________________
૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
ऐं नमः
જ્ઞાનયોગની આવશ્યક્તા તથા સ્વરૂપ
ગાથા-૧-૨
અવતરણિકા :
અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગ ઉપર ચાલવા પોતાની બુદ્ધિ અસમર્થ હોવાથી, સાધક જ્યારે શાસ્ત્ર પ્રત્યે તીવ્ર શ્રદ્ધા કેળવી એવો નિશ્ચય કરે છે કે, ‘આત્મહિત કરવા માટે મારે સર્વ પ્રવૃત્તિઓ શાસ્ત્ર પ્રમાણે જ કરવી જોઈએ', ત્યારે તેનામાં શાસ્ત્રયોગ પ્રગટે છે. ૫૨માત્માના વચન સાથેના શ્રદ્ધાપૂર્વકના આ જોડાણથી પ્રગટતી આત્મિક શુદ્ધિ તે શાસ્ત્રયોગશુદ્ધિ છે. આવી આંતરિક શુદ્ધિથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સાધકમાં જે ‘અનુભવજ્ઞાન' પ્રગટે છે તે જ જ્ઞાનયોગ છે, તેથી ગ્રંથકારશ્રી શાસ્ત્રયોગશુદ્ધિ અધિકારનું વર્ણન કર્યા પછી, હવે પ્રસંગોચિત તેના કાર્યરૂપ જ્ઞાનયોગશુદ્ધિ અધિકારને વર્ણવે છે
શ્લોક :
दिशा' दर्शितया शास्त्रैर्गच्छन्नच्छमतिः पथिं । ज्ञानयोगं प्रयुञ्जीत' तद्विशेषोपलब्धये ॥१॥
શબ્દાર્થ :
૧.શાસ્ત્ર: - શાસ્ત્રો વડે ૨/૩. શિતયા વિશા - બતાવાયેલી દિશાથી ૪/૬. થિ રચ્છન્ - માર્ગમાં ચાલતો ૬. અઘ્ધતિ: - નિર્મળબુદ્ધિવાળો (સાધક) ૭. તદ્વિશેષોવક્ત્વયે - તેની = મોક્ષમાર્ગની વિશેષ પ્રાપ્તિ માટે ૮. જ્ઞાનયોમાં - જ્ઞાનયોગનો ૧. પ્રયુન્નીત - પ્રયોગ કરે.
શ્લોકાર્થ :
Jain Education International
શાસ્ત્ર બતાવેલી દિશાથી મોક્ષમાર્ગમાં ચાલતો નિર્મળબુદ્ધિવાળો સાધક મોક્ષમાર્ગની વિશેષ પ્રાપ્તિ માટે જ્ઞાનયોગનો પ્રયોગ કરે.
ભાવાર્થ :
કોઈપણ પ્રકારના કદાગ્રહ વિના આત્મકલ્યાણના માર્ગે કદમ ઊઠાવવાની કામનાવાળા સાધકને નિર્મળબુદ્ધિવાળો કહેવાય છે. આવા સાધને શાસ્ત્રાનુસારે મોક્ષમાર્ગની આરાધના કરતાં કરતાં ક્રિયાગત સૂક્ષ્મ ભાવોનું એટલે કે આત્માના શુદ્ધભાવોનું કાંઈક સંવેદન થાય છે. આ અપૂર્વ સંવેદનને અનુભવજ્ઞાન એટલે કે જ્ઞાનયોગ કહેવાય છે. પ્રાપ્ત થયેલા આ જ્ઞાનયોગનો ઉપયોગ સાધક મોક્ષમાર્ગમાં પોતે જે ભૂમિકામાં હોય તેનાથી ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરવા માટે અથવા મોક્ષમાર્ગને જ વિશેષ પ્રકારે જાણવા માટે કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org