Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકર્થઅહી “સ” આ પદ “અનન્તર' (ત્યારબાદોના અર્થનું વાચક છે. તેને આશય એ છે કે પ્રતિકૂળ ઉપસર્ગોનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અનુકૂળ ઉપસર્ગોનું નિરૂપણ કરે છે. અનુકૂળ ઉપસર્ગો કેવાં હોય છે, તેનું હવે સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે–તેઓ સૂક્ષમ હોય છે, એટલે કે ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરનારા હોવાથી તેઓ આતરિક હોય છે. પ્રતિકૂળ ઉપસર્ગોની જેમ તેઓએ શરીર આદિમાં વિશેષ પ્રમાણમાં વિકારજનક નહીં હોવાને કારણે સ્થૂલ હોતા નથી.
તે અનુકૂળ ઉપસર્ગો માતા, પિતા, પુત્ર, પત્ની આદિના સંગ (સંબંધ) રૂપ હોય છે. તેમને જીતવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. કદાચ મારણાન્તિક અથવા અત્યંત દુઃખજનક પ્રતિકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે મહાપુરુષો મધ્યસ્થ ભાવ ધારણ કરીને તેમને સહન કરી લે છે. પરંતુ આ અનુકૂળ ઉપસર્ગો તે મોટા મોટા મહાત્માઓના મનને પણ ધર્મારાધનામાંથી વિચલિત કરી દે છે. તે કારણે અનુકૂળ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરવાનું કાર્ય અતિ દુષ્કર ગણાય છે. આ પ્રકારના ઉપસર્ગો આવી પડે ત્યારે કઈ કઈ અ૯પસવ સાધુ સદનુષ્ઠાનના પાલનમાં શિથિલ બની જાય છે, એટલે કે વિહાર આદિ સાધુ કૃત્યમાં શિથિલ બની જાય છે. અથવા તેઓ સંયમનું પાલન કરવાને એટલા બધાં અસમર્થ થઈ જાય છે કે સંયમને (સાધુવૃત્તિને) પણ પૂરેપૂરો ત્યાગ કરી નાખે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે પ્રતિકૂળ ઉપસર્ગો તે કદાચ સાહસનું અવલંબન લઈને સહન કરી લેવામાં આવે છે, પરંતુ અનુકૂળ ઉપસર્ગો સહન કરવાનો પ્રસંગ આવે ત્યારે ભલ ભલાંનું ધૈર્ય ઓગળી જાય છે. ગાથા ૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૩.