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા જ હતા. આપ દ્વારા લખેલા લેખ પ્રમાણિક, સચોટ તથા ક્રાંતિકારી છે. આપ ખૂબ જ સરળ હતા. યશ, નામ-કામનાથી દૂર રહ્યા.
મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજી, શ્રી દિવ્યપ્રભાજી તથા તેમની શિષ્યાઓએ અનેક મુશ્કેલીઓ સહન કરી જે શ્રમ કર્યો છે, તે અવિસ્મરણીય છે.
અંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ૫.દલસુખભાઈ માલવણીયાજીએ પણ મહેનતાણું લીધા વગર નિસ્વાર્થ ભાવથી કે પોતાનો અમૂલ્ય સમય આપ્યો છે.
ડૉ. સાગરમલજી જૈન ડાયરેક્ટર પાર્શ્વનાથ ઈન્સ્ટીટયુટ બનારસ, જે ઉચ્ચ કક્ષાના વિદ્વાનું છે. તેઓએ પોતાનો અમૂલ્ય સમય કાઢીને ચરણાનુયોગ ભાગ-૧ તથા દ્રવ્યાનુયોગ ભાગ-૧ની વિશાળ ભૂમિકા મહેનતાણું લીધા વગર મહેનતથી લખી છે જે પ્રશંસનીય છે.
૫. દેવકુમારજી જૈન પ્રાકૃત, સંસ્કૃતના વિદ્વાનું છે. તેમનો પણ ખૂબ સહયોગ મળવાથી આ કાર્ય પૂર્ણ થઈ છે.
રે અનુયોગના હિન્દી સંસ્કરણનો મુદ્રણ, પ્રુફ સંશોધન વિગેરેમાં શ્રીચંદજી સુરાના આગરાનો પૂર્ણ સહકાર - દર રહ્યો તેમજ ગુજરાતી સંસ્કરણના પ્રકાશનમાં દિલીપભાઈનો પૂર્ણ સહકાર મળ્યો.
ડૉ. ધર્મચંદજી જૈને પોતાનો કિંમતી સમય કાઢી પ્રત્યેક અધ્યયનના આમુખ તથા ભૂમિકા લખી છે. - આ યુગમાં પૈસા વગર કાંઈ થતું નથી આમાં સંપાદન, પ્રકાશનમાં અંદાજે ૫૦ લાખથી વધુ ખર્ચ થયો હશે. છે. આ બધો યશ સાંડેરાવના કાર્યકર્તા, ટ્રસ્ટના કાર્યકર્તા તથા મંત્રીશ્રી જયંતીભાઈ સંઘવી, સહમંત્રી ડૉ. સોહનલાલજી જે સંચેતીને જાય છે.
નારણપુરા સ્થાનકવાસી જૈન સંઘે તેમના ઉપાશ્રયનો મોટો હોલ ચોપડા મૂકવા માટે આપ્યો. તેમજ તેના જ જ માનદ્દમંત્રી જયંતિભાઈ સંઘવીએ સંઘનો વૈયાવચ્ચ, ચાતુર્માસ, ટિફિન યોજના વગેરે સંભાળવા છતાં કાળજીપૂર્વક ટ્રસ્ટનો વહીવટ સારી રીતે સંભાળ્યો અને સંઘના મહેતાજી શ્યામજીભાઈ અને અત્યારે વિજયભાઈ તેમજ સંઘના કર્મચારીઓએ પણ સારો સહકાર આપ્યો. તેમની જ્ઞાન પ્રત્યે અનુમોદના પ્રસંશનીય છે.
દિલ્લી નિવાસી શ્રી ગુલશનરાયજી જૈન, શ્રી ચંદજી જૈન જૈન બંધુ”, શ્રી પ્રભુદાસભાઈ વોરા મુંબઈ, આ શ્રી જયંતિભાઈ કે. પટેલ, શ્રી જયંતિભાઈ સી. પટેલ અમદાવાદ, શ્રી ઘેવરચંદજી કાનુગા જોધપુર, શ્રી નેમીચંદજી - 2 છે. સંઘવી કુશળપુરા વગેરેના યોગદાનને ન ભૂલી શકાય.
tako MAALAALAAAAAAAAAA @
BaldRLALAAAALAAALATER
51
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org