________________
૨૦ વગેરેમાં) પ્રતિપાદિત થઈ ગયો છે. વાસ્તવિક અંતસ્તત્વને કહેતાં આત્માનો વિચાર ન કરીએ તો, શરીર ગૌણ હોવા છતાં તેને પણ પ્રધાન અને સુંદર ગણી શકાય, તેમ મહાભારતમાં પણ એના અંતસ્તત્ત્વને ધ્યાનમાં ન લઈએ તે બીજા અંગભૂત રસને અને પુરુષાર્થને પ્રધાન અને ચારુતમય. ગણવામાં વિરોધ નથી.”
{ ઉદ્યોતઃ ૪-૫, ૫. ૩૪૬ ] શ્રી નગીનભાઈએ અનુવાદ ઉપરાંત વધારે સ્પષ્ટીકરણ માટે જે સમજૂતીઓ ઠેકાણે ઠેકાણે આપી છે તે ઉપર પણ ધ્યાન આપવા જેવું છે. જેમ કે –
ધ્વન્યાલોક'માં ધ્વનિવિરોધી જે સાત પક્ષે ગણાવેલા છે, ત્રણ અભાવવાદીઓના વિકલ્પ, ત્રણ લક્ષણવાદીઓના વિકલ્પ અને એક અનિર્વચનીયતાવાદીઓને પક્ષ, તે નોંધ્યા પછી એમણે વ્યકના ગ્રંથ ઉપરની પોતાની ટીકામાં જયરથે ગણાવેલા ઇવનિવિધી બાર મતો પણ યા છે. (પૃ. ૯)
એ જ પ્રમાણે લક્ષણને બરાબર સમજાવવા માટે એમણે જે ભાગ. આપે છે તે વિદ્યાર્થીઓને માર્ગ સરલ કરે તેવો છે : લક્ષણાવાદીઓના બીજા વિકલ્પનું ખંડન :
આ ભાગ બરાબર સમજવા માટે લક્ષણની આખી પ્રક્રિયા વિગતે જોઈ જવી પડશે.
કઈ માણસે ગંગાકિનારે ઝૂંપડું બાંધ્યું છે. પોતાના ઝુંપડાને ગંગાની શીતળતા અને પવિત્રતાને પૂરો લાભ મળે છે, એને એણે બીજા માણસને બોધ કરાવવો છે. એ એનું પ્રયોજન છે. હવે, ગંગાતટ તે ઘણે વિશાળ છે અને તેની સાથે શીતળતા કે પવિત્રતા જોડાયેલી નથી. એટલે જે એ એમ કહે છે કે, “ગંગાતટે મારું ઝૂંપડું છે,” તો ગંગાની શીતળતા અને પવિત્રતાને બંધ કરાવવાનું એનું પ્રયોજન સિદ્ધ થતું નથી. તેથી એ લક્ષણનો આશ્રય લઈ “ગંગાતટ'ને બદલે “ગંગા' શબ્દનો ઉપયોગ કરીને એમ કહે કે “મારું ઝૂંપડું ગંગા ઉપર આવેલું છે.' આ થઈ બેલનારની વાત. હવે, આપણે સાંભળનારની દૃષ્ટિએ એનો વિચાર કરીએ. “ગંગા ઉપર ઝૂંપડું છે' એવું વાક્ય એ સાંભળે છે, ત્યારે પહેલાં તે એને અભિધાવૃત્તિથી એવો અર્થ સમજાય છે કે “ગંગાના જળપ્રવાહ ઉપર પડું છે.' પણ