________________
જળપ્રવાહ ઉપર ઝૂપડું સંભવતું નથી એટલે એ અર્થ લઈ શકાતો નથી. આમ, મુખ્ય એટલે કે વાચ્ય અર્થ બાધિત થાય છે. તેથી એ ગંગા સાથેના નિકટતાના સંબંધને આધારે “ગંગા અને અર્થ “ગંગાતટ' એવો કરે છે. આમ કરવાથી જે બાધા હતી, કે જળપ્રવાહ ઉપર ઝૂંપડું ન હોઈ શકે, તે દૂર થાય છે. આમ, લક્ષણથી પ્રાપ્ત થતો અર્થ બાધાનું નિવારણ કરે છે. ત્યાં જ લક્ષણાનું કામ પૂરું થાય છે, એની શક્તિ ત્યાં જ વિરમી જાય છે. પણ શીતળતા અને પવિત્રતાને બોધ કરાવવાનું પ્રયોજન તે અસિદ્ધ જ રહે છે. એ અર્થને બોધ “ગંગા” શબ્દ કરાવી શકે એમ છે. પણ એ શબ્દની અભિધાશક્તિ અને લક્ષણશક્તિ વાચ્ય અને લક્ષ્ય અર્થને બોધ કરાવી વિરમી ગઈ છે. આથી પ્રોજનરૂપી ન અર્થ વ્યક્ત કરવા માટે એણે ત્રીજી શક્તિ વ્યંજનાની મદદ લેવી પડશે. એ વ્યંજનાશક્તિ “ગંગા” શબ્દ દ્વારા શીતળતા અને પવિત્રતાનો બોધ કરાવી વક્તાનું પ્રયોજન સિદ્ધ કરે છે. “ગંગા” શબ્દ એ અર્થને બોધ ન કરાવી શકતા હોય તો એનો ઉપયોગ જ દોષયુક્ત ઠરે – એ વાપરવામાં જ ભૂલ થઈ ગણાય, પણ એમ નથી. એ શબ્દ એ અર્થને બંધ કરાવી શકે એમ છે, પણ એ માટે એણે વ્યંજનાવૃત્તિની મદદ લેવી પડે છે. આમ, આપણે જોયું કે અભિધાવૃત્તિનું કામ મુખાર્થને બંધ કરાવવાનું છે, એ અર્થ બાધિત થતાં, લક્ષણાવૃત્તિનું કામ લક્ષ્યાથને બધ કરાવી બાધા દૂર કરવાનું છે, જ્યારે વ્યંજનાવૃત્તિનું કામ પ્રયજનને બોધ કરાવવાનું છે. આમ, લક્ષણવૃત્તિ અને વ્યંજનાવૃત્તિ બંનેના વિષય જ જુદા છે. એટલે પણ એ બે એક ન જ હોઈ શકે. અને માટે લક્ષણ એ ધ્વનિનું લક્ષણ પણ ન બની શકે.”
[ ઉદ્યોત : ૧-૧૭, પૃ. ૫૪-૫૫]
આ ઉપરાંત મૂળ ગ્રંથને સમજવામાં મદદરૂપ થાય એવા અન્ય ગ્રંથોનો પણ એમણે હવાલે આપી સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. જેમ કે, “કાવ્યપ્રકાશ',
સાહિત્યદર્પણ”, “બિહારીસતસઈ' ઇત્યાદિ. આટલા નમૂનાઓ ઉપરથી નગીનભાઈએ કેટલે પરિશ્રમ કરી ગ્રંથને ગુજરાતી વાચક માટે સુગમ અને સુલભ કર્યો છે એને ખ્યાલ આવશે.
આ અનુવાદ વાંચતાં મન ઉપર કઈ શિક્ષકની છાપ પડે છે. જેમ કોઈ કુશળ શિક્ષક શ્રમને ગણ્યા વિના પોતાના વિદ્યાર્થીઓને સમજણ આપે એવી શૈલી આખા ગ્રંથમાં છે.