________________
૧૨
ધમ–પ્રહા અસાધારણ કાળજી ધરાવે છે. તે જ રીતિએ ધાર્મિક જીવન કહે કે આધ્યાત્મિક જીવન કહે, એ પૌગલિક કે નૈતિક જીવન કરતાં અતિ ઉચ્ચ કેટિનું જીવન છે અને બીજા બધાં જીવને જ્યારે નિષ્ફળ નિવડે છે, ત્યારે આત્માને શાંતિ, સંતોષ અને આશ્વાસન તે જ આપે છે. તેથી તેવું જીવન જીવવા માટે સહાયક બને તેવી સામગ્રીને સિંચય અને સંગ્રહ પણ પહેલાંથી જ ચાલુ રાખવે જોઈએ,
આધ્યાત્મિક જીવન, એ ઉચ્ચપ્રકારની જ્ઞાનશક્તિથી થયેલી માનવજાતની કલ્યાણકર એક અદ્ભુત શોધ છે. અધ્યાત્મિક જીવન એ આત્માની વિકાસવાળી સ્થિતિ છે. -અને જીવનમાં એ અનિવાર્ય છે. કેઈને પણ એ સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના ચાલી શકે તેમ જ નથી. તેને નિષેધ કરનારા પણ બીજી રીતે તેને જ કબૂલે છે, કારણ કે– તે આત્માની રવાભાવિક અવસ્થા છે, તે પછી તેના પ્રત્યે બેદરકારી કે ઉપેક્ષા ક બુદ્ધિમાન માણસ સેવે? એની પ્રત્યે ઉપેક્ષા વૃત્તિથી શાંતિ નહિ પણ અશાંતિ જ મળે છે. અશાતિને ટાળી આપનાર અને સાચી શાતિને લાવી આપનાર એવા આત્મવિકાસને સિદ્ધ કરનાર ધર્મ જ છે, એ વાતમાં કઈ પણ વિચારકના બે મત છે જ નહિ.
પ્રશ્ન ધર્મની જરૂરિયાત સ્વીકાર્યા પછી પણ કયા ધર્મને સાચે માન ધર્મમાં કલહ, કંકાશો અને મતમતાંતરે એટલા બધા છે કે તેમાં સત્ય ધર્મ કર્યો તે કઈ રીતિએ નક્કી કરવું ?