________________
ધર્મ
–પરિવાર કે નેહી–ભાર્યા ઘર-બાર, કપડાં લતાં કે દર-દાગીના, કિંમતી જવાહીર કે નૈતિક સિદ્ધાંત આશ્વાસન નથી આપી શકતા અથવા તે નાશ પામી જાય છે, ત્યારે તેને શાંતિ અને સંતોષ આપનાર જે કઈ બાકી રહે છે, તેનું જ નામ ધર્મ છે. દીલને ગુપ્ત ઘા રૂઝવનાર અને ધર્મ સિવાય અન્ય કોઈ નથી.
એવા ખાસ પ્રસંગોએ માનવીઓને કામ આવે. એ માટે ધર્મની કે અધ્યાત્મની શેબે ઉપગી છે. એ શોધો પૂરી પાડનારી વ્યક્તિઓ અને સંસ્થાઓની પણ તેટલી જ ઉપયોગિતા છે. કેઈક જ પ્રસંગે આ આધ્યાત્મિક જીવનની જરૂર પડે છે, તે પણ તેને જે પહેલેથી જ મેળવ્યું કે સંગ્રહ્યું ન હોય તે નિરાશ થવું પડે છે. જગતની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ કવચિત જ કામ આવે છે, તે પશુ તેને સંગ્રહ, સ ચય અને સંરક્ષણ તે હરહંમેશાજ કરવાં. પડે છે.
હીરા, માણેક, પન્ના, મોતી કે સુવર્ણ આદિ પદાર્થોની માણસને જ જરૂર પડતી નથી, ચાલુ ખાનપાનમાં, શરીર–રક્ષામાં કે લાજ-આબરૂ ઢાંકવામાં તેની' આવશ્યકતા રહેલી નથી, અથવા ઘી તેલ, ગેળ-ખાડ કે અનાજ વગેરે ખરીદવામાં પણ તેને સીધી રીતે ઉપયોગ થતો નથી; તોપણ દીર્ઘદ્રષ્ટિવાળા પુરુષે તેને સંચય, સંગ્રહ અને સંરક્ષણ કરવામાં લેશ પણ બેદરકારી. દર્શાવતા નથી, એટલું જ નહિ પણ તેની સંભાળ માટે