________________
૧૨
ધ્વનિના અંતર્ભાવનું ખંડન ', (પૃ. ૨૫). “વનિસિદ્ધાંતનું મૂળ વ્યાકરણમાં', (પૃ. ૪૫). “ફેટવાદ', (પૃ. ૪૬). “ધ્વનિના બે મુખ્ય ભેદો', (પૃ. ૪૭). લક્ષણાવાદીઓના ત્રણ વિકલ્પ', (પ. ૪૮). પહેલા વિકલ્પનું ખંડન’, (પૃ. ૪૯). “બીજા વિકલ્પનું ખંડન ', (પૃ. ૫૦). “ત્રીજા વિકલ્પનું ખંડન ', (પૃ. ૫૭).
અનિવર્ચનીયતાવાદીઓનું ખંડન', (પૃ. ૫૮). – આ પહેલા ઉદ્યોતનાં કેટલાંક શીર્ષકો છે. આ શીર્ષકને જાણવાથી ધ્વનિની સ્થાપના અંગે કયા કયા મુદ્દાઓ છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. આ જ પ્રમાણે બીજા, ત્રીજા અને ચોથા ‘ઉદ્યોતમાં પણ શીર્ષક આપીને મુદ્દાઓની સમજણ સરળ કરી આપી છે. એ બધાના દાખલા લંબાણભયે અહીં ઉતારતો નથી.
ઉપર પહેલા ઉદ્યોતનાં શીર્ષકની નોંધ કંઈક વિગતથી કરી છે એને 'ઉદ્દેશ શ્રી નગીનભાઈ એ સમગ્ર નિરૂપણનું પૃથક્કરણ કરી મુદ્દાઓ કેવી રીતે
જુદા પાડ્યા છે તેનો ખ્યાલ આવે એ છે. ઉપરાંત, આ ગ્રંથને સમજવામાં સંશય ન રહે એ માટે પણ આ પૃથફ શીર્ષકે ઉપયોગી છે.
ગ્રંથની સરળતાનાં ઉદાહરણો તે વાચકને પાને પાને મળશે. મૂળમાં જે ભાગ સમજવો મુશ્કેલ પડે એવો છે, તેનું એકાદ ઉદાહરણ આપું; જેમ કે, મહાભારતના પ્રધાન
મહાભારતનું સ્વરૂપ શાસ્ત્રનું છે અને તેમાં કાવ્યનું સૌંદર્ય પણ છે. એને અંતે જીવનનો રસ ઊડી જાય એવો યાદનો અને પાંડવોને, : અંત ચીતરીને મહામુનિએ એ ગ્રંથનું પ્રધાન તાત્પર્ય વૈરાગ્ય ઉત્પન્ન
કરવાનું છે, અને મેક્ષ નામને પુરુષાર્થ અને શાંત રસ જ મુખ્યપણે 'વિવક્ષિત છે, એમ સૂચવેલું છે. બીજા વ્યાખ્યાતાઓએ પણ કેટલેક અંશે એનું વિવરણ કરેલું છે અને મહામોહના અંધકારમાં પડેલા લેકે, વિમલજ્ઞાનરૂપ પ્રકાશ આપીને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા તે લોકનાથે કહેતાં - વ્યાસે પણ—
જેમ જેમ આ સંસારની અસારતા પ્રગટ થતી જશે તેમ તેમ એના ઉપર વેરાગ પેદા થતો જશે, એમાં શંકા નથી.” એમ વારે વારે કહીને એ જ વાત કહી છે. તેથી કરીને, બીજા રસેએ ગૌણ બનીને પુષ્ટ કરેલે શાંત રસ અને બીજા પુરુષાર્થોએ ગૌણ બનીને પુષ્ટ કરેલ મોક્ષરૂપ પુરુષાર્થ જ પ્રધાનપણે વિવક્ષિત છે, એવું મહાભારતનું તાત્પર્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે. રસોનો અંગાંગિભાવે તે પહેલાં જ (ઉદ્યોતે ૩, કારિકા