________________
નગીનભાઈએ “અભિનવનો રસવિચાર” લખી ગુજરાતી વિદ્યાથીં. -ઓને સહાયક થવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે તેવો જ પરિશ્રમ અભિનવગુપ્તપાદાચાર્યના આધારરૂપ “ધ્વન્યાલેક'ની સમજણમાં સહાયક થવા માટે “ ઉઠાવ્યો છે. પોતે પિતાને સંસ્કૃતજ્ઞ કહેવડાવવાની ના પાડે છે, પણ કોઈ સંસ્કૃતજ્ઞની કસોટી કરે એવો પુરુષાર્થ એમણે આ ગ્રંથમાં કરી બતાવ્યો છે. એ માટે તેઓ સર્વદા અભિનંદનને યોગ્ય છે.
પ્રારંભમાં કહ્યું તેમ, કાવ્યસ્વરૂપની ચર્ચા જે તે ભાષામાં રચાયેલાં કાવ્યો ઉપર આધાર રાખે છે, તે ગુજરાતી ભાષાના સાહિત્ય માટે આવા ગ્રંથે કેટલા ઉપયોગી અને પ્રસ્તુત ગણાય? આ પ્રશ્ન વ્યાપક રૂપનો છે.
વન્યાલોક' આદિમાં આપેલી વિગતે કદાચ સંસ્કૃત ભાષામાં જ સાધ્ય હેય. ગુજરાતી ભાષાનું બંધારણ જુદું હોવાથી કદાચ ઉદાહરણ આપી ન શકાય. આથી હું શ્રી નગીનભાઈને વિનંતી કરું છું કે પ્રો. Saintsbury. એ “Loci Critici' ગ્રંથમાં પાશ્ચાત્ય કાવ્યતત્ત્વના એરિસ્ટોટલથી માંડીને ઓગણીસમી સદી સુધીના કાવ્યવિચારકના મહત્ત્વના અને વ્યાપક પદાર્થો ના અનુવાદો આપી પાશ્ચાત્ય વિવેચનસાહિત્ય ઉપર જે ઉપકાર કર્યો છે, તેવો જ ઉપકાર તેઓ સંસ્કૃત સાહિત્યના ગ્રંથમાંથી તાત્ત્વિક અને સનાતન મૂલ્યના જે ભાગો હોય તેમને મૂળ સંસ્કૃત, ગુજરાતી અનુવાદ અને ટિપ્પણ - સાથે આપી ગુજરાતી વિવેચન સાહિત્ય ઉપર કરે. આ કાર્ય માટે તેઓ
સક્ષમ છે એમ સમજીને હું એમને આ વિનંતી કરું છું. પ્રભુ એમને - તંદુરસ્ત દીર્ધાયુષ્ય આપે એવી પરમાત્માને પ્રાર્થના કરી વિરમું છું. ૧૧-૨-૧૯૮૧
રસિકલાલ છો. પરીખ