Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નવાઈ નથી. અને પૂ. શ્રી. ઘાસીલાલજીના બનાવેલાં સત્ર જોતાં સો કેઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે બરાબર ફળીભૂત થયેલ છે.
શ્રી વર્ધમાન શમણુસંધના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂરો માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. ના સત્રની ઉપગિતાની ખાત્રી થશે.
આ સૂત્ર વિદ્યાર્થીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકને સર્વને એક સરખી રીતે ઉપયેગી થઈ પડે છેવિદ્યાથીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિંદી વાંચકને હિંદી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સરળતાથી સમાય જાય છે.
કેટલાકને એ ભ્રમ છે કે સુ વાંચવાનું આપણું કામ નહિ, મૂત્ર આપણને સમજાય નહિ. આ ભ્રમ તદન ઓટે છે. બીજા કોઈપણ શાસ્ત્રીય પુસ્તક કરતાં સૂત્રે સામાન્ય વાચકને પણ ઘણી સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભ. મહાવીરે તે વખતથી લેક ભાવામાં (અર્ધ માગધી ભાષામાં) અંગે બનાવેલાં છે. એટલે કે વાંચવા તેમજ સમજવામાં ઘણાં સરળ છે.
માટે કોઈ પણ વાંચકને એને શ્રમ હોય તો તે કાઢી નાંખવો. અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્ર વાંચવાને ચૂકવું નહિ. એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં શત્રોજ વાંચવા,
સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્વાર સમિતિએ જે કામ કર્યું છે અને કરી રહી છે તેવું કઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી. સ્થાન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલા રિપોર્ટ પ્રમાણે બીજે છ સૂત્રે લખાયેલ પડયાં છે, બે સૂત્ર-અનુગદ્વાર અને ઠાગ રસ-લખાય છે તે પણ થોડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સૂત્રે હાથ ધરવામાં આવશે.
તૈયાર સુ જલ્દી છપાઈ જાય એમ ઇચ્છીએ છીએ અને સ્થા. બંધુઓ સમિતિને ઉજન અને સહાયતા આપીને તેમનાં સુ ઘરમાં વસાવે એમ ઈચ્છીએ છીએ,
“જેન સિદ્ધાન્ત” પત્ર - મે ૧૯૫૫,