________________
ધર્મ ગ્રહ
બાદ એ શરીરની મર્યાદાની રક્ષા, સભ્યતા કે શોભા માટે વસ્ત્ર જોઈએ છે. એ મળ્યા પછી કામવાસનાની પૂર્તિ માટે અને દરેક ઈન્દ્રિયોની વિષયેચ્છા પૂર્ણ કરવા માટે તેને ધનની અને એવી જ બીજી સામગ્રીઓની જરૂર પડે છે. એ જરૂરિયાતને પહોંચી વળવા માટે માણસ ગામડાં વસાવે છે, શહેરે બંધાવે છે, રાજ્ય ચલાવે છે અને એ. માટે સઘળો પરિશ્રમ ઉઠાવે છે.
મુખ્યતયા માનવીઓને પૈસાની જરૂર ખાવા, પહે રવા, રહેવા અને વિષય ભેળવવા માટે પડે છે, પણ માણસને તે સિવાય નૈતિક વલણ પણ હોય છે. નૈતિક કાર્યો માટે પણ તે પિતાના ધનને ઉપયોગ કરે છે. પૈસાનો ઉપયોગ તેને વારંવાર કરવો પડતો હોવાથી તે. ૌસાન સંચય કરે છે, એટલું જ નહિ પણ બીજી પણ કિંમતી ચીજોને સંગ્રહ કરે છે. મુશ્કેલીના પ્રસંગે એ. સંગ્રહમાંથી પૈસાથી ચાલે તેમ હોય તે તે રૂપિયે. ઘરમાંથી કાઢતે નથી. રૂપિયાથી ચાલે તેમ હોય તે તે. સોનામહેર કઢતા નથી અને સેનામહેરથી ચાલે તેમહોય ત્યાં સુધી ઝવેરાતને તે તે અડતા જ નથી. કુદરતી. રીતે જ મનુષ્યમાં આ જાતની વૃત્તિ રહેલી છે.
નૈતિક જીવનમાં આગળ વધ્યા પછી પણ મનુષ્યને શાંતિ, આશ્વાસન કે માનસિક સંતોષ માટે કોઈ અન્ય. વસ્તુની જરૂર પડે છે. જે વખતે તેને સગાં-સંબંધીભાઈ-ભાંડુ, ધાન્યનો કેકારે કે ધનના ભંડારે, વજન