Book Title: Samprat Sahchintan Part 10
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002054/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન 'ભાગ ૧ ૦ ટકા 396 ) - રમણલાલ ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ દસમો લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, મુંબઇ-૪૦૦ ૦૦૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMPRAT SAHCHINTAN (Part X) (A collection of articles on various subjects) by Dr. RAMANLAL C. SHAH Published by - Shree Mumbai Jain Yuvak Sangh, 385-Sardar Vallabhbhai Patel Road, Mumbai-400004. First Edition : May 1998 Price : Rs. 25.00 પ્રથમ આવૃત્તિ: મે ૧૯૯૮ મૂલ્ય રૂા. ૨૫-૦૦ NO COPYRIGHT લેખકના સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન કે પુનર્મુદ્રણ માટે કોઈ કોપીરાઈટ રાખવામાં આવ્યા નથી. પ્રકાશક: ચીમનલાલ જે. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. મુદ્રક: મુદ્રાંકન ડિ/પ૭, ગૌતમ નગર એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૯૨. Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ શ્રીમતી રેવાબહેન જશવંતભાઇ તથા પ્રો. જશવંતભાઇ શેખડીવાલાને સ્નેહાદરપૂર્વક અર્પણ E રમણભાઇ શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઇટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઇ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઇ વ્યક્તિને કે કોઇ પ્રકાશકને કોઇ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઇ પણ લખાણ માટે કૉપીરાઇટ રહેશે નહિ. મુંબઇ તા. ૧-૧-૧૯૯૨ રમણલાલ ચી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ • શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામોનો મુક્તિદાતા • ઉપાધ્યાય શ્રી યશોવિજયજી • હેમચંદ્રાચાર્ય • શ્રી મોહનલાલજી મહારાજ • વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨ ૦ શેઠ મોતીશાહ • બેરરથી બ્રિગેડિયર • પ્રભાવક સ્થવિરો, • તિવિહેણ વંદામિ ભાગ ૧ થી ૫ પ્રવાસ-શોધ-સફર • એવરેસ્ટનું આરોહણ • ઉત્તધ્રુવની શોધ-સફર • પાસપોર્ટની પાંખે •પ્રદેશે જય-વિજયના • રાણકપુર તીર્થ પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન નિબંધ • સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૦ • અભિચિંતના સાહિત્યવિવેચન ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) • આપણાં ફાગુકાવ્યો નરસિહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય • બંગાકુ-શુમિ ૦ પડિલેહા ૦ સમયસુંદર ક્રિતિકા • ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ્મય નળ-દમયંતીની કથાનો વિકાસ સંશોધન-સંપાદન • નલ-દમયંતી રાસ (સમયસુંદર કૃત) - જંબુસ્વામી રાસ (યશોવિજયજી કૃત) • કુવલયમાળા (ઉધ્યોતનસૂરિકૃત) • મૃગાવતીચરિત્ર ચોપાઇ (સમયસુંદરકત) Page #7 -------------------------------------------------------------------------- ________________ • નલ-દમયંતી પ્રબંધ (ગુણવિનયકૃત) • થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) • નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકત) • ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) •બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમા કલ્યાણકૃત) • નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન • જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) • જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) - જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) - બૌદ્ધ ધર્મ નિહ્યવવાદ . Buddhism-An Introduction . Jina Vachana • જિનતત્ત્વ, ભાગ ૧ થી ૬૦ તાઓ દર્શન • કન્ફયૂશિયસનો નીતિધર્મ અધ્યાત્મસાર, ભાગ ૧ સંશોપ સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાક્યસંક્ષેપ) અનુવાદ ૦૨ાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) • ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) મનીષા - શ્રેષ્ઠ નિબંધિકાઓ ~ શબ્દલોક • ચિંતનયાત્રા નીરાજના ૯ અક્ષરા ૦ અવગાહન • જીવનદર્પણ • કવિતાલહરી • સમયચિંતન - તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી • જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ • એન.સી.સી. • જૈન લગ્નવિધિ ... ઓસ્ટ્રેલિયા Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ દસમો (પ્રવૃદ્ધ જીવનમાં પ્રકાશિત થયેલા લેખોનો સંગ્રહ) અનુકમ ૩૩ ૧. રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા ૨. બહુસુરંગા વસુંધરા ૩. અને હતિ તે વિત્ત ૪. સ્વ. લાડકચંદભાઈ વોરા ૫. પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર 5. विनयमूलो धम्मो ૭. શેરીનાં સંતાનો ૮. સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ ૯. સમયસુંદર વિશે શોધપ્રબંધ ૧૦. સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૧. સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ૧૨. સ્વ. વસનજી લખમશી શાહ ( ૩ ૧ /૫ ૧ ૧૩ ૧૪૨ ૧૫૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ There is a great deal of difference between the eager man who wants to read a book and a tired man who wants a book to read. O G.K.Chesterton Readers are of two sorts : one who carefully goes through a book and the other who as carefully lets the book go through him. Douglas Jerrold People will not look forward to posterity, who never look backward to their ancestors. Edmund Burke Page #10 -------------------------------------------------------------------------- ________________ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા કેટલાક સમય પહેલાં મુંબઈમાં “The Legend of Rama' નામની રામકથાનો એક નવતર નાટ્યપ્રયોગ થયો. જૂના વખતમાં ભવાઈના કેટલાક પ્રયોગોમાં, ગામ બહાર રચવામાં આવેલાં દશ્યોમાં સમગ્ર પ્રેક્ષકવર્ગ ભવાઈના વેશનું એક દશ્ય જોઈ, ઊભા થઈ બીજું દશ્ય જ્યાં ભજવાતું હોય ત્યાં જોવા જતો. એમાં દશ્યો ત્યાં ને ત્યાં જ રહેતાં, પ્રેક્ષકવર્ગ ફરતો રહેતો. એમાં આકાશ, વૃક્ષો, તળાવ, ડુંગર વગેરેની કુદરતી ભૂમિકા મળતી. પડદા વગેરે કૃત્રિમ દશ્યોની જરૂર રહેતી નહિ. આધુનિક થિયેટરમાં ભજવાતાં નાટકોમાં રંગમંચ પર સજાવેલાં દશ્યો બદલાય છે, પરંતુ પ્રેક્ષકવર્ગ એના એજ સ્થળે હોય છે. દશ્યો બદલવા માટે પણ વિવિધ આધુનિક તરકીબો યોજાય છે. "The Legend of Rama'માં વિશાળ કુદરતી જગ્યામાં બંને બાજુ દશ્યો ખુલ્લામાં સજાવીને રાખેલાં છે. પાછળ કુદરતી આકાશ છે. પ્રેક્ષકગૃહ રેલવેના પાટા જેવા પાટા ઉપર ખુલ્લુ બાંધેલું છે. તે આઘુંપાછું કે ગોળ ફરતું ફરતું ભજવાનારા દશ્યની સામે આવીને ઊભું રહે છે. આમાં રંગમંચ નહિ પણ પ્રેક્ષકગણ ફરતું રહે છે. આધુનિક વૈજ્ઞાનિક સાધનો સાથે સમગ્ર નાટક પ્રેક્ષકને આંજી દે એવી સરસ રીતે ભજવાય છે. રામાયણનો આ એક અપૂર્વ નાટટ્યપ્રયોગ છે. નાટક અંગ્રેજીમાં ભજવાય છે એટલે અંગ્રેજી જાણનાર પ્રેક્ષકો એને ઘણી સારી રીતે માણી શકે છે. આ નાટ્યપ્રયોગ હિંદી કે અન્ય ભાષામાં ન થાય એવું નથી. ખરેખર, જોવા જેવો આ એક નાપ્રયોગ છે. પરંતુ આ નાટકની મને સૌથી વધારે સ્પર્શી ગયેલી વાત બીજી જ છે. આ નૂતન વિશાળ નાટ્યપ્રયોગની પરિકલ્પના એક મુસ્લિમ બિરાદરની છે. શ્રી અમીર રઝા હુસૈને રામાયણનો અભ્યાસ કરી, આ નાટકના સંવાદો લખી એનું સરસ દિગ્દર્શન પણ પોતે જ કર્યું Page #11 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ છે. નાટક ભજવતાં પાત્રો પણ માત્ર હિંદુ નહિ, પણ સર્વ ધર્મનાં છે. વસ્તુતઃ કલા જ્યારે એની ઊંચી સપાટીએ પહોંચે છે ત્યારે ધર્મ એમાં અંતરાયરૂપ બનતો નથી. કલાને માત્ર ધર્મ જ નહિ, કોઇપણ પ્રકારનાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક ઇત્યાદિ બંધનો નડતાં નથી. At has no frontiers એમ એટલા માટે જ કહેવાય છે. બ્રિટન અને જર્મનીના યુદ્ધ વખતે પણ શેક્સપિયરના નાટકોનો અભ્યાસ જર્મન વિદ્વાનો કરતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે પણ રવીન્દ્રનાથનાં ગીતો પાકિસ્તાનમાં ગવાતાં હતાં. રાજકીય કક્ષાએ વૈમનસ્ય અને સાંસ્કૃતિક કક્ષાએ સંવાદિતતાનાં આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય. પરંતુ એ બધાંથી પણ ચડી જાય એવાં લક્ષણો રામકથામાં રહેલાં છે. રામકથામાં કેટકેટલી ઘટનાઓમાં રહેલાં માનવીય સ્પંદનો એવાં છે કે જે સૌને સ્પર્શી જાય. કેટકેટલી ઘટનાઓમાં જાણે આપણી પોતાની, પરિવારની કે સમાજની જ સંવેદનાઓ અનુભવાતી હોય એવું લાગે છે. એટલે જ રામાયણમાં સર્વસ્વીત સંવેદનાઓનો, તત્ત્વોનો, વિચારોનો ભંડાર ભર્યો છે. આથી જ હજારો વર્ષ થયાં રામાયણની કથા આજે પણ એટલી જ જીવંત અને એટલી જ તાજી રહી છે. રામકથાનાં આ લક્ષણોને કારણેજ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી જ્યાં જ્યાં એ ગઈ ત્યાં ત્યાં વ્યાપી ગઈ. સમગ્ર ભારતના લોકોના હૈયામાં તો એ વસેલી છે, પરંતુ ભારત બહાર તિબેટ, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન તથા પૂર્વમાં શ્રીલંકા, બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પણ તે વ્યાપી ગઈ હતી. આમ સર્વસ્વીકૃતતા અને વ્યાપક્તા એ રામકથાનાં બે Page #12 -------------------------------------------------------------------------- ________________ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા મોટાં લક્ષણો છે. રામકથાનો તો અનેક દષ્ટિબિંદુથી અનેક રીતે અભ્યાસ ચાલતો રહ્યો છે અને ચાલતો રહેશે, કારણ કે અનેક શક્યતાઓથી સભર એવો એ આકરગ્રંથ છે. કોઈપણ કથા જનસમુદાયમાં ઉત્તરોત્તર પ્રસરતી પ્રસરતી સ્થળ અને કાળના પરિમાણમાં આગળ વધે ત્યારે એમાંનાં કેટલાંક કથાઘટકોમાં જાણતાં અને અજાણતાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. રામાયણની કથા સમગ્ર ભારતની બધી ભાષાઓમાં ગ્રંથરૂપે અવતરેલી છે. વળી એ કથા કહેવાની મૌખિક પરંપરા પણ ચાલુ છે. કોઇ યુગ એવો નહિ પસાર થયો હોય કે જ્યારે ભારતમાં કોઈ ને કોઈ કથાકાર દ્વારા રામકથા ન કહેવાઈ હોય. ક્યાંક તો એ માટે સાત, નવ કે વધુ દિવસનું કથાપારાયણ પણ યોજાતું રહે છે. કેટલાયે કથાકારોએ પોતાનાં અને લોકોનાં હૈયાનું એ દ્વારા પરિવર્તન કર્યું છે અને કરાવ્યું છે. જમાને જમાને અસંખ્ય લોકોએ સહાનુભૂતિ અને હર્ષનાં આંસુ વહાવ્યાં છે. ભારતમાં વાલ્મીકિ રામાયણ ઉપરાંત જૈન પરંપરાની રામકથા પણ જોવા મળે છે. વિમલસૂરિકત “પઉમચરિય'માં તથા ગુણભદ્રકૃત ઉત્તરપુરાણ'માં તથા અન્ય ગ્રંથોમાં આ કથા વિસ્તારથી આપેલી છે. ભારતની જુદી જુદી ભાષાઓમાં અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જુદા જુદા પ્રદેશોમાં રામકથા વિશે ગુજરાતીમાં ગિરધરકૃત, મરાઠીમાં એકનાથકૃત, હિંદીમાં તુલસીદાસકૃત, તમિલમાં કંબનકૃત એમ ઘણી મહત્ત્વની કૃતિઓ લખાઈ છે. જૈન અને અજૈન પરંપરાની એ દરેકનો નામોલ્લેખ કરવાનું અત્રે શક્ય નથી, કારણ કે એની યાદી ઘણી મોટી છે. - ભારત બહારના ઘણા દેશોમાં રામકથા ઠેઠ પ્રાચીનકાળથી પ્રસરેલી છે. એની સવિગત છણાવટ ખ્રિસ્તી મિશનરી ફાધર ડૉ. બુદ્ધેએ પોતાના ગ્રંથમાં કરી છે. અહીં અત્યંત સંક્ષેપમાં તેનું અવલોકન કરીશું. WWW.jainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન –– ભાગ ૧૦ તિબેટમાં રામકથા તિબેટમાં જે રામકથા પ્રચલિત છે તેના ઉપર વાલ્મીકિના રામાયણ કરતાં જૈન પરંપરાના રામાયણનો પ્રભાવ વિશેષ જણાય છે. એની કથાનો આરંભ રાવણના જીવનથી થાય છે અને અંતે રામ અને સીતાના મિલનમાં કથાની પૂર્ણાહુતિ થાય છે. તિબેટમાં પ્રચલિત રામકથા પ્રમાણે દશરથ રાજાને માત્ર બે જ રાણી હતીઃ (૧) જયેષ્ઠા અને (૨) કનિષ્ઠા. એમાં ભગવાન વિષ્ણુ કનિષ્ઠા રાણીના કુંવર ‘રામન' તરીકે અવતાર ધારણ કરે છે. ‘રામન’ના જન્મ પછી જયેષ્ઠાની કુખે લક્ષ્મણ ત્રણ દિવસ પછી જન્મે છે. તિબેટના રામાયણ પ્રમાણે સીતા તે રાવણની દીકરી છે. પરંતુ પોતાને ત્યાં જન્મેલી આ દીકરી ભવિષ્યમાં પોતાના વધની નિમિત્ત બનશે એવી આગાહી સાંભળતાં રાવણ એનો ત્યાગ કરાવે છે. એ બાળકી ભારતના ખેડૂતોના હાથમાં આવે છે. તેઓ એ તેજસ્વી બાલિકાને ઉછેરે છે અને એનું નામ લીલાવતી રાખવામાં આવે છે. એનું અપર નામ ‘જીતા' (સીતા) પાડવામાં આવે છે. તિબેટના રામાયણ પ્રમાણે સરખી ઉંમરના બે ભાઇઓ રામ અને લક્ષ્મણમાંથી કોને રાજ્ય સોંપવું એની સમસ્યા દશરથ આગળ ઉપસ્થિત થાય છે, કારણ કે લક્ષ્મણ જ્યેષ્ઠા રાણીનો પુત્ર છે. આ ઝઘડાને કારણે રામ સ્વેચ્છાએ ગાદીનો અસ્વીકાર કરી વનવાસ સ્વીકારે છે. વનવાસમાં જતાં પહેલાં સીતાના પાલક પિતાના અનુરોધથી રામ સીતા સાથે લગ્ન કરે છે. પરંતુ તેઓ જ્યાં રાજધાની અયોધ્યાને છોડીને નગર બહાર અશોકવાટિકામાં આવે છે ત્યાં જ રાવણ સીતાનું હરણ કરી જાય છે. તિબેટના રામાયણ પ્રમાણે વાલી અને સુગ્રીવ વચ્ચે થયેલા હંદુ યુદ્ધ વખતે, બંને ભાઇઓ એકસરખા દેખાતા હોવાથી સુગ્રીવને ઓળખવા માટે એના પૂંછડે દર્પણ બાંધવામાં આવે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા તિબેટના રામાયણ પ્રમાણે લવ અને કુશનો જન્મ થયા પછી રામ સીતાનો ત્યાગ કરે છે. તુર્કસ્તાનમાં રામાયણ પ્રાચીન કાળમાં હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે પરંપરાના ધર્મપ્રવાહો, ઈસ્લામ ધર્મ હજુ ઉદયમાં આવ્યો નહોતો ત્યારે, જમીનમાર્ગે આગળ વધતાં વધતાં ઠેઠ અફઘાનિસ્તાન, તુર્કસ્તાન સુધી પહોંચ્યા હતા. અફઘાનિસ્તાનમાં વિશાળ બૌદ્ધ ગુફા છે એ એની એક મોટી સાબિતી છે. જૈન પુરાણોમાં પણ એ પ્રદેશમાં મુનિઓ વિચરતા હોવાનો ઉલ્લેખ મળે છે. રામકથા એ રીતે તુર્કસ્તાન સુધી પહોંચેલી છે. તુર્કસ્તાનનું રામાયણ “ખોતેની રામાયણ' તરીકે જાણીતું છે. એની કથા ઉપર તિબેટના રામાયણનો તથા ભારતના બૌદ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ પડેલો છે. ખાતેની રામાયણમાં પણ દશરથ રાજાને બે જ પુત્રો રામ અને લક્ષ્મણ બતાવાયા છે. સીતા તે રાવણની દીકરી છે. રામ અને લક્ષ્મણ વનવાસ માટે નીકળે છે તે સમય દરમિયાન બંનેના સીતા સાથે વિવાહ થાય છે, એ આ રામાયણની એક વિચિત્રતા છે. આ રામાયણમાં રામકથાનો આરંભ કંઈક જુદી જ રીતે થાય છે. ઘર્મપ્રચારાર્થે નીકળેલા શાક્યમુનિ ભગવાન બુદ્ધ પોતાના વ્યાખ્યાનમાં રામની કથા કહે છે. આ રીતે રામકથાની શરૂઆત થાય છે. આ રામાયણમાં કેટલીક ઘટના વાલ્મીકિ રામાયણ પ્રમાણે છે અને કેટલીક ઘટનામાં રામ અને પરશુરામની કથાની સેળભેળ થયેલી જણાય છે. સિયામમાં રામકથા સિયામમાં રામકથાનો ઘણો મોટો પ્રભાવ પ્રાચીનકાળથી પડેલો છે. સિયામમાં જૂના વખતમાં અયોધ્યા નામની નગરી હતી અને એના રાજાઓ રામ પહેલો, રામ બીજો એમ રામના નામધારી હતા. Page #15 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ સિયામમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થયા પછી બંધાયેલાં કેટલાંક બૌદ્ધ મંદિરોમાં પણ બહારના ભાગમાં દીવાલોમાં રામકથા ચિત્રાંકિત કરવામાં આવી છે. સિયામમાં મુખ્યત્વે બે રામકથા પ્રચલિત છે. (૧) રામ-કિયેન અને (૨) રામજાતક. રામકિયેન વાલ્મીકિ રામાયણને અનુસરે છે. એમ છતાં એના ઉપર કંબોડિયાના “રામ-કેઅર'ની તથા જાવાના “સેરિ-રામ'ની કેટલીક અસર જોવા મળે છે. “રામ-કિયેનમાં કેટલાક પ્રસંગો ભિન્ન છે અને કેટલાક નવા છે. જેમ કે વિભીષણની પુત્રી બેંકાયા, રામને ભ્રમમાં નાખવા માટે સીતાનું રૂપ ધારણ કરી નદીમાં મૃતદેહ તરીકે તરે છે; સેતુબંઘનું કામ ચાલુ થાય છે તે વખતે રાવણ રામ પાસે જઈ યુદ્ધ ન કરવા વિનંતી કરે છે; રાવણ બ્રહ્મા પાસે જઈ રામની વિરુદ્ધ ફરિયાદ કરે છે ત્યારે બ્રહ્મા રામ- સીતાને બોલાવી સાચી વાત જાણે છે અને તે પછી બ્રહ્મા રાવણને આજ્ઞા કરે છે કે એણે રામને સીતા પાછી સોંપી દેવી. પરંતુ રાવણ સીતા રામને સોંપતો નથી એટલે પોતાની આજ્ઞાનો ભંગ થતાં બ્રહ્મા રાવણને શાપ આપે છે. રામકિયેન'નું ભારતીય દષ્ટિએ એક નબળું પાસું એ છે કે એમાં હનુમાનજીને સ્ત્રીલંપટ તરીકે ચીતરવામાં આવ્યા છે. વળી હનુમાનજી ગુપ્ત રીતે રાવણ પાસે જઈ એના પક્ષે રહી રામની સામે યુદ્ધ કરવાની દરખાસ્ત મૂકે છે અને એના બદલામાં સંપત્તિ અને સ્ત્રીઓની માગણી કરે છે. યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી તે મંદોદરી સાથે પણ સંબંધ બાંધે છે અને બીજી સ્ત્રીઓ સાથે પણ પ્રણયક્રીડા કરે છે. આમ રામકિયેન'માં હનુમાનજીના પાત્રને ઘણું હલકું ચીતરવામાં આવ્યું છે. - “રામજાતક'–-સિયામમાં સોળમા સૈકામાં “રામજાતક” નામનો રામકથા વિશે સમર્થ ગ્રંથ લખાયો છે. એમાં રામ અને રાવણ તે કાકા- કાકાના દીકરા છે. લક્ષ્મણ અને શાન્તા એક જ માતાના સંતાનો Page #16 -------------------------------------------------------------------------- ________________ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકત છે. આમાં રામને બહુ પત્નીવાળા બતાવ્યા છે. વનવાસ દરમિયાન સીતાની શોધ કરવા નીકળે છે ત્યારે રામ સુગ્રીવની બહેન સાથે તથા વાલીની વિધવા સાથે લગ્ન કરે છે. વળી સીતા સાથે રામનાં લગ્ન થયાં તે પહેલાંની પત્નીથી રામને ચાર પુત્રો હતા. એ પુત્રો પણ રાવણ સામેના યુદ્ધમાં રામ સાથે જોડાય છે. “રામજાતક” નામ સૂચવે છે તેમ બૌદ્ધ જાતકકથા અનુસાર આ ગ્રંથ લખાયો છે. એટલે એમાં રામ તે બુદ્ધ, લક્ષ્મણ તે આનંદ, દશરથ તે શુદ્ધોદન, સીતા તે ભિલુણી ઉપ્પલવણસા, રાવણ તે દેવદત્ત તરીકે બતાવાયાં છે. એ રીતે હિંદુ રામકથાને બૌદ્ધ રામકથા તરીકે વર્ણવાઈ સિંહાલી રામાયણ રાવણની ભૂમિ શ્રીલંકામાં રામકથા ન હોય એમ બને જ નહિ. સિંહલદ્વીપ શ્રીલંકામાં “સિહલી રામાયણ પ્રચલિત હતું. એમાં રાવણ વિશે પ્રમાણમાં અલ્પ ઉલ્લેખ આવે છે. એમાં લંકાદહન હનુમાન દ્વારા નહિ પણ વાલી દ્વારા બતાવાયું છે અને વાલી સીતાને રામ પાસે લઈ આવે છે. બલદેશમાં રામકથા બ્રહ્મદેશમાં રામાયણની કથા સીધી ભારતમાંથી જવાને બદલે સિયામ દ્વારા પહોંચી છે, કારણ કે ડુંગરો અને ગાઢ જંગલોમાંથી બ્રહ્મદેશ સીધા પહોંચવાનો માર્ગ ત્યારે નહોતો. દરિયાઈ માર્ગે શ્રીલંકા અને વિશેષતઃ મલાયા દ્વારા સિયામ પહોંચવાનું જેટલું સહેલું હતું તેટલું જમીનમાર્ગે બ્રહ્મદેશ પહોંચવાનું સરળ નહોતું. અઢારમા સૈકામાં બ્રહ્મદેશના રાજા સિયામના રાજ્ય ઉપર ચડાઈ કરીને જે કેટલાક યુદ્ધકેદીઓ બ્રહ્મદેશમાં લઇ આવેલો તે યુદ્ધકેદીઓએ રામાયણની કથા ઉપરથી નાટકના પ્રયોગો કર્યા હતા. એ રીતે બ્રહ્મદેશમાં રામકથા પ્રચલિત બની હતી. બ્રહ્મદેશના “પૂતો’ નામના કવિએ એ વખતે Page #17 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ રામયાગન' નામના સરસ કાવ્યની રચના કરી હતી. ત્યારથી રામકથા ત્યાં વધુ પ્રચલિત બની હતી. રામકથા પરથી તૈયાર થયેલાં નાટકો કે જે ત્યાં “યામ-પ્ટે” નામથી ઓળખાય છે તે ઘણાં લોકપ્રિય છે. અભિનેતાઓ રામ, રાવણ, વગેરે રામાયણનાં પાત્રોનાં મહોરાં નાટક કરતી વખતે પહેરતાં. પરંતુ તે મહોરાં પહેરતાં પહેલાં એની પૂજાવિધિ કરતા. બ્રહ્મદેશની રામકથા ઉપર સિયામની રામકથા “રામ-કેર'નો ઘણો બધો પ્રભાવ હોવાથી તે એને જ અનુસરે છે. જવામાં રામકથા પેસિફિક મહાસાગરમાં ભારતની નજીક આવેલા ટાપુઓમાં શ્રીલંકા, મલાયા, સુમાત્રા અને જાવા મુખ્ય છે. ત્યાં પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થયેલો હતો. જાવા અને અન્ય સ્થળે હિંદુ મંદિરો આવેલાં છે અને એમાં દીવાલો પર રામાયણની કથાનાં ચિત્રો દોરવામાં આવ્યાં હતાં, જેમાંનાં ઘણાં આજે પણ સુરક્ષિત છે. જાવાની રામકથા ઉપર વાલ્મીકિ રામાયણનો પ્રભાવ મુખ્ય છે. પ્રાચીન રામકથાનો જાવાનો બારમી સદીનો ગ્રંથ તે “કાકાવિન રામાયસ' છે. એના ઉપર સંસ્કૃત “ભટ્ટીકાવ્યનો ઘણો મોટો પ્રભાવ પડેલો છે. એમાં શબરીના પૂર્વભવનું વૃત્તાન્ત, જટાયુ દ્વારા સીતાની વીંટી આપવી, માછલીઓ દ્વારા સેતુબંજનનો પ્રયાસ, ઇન્દ્રજિત સાથે એની સાત પત્નીઓનું પણ યુદ્ધમાં લડવા જવું વગેરે ઘટનાઓ એની વિશેષતા છે. જાવામાં અર્વાચીન યુગમાં પણ રામકથાની લોકપ્રિયતા રહેલી છે. હિકાયત સેરિરામ', “સેરતકાંડ', 'હિકાયત મહારાજ રાવણ” વગેરે રામકથા વિશેના જાણીતા ગ્રંથો છે. એમાં “સેરિરામ' વધુ લોકપ્રિય છે. અર્વાચીન કાળની આ કૃતિઓ ઉપર મુસલમાન સંસ્કૃતિની અસર પડેલી છે. એમાં રાવણને દુરાચાર માટે એના પિતા દેશનિકાલની Page #18 -------------------------------------------------------------------------- ________________ રામકથાની સર્વસ્વીકત વ્યાપકતા પાતાળલોકાર લોકની એક સેવિરામ સજા કરે છે. એટલે રાવણ સિંહલદ્વીપ પહોંચી, તપશ્ચર્યા કરી અલ્લાહ પાસેથી દેવલોક, નાગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક એમ ચાર લોક પર રાજ્યાધિકાર મેળવે છે અને ચારે લોકની એક એક કન્યા સાથે લગ્ન કરે છે. એ દરેકથી એને એક એક પુત્ર થાય છે. “સેરિરામ' પ્રમાણે દશરથને બે જ રાણીઓ છે અને પુત્રો ચાર છે. તથા એક પુત્રી શાન્તા છે. આ ઉપરાંત પણ એમાં ઘણી બધી ઘટનાઓ જુદી છે અને કેટલાંક નામો પણ જુદાં છે. સેરિરામ' ઉપરથી “પાતાની રામકથા', “સેરતકાંડ' વગેરે રચનાઓ થયેલી છે. કંબોડિયામાં રામકથા. કંબોડિયાની જૂની રાજધાની તે અંકોરવાટ. ત્યાં ૧૧મીથી ૧૨મી સદીમાં એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું હતું. એની દીવાલો ઉપર રામાયણ, મહાભારત અને હરિવંશની કથાઓ ચિત્રાંકિત કરવામાં આવી હતી. કંબોડિયાની ખેર ભાષામાં “રેઆમ-કેર” (અર્થાત રામની યશગાથા) નામનું રામાયણ લખાયું છે. તેની ખંડિત હસ્તપ્રત મળે છે એટલે કેટલોક ભાગ એમાં નથી. એની કથાની શરૂઆત વિશ્વામિત્રના યજ્ઞથી થાય છે. વિશ્વામિત્રના આ યજ્ઞમાં એક અસુર કાગડા રૂપે ત્રાસ આપે છે એટલે એને મારવા વિશ્વામિત્ર રામલક્ષ્મણને બાણ આપે છે. રેઆમ-કેરમાં સીતા જનકરાજાની દત્તકપુત્રી છે. રામે સીતાના કરેલા ત્યાગ પછી તે વાલ્મીકિના આશ્રમમાં રહે છે અને પ્રતિજ્ઞા લે છે કે રામના મૃત્યુ પછી અંત્યેષ્ટિક્રિયા વખતે જ તે અયોધ્યા પાછી ફરશે. પરંતુ ખોટી ચિતા તૈયાર કરાવી રામ, હનુમાન દ્વારા સીતાને સંદેશો મોકલાવે છે. એથી સીતા અયોધ્યા આવે છે અને ચિતા નજીક જતાં જતાં વિલાપ કરતી મૂર્શિત થઈ જાય છે. ત્યારે રામ એને ખોળામાં લઈ સાંત્વન આપે છે. જાગૃત થયેલી સીતા જાણે છે કે આ તરકટ કરવામાં આવ્યું છે ત્યારે તે રામને બહુ ઠપકો આપે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ ચીનમાં રામકથા ભારત અને ચીન વચ્ચે દરિયાઈ માર્ગે પરસ્પર સંપર્ક પ્રાચીનકાળથી ચાલતો હતો. બૌદ્ધ ધર્મના પ્રચાર પછી, વિશેષતઃ રાજા કનિષ્કના વખતમાં બૌદ્ધ ધર્મ ચીન, કોરિયા, જાપાન સુધી પહોંચ્યો હતો. “મહાવિભાષા' નામના એક બૌદ્ધ ધર્મગ્રંથમાં વાલ્મીકિ રામાયણની કથા વર્ણવાઈ છે. એ રીતે એ ગ્રંથ દ્વારા ચીનમાં પણ રામકથા પ્રચલિત બની હતી. તદુપરાંત પ્રાચીનકાળના પ્રખ્યાત ચીની મુસાફર હ્યુએન સાંગ ભારતની યાત્રા કરીને ચીન પાછા ફર્યા ત્યારે સાથે વાલ્મીકિ રામાયણની નકલ પણ લઈ ગયા હતા અને ત્યાં એમણે એનો ચીની ભાષામાં અનુવાદ ર્યો હતો. સોળમા-સત્તરમા સૈકામાં રામાયણના અનુવાદો અરબી-ફારસી-માં પણ થયા છે. બગદાદના હારુન-અલ-રશીદે ભારતીય પંડિતોને રોકીને રામાયણનો અનુવાદ અરબી ભાષામાં કરાવ્યો હતો. અકબર બાદશાહે અબ્દુલ કાદર બદૌની પાસે રામાયણનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. મધ્યકાળમાં યુરોપમાં સામાન્ય જનતામાં રામાયણની કથા ખાસ પ્રચલિત નહિ હોય, પરંતુ સોળમા-સત્તરમા સૈકાથી યુરોપની જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી વગેરે ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને વિવેચકોએ એના ઉપર વિવિધ દષ્ટિકોણથી વિવેચનો ક્યાં છે. એ બધાંના નામોની યાદી ઘણી મોટી છે. આમ, રામકથા એ માત્ર ભારતીય સાંસ્કૃતિક વારસો નથી, વિશ્વ સમસ્તની એ મૂડી છે. રામકથામાં એવું દૈવી તત્ત્વ છે કે જેણે એ કથાને હજારો વર્ષોથી જીવંત રાખેલી છે અને જીવંત રાખશે. રામકથાના આધુનિક નાટકમાં પ્રેક્ષકો સ્થળાંતર કરે છે. તેવી રીતે રામકથા આગળ પ્રજાની પેઢીઓ કાલાન્તર કરતી રહેશે, પણ રામકથા ચાલુ અને ચાલુ જ હશે. Page #20 -------------------------------------------------------------------------- ________________ બહુસુરંગા વસુંધરા કહેવત તો છે ‘બહુરત્ના વસુંધરા’, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી માનવજાતે વસુંધરાની જે દશા કરી છે તે જોતાં ‘બહુસુરંગા વસુંધરા’ કહેવાનો વખત પણ ક્યારનોય આવી ગયો છે. ‘બહુરત્ના વસુંધરા’ કહેવત સ્થૂલ અને સૂક્ષ્મ એમ બંને અર્થમાં ઘટાવાય છે. આ પૃથ્વીમાં, ધરતી માતાના પેટાળમાં એટલાં બધાં રત્નો છે કે એનો ક્યારેય પાર પામી ન શકાય. એક જુઓ અને એક ભૂલો એટલાં બધાં કીમતી રત્નો ધરતી માતા પાસે છે. હીરા, માણેક અને અન્ય પ્રકારનાં રત્નો ખાણોમાંથી નીકળતાં જ જાય છે. બીજી બાજુ ધરતી માતા પાસે મનુષ્યરૂપી રત્નો પણ અખૂટ છે. સમયે સમયે મહામાનવો આ જગતમાં જન્મ ધારણ કરતા જ રહે છે. એનો ક્યારેય અંત નહિ આવે. તદુપરાંત તત્ત્વરૂપી કે ગુણરૂપી રત્નોથી પણ આ વિશ્વ એટલું જ સભર છે. આમ, બહુરત્ના વસુંધરા કહેવત વિવિધ દષ્ટિએ યથાર્થ જ છે. ‘બહુસુરંગા વસુંધરા' એટલે વિવિધ મનોહર રંગો ધરાવતી, પ્રકૃતિનાં વિવિધ રૂપો ખીલવતી વસુંધરા એવો એક અર્થ અત્યંત પ્રિય લાગે એવો છે, પરંતુ સુરંગ એટલે વિસ્ફોટક દ્રવ્ય ધરાવતી દાબડી-Minesએવો અર્થ કરીએ તો બહુસુરંગા વસુંધરાનો કેટલો બધો કદરૂપો અર્થ થાય છે ! રત્નોથી શોભતી ધરતી માતા વર્તમાન સમયમાં સુરંગોથી આવી કદરૂપી બની છે. મનુષ્ય એને વધુ અને વધુ કદરૂપી બનાવતો જાય છે. ક્ષમા એ ધરતી માતાનો ગુણ છે એટલે એ માનવજાતનાં આવાં અપકૃત્યો સહન કરી લે છે, પણ એથી અંતે તો માનવજાતનું જ અહિત થાય છે. બહુસુરંગા વસુંધરા એટલે અનેક સુરંગો-Mines ધરાવતી વસુંધરા. સુરંગ એટલે કે Land Minesનો ઉપયોગ તો એક સૈકાથી પણ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ ર સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ પહેલાં ચાલુ થયેલો છે. પથ્થરો ફોડવા, બગદાઓ બનાવવા, રસ્તાઓ સીધા કરવા સુરંગોનો ઉપયોગ થાય છે. એક સુરંગ કેટલા બધા માણસોનું, કેટલા બધા દિવસનું કામ થોડી મિનિટોમાં જ કરી આપે છે ! વિસ્ફોટક દ્રવ્યો તો ઠેઠ પ્રાચીન કાળથી જાણીતા છે. પોતાની સખત મજૂરી બચાવવા માટે મનુષ્ય તેનો ઉપયોગ કરતો આવ્યો છે. માનવની સુખાકારી માટે, મનુષ્યકલ્યાણ માટે સુરંગનો ઉપયોગ થાય એની સામે વાંધો ન હોઈ શકે, પરંતુ એ જ સુરંગ મનુષ્યના નાશ માટે વપરાય ત્યારે એનો વિરોધ કરવો પડે. યુદ્ધના વખતે પોતાની સરહદો સુરક્ષિત રાખવા માટે સરહદો પાસેના વિસ્તારોમાં અને મુકાબલો થવાની સંભવિત જગ્યાઓએ કાંટાળી વાડ અને સુરંગો સ્થાપવામાં આવે છે. ક્યારેક તો ઇલેક્ટ્રિક કરંટવાળી કાંટાળી વાડ હોય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની, ફ્રાન્સ વગેરે દેશોએ એવી લાંબી વાડો કરી હતી. જ્યાં યુદ્ધ કે આંતરવિગ્રહ જેવી સ્થિતિ હોય ત્યાં પોતાના આંગણામાં દુશમનો આવે નહિ એ માટે સુરંગો બિછાવવામાં આવે છે. દુનિયામાં રાષ્ટ્રો વચ્ચે સરહદોના ઝઘડા અને રાજ્યસત્તા પર આરૂઢ થવા માટે આંતરવિગ્રહ – Civil War જેવી ઘટનાઓ છેલ્લાં થોડા દાયકાઓમાં ઘણી વધી ગઈ છે અને એથી સુરંગોનો ઉપયોગ પણ વધતો ચાલ્યો છે. અત્યારે ૬૦ કરતાં વધારે દેશોમાં સુરંગો પથરાયેલી છે. આ દેશો મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વમાં આવેલા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન તથા યુરોપમાં ફ્રાન્સ, જર્મની, સ્વિન્ઝરલેન્ડવગેરે ઘણા દેશોને સુરંગોનો પ્રશ્ન સતાવતો નથી. સુરંગોનો સૌથી વધુ ગંભીર પ્રશ્ન બોસ્નિયા, ઈરાન, ઈરાક, અંગોલા, અફઘાનિસ્તાન, ઈજિપ્ત, કમ્બોડિયા, શ્રીલંકા ઈત્યાદિ દેશોમાં છે. આ ઉપરાંત લેટિન અમેરિકામાં મેક્સિકો, પેરુ, ઈકવેડોર, ગાઉટેમાલા, કોલંબિયા વગેરે દેશોમાં સુરંગો ઘણી બિછાવેલી છે. આફ્રિકામાં Page #22 -------------------------------------------------------------------------- ________________ બહુસુરંગા વસુંધરા અંગોલા ઉપરાંત રવાન્ડા, ઇથિયોપિયા, લિબિયા, યુગાન્ડા, સોમાલિયા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નમિબિયા, સુદાન વગેરે ઘણાં દેશોમાં, મધ્ય પૂર્વમાં જ્યોર્જિયા, આર્મેનિયા, આઝરબૈનીન, ઇરાન, ઇરાક, ઇઝરાયેલ, જોર્ડન, સિરિયા, લેબનોન, લિબિયા, તુર્કસ્તાન વગેરે દેશોમાં તથા પૂર્વમાં પાકિસ્તાન, ભારત (કાશ્મીર, આસામ વગેરે સરહદોમાં) શ્રીલંકા, વિયેટનામ, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, કમ્બોડિયા, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં વિગ્રહની સરહદો પરના વિસ્તારોમાં સુરંગો બિછાવવામાં આવેલી છે. આ યાદીમાં હજુ બીજા પંદરવીસ દેશોનાં નામ ઉમેરી શકાય. એક અંદાજ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં મળીને હાલ અગિયાર કરોડ કરતાં વધુ સુરંગો પથરાયેલી છે. ધરતી માતાના શરીરમાં અગિયાર કરોડ જેટલાં કાચાં ગુમડાં છે એમ કહી શકાય. એ ક્યારે પાકશે અને ક્યારે ફાટશે એ કહી શકાય નહિ. આ અગિયાર કરોડ સુરંગથી વાતનો અંત નથી આવ્યો. દર વર્ષે હજારો નવી સુરંગો દટાતી જ જાય છે. ધરતી માતાનું શરીર ઉત્તરોત્તર વધુ અને વધુ વરવું થતું જાય છે. સુરંગો ઉપરાંત બીજા ભૂગર્ભ ધડાકાઓની વાત તો જુદી જ છે. ૧૩ સુરંગની ભયાનકતાવાળો એક મુખ્ય દેશ તે અફઘાનિસ્તાન છે. છેલ્લા લગભગ બે દાયકાથી ત્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ ચાલ્યા કરે છે. એથી બંને પક્ષો પોતાના પ્રદેશના રક્ષણ માટે પોતાની સરહદો પર સુરંગો આજ દિવસ સુધી બિછાવતા રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં એક કરોડ કરતાં વધારે સુરંગો જમીનમાં દાટવામાં આવી છે. સુરંગો દાટનારને પણ યાદ નથી રહેતું કે ક્યાં સુરંગો દાટી છે. સુરંગો દાટવાનું કામ ગુપ્ત રાખવાનું હોય છે, એના નકશા ગુપ્ત રખાય છે. એટલે પોતાના પક્ષના કેટલાક Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ સૈનિકો સિવાય બીજાને એની ખબર ન પડવા દેવાય. સામાન્ય નાગરિકો બિચારાઓને તો એની કશી જ ખબર ન હોય. તેઓ એ વિસ્તારમાં ખેતી કે કામધંધા માટે જાય ત્યારે પગ નીચે અચાનક સુરંગ શૂટે અને તેઓ ઘાયલ થાય કે મૃત્યુ પામે. બોર્નિયામાં પણ કેટલાય વખતથી જે વિગ્રહભરી સ્થિતિ છે એને લીધે ત્યાં ઠેર ઠેર સુરંગો બિછાવવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે એકલા બોસ્નિયામાં અત્યાર સુધીમાં ચાલીસ લાખ સુરંગો દાટવામાં આવી છે. આફ્રિકામાં અંગોલામાં તો દોઢ કરોડ જેટલી સુરંગો છે. દેશની વસતિ છે એના કરતાં સુરંગોની સંખ્યા વધારે છે. એવી જ રીતે કમ્બોડિયા અને દક્ષિણ કોરિયામાં પણ પાર વગરની સુરંગો છે. શ્રીલંકામાં જાફના વિસ્તાર પણ સુરંગોથી ધરબાયેલો છે. ઇરાકની સરહદો પર, ચારે બાજુ સુરંગો જ સુરંગો છે, ઈજિપ્ત, ઈઝરાયેલ વગેરે મધ્યપૂર્વના દુશમનાવટભર્યા દેશોની સરહદો પર ભરચક સુરંગો છે. લેટિન અમેરિકામાં પેરુ અને ઇક્વેડોર વચ્ચેની સરહદ પર ઘણી સુરંગો છે, તદુપરાંત કેફી દ્રવ્યો અને માદક દવાઓનો ગેરકાયદે વેપાર કરનારા શ્રીમંતોએ પોતપોતાના વિસ્તારોની આસપાસ સુરંગો પાથરેલી છે. ભારતમાં કર્ણાટકના જંગલમાં સંતાયેલો ચંદનચોર વીરપ્પન ઘણાં વર્ષો સુધી પોલીસોને સુરંગો વડે હંફાવી રહ્યો હતો. સુરંગો વિવિધ પ્રકારની શક્તિવાળી નાની મોટી હોય છે. સુરંગ જમીનમાં ખાડો ખોદી દાટવામાં આવે છે. તેના ઉપરની માટી સરખી કરી દેવામાં આવે છે કે જેથી ખબર ન પડે કે ત્યાં સુરંગ દાટેલી છે. એના ઉપરથી કોઈ ચાલે તો એના પગના વજનથી દાટેલી સુરંગની સ્પ્રિંગ દબાય, બે વાયર ભેગા થાય અને એથી તરત એની ચાંપ છૂટે અને બાદમાં જોરથી મોટા ધડાકા સાથે વિસ્ફોટ થાય. એના અણીદાર ટુકડા ચારે બાજુ ઊડે. સુરંગ પર પગ પડતાં જ માણસ તત્પણ મૃત્યુ WWW.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ બહુસુરંગા વસુંધરા ૧૫ પામે અથવા ગંભીર રીતે ઘાયલ થાય. હાથપગ તૂટી જાય. આ સુરંગો નાની હોય છે. એના પર માણસ ચાલે કે તરત તે ફૂટે. એને Anti Personal Mine કહેવામાં આવે છે. આપણે એને “માણસ-માર' સુરંગ કહી શકીએ. એનાથી ભારે પ્રકારની સુરંગો જમીનમાં એવી રીતે દાટવામાં આવે છે કે જેથી માણસ એ જમીન પર ચાલે તો ફૂટે નહિ. માણસનું વજન એ ઝીલી શકે. પરંતુ જીપ કે મોટરગાડી કે ટેન્ક પસાર થાય તો એના વજનથી એ તત્સણ ફૂટે અને વાહનનો કચ્ચરઘાણ થઈ જાય. એને Anti Tank Mines (ટંક વિનાશક સુરંગ) કહેવામાં આવે છે. અલબત્ત, ચાલુ સુરંગો પર વાહનો ચાલે તો તો વિસ્ફોટ થાય જ, પણ ટેન્કને ભારે નુકસાન ન થાય. ચાલુ સુરંગો જ્યાં દાટવામાં આવી હોય અને એની ખબર હોય તો ત્યાં સાવ હળવા પગલે ચાલવાથી સુરંગ શૂટતી નથી. એવી રીતે ચાલવાની સૈનિકોને તાલીમ આપવામાં આવે છે. (આ લખનારે પણ ૧૯૫૦માં બેલગામના લશ્કરી મથકમાં લશ્કરી તાલીમ લીધી હતી ત્યારે એવી રીતે ચાલવાની તાલીમ પણ લીધી હતી.). છેલ્લાં કેટલાંક વર્ષોથી તો વિમાન દ્વારા સુરંગો પાથરવાની ઘટનાઓ પણ બનવા લાગી છે. જમીનમાં ખાડો ખોદી હજારો સુરંગો દાટવા જેટલો સમય જ્યારે ન રહે અને અચાનક સુરંગો પાથરવાનો કટોકટીનો વખત આવે ત્યારે માટીના જ રંગ જેવી, પડી હોય તો નાના પથરા જેવી લાગે એવી હજારો સુરંગો વિમાન કે હેલિકોપ્ટરમાંથી નાખતા જઈને અડધા કલાકમાં કામ પતાવી દઈ શકાય છે. અલબત્ત, આવી સુરંગો પરખાઈ જાય છે અને દુમન આવતાં અટકે છે. ત્યારે દુશ્મનોની ખુવારી ઓછી થાય છે, પણ તાત્કાલિક ભય ટળી જાય છે . સુરંગો જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં કોઈ ન દેખે એવી ગુપ્ત રીતે દાટવામાં આવે છે. દાટ્યા પછી એના પરની માટી સરખી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ કરી લેવામાં આવે છે અથવા ત્યાં ઘાસપાંદડાં નાખવામાં આવે છે કે જેથી કોઈને વહેમ ન આવે. દેખીતું જ છે કે ડામરવાળા અને અવરજવરવાળા શહેરી રસ્તાઓમાં સુરંગો દાટવાનું સહેલું નથી અને એનું પ્રયોજન પણ નથી. શહેરોથી દૂર, ગ્રામ વિસ્તારોના પાદરના માટીવાળા ભાગોમાં, વિશેષતઃ વિગ્રહકારી પક્ષો વચ્ચેની પોતપોતાની સરહદોમાં દુશ્મન ઘૂસી ન આવે એ માટે સુરંગો ગોઠવાય છે. એ માટે ઘણી વાર ખેડૂતોના ખેતરોનો પણ ઉપયોગ થાય છે. ખુલ્લા ઇલાકામાં દુશમનોને આવતા અટકાવવા સુરંગો ગોઠવાય છે. દુશમનના પ્રદેશ પર આક્રમણ કરવા ધસી જતા સેંકડો સૈનિકો, અચાનક સુ રંગવાળા વિસ્તારમાં ઘૂસી જવાથી મૃત્યુ પામે છે, ઘાયલ થાય છે. નાસભાગ ચાલે છે અને આક્રમણ કરવાને બદલે પરાજિત થવાય છે. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી એવા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરે છે. વટેમાર્ગુઓની અવરજવર બંધ થઈ જાય છે. સુરંગોનો ભોગ સૈનિકો તો થાય જ છે, પરંતુ ત્યારપછી નાગરિકો, ખાસ કરીને ગામડાંઓના લોકો, વિશેષતઃ ખેડૂતો એનો ભોગ બને છે. ખેતી ન થઈ શકવાને લીધે તેઓની આજીવિકા ઝૂટવાઈ જાય છે. ગરીબી વધે છે અને દેશનું ઉત્પાદન ઘટે છે. કંબોડિયા ચોખા ઉગાડનારો દેશ છે. કંબોડિયામાં ચોખા એટલા બધા થતા કે બીજા દેશમાં પણ વેચાવા જતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી કંબોડિયાને દર વર્ષે હજારો ટન ચોખાની આયાત કરવી પડે છે, કારણ કે કંબોડિયાના કેટલાંયે ખેતરો સુરંગોથી ખીચોખીચ છે. યુદ્ધમાં વપરાતી સુરંગોથી સામાન્ય નાગરિકો તો આ સદીના આરંભથી મૃત્યુ પામતા આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ અને સોવિયેટ યુનિયને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરાવેલાં કોરિયા અને વિયેટનામના યુદ્ધમાં લાખો માણસો સુરંગોથી મૃત્યુ પામ્યા હતા. Page #26 -------------------------------------------------------------------------- ________________ બહુસુરંગા વસુંધરા ૧૭ એવી રીતે અન્ય દેશોમાં પણ ઘણાં માણસો મૃત્યુ પામ્યા છે. એવા લોકો મુખ્યત્વે ગામડાંઓના સાધારણ સ્થિતિના માણસો હતા. પરંતુ જ્યારથી બોસ્નિયામાં સુરંગો ફૂટવાને કારણે NATOના સૈનિકો મૃત્યુ પામ્યા, યુરોપ-અમેરિકાના, ઊંચો હોદ્દો ધરાવનારા, નિરીક્ષક તરીકે કે શાન્તિદૂતનું કામ કરનારા કેટલાક સુખી, સુશિક્ષિત માણસો મૃત્યુ પામ્યા અને આજીવન અપંગ થઇ ગયા ત્યારથી આ પ્રશ્ન પાશ્ચાત્ય જગતમાં ઘણો ગંભીર બની ગયો છે. લોકમત ઘણોજાગૃત થયો છે. પ્રિન્સેસ ડાયેનાએ બોસ્નિયામાં સુરંગોથી ઘાયલ થયેલાને સેવા આપવાનું અને લોકમત જાગૃત કરવાનું અભિયાન ચાલુ કર્યું હતું. એથી પણ સુરંગ વિરોધી જનમત વધુ પ્રચલિત બન્યો છે. મોડે મોડે પણ પાશ્ચાત્ય રાજકીય નેતાઓ અને સમાજચિંતકોમાં આ જાગૃતિ આવી છે અને યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ કેટલાક વખતથી તેની ગંભીર વિચારણા થવા લાગી છે. સુરંગના વિષયમાં માનવતાવાદી સેવા કરનારને નોબેલ પારિતોષિક પણ અપાયું છે. શુભ દિશાનું આ એક સ્તુત્ય પગલું છે. સુરંગ દાટવી સહેલી છે, પરંતુ દટાયેલી સુરંગ કાઢીને નકામી બનાવી દેવાનું એટલું સહેલું નથી. વસ્તુતઃ ગમે તે સૈનિક (કે સામાન્ય નાગરિક પણ) ખાડો ખોદીને સુરંગ દાટી શકે છે. પરંતુ બધા જ સૈનિકો સુરંગ કાઢી શકે નહિ, કારણ કે કાઢતાં કાઢતાં સુરંગ ફૂટવાનાં જોખમો ઘણાં છે. જમીનમાં સુરંગ ક્યાં છે એ પહેલાં શોધવું જ પડે છે. જે વિસ્તારમાં સુરંગ હોય તે વિસ્તારમાં વજન ન પડે એવા ખાસ બનાવટના પોચા બુટ પહેરીને ચાલવાનું હોય છે. સુરંગ શોધવા માટેના લાંબા દાંડાવાળાં ઓજાર (Mine Detector) વડે હળવે હળવે જમીન તપાસતા જવું પડે છે. એમ છતાં અચાનક કોઇ સુરંગ ફૂટે તો પોતાને ઇજા ન થાય તે માટે મોઢે માથે તથા આખા શરીરે Page #27 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ ખાસ બનાવેલો સુરક્ષિત વેશ પહેરવો પડે છે. આટલી સાવધાની રાખવા છતાં સુરંગશોધકો ઘણીવાર ઘાયલ થયાના બનાવો બને છે. સુરંગશોધક ટુકડીને-Mine Detecting Squadને ખાસ તાલીમ આપવામાં આવે છે. એક સુરંગની કિંમત પચીસ-પચાસથી સો-બસો રૂપિયા જેટલી થતી હશે, પરંતુ એક દટાયેલી સુરંગને બહાર કાઢીને અત્યાધુનિક વૈજ્ઞાનિક ઓજારો વડે એને નકામી બનાવી દેવા માટે સરકારને સરેરાશ સહેજે હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ આવે છે. ક્યા દેશને આ કામ પરવડે ? એ કોણ કરાવે ? ક્યારે કરાવે ? જો વિગ્રહ ચાલુ જ હોય તો કઢાવવાનો અર્થ શો ? આવા આવા ઘણા પ્રશ્નો આ વિષયમાં સંકળાયેલા છે. સુરંગો કાઢી, રસ્તાઓ, જમીનો સાફ કરવાનું કામ ઘણા દેશોમાં વખતોવખત ચાલતું જ રહ્યું છે, પરંતુ એક અહેવાલ પ્રમાણે દુનિયામાં સરેરાશ રીતે એક સુરંગ ઓછી થાય છે તો બીજી બાજુ તે જ વર્ષમાં ક્યાંક ને ક્યાંક સરેરાશ વીસ નવી સુરંગો નાખવામાં આવે છે. આમ સુરંગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. ૧૯૯૪ના વર્ષના અંદાજ પ્રમાણે દુનિયાના જુદા જુદા દેશોમાં મળીને એક લાખ જેટલી સુરંગો ખોદી કાઢવામાં આવી હતી, તો બીજી બાજુ એ જ વર્ષ દરમિયાન દુનિયામાં બધે મળીને આશરે વીસ લાખ જેટલી નવી સુરંગો બિછાવવામાં આવી હતી. સુરંગો ગોઠવવાથી દરેક વખતે દુશ્મનના સૈનિકો જ કરે છે એવું નથી. યુદ્ધના દિવસોમાં કેટલીયે વાર પોતાની સુરંગોના પોતે જ ભોગ બન્યા હોય એવા દાખલા પણ બને છે. સુરંગ ગોઠવનારે થોડોક રસ્તો પોતાને માટે સાફ રાખવો જ પડે છે કે જેથી પોતાની અવરજવર માટે, અણીને પ્રસંગે ભાગવા માટે કામ લાગે. પરંતુ સુરંગો ગોઠવ્યા પછી જો એનો નકશો બરાબર પોતાની પાસે ન રાખ્યો હોય, એમાં ભૂલચૂક થઈ હોય તો ગરબડ થઈ જાય છે. કેટલીક વાર તો યુદ્ધમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ બહુ સુરંગા વસુંધરા ૧૯ આગળ વધ્યા પછી જ્યારે અચાનક પીછેહઠ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે પોતાના જ સુરંગવાળા વિસ્તારમાંથી ભાગવા જતાં સૈનિકોએ જાન ગુમાવ્યા હોય એવા બનાવો બને છે. દુનિયાનો કોઈ દેશ એવો નહિ હોય કે જેની પાસે સુરંગ નહિ હોય. જ્યાં જ્યાં લશ્કર છે ત્યાં ત્યાં એના કોઠારમાં એને સુરંગો રાખવી જ પડે. વળી ભેખડો તોડવી, બુગદા બનાવવા, તૂટેલી ઈમારતનો કાટમાળ ખસેડવા સુરંગોનો વ્યાવસાયિક ઉપયોગ પણ થતો હોવાથી દરેક દેશ પાસે સુરંગો છે. પરંતુ જેટલા સુરંગ વાપરનારા દેશો છે તેટલા તેનું ઉત્પાદન કરનારા નથી. ગામઠી સુરંગો તો ગમે ત્યાં બનાવી શકાય, પરંતુ કારગત નીવડે એવી શક્તિશાળી સુરંગોનું મોટું ઉત્પાદન કરનારા દેશો ઘણા ઓછા છે. એમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, ચીન, ઈઝરાયેલ જેવા પ્રગતિશીલ દેશો બહુ જ મોટા પાયા પર ઉત્પાદન કરી આખી દુનિયાને તે વેચે છે. મોટા દેશો જેવા કે અમેરિકા, ચીન અને રશિયાના લશ્કરી ભંડારોમાં કરોડો સુરંગો છે. એટલી સુરંગો રાખવી તેમને માટે અનિવાર્ય વર્તમાન વૈજ્ઞાનિક પ્રગતિને કારણે સુરંગોને સાધન વડે શોધવાનું અશક્ય નથી. રડાર, માઇક્રોવેવ, લેસર વગેરે દ્વારા સુરંગો ક્યાં છે તે શોધી શકાય છે. પરંતુ જમીનમાં એક એક ફૂટે તપાસ કરવાનું કામ ખર્ચાળ, શ્રમ ભરેલું અને સમય ખાઇ જનારું છે. વળી એ કામ શાંતિના વખતમાં જ થઈ શકે, યુદ્ધ ચાલતું હોય ત્યારે નહિ. પરંતુ સુરંગ શોધ્યા પછી એને કાઢવાનું કામ ઘણું જોખમભરેલું છે. સુરંગને જમીનમાં જ નિરર્થક બનાવી નાખે એવાં સાધનો પણ અમલમાં નહિ આવે એમ નથી, પણ સુરંગ નિરર્થક થઈ ગઈ છે કે હજુ જીવંત રહી ગઈ છે એવી શંકા તો થવાની જ. અને માણસોને માથે ભય તોળાતો રહેવાનો. WWW.jainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ કેટલાક વૈજ્ઞાનિકો અને રાજનેતાઓએ એવું સૂચન કર્યું છે કે કારખાનાંવાળાઓએ એવી સુરંગો બનાવવી જોઇએ કે જે મહિના કે બે મહિના પછી એની મેળે જ નાકામિયાબ બની જાય. સુરંગ ફોડવા માટે જેમ એમાં Timer મૂકવામાં આવે છે તેમ એને નકામી બનાવી દેવા માટે પણ Timer મૂકવામાં આવે. એમ કરવું અઘરું નથી. પણ એમ કરવામાં કારખાનાવાળા ઉત્પાદકોને કેટલો રસ પડે અને એવી સુરંગો ખરીદવાનું કેટલા પસંદ કરે અને એવી સુરંગો જ્યાં દાટવામાં આવી હોય ત્યાં એની તારીખો યાદ કોણ રાખે અને લોકો ક્યાં સુધી વહેમમાં રહ્યા કરે એવા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે આ સૂચનને જેટલો આવકાર મળવો જોઈએ તેટલો મળ્યો નથી. શહેરી વિસ્તારોની નજીક જો સુરંગો હોય તો તે માટે પોલીસ તંત્ર ખાસ તાલીમબદ્ધ માણસો પાસે તે ખોદાવીને તરત જ કઢાવી નાખે છે, કારણ કે એમાં લોકોની જાનહાનિનું જોખમ વધુ રહેલું છે. ખોટી અફવા હોય તો પણ એ માટે પોલીસ તંત્રને સક્રિય બની પગલાં લેવાં જ પડે છે. પંજાબમાં આતંકવાદ ચાલતો હતો ત્યારે તે આતંકવાદીઓએ સુરંગો દાટેલી. એ અંગે કિંવદત્તિઓ પણ પ્રચલિત બનેલી. જેલમાં ગયેલા એક આતંકવાદીની પત્નીએ એને પત્ર લખ્યો કે “આ વર્ષે તો તમે નથી એટલે આપણા ઘર પાસેનું ખેતર ખેડ્યા વગરનું રહ્યું છે. ઘરમાં પૈસા નથી, એટલે મજૂરો પાસે પણ એ કામ કરાવી શકાય એમ નથી.' એણે પત્ર લખ્યો પછી થોડા દિવસે પોલીસના માણસો આવ્યા. આખું ખેતર એક છેડાથી બીજા છેડા સુધી ખેડી નાખ્યું. પત્નીને આશ્ચર્ય થયું. એણે પતિને લખ્યું, “તમે તો ગજબના છો ! પોલીસ પાસે ખેતર ખેડાવી આપ્યું.' પતિ જ્યારે જેલમાંથી છૂટીને ઘરે આવ્યો ત્યારે એણે ખુલાસો કર્યો કે “મેં તને પત્રમાં એવું લખ્યું હતું કે તારે સલામતી માટે ચિંતા Page #30 -------------------------------------------------------------------------- ________________ બહુસુરંગા વસુંધરા ૨ ૧ કરવાની જરૂર નથી. હુમલો કરવા આવનાર જાન ગુમાવશે, કારણ કે આપણા ખેતરમાં મારા મિત્રે કેટલીક સુરંગો દાટી છે.” મને ખબર હતી કે મારો પત્ર સેન્સર થવાનો છે. એટલે એ પત્ર તને મળ્યો નહિ, પણ સુરંગો શોધવા પોલીઓએ ખેતર આખું ખોદી નાખ્યું. સુરંગો પર પ્રતિબંધ લાદવાની માગણી મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સોસાયટીની છે, કારણ કે વધતી જતી સુરંગોને કારણે દુનિયામાં અપંગોની સંખ્યા ઘણી વધતી જાય છે અને એથી રેડ ક્રોસ સોસાયટીનું કામ પણ વધતું જાય છે. દુનિયામાં વરસે સરેરાશ દસ હજાર માણસો સુરંગથી મૃત્યુ પામે છે, તો દસ હજારથી વધુ માણસો અપંગ બને છે. ટેકો વગેરે વાહનો માટે યુદ્ધકાળમાં વપરાતી સુરંગો તો યુદ્ધના જ એક ભાગ રૂપે ગણાય છે અને તેના પર પ્રતિબંધ લાદવાનો કોઈ પ્રશ્ન છે જ નહિ, પણ માણસમાર સુરંગોમાં તો યુદ્ધના સૈનિકો જેટલા માર્યા જાય છે તેથી વધુ સામાન્ય નાગરિકો, ગ્રામજનો, ખેડૂતો વગેરે હોય છે. રમત રમતાં, દોડાદોડી કરતાં નાનાં નિર્દોષ બાળકો પણ મોટી સંખ્યામાં તેનો ભોગ બને છે. આથી જ માણસમાર સુરંગના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદેસર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ ઘણાં રાષ્ટ્રોને લાગે છે. ૧૯૩૦માં રાસાયણિક શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તે અંગે સર્વ સત્તાઓ સંમત થઈ હતી અને તેથી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું આજ લગભગ સાત દાયકાથી ચુસ્તપણે પાલન થતું આવ્યું છે. પરંતુ સુરંગ પર પ્રતિબંધ લાદવાનું અને તેમ કર્યા પછી તેનો અમલ કરવાનું એટલું સરળ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. દુનિયામાં શક્તિશાળી સુરંગો બનાવવાવાળા દેશોની સંખ્યા પાંત્રીસથી પણ પધારે છે. અમેરિકા, બ્રિટન, ઈટલી, ચીન, ઈઝરાયેલ, ઈરાક, ઈરાન વગેરે એમાં મોખરે છે. સુરંગોનું આટલું બધું ઉત્પાદન ચાલ્યા કરતું હોય તો એ ક્યાંક ને ક્યાંક તો વપરાવાની જ. કાર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ ખાનાવાળાઓ તો પોતાનો માલ યેનકેન પ્રકારે દુનિયામાં ગમે ત્યાં ઘુસાડવાના જ. સુરંગો બનાવવા માટે બહુ મોટી ટેકનિકની કે જબરજસ્ત મોટા પ્લાન્ટની જરૂર નથી. એટલે ઉત્પાદન પર પ્રતિબંધ લાવવાનું હાલની દુનિયામાં શક્ય નથી. એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું પણ એટલું સરળ નથી, કારણ કે યુદ્ધનું એ ઓજાર છે. તેમ છતાં વિશ્વમત જાગ્રત કરવાથી ફરક તો જરૂર પડે જ. અમેરિકા જેવા મોટા દેશે એ માટે પહેલ કરવી પડે. કેટલાક દેશો સુરંગ વાપરવા પર પ્રતિબંધ મૂકવા ઇચ્છે છે પણ પોતાના દેશમાં સુરંગોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવા ઇચ્છતા નથી. આવી બેવડી નીતિ જ્યાં હોય ત્યાં બધાં રાષ્ટ્રો એકમત ક્યાંથી થઈ શકે? સુરંગોના વપરાશ પર પ્રતિબંધ લાદવાની વાત તો યુનાઈટેડ નેશન્સમાં કેટલાંયે વર્ષોથી ચાલે છે, પરંતુ તે અંગે બધાં રાષ્ટ્રોની સહમતિ મેળવવાનું સહેલું નથી. આમ છતાં સુરંગો વિશે વિચારણા કેટલાક સમયથી ચાલવા લાગી છે એ આવકારદાયક છે. સુરંગો બનાવનાર મુખ્યત્વે સમૃદ્ધ દેશો છે અને સુરંગોનો ભોગ બનનારા તે મુખ્યત્વે પછાત દેશોના ગામડાંઓના ગરીબ લોકો છે. સુરંગ શહેરી લોકોની સમસ્યા નથી, પણ ગામડાંઓમાં ખેતી કરનાર, લાકડાં વીણનાર, ઢોર ચરાવનાર, પહાડોમાં કામ કરનાર વગેરે લોકોની સમસ્યા છે. તો પણ આ પૃથ્વી પર રોજેરોજ કેટલાય નિર્દોષ નાગરિકો મૃત્યુ પામે છે કે અપંગ થઈ જાય છે એ બાબત વિશે સમૃદ્ધ દેશો વિચારતા થયા છે એ એક સારી નિશાની છે. એમના હૃદયમાં પ્રગટેલી માનવતાની ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી રહે અને આશય શુભ રહ્યા કરે તો એનું કંઈક પરિણામ તો અવશ્ય આવશે જ. બહુસુરંગા બનેલી વસુંધરા સાચા અર્થમાં સુરંગી, સુશોભિત, સુફલામ્ સુજલામ બની રહે એવી શુભકામના સર્વત્ર પ્રસરી રહો ! Page #32 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं । -- ભગવાન મહાવીર (બીજાઓ તે ધન હરી જાય છે) છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયામાં અને વિશેષતઃ ભારતમાં શેરબજાર, બેંકો, ફાઈનાન્સ કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરેનાં કૌભાંડોને લીધે તથા બનાવટી કંપનીઓની લોભામણી જાહેરખબરો અને છેતરપિંડીને લીધે પોતાનું ધન વગર વાંકે ગુમાવ્યાનો અનુભવ કેટલાયને થયો હશે! બીજાનું ધન હરી લેવાની પ્રવૃત્તિ આજકાલની નથી. આદિકાળથી તે ચાલી આવે છે. ભગવાન મહાવીરસ્વામીના જમાનામાં પણ એવી ઘટનાઓ બનતી હતી. પરંતુ બીજાનું ધન હરી લેવાની ઘટનાઓ વર્તમાન જગતમાં ઘણી બધી વધતી જતી હોય એવું જણાય છે. જૂના વખતમાં ધનની હેરફેરનું ક્ષેત્ર, વેપારી સોદાઓનું ક્ષેત્ર મર્યાદિત હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક દેશનો બીજા દેશો સાથેનો વેપાર ઘણો વધી ગયો છે. એક દેશમાં બનતી ચીજવસ્તુઓ આખી દુનિયામાં પહોંચી જાય છે. ઉતાવળ હોય ત્યારે તો એક દેશમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓનાં અનેક નંગ માલવાહક હવાઈજહાજો દ્વારા ચોવીસ કલાકમાં બીજા દેશનાં બજારોમાં ઠલવાઈ જાય છે. એક દેશની લક્ષ્મી કોમ્યુટરની મદદ વડે થોડીક ક્ષણોમાં હજારો માઈલ દૂરના ખાતામાં જઈને બેસી જાય છે. એટલે બીજાનું ધન પચાવી પાડવાનાં કાવતરાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પહોંચી ગયાં છે. લક્ષ્મીદેવીની જેમ જેમ હરફર અનેકગણી વધતી ગઈ છે તેમ તેમ એના અપહરણના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. અપહરણના કેટલાયે કિસ્સાઓમાં તો એનાં પગેરાં પણ મળતાં નથી. લક્ષ્મીદેવીને સંતાડવામાં સ્વિત્સરલેન્ડનો ઘણો મોટો ફાળો છે. સ્વિટન્ઝરલેન્ડ જેવા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ નાના તટસ્થ દેશની મોટામાં મોટી ખોટી આવક તે લક્ષ્મીદેવીને સંતાડવાની છે. એને સંતાડવા માટે એ દેશ વ્યાજ નથી આપતો, પણ ભાડું માગે છે. એની મોટી આવક તો નધણિયાતાં ખાતાંઓની છે. લક્ષ્મીદેવીને સ્વિટ્ઝરલેન્ડમાં સંતાડ્યા પછી એનો સંતાડનારો ગુજરી ગયો હોય અને એના છૂપાં ખાતાં કે ખાતાંઓની કોઈને ખબર જ ન હોય એવું બન્યા કરે છે. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા વગેરે અર્ધવિકસિત દેશોના તથા સમૃદ્ધ દેશોના અનેક રાજકીય પુરુષો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નટનટીઓ, સરકારી કર્મચારીઓ વગેરેનાં ખાતાં સ્વિન્ઝરલેન્ડની બેંકોમાં તથા અન્ય નાના નાના ટાપુઓના દેશોની બેંકોમાં છે. વિત્તહરણના કિસ્સા બીજી રીતે પણ બનતા હોય છે. માણસે ધન સ્વેચ્છાએ બીજાને ઉધાર આપ્યું હોય, વ્યાજે મૂક્યું હોય, ધંધામાં રોક્યું હોય, પરંતુ તે લેનારની દાનત બગડે, તેના સંજોગો વિપરીત થઇ જાય અને તે આપવાની સ્પષ્ટ ના કહે. લખાણ કે સાક્ષી ન હોય તો તે કબૂલ પણ ન થાય. આવું થાય ત્યારે માણસને ભારે આઘાત લાગે છે. તેમાં પણ જો સ્વજનો તરફથી એવો કડવો અનુભવ થયો હોય ત્યારે તો એ આઘાત વધુ તીવ્ર બને છે. એમાંથી વેર બંધાય છે અને બદલો લેવાના દૂર ભાવો જાગે છે. તે પોતાનું ધન હરાઈ જાય એ માટેની પૂર્વ શરત એ છે કે પોતાની પાસે ધન હોવું જોઈએ. એ ધન હરી જવા માટે બીજાનું મન લલચાય એટલા પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. એ ધન હરી જનાર બીજાઓ તે હરી જવા માટે સમર્થ હોય અને તે ધનનું રક્ષણ કરવા માટે પોતે અસમર્થ કે લાચાર હોય. પોતાનું ઘન સ્વેચ્છાએ કોઇને આપ્યું ન હોય, પણ સંજોગો જ એવા બને કે તે ધન બીજાના હાથમાં સરી પડે. માણસના વારસદાર કોઈ ન હોય અથવા વારસદારો લખાણમાં ફેરફાર કરી લે એવું બને Page #34 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं ૨૫ છે. નિઃસંતાન માણસોના ધન પર ઘણાંની નજર રહે છે. કેટલાકની નજર ક્યારે ને કેવી રીતે એમાં કામ કરી જાય છે એ તો પરિણામ પછી જ સમજાય છે અથવા તે પણ અકળ રહે છે. પોતાનું સારી, સાચી રીતે કમાયેલું ધન હરાઇ જવાના કિસ્સા પણ કેટકેટલી જાતના બને છે. જૂના વખતમાં જમીનમાં દાટેલું ધન જાણભેદુ ચોરો કાઢી જતા. વર્તમાન સમયમાં દુનિયામાં કેટલીયે પેઢીઓ કાચી પડી જાય છે અને કેટલાયે લેણદારોને રોવડાવે છે. શેરના ભાવ અચાનક ગબડી જતાં કેટલાંયે માણસો પોતાની મોટી મૂડી ગુમાવે છે. એક સરકારી કાયદો બદલાતાં કેટલાક આર્થિક મુશ્કેલીમાં આવી પડે છે. એક ધનવાન વ્યક્તિનું અચાનક મૃત્યુ થતાં એની સાથે લેવડદેવડ કરનારાઓ તકલીફમાં મૂકાઈ જાય છે. આગ, પૂર, ધરતીકંપ, યુદ્ધ વગેરેને કારણે કેટલાય શ્રીમંતો હતા ન હતા થઈ જાય છે. કોર્ટના એક લફરામાં માણસની જિદગીની કમાણી વેડફાઈ જાય છે. આવી બધી ઘટનાઓ નજર સામે બનતી વારંવાર જોવા મળે ત્યારે માણસ વિચારતો થઈ જાય છે. માણસને પેટ છે ત્યાં સુધી ભરણપોષણ માટેની પ્રવૃત્તિ સંસારમાં રહેવાની. અનાદિ કાળથી આ પ્રવૃત્તિ ચાલી આવે છે અને અનંતકાળ સુધી તે ચાલતી રહેવાની. માત્ર મનુષ્યમાં જ નહિ, જીવમાત્રમાં જ્યાં સુધી આહારસંજ્ઞા છે ત્યાં સુધી તેને સંતોષવા માટેના તેના પ્રયત્નો ચાલ્યા જ કરવાના. જીવની મોટી એષણાઓમાં વિષણાને પણ ગણાવાવમાં આવી છે. ધન કમાવાનો ચટકો લાગ્યો કે પછી માણસ એની પાછળ મચી પડે છે. દિવસરાત તે જોતો નથી. ધન એક પ્રકારની શક્તિ છે, એક વિશિષ્ટ સબળ સાધન છે. એટલે ધનાકાંક્ષા જીવમાં રહે એ સહજ છે. પણ મનુષ્યની એષણાઓનો કોઈ અંત નથી. ગમે તેટલું ધન Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ કમાયો હોવા છતાં માણસને એથી સંતોષ થતો નથી. વધુ અને વધુ કમાવા માટે તે દોટ માંડે છે. સફળતાનો એને નશો ચડે છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ નીકળી જવા માટે તેને જોર ચડે છે. પરંતુ જ્યારે પછડાય છે ત્યારે પસ્તાય છે. ત્યાં સુધી એને કોઈની શિખામણ વહાલી લાગતી નથી. સંસારમાં ધનનો મહિમા મોટો છે અને સાચી કે ખોટી રીતે મોટો જ રહેવાનો. એટલે જ ભર્તુહરિએ “નીતિશતક'માં કહ્યું છે : यस्यास्ति वित्त स नरः कुलीनः स पण्डितः स श्रुतवान गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः कांचनमाश्रयन्ति । ભર્તુહરિએ અહીં કટાક્ષમાં કહ્યું છે કે જેની પાસે વિત્ત છે તે માણસ કુલીન ગણાય છે. પંડિત, શ્રુતવાન, ગુણજ્ઞ, વક્તા, અને દર્શનીય - દેખાવડા તરીકે તેની ગણના થાય છે. સુવર્ણમાં અર્થાત્ ધનમાં અને ધનવાનમાં બધા ગુણો આશ્રિત થઈ જાય છે. આમ સમગ્ર વિશ્વમાં પૈસાની જ બોલબાલા દેખાય છે. એમ કહેવાય છે કે A rich man's joke (પછી ભલે તે બુઠ્ઠી હોય) is always funny. હસવા જેવું હોય તો પણ હસીને બધા એની વાહ વાહ કરશે. “નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ” જેવી કહેવતો ધનવાન માણસોને સમાજ કેટલું માન આપે છે તે દર્શાવે છે. “સકર્મીના સાળા ઘણા' અર્થાત્ માણસ પાસે પૈસા થાય તો એના સાળા થવાને, એની ઇચ્છા પ્રમાણે નાનાં મોટા બધા કામ નોકરની જેમ કરી આપવાને ઘણા તૈયાર થઈ જાય છે. એટલે જ “જબ લગ પૈસા ગાંઠમેં, તબ લગ લાખો યાર' એવું વ્યવહારુ ડહાપણ કહે છે. પંચતંત્રમાં પણ કહ્યું છે : पूज्यते यदपूज्योऽपि यदगम्योऽपि गम्यते । वन्द्यते यदवंद्योऽपि सप्रभावो धनस्य च ॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ अन्ने हरंति तं वित्तं દુનિયામાં અપૂજ્યની પૂજા થાય છે, મૂર્ખ માણસ પણ ડાહ્યો ગણાય છે અને અવંદનીય પણ વંદનીય મનાય છે. એ બધો ઘનનો જ પ્રભાવ છે. લક્ષ્મી સ્વભાવે ચંચળ છે. એક ઘરેથી બીજા ઘરે તે ક્યારે ચાલી જશે તે કહી શકાય નહિ. અર્થશાસ્ત્રની દષ્ટિએ તો લક્ષ્મી સતત ફરતી રહેવી જોઈએ અને જેટલી વધુ હરેફરે તેટલી પ્રજાની સમૃદ્ધિ વધે. પરંતુ તે નીતિનિયમ મુજબ ફરે તો સાર્થક થાય. અન્યથા તે અનર્થકારી નીવડે. લક્ષ્મી ક્યારે પોતાને હાથતાળી દઈને ભાગી જશે એ કહેવાય નહિ. એટલે જ ધનના અનર્થો ઘણા છે. સ્થૂલ અને સૂક્ષ્મ બંને દષ્ટિએ ધન સાથે કેટકેટલાં દૂષણો સંકળાયેલાં છે ! શ્રીમદ ભાગવતમાં કહ્યું છે : स्तेयं हिंसानृतं दंभः कामः क्रोधः स्मयो मदः, भेदो वैरमविश्वासं संस्पर्द्धा व्यसनानि च । एते पंचदशाना ह्यर्थमूला मता नृणाम् तस्मादनर्थमाख्यं श्रेयोऽर्थी दूरतस्त्यजेत् ॥ મનુષ્યોને માટે ધન એ પંદર પ્રકારના અનર્થનું કારણ મનાય છે, જેમકે (૧) ચોરી (૨) હિંસા, (૩) અસત્ય (૪) દંભ, (૫) કામ, (૬) ક્રોધ (૭) ચિત્તનો ઉન્માદ (૮) અહંકાર (૯) ભેદબુદ્ધિ (૧૦) વેર (૧૧) અવિશ્વાસ (૧૨) સ્પર્ધા (૧૩) ત્રણ વ્યસનો જેમકે વેશ્યાગમન કે પરસ્ત્રીગમન (૧૪) જુગાર અને (૧૫) દારૂએટલા માટે પોતાનું કલ્યાણ ઇચ્છવાવાળાએ અર્થરૂપી અનર્થનો દૂરથી ત્યાગ કરવો જોઈએ. માણસ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી ધન કમાય અને તે મર્યાદામાં રહીને કમાય એ ગૃહસ્થ જીવન માટે જરૂરી છે. ન્યાયસંપન્ન વિભવ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ એ ગૃહસ્થજીવનનો વિત્તમંત્ર હોવો જોઈએ. પરંતુ વિષમ પરિસ્થિતિમાં, લાચાર બનીને ખોટાં કાર્ય કરીને માણસ વધુ ધન કમાવા લલચાય છે. પછી તો પરિસ્થિતિ વિષમ ન હોય અને લાચારી પણ ન હોય તોપણ અર્થપ્રાપ્તિમાં કુટિલ નીતિરીતિની માણસને ટેવ પડી જાય છે. વાંકી આંગળી વગર ઘી નીકળે નહિ” એવી કહેવતો પોતાનાં જૂઠા કપટભર્યા સોદાઓ માટે આગળ ધરતાં તે શરમાતો નથી. પરસેવો પાડીને કમાયેલું ધન ટીપે ટીપે ભરાય છે અને ચોરીલબાડી કે કૂડકપટ કરીને મેળવેલું ધન અનાયાસ મોટો દલ્લો આપે છે. એટલે માણસનું મન ચોરી કરીને કમાવા તરફ વળે છે. Earning by Cheating એ દુનિયાના અનેક લોકોમાં વ્યસનરૂપે જોવા મળે છે. કાળ સંદર્ભોને બદલી નાખે છે. એક વખતના મોટા ગણાતા માણસો સમય જતાં નાના લાગવા માંડે છે. સામાન્ય લેખાતા માણસો ઘડીકમાં મોટા થઈ જાય છે અને લોકો એમને પૂજવા લાગે છે. વેપાર ધંધામાં ચડતી પડતી ચાલ્યા કરે છે. આજે જેની બોલબાલા હોય તેને કાલે હાથ લાંબો કરવાનો પ્રસંગ આવે છે. એવે વખતે કેટલાક માણસોને પોતે ભૂતકાળમાં કરેલા ઉપકાર માટે પસ્તાવો થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં અને નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો ચાલ્યા જતાં માણસ વિમાસણમાં પડી જાય છે. “મારી જમાવેલી પેઢી છે, પણ આજે મારા દીકરાઓ આગળ પેઢીમાં મારું કશું ચાલતું નથી' એવી ખાનગીમાં ફરિયાદ કરનારાઓ સાંભળવા મળશે. “મારા ભત્રીજાઓને ધંધો શીખવાડ્યો અને બધો વિશ્વાસ મૂકી દીધો, પણ છેવટે મારી જ દુકાન તેઓએ પચાવી પાડી અને મને ઘરભેગો કરી દીધો.” “રાતદિવસ કાળી મજૂરી કરી ભિખારીમાંથી હું બાદશાહ બન્યો અને દારૂ, રેસ અને સ્ત્રીઓમાં પૈસા વેડફી નાખીને મારા દીકરાએ મને પાછો ભિખારી બનાવી દીધો.” “મારી પત્ની બધાં Page #38 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं ૨૯ ઘરેણાં લઇને ભાગી ગઇ.’ ‘મારો સગો સાળો મારા નામની ખોટી સહી કરીને મારા શેર વેચી આવ્યો.' ધનહરણની આવી આવી તો અનેક ફરિયાદો દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે સતત સંભળાયા કરતી રહે છે. જગતની વ્યવસ્થા એવી નથી કે માણસ પોતે કમાયેલું ધન પોતાના જીવનના અંત સુધીમાં બધું જ પૂરું વાપરી શકે. કોઇક ધનદોલત મૂકીને જાય છે, તો કોઇક દેવું મૂકીને પણ વિદાય લે છે. પોતાના આયુષ્યનો નિશ્ચિત કાળ માણસ જાણતો નથી એટલે પણ આયુષ્યના પ્રમાણમાં ધનદોલતની વ્યવસ્થા અંશે અંશ ગોઠવી શકાતી નથી. કેટલાક અકાળે, આકસ્મિક રીતે મૃત્યુ પામે છે તો કેટલાક પોતે ધાર્યું હોય તેના કરતાં ઘણું લાંબું જીવી જાય છે. કંજૂસનું ધન બીજા માટે હોય છે. તે પોતાના જીવનકાળ દરમિયાન સરખી રીતે વાપરી શક્તો નથી અને એના મરણ પછી જેના હાથમાં તે જાય છે તે ઇચ્છા મુજબ ભોગવે છે. એટલા માટે જ ડાહ્યા માણસે પોતાની અવસ્થાનો વિચાર કરી પોતાના ધનનું સન્માર્ગે વિસર્જન કરતા રહેવું જોઇએ. શાસ્ત્રકારોએ યોગ્ય જ કહ્યું છે કે ધનની ફક્ત ત્રણ જ ગતિ છે : (૧) દાન (૨) ભોગ અને (૩) નાશ. दानं भोगः नाशस्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुंक्ते तस्य तृतीया गतिर्भवति ॥ दातव्यं भोक्तव्यं धनविषये संचयो न कर्तव्यः । पश्येह मधुकरीणां संचितमर्थं हरन्त्यन्ये ॥ [ દાન, ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિ હોય છે. જે આપતો નથી કે ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦ દાન આપો અને ભોગવો. ધનનો સંચય ન કરો. મધુમાખીને જુઓ. તેણે સંચિત કરેલું ધન (મધ) બીજા લોકો હરી જાય છે. ] ૩૦ પોતાના વ્યવસાયને કારણે પ્રામાણિકપણે ધનની વૃદ્ધિ થતી રહે તો પણ માણસે વખતોવખત તેમાંથી થોડોઘણો હિસ્સો સન્માર્ગે, સુપાત્રે વાપરી તેનું પ્રમાણ ઘટાડતા રહેવું જોઇએ કે જેથી એટલા સદ્ભય માટે પોતાને સંતોષ રહે અને અશુભ કર્મબંધમાંથી બચી શકાય અને શુભ કર્મબંધના નિમિત્ત થવાય. પત્ની, સંતાનો કે કુટુંબ પરિવારના સભ્યો પ્રત્યેના સ્નેહાકર્ષણને લીધે, તેમનું ગુજરાન ચલાવવા, તેમને રાજી રાખવા માટે માણસ ધન કમાવા નીકળે છે. એ જ્યાં સુધી ન્યાયનીતિથી પ્રાપ્ત થતું હોય ત્યાં સુધી તો ઠીક, પણ જ્યારે ચોરી, દાણચોરી, કરચોરી, લૂંટ, હત્યા વચ્ચે દ્વારા તે પ્રાપ્ત કરવા મચ્યો રહે છે ત્યારે તે તેના ભયંકર વિપાકનો વિચાર કરતો નથી. સામાજિક દૃષ્ટિએ તો કેટલાયે માણસોને વધુ પડતું ધન કમાવા માટે પાછલી જિંદગીમાં અફસોસ થતો હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના જ પ્રાપ્ત કરેલાં ધનને કારણે જ પોતાનાં જ સ્વજનો સાથે, પિતાપુત્ર વચ્ચે, પતિપત્ની વચ્ચે, ભાઇ-ભાઈ વચ્ચે, સાળાબનેવી વચ્ચે સંઘર્ષ, અણબનાવ, વિદ્રોહ, દગો, વગેરેના અનુભવો થયા હોય, કોર્ટના ધક્કા વધી ગયા હોય, જેલમાં જવાના પ્રસંગો ઊભા થયા હોય, પોતાના કે સ્વજનોનાં અપહરણ કિસ્સા બન્યા હોય. ક્યારેક તો પોતાનું જ ધન પોતાની હત્યા નોંતરનારું બન્યું હોય અથવા પોતાના જ ધને પોતાને આપઘાત કરવા તરફ ઘસડ્યો હોય ત્યારે માણસના પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. ભગવાન મહાવીરે : (સૂત્રકૃતાંગ ૧/૯/૪માં) કહ્યું છે : Page #40 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं आघायकिच्चमाहेउं नाइओ विसएसिणो । अन्ने हरंति तं वित्तं कम्मी कम्मेहिं किच्चति ॥ [મૃતકની અગ્નિ-સંસ્કારની વિધિ ક્ય પછી સુખની ઇચ્છાવાળા જ્ઞાતિજનો તેનું ધન હરી લે છે, પરંતુ (ત ધન કમાવા માટે) કર્મ કરનાર તે વ્યક્તિ તેનાં ફળ ભોગવે છે. ]. આ સંસાર કેટલો બધો સ્વાર્થી છે કે કેટલાયે માણસો પોતાના સગાં એવા શ્રીમંતની મરવાની મનના છૂપા ખૂણામાં રાહ જોતાં હોય છે અને એના મૃત્યુ પછી એની સંપત્તિ ઝડપી લેવાનો, પચાવી પાડવાનો પ્રયાસ કરે છે. કોઈકનું ધન મેળવી લેવા માટે એના મૃત્યુની રાહ જોવી પડે એ પણ કેવી કરુણ દશા કહેવાય ! તાત્વિક દષ્ટિએ જોઈએ અને શુભાશુભ કર્મની દષ્ટિએ વિચારીએ તો ધન કમાવા માટે જીવ જે અશુભ કર્મ બાંધે છે એ અશુભ કર્મ તો એને એકલાને જ ભોગવવાનાં આવે છે. પોતે કમાયેલા ધનનો લાભ બીજા ઉઠાવે છે, પરંતુ લાભ ઉઠાવનારાઓ ધનોપાર્જન કરનારી વ્યક્તિનાં એ અશુભ કર્મોમાં ભાગીદાર થતા નથી. એ અશુભ કર્મના વિપાક વખતે જે પીડા થાય છે તે વખતે સ્વજનો તેનું રક્ષણ કરી શકતાં નથી. એ પીડા કે દુ:ખ એવાં પ્રકારના હોય છે કે તે પોતે જાતે જ ભોગવવાં પડે છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । बालं ते तव ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥ [ પોતાનાં કર્મો અનુસાર દુ:ખથી પીડાતા તે જીવનું એનાં માતા, પિતા, બહેન, ભાઈ, પત્ની કે ઔરસપુત્ર વગેરે કોઈ રક્ષણ કરી શકતાં નથી. ] Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૦. અર્થ (ધન) સરવાળે તો અનર્થનું મૂળ જ નીવડે છે. તાત્કાલિક એનો લાભ દેખાતો હોય તો પણ એનાં દૂરગામી સ્કૂલ અને સૂક્ષ તાત્ત્વિક પરિણામો નુકસાનકારક છે. જેઓ ગૃહત્યાગ કરી, સાધુસં ન્યાસી થઈ અકિંચન જીવન જીવે છે એમને તો અર્થની અનર્થકારી ઉપાધિમાંથી મેળવેલી મુક્તિનો આનંદ કેટલો બધો હોય છે એ તો એમનો અનુભવ કહી શકે છે. પરંતુ જેઓ ગૃહસ્થજીવનમાં રહેલા છે તેઓ પણ સિક્કામાં રહેલા છિદ્રને પોતાની સૂક્ષ્મ દષ્ટિથી જોઈ સમજી શકે તો પણ ધનસંપત્તિ પાછળની એમની આંધળી દોટ મંદ્ર પડવાનો સંભવ છે. પરિગ્રહપરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે. સારી રીતે આજીવિકા ચાલતી હોય એટલું ધન જો કમાવા મળતું હોય તો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો ઉપયોગ માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઈએ. સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યું છે અને રહેવાનું છે કે જૂજ વ્યક્તિઓને જ આ તત્ત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ વ્યક્તિઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છે ! ! સંતમહાત્માઓ વખતોવખત કહેતા આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાન રૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઈ ક્યારેય હરણ કરી શકતું નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડકચંદભાઈ વોરા સાયલાના રાજસોભાગ આશ્રમની સ્થાપનાના પ્રેરક, અનેક મુમુ ક્ષુઓના ગુરુદેવ, ‘બાપુજી'ના નામથી ભક્તોમાં પ્રિય અને આદરણીય, સાયલાના સંત તરીકે ખ્યાતિ પામેલા એવા સ્વ. લાડચંદભાઇ માણેકચંદ વોરાનો મંગળવાર, તા. ૯મી ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ૯૩ વર્ષની વયે દેહવિલય થયો. એમના સ્વર્ગવાસથી અમારી જેમ અનેકને અધ્યાત્મમાર્ગના એક અનુભવી પથપ્રદર્શક ‘બાપુજી’ની ખોટ પડી છે. બાપુજીનો પહેલો પરોક્ષ પરિચય મને લંડનનિવાસી સુધાબહેન વિનુભાઇ દ્વારા થયો હતો. ૧૯૮૪ના જુલાઇમાં લેસ્ટરથી મુંબઇ આવતાં અમે લંડનમાં સુધાબહેનને ઘરે રોકાયાં હતાં. તે વખતે પોતાના દીવાનખાનામાં એક ફોટો બતાવી એમણે કહ્યું, ‘આસાયલાના લાડચંદ બાપા'. ધ્યાનમુદ્રામાં એ ફોટો હતો. એ જોતાં જ કોઇ પ્રભાવશાળી સાધક વ્યક્તિ હોય એવો ખ્યાલ આવે. સુધાબહેન ભારત આવે ત્યારે સાયલા અચૂક જાય. તેમણે લાડકચંદ બાપાને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. તે વખતે જ મનમાં ઇચ્છા ઉદ્ભવેલી કે સાયલા જવાની તક મળે તો સારું. યુનિવર્સિટીની અધ્યાપકીય જવાબદારી અને અન્ય રોકાણોને કારણે સાયલા જવાનું તરત બન્યું નહિ, પણ ૧૯૮૮માં લેસ્ટરમાં પ્રતિષ્ઠા હતી ત્યારે બાપુજી ત્યાં પધારેલા અને ત્યારે એમનો પહેલી વાર પરિચય થયેલો. તે વખતે બાપુજી ગળાની - સ્વરતંત્રીની તકલીફને કારણે બહુ બોલતા નહિ, પણ એમના પવિત્ર વ્યક્તિત્વની સુવાસ મનમાં અંકિત થઈ ગઈ હતી. ત્યારપછી, મુંબઇ આવ્યા બાદ, લીંબડીમાં પૂ. શ્રી અજરામરજી સ્વામીની દ્વિશતાબ્દીના કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે મેં આયોજકોને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાંપ્રત સહચિંતન- ભાગ ૧૦ વિનંતી કરેલી કે થોડી વાર માટે પણ જો સાથે સાથે સાયલાની મુલાકાત ગોઠવાય તો જરૂર ગોઠવી આપવી. તે ગોઠવાઈ અને એકાદ કલાક માટે સાયલાના આશ્રમમાં જવાની અને બાપુજીને મળવાની તક મળી. બાપુજી તે વખતે સાધકનિવાસની એક રૂમમાં સાંજ સુધી રોકાતા. અમે સાયલા ગયાં ત્યારે મારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ મહેતા પણ ત્યાં જ હતા. બાપુજી સાથે અમારે ત્યારે અંગત સરસ પરિચય થયો હતો. . એક દિવસ દાંતના ડૉક્ટર ડૉ. જીતુભાઇ નાગડા બહેન મીનળને લઈને મારે ઘરે આવ્યા. ડૉક્ટરે પરિચય કરાવ્યો. મીનળે વાત કરી. કામ હતું બાપુજીએ કરાવેલા સ્વાધ્યાયની કેસેટ ઉપરથી પોતે ડાયરીઓમાં જે ઉતારો કર્યો છે તેને છપાવવા માટે સુધારી આપવાનું. spoken Word અને Written Word વચ્ચે ઘણો ફરક હોય છે. પુનરુચ્ચારણો કાઢી નાખી, વાક્યરચના સરખી કરી, જોડણી સુધારી વ્યવસ્થિત લખાણ કરવામાં ઠીક ઠીક સમય લાગે એવું હતું. સામાન્ય રીતે આવાં કામ કરવાનું મને ગમે નહિ કે ફાવે નહિ, તો પણ ડૉક્ટર અને મીનળના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ એ કાર્ય મેં સ્વીકાર્યું, પરંતુ મુંબઈના વ્યસ્ત જીવનમાં દોઢ વર્ષ સુધી એ કાર્ય થઈ શક્યું નહિ. કેટલાંક શંકાસ્થાનો વિશે બાપુજીને પૂછાવવાનું પણ થતું. પરંતુ એક દિવસ બહેન મીનળે સૂચન કર્યું કે જો હું સાયલા આશ્રમમાં જઈને રહું તો જે કંઈ પૂછવું હોય તે બાપુજીને તરત પૂછી શકાય અને કામ આગળ ચાલે. બહેન મીનળનું એ સૂચન ગમ્યું. મારાં પત્ની અને હું સાયલા ગયાં. આ ઉપાય સફળ નીવડ્યો. ટેલિફોન નહિ, ટપાલ નહિ, છાપું નહિ, મુલાકાતીઓ નહિ, વ્યાવહારિક અવરજવર નહિ, એટલે કામ ઝડપથી થયું. પછી તો જ્યારે જ્યારે સાયલા જવાનું નક્કી કરીએ એટલે બહેન મીનળ ચીવટપૂર્વક બધી ગમ્યું. એ સફળ ૧ર નહિ. Sાયું નહિ Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડકચંદભાઈ વોરા વ્યવસ્થા ગોઠવી આપે. પરિણામે ડાયરીઓનું “શિક્ષામૃત' સ્વરૂપે પ્રકાશન થયું. સાયલામાં તે વખતે એક દિવસ બાપુજીના કહેવાથી કોઈપણ એક વિષય પર મેં વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું. મારા વિષય તરીકે મેં લોગસ્સના કાયોત્સર્ગ ધ્યાનનો વિષય પસંદ કર્યો. મારા વક્તવ્યમાં મૂલાધારથી સહસાર ચક્ર સુધી લોગસ્સની સાત ગાથાઓનું અને ચોવીસ તીર્થકરોનું ધ્યાન કેવી રીતે ધરવું અને કુંડલિનીની સાધનાની પ્રક્રિયા લોગસ્સસૂત્રના ધ્યાન દ્વારા કેવી રીતે કરી શકાય તે હરિભદ્રસૂરિએ બતાવ્યા પ્રમાણે મેં સમજાવ્યું. મારા વક્તવ્યને અંતે ઉપસંહાર કરતાં બાપુજીએ કહ્યું, “રમણભાઈએ કુંડલિનીની સાધનાની વાત કરી છે. પરંતુ અહીં આશ્રમમાં આપણી સાધના પદ્ધતિ જુદી છે અને તે વધુ સરળ છે.” ત્યાર પછી બાપુજીએ મને શાંત સુધારસની પ્રક્રિયાની વાત કરી અને કૃપાળુદેવના વચનામૃતમાંથી કેટલાક પત્રો વંચાવ્યા. કાયાવરોહણ તીર્થના સ્વામી કૃપાલુઆનંદની અથવા કેટલાક કબીરપંથી તથા અન્ય પંથના સાધકોની જે સાધનાપદ્ધતિ છે, લગભગ તેવા જ પ્રકારની, ગુરુગમ દ્વારા બીજજ્ઞાનની સાધના પદ્ધતિ અહીં આશ્રમમાં સ્વીકારેલી છે. શ્રી સુધાબહેન વિનુભાઈની પ્રેરણાથી આ પ્રકારની સાધના બાપુ જીના માર્ગદર્શન હેઠળ કરવાનું મેં સ્વીકાર્યું અને એમાં યથાશક્તિ પ્રગતિ કરી શક્યો છું. પંદર દિવસ આશ્રમમાં રહેવાનો અમને એક સરસ અનુભવ થયો. બાપુજીની એટલી વ્યાવહારિકતા હતી કે અમને વિદાય આપવા જાતે અમારી મોટરકાર પાસે આવી પહોંચ્યા. બીજી વાર જલદી આશ્રમમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. મેં બાપુજીને કહ્યું કે “ઘણે ઠેકાણે ફરવાનું થયું છે. તેમાં સાયલાનો આપણો આ આશ્રમ પણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સાંપ્રત સહચિંતન- ભાગ ૧૦ એક એવું સ્થળ છે કે જ્યાં ફરી ફરી આવવાનું મન થાય. આપણા આ આશ્રમની જે કેટલીક વાત મને વધુ ગમી છે તેમાં એક છે સ્વતંત્ર શિખરબંધી જિનમંદિર અને નિત્યના ક્રમમાં ચૈત્યવંદનને સ્થાન. આપણા આ આશ્રમમાં તીર્થંકર પરમાત્માને ગૌણ કરવામાં આવ્યા નથી અથવા “કૃપાળુ દેવ એ જ અમારે મન તીર્થકર, બીજા તીર્થંકરની અમારે જરૂર નથી, એવી માન્યતા પ્રવર્તતી નથી. વળી આપણા આ આશ્રમમાં નવકાર મંત્રનું વિસ્મરણ થવા દીધું નથી. રોજે રોજ પ્રાર્થના, ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરેમાં નવકારમંત્ર બોલાય છે અને ચૈત્યવંદન પહેલાં નવકારમંત્રની એક માળા ગણાય છે. તદુપરાંત સ્વાધ્યાયમાં ફક્ત વચનામૃત (ઉપદેશામૃત અને બોધામૃતસહિત) સિવાય બીજા કશાનું વાંચન નહિ જ એવો આગ્રહ ન રાખતાં, રોજેરોજ વચનામૃતના સ્વાધ્યાય ઉપરાંત અધ્યાત્મસાર, જ્ઞાનસાર, આનંદઘનજ, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેનાં સ્તવન, સાયો, પદોના અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મોટી પૂજામાં આત્મસિદ્ધિની પૂજા ઉપરાંનું પંચકલ્યાણકની પૂજા, અંતરાયકર્મની પૂજા, સ્નાત્રપૂજા વગેરેને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તદુપરાંત સ્વાધ્યાય-વાંચન તથા પ્રાર્થનાસ્તુતિ, પદો ગાવાં જેવી પ્રવૃત્તિમાં મહિલાઓ સહિત જુદી જુદી વ્યક્તિઓને સ્થાન આપી દરેકની શક્તિને ખીલવવાની સારી તક આપવામાં આવે છે. સાયલાના આશ્રમની આ વિશિષ્ટતાઓ અને એની સાધનાપદ્ધતિને કારણે અમને સાયલા વારંવાર આવવાનું મન થાય એવું છે.” અને આ બધામાં સૌથી મોટું આકર્ષણ તે બાપુજીના સાનિધ્યનું હતું. એમનું જીવન એવું સભર અને સુવાસમય હતું. બાપુજીનો જન્મ વિ. સં. ૧૯૬૧ના ફાગણ સુદ બીજ તા. ૮મી માર્ચ ૧૯૦૫ના રોજ સાયલા તાલુકાના ચોરવીરા નામના એક નાનકડા ગામમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ માણેકચંદ અને માતાનું Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડકચંદભાઈ વોરા નામ હરિબાઇ હતું. ચોરવીરાનું આ સંસ્કારી જૈન કુટુંબ એની ઉદારતા, દયાભાવના, પરગજુવૃત્તિ માટે જાણીતું હતું. વિ. સં. ૧૯૫૬ના એટલે કે છપ્પનિયા દુકાળ વખતે ભૂખે ટળવળતા દુકાળિયાઓની એમના આંગણે લાઇન લાગતી અને તેઓ સૌને ખાવાનું આપતા. બાળક લાડક્રંદમાં ધર્મના સંસ્કાર પડેલા. એમનો કંઠ પણ બુલંદ હતો. (એમના નાના ભાઇ ન્યાલચંદભાઇ કે જેમને આશ્રમમાં સહુ કાકા કહીને બોલાવે છે તેમનો કંઠ પણ એવો જ બુલંદ છે.) જિનમંદિરમાં સવારે પૂજા કરવા અને સાંજે આરતી ઉતારવા તેઓ નિયમિત જતા. તેમણે પાસેના ગામ સરામાં અને પછી ચોરવીરામાં શાળા થતાં ચોરવીરામાં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારપછી રાજકોટની દશાશ્રીમાળી બોર્ડિંગમાં રહીને કરણસિંહજી સ્કૂલમાં તથા ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. તેમણે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણનો પણ સંગીન અભ્યાસ કર્યો હતો અને તેની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી રાજકોટમાં બહુમાન પણ મેળવ્યું હતું. મેટ્રિક પછી તેમને આગળ ભણાવવાની માતાપિતાની ઇચ્છા નહોતી. એ જમાનામાં મેટ્રિક સુધી ભણવું એ પણ ઘણું અઘરું હતું. બહુ ઓછા વિદ્યાર્થીઓ મેટ્રિક સુધી પહોંચી શકતા. કૉલેજમાં ભણવા માટે તો બહારગામ જ જવું પડતું, કારણ કે કરાંચીથી ધારવાડ સુધીના સમગ્ર મુંબઇ ઇલાકામાં પાંચ છ શહેરમાં જ કૉલેજ હતી. ૩૭ મેટ્રિક પાસ થયા તે પહેલાં બાપુજીની સગાઇ એમના પિતાશ્રીએ સરા ગામના બેચરદાસનાં પુત્રી સમરથ સાથે કરી હતી. ૧૯મા વર્ષે એમનાં લગ્ન થયાં. લગ્ન પછી કંઇક વ્યવસાય કરવા માટે તેઓ મુંબઇ આવ્યા. પરંતુ સાયલાના ઠાકોરે આવા તેજસ્વી યુવાનને સાયલામાં જ રાખવાનો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વિચાર કર્યો અને તાર કરી એમને પાછા સાયલામાં બોલાવ્યા અને રાજ્યમાં નોકરી આપી. તેઓ શિરસ્તેદાર બન્યા અને એમ કરતાં આગળ વઘતાં સાયલા રાજ્યના ન્યાયાધીશની પદવી સુધી પહોંચ્યા. આઝાદી પછી ગુજરાત સરકારમાં તેમની નોકરી ચાલુ રહી. તેઓ બોટાદ, મહુવા અને ભાવનગરમાં મામલતદાર તરીકે અને ભાવનગરમાં એસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોતાનું કાર્ય કરતા રહ્યા હતા. ૧૯૬૧માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. સરકારી અમલદારોને આમ જનતાના વિવિધ પ્રકારના કડવામીઠા અનુભવો થતા. બાપુજીને પણ ન્યાયાધીશ હતા ત્યારે અને એસિસ્ટન્ટ કલેક્ટર હતા ત્યારે લાંચ આપવા માટે પ્રયત્નો થયેલા. પરંતુ તેઓ એને વશ થતા નહિ એ આપનારને ધમકી આપતા કે ફરી વાર એવો પ્રયાસ કરશે તો પોતે એને જેલમાં બેસાડશે. ન્યાયાધીશ તરીકે એક ગુનેગારને ફાંસીની સજા આપવાની, બીજા બે ન્યાયાધીશો સાથે પોતાને સંમતિ આપવી પડેલી એનું એમને પારાવાર દુઃખ થયેલું. ન્યાયપ્રિય નીતિવાન અમલદાર તરીકે બાપુજીની સુવાસ જ્યાં જ્યાં એમણે કામ કર્યું હતું ત્યાં ત્યાં પ્રસરી હતી. સાયલામાં પચીસેક વર્ષ કામ કરેલું એટલે સાયલાના રહેવાસીઓમાં તે સૌથી વધુ આદરપાત્ર હતા. વયને કારણે તથા આશ્રમની સ્થાપનાના પ્રેરક તરીકે એમનું માન ઉત્તરોત્તર વધતું જતું હતું. બાપુજી પણ પ્રત્યેક વ્યાવહારિક પ્રસંગે રાજ દરબારમાં, વૈષ્ણવ મંદિરમાં તથા અન્ય સ્થળે જઇ આવતા, પરિચિતોમાં માંદગી અંગે ખબર કાઢવા તેઓ અચૂક ગયા હોય અને યથાશક્તિ આર્થિક મદદ પણ કરી હોય. આથી સાયલાવાસીઓનો પણ બાપુજી પ્રત્યે પૂજ્યભાવ હંમેશાં નીતરતો રહેતો. Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડકચંદભાઈ વોરા ૩૯ બાપુજીનું ગૃહસ્થજીવન નિર્વ્યસની, સદાચારી અને ધર્મપરાયણ હતું. સાયલા રાજ્યની નોકરીમાં ફાજલ સમય મળતો એટલે સવારસાંજના નવરાશના સમયમાં તેઓ આધ્યાત્મિક ગ્રંથો વાંચતા. કૃપાળુ દેવનું વચનામૃત તો તેઓ અનેક વાર સાદ્યુત વાંચી ગયા હતા. તદુપરાંત અન્ય ગ્રંથો પણ તેઓ વાંચતા. યુવાનોની સત્સંગમંડળીમાં તેઓ જતા અને સત્સંગ કરતા. આગમોદ્ધારક પૂ. શ્રી સાગરાનંદસૂરિ (સાગરજી મહારાજ)ના એક મુખ્ય શિષ્ય શ્રી માણેકસાગરસૂરિ જેવા આચાર્ય ભગવંતે સાયલા જેવા નાના ગામની ચાતુર્માસ માટે પસંદગી કરી હતી તેનું મુખ્ય કારણ તે સાયલાના અધ્યાત્મરુચિ ધરાવતા યુવાનો હતા અને એ યુવાનોના અગ્રેસર તે બાપુજી હતા. શ્રી માણેકસાગર-સૂરિએ ચાતુર્માસ દરમિયાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “જ્ઞાનસાર', “અધ્યાત્મસાર” અને “અધ્યાત્મ ઉપનિષદ' જેવા ગથી પસંદ કર્યા હતા અને તે ચાતુર્માસ દરમિયાન પૂર્ણ ન થતાં શેષકાળમાં આવીને પૂરા કરાવ્યા હતા. એ ગ્રંથો ઉપરાંત આનંદધનજીનાં સ્તવનોના ગૂઢ રહસ્યાર્થ પણ એમને સમજાવ્યા હતા. બાપુજીને આનંદધનજીની ચોવીસી કંઠસ્થ હતી અને મધુર બુલંદ કંઠે તેઓ ગાતા. સાયલા એટલે કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા સોભાગભાઈનું ગામ. સોભાગભાઈના દેહવિલય પછી પણ એમની આધ્યાત્મિક સાધનાનો વારસો સાયલામાં જળવાઈ રહ્યો હતો. ઈ.સ. ૧૯૩૦ના ગાળામાં સાયલામાં કાળિદાસભાઇ, વજાભાઇ, છોટાભાઈ વગેરે સત્સંગ કરતા અને આધ્યાત્મિક સાધના માટે પુરુષાર્થ કરતા હતા. એ દિવસોમાં એક વખત કોઈકના મરણ પ્રસંગે સ્મશાનમાં જઈ, પછી તળાવે નહાવા ગયા ત્યારે પોતાનું ધોતીયું ધોતા ધોતાં કાળિદાસભાઈએ બાપુજીને આત્મસિદ્ધિની ગાથાઓ સંભળાવેલી અને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ પછી એમને યોગ્ય પાત્ર જાણી અધ્યાત્મસાધના તરફ વાળ્યા હતા અને સત્સંગ મંડળીમાં જોડાતાં છોટાલાલભાઇએ બાપુજીને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી ત્યાર પછી એ સાધનામાં સતત પુરુષાર્થ કરી બાપુજીએ આત્મસાક્ષાત્કાર કર્યો હતો. બાપુજીની સાધના એકાંતમાં ગુપ્તપણે ચાલતી હતી, પરંતુ મુંબઇના શ્રી શાન્તિલાલ અંબાણીને આત્મજ્ઞાની સત્પુરુષની શોધ કરતાં કરતાં બાપુજીનો મેળાપ થયો. બાપુજીએ પોતાના ગુરુ શ્રી છોટાલાલભાઇ વિદ્યમાન છે અને કલકત્તામાં રહે છે ત્યાં સુધી પોતે અજ્ઞાતવાસમાં જ રહેવા ઇચ્છે છે એમ જણાવેલું. પરંતુ છોટાલાલભાઇના સ્વર્ગવાસ પછી શાન્તિલાલભાઇના આગ્રહથી બાપુજીએ જાહેરમાં આવવાનું સ્વીકાર્યું. એમ થતાં ૧૯૭૬માં સાયલા ગામમાં સત્સંગમંડળ ચાલુ થયું અને બાપુજીના ગુરુપદે સાધના માટે માર્ગદર્શન મળવા લાગ્યું. સાધકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હોવાથી ૧૯૮૫માં ગામ બહાર, હાઇવે પાસે લગભગ પાંચ એકર જમીનમાં ‘શ્રી રાજસોભાગ આશ્રમ'ની સ્થાપના કરવામાં આવી, જેમાં જિનમંદિર, સ્વાધ્યાય હોલ, ભોજનશાળા, સાધકોના નિવાસ માટેની સુવિધા, ગૌશાળા, બાપુજીની કુટિર, સોભાગસ્મૃતિ વગેરેની રચના કરવામાં આવી અને એમ આશ્રમનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. સમય જતાં એમાં નેત્રયજ્ઞ, અનાજવિતરણ, છાશકેન્દ્ર વગેરે અનુકંપાની પ્રવૃત્તિઓનો પણ ઉમેરો થતો રહ્યો. ઇંગ્લંડ, આફ્રિકા, અમેરિકા વગેરેના મુમુક્ષુઓને આવીને રહેવું ગમે એવું સુવિધાવાળું તથા વૃક્ષવનરાજિવાળું જે પ્રસન્ન વાતાવરણ આશ્રમમાં નિર્માયું એમાં બાપુજીનાં પ્રેરણા અને માર્ગદર્શન રહેલાં છે. આશ્રમની સ્થાપના વખતે જ એના આયોજન માટે તથા ભાવિ વિકાસવૃદ્ધિ માટે બાપુજીએ વહીવટી અમલદાર તરીકેના પોતાના Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડચંદભાઈ વોરા ૪૧ અનુભવને આધારે તથા આંતરસૂઝથી, વ્યવહારદક્ષતા અને દીર્ઘદષ્ટિપૂર્વક કેટલાક નિયમો કરાવ્યા હતા. બાપુજીએ આશ્રમની સ્થાપનાની પ્રેરણા આપી, પરંતુ એનું ટ્રસ્ટીપદ સ્વીકાર્યું નહિ, વ્યવસ્થામંડળમાં જોડાયા નહિ. પોતે આશ્રમમાં સવારે નવથી સાંજે પાંચ-સાડા પાંચ સુધી રહેવાનું સ્વીકાર્યું. આશ્રમને પોતાનું કાયમી નિવાસસ્થાન ન બનાવતાં રાત્રે રહેવાનું (ઉત્સવના પ્રસંગો સિવાય) પોતાના ઘરે જ રાખ્યું. આશ્રમ ઉજ્જડ ન બની જાય એ માટે ટ્રસ્ટીઓને વારાફરતી પંદર દિવસ આશ્રમમાં રહેવાનું ફરજિયાત બનાવ્યું. સાધકોને વિશિષ્ટ સાધના માટે સળંગ બારપંદર દિવસ આશ્રમમાં રહેવાની ભલામણ થવા લાગી. સાધારણ સ્થિતિના સાધકોને પણ આશ્રમમાં વધુ દિવસ રહેવાનું પરવડે એ માટે, સરખું નિભાવકુંડ કરાવી, રહેવા જમવાના ખર્ચ પેટે નજીવી રકમ લેવાનું ઠરાવ્યું અને આશ્રમના નિયમો એટલા બધા કડક ન રાખવામાં આવ્યા કે જેથી સાધક કંટાળીને ભાગી જાય. આશ્રમ જીવંત રહેવો જોઇએ એ એમની મુખ્ય ભાવના હતી. એટલા માટે એમણે પોતાના આધ્યાત્મિક ઉત્તરાધિકારીઓ તરીકે સૌ, ડૉ. સદ્ગુણાબહેન સી. યુ. શાહની તથા શ્રી નલિનભાઇ કોઠારીની નિમણૂક કરી દીધી અને તે પછીના ઉત્તરાધિકારી તરીકે બહેન મીનળ રોહિત શાહ અને ભાઇ વિક્રમ વજુભાઈ શાહની પણ નિમણૂક કરી દીધી હતી કે જેથી સુદીર્ઘ કાળ સુધી વિસંવાદ વિના આશ્રમની પ્રગતિ થતી રહે. બાપુજીનું મનોબળ ઘણું મોટું હતું. પોતાની શારીરિક અસ્વસ્થતા હોય તો પણ અગાઉ જો નિર્ણય કર્યો હોય તો તેનો અમલ કરવાકરાવવા માટે તેઓ સ્વસ્થ થઇ જતા. તેમનો પુણ્યોદય એટલો પ્રબળ હતો કે પોતાની ઇચ્છાનુસાર બધી પ્રવૃત્તિઓ ગોઠવાઇ જતી. સોભાગભાઇના દેહવિલયનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનું આશ્રમ તરફથી નક્કી થયું, પરંતુ સમારંભ પહેલાં જ બાપુજીને તાવ આવ્યો Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ હતો. આશ્રમમાં હોવા છતાં સમારંભમાં ત્રણ કલાક તેઓ બેસી શકશે કે કેમ એ વિશે શંકા હતી. પરંતુ તેઓ પોતાના મનોબળથી સ્વસ્થ થઇ ગયા અને કાર્યક્રમમાં બરાબર ઉપસ્થિત રહી શક્યા. આ મનોબળને કારણે જ તેઓ ૮૦ની ઉંમર પછી ઈંગ્લેંડ, આફ્રિકા, અમેરિકા એકથી વધુ વાર જઇ શક્યા હતા. બાપુજી પત્રવ્યવહારમાં સરકારી અમલદારની જેમ બહુ ચીવટવાળા હતા. જે કોઇનો પત્ર આવે અને એમાં પણ કોઇએ માર્ગદર્શન માંગ્યું હોય એને અચૂક જવાબ લખાયો હોય. રોજ ઘણુંખરું સાડા અગિયાર વાગે જમવા જતાં પહેલાં જો ટપાલ આવી ગઇ હોય તો ત્યારે અને નહિ તો પછી જમ્યા બાદ બધી ટપાલો બીજા પાસે વંચાવી લેવામાં આવે અને અનુકૂળતા મળતાં જવાબ પણ લખાઇ જાય. આફ્રિકા, ઇંગ્લેંડ અને અમેરિકામાં કેન્દ્રી થતાં અને ભક્તો વધતાં રોજેરોજ વિદેશથી કોઇક ને કોઇકનો પત્ર આવ્યો જ હોય. અને રોજેરોજ જવાબો લખાવાતા જતા હોય. સાયલા જેવા નાના ગામની પોસ્ટ ઓફિસમાં અગાઉ વિદેશ માટેના એરલેટર જવલ્લે જ મળે, પણ આશ્રમની સ્થાપના પછી વિદેશનો ટપાલવ્યવહાર વધતાં એરલેટર જ્યારે જોઇએ ત્યારે મળવા લાગ્યા. સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦ - બાપુજી પાસે બીજાનું હૃદય જીતવાની સ્વાભાવિક કળા હતી. તેઓ ગુણાનુરાગી, ગુણપ્રશંસક હતા. બીજી બાજુ પોતાની મહત્તાનો ભાર કોઇને લાગવા દેતા નહિ. પોતે ઉંમરમાં ઘણા મોટા હતા. સામાજિક દરજ્જાની દષ્ટિએ એસિસ્ટંટ કલેક્ટરની પદવી સુધી પહોંચેલા હતા. આધ્યાત્મિક સાધનામાં તેઓ ઘણા આગળ નીકલી ચૂક્યા હતા. એટલે એમની હાજરીમાં બીજાઓ અલ્પતા અનુભવી શકે. પરંતુ બાપુજી ક્યારેય પોતાની કાર્યસિદ્ધિની વાત કરે નહિ. કોઇ પૂછે અને કહેવી પડે તો એમાં બીજાને પ્રભાવિત કરવાનો આશય હોય નહિ. એને લીધે જેઓ એમના સંપર્કમાં આવે તેઓ જેમ જેમ એમને વધુ Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડચંદભાઈ વોરા ૪૩ ઓળખે તેમ તેમ એમના પ્રત્યેનો આદરભાવ વધતો જાય. બાપુજી વ્યવહારદક્ષ પણ એટલા જ. ઊઠવા બેસવામાં, ખાવાપીવામાં દરેકનું ધ્યાન રાખે. એથી જ એમના સંપર્કમાં આવેલી વ્યક્તિ એમના તરફ ખેંચાયા વગર રહે નહિ. બાપુજી અત્યંત સરળ પ્રકૃતિના અને નાનામોટા, ગરીબતવંગર સૌ કોઈને આવકાર આપવાના સ્વભાવવાળા હતા. એમનું વ્યક્તિત્વ વાગે કે ખૂંચે એવું નહોતું. કોઈને પણ બાપુજીને મળવું હોય તો કોઠા વટાવવા પડતા નહિ, કારણ કે કોઠા હતા જ નહિ. સીધા બાપુજી પાસે જઈને ઊભા રહી શકાતું. નાનામાં નાની વ્યક્તિ આવી હોય અને બાપુજી સૂતા હોય તો પણ બેઠા થઈને જ વાત કરતા. માંદગીમાં પણ તેઓ બેઠા થવાનો આગ્રહ રાખે તો આપણે ના કહેવી પડતી. એમની સાથેની વાતચીતમાં ક્યારેય એમના વ્યક્તિત્વનો બોજો લાગે નહિ. એમની વાણીમાં “હું' શબ્દ આવે જ નહિ. સામી વ્યક્તિને પોતાના કાર્યથી આંજી નાખવાનો ભાવ ક્યારેય જણાય નહિ. લઘુતાનો ઉચ્ચ ગુણ એમનામાં હંમેશાં જોવા મળતો. નિરામયતા, ચિત્તની સ્વસ્થતા તથા યોગાદિ સાધના માટે કાયાની નિયમિતતા પર તેઓ બહુ ભાર મૂકતા. પોતાના આહાર, નિહાર, વિહાર, સ્વાધ્યાયના રોજિંદા કાર્યક્રમ માટે યથાશક્ય સમયની નિયમિતતા તેઓ જાળવતા કે જેથી કાયાની નિયમિતતા જળવાય. તેઓ કહેતા કે ઘરે અને આશ્રમમાં જેઓ મારો નિત્યક્રમ જાણતા હોય તેઓ મુંબઈમાં હોય, નૈરોબી, લંડન કે અમેરિકામાં હોય, તેઓ ઘડિયાળ જોઇને કહી શકે કે, “બાપુજી અત્યારે દેરાસરમાં પૂજા કરતા હશે” અથવા સ્વાધ્યાયમાં બેઠા હશે અથવા જમવા બેઠા હશે કે આશ્રમમાંથી ઘરે જવા માટે ગાડીમાં બેસતા હશે. આશ્રમમાં પહેલી વાર અમે ગયાં ત્યારથી તે છેલ્લી વાર ગયાં ત્યાં સુધી બાપુજીએ જાણે અમને વિશેષાધિકાર આપ્યો હોય તેમ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ જીવનનો કુટિર પાસ અને મળીએ જમવા માટે હંમેશાં પોતાની બાજુમાં જ બેસાડતા. બહારથી કોઈ મહાનુભાવ મળવા આવ્યા હોય અને અમે આશ્રમમાં હોઈએ તો અમને અચૂક સાથે રાખે. “પ્રબુદ્ધ જીવનનો મારો તંત્રીલેખ અવશ્ય વાંચી જાય અને મળીએ ત્યારે એની વાત કાઢે. સાંજે કોઈ વખત કુટિર પાસે ધર્મસભા યોજાઈ હોય તો ઉબોધન કરવા માટે મને આગ્રહ કરે જ. આશ્રમમાં અમે જઈએ ત્યારે પહેલા અને છેલ્લા દિવસે પોતે અમારી રૂમ પર મળવા આવી જાય. વચ્ચે પણ કંઈક કામ હોય તો બોલાવે નહિ પણ જતાં આવતાં રૂમ પર પોતે આવી જાય. આથી કેટલીક વાર અમને ક્ષોભ થતો, પરંતુ બીજી બાજુ એમની સરળતા અને નિરભિમાનતા માટે બહુ આદર થતો. અમે આશ્રમમાં જઈએ ત્યારે અમારી બધી સગવડ બરાબર થઈ છે કે કેમ તેની કાળજી રાખવા માટે પોતાના પુત્ર દિલીપભાઇને ખાસ સૂચના આપતા. અમે આશ્રમમાં લેખનકાર્ય માટે જતા, એટલે સ્વાધ્યાયમાં ઉપસ્થિત રહેવાનું અમારે માટે કોઈ બંધન રાખતા નહિ અને કોઈ વિશિષ્ટ સ્વાધ્યાય કે પ્રસંગ હોય તો અગાઉથી જણાવતા અને પોતાની પાસે બેસાડતા. દર મહિનાની સુદ પાંચમ સુધીમાં દેરાસરમાં નવસ્મરણ બોલાય. અમે જ્યારે આશ્રમમાં હોઈએ ત્યારે નમિઉણ સ્તોત્ર, અજિતશાંતિ, ભકામર અને બૃહશાન્તિ મને કંઠસ્થ હોવાથી તેમાંથી કોઈપણ એક સૂત્ર બોલવા માટે ખાસ યાદ રાખીને આગલે દિવસે કહેવડાવી દેતા. અમે કોઈ કોઈ વખત દિવાળી પર્વ દરમિયાન આશ્રમમાં રહેતા. એ પર્વની ઊજવણી પણ સરસ રીતે થતી. મહાવીર સ્વામીના નિવણ કાળની માળા રાતના બાર પછી અને ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનના સમયની માળા સવારે પાંચ છ વાગે કરતા. બાપુજી આ ઉંમરે પણ રાતનો ઉજાગરો વેઠતા અને બધા કાર્યક્રમોમાં ઉલ્લાસપૂર્વક ભાગ લેતા. Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાડકચંદભાઈ વોરા ૪૫ તીર્થયાત્રા પણ બાપુજીની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એટલે આશ્રમ તરફથી વખતોવખત તીર્થયાત્રાનું આયોજન થતું. છેલ્લાં બેએક વર્ષમાં તેમને અવારનવાર તાવ આવતો અને માંદગી રહેતી તે સિવાય તેઓ હંમેશાં અમે જ્યારે સાયલા આશ્રમમાં ગયાં હોઈએ ત્યારે પાસે આવેલા ડોળિયાની યાત્રાએ અચૂક લઈ જતા. ડોળિયા જવા માટે તો આશ્રમમાંથી જ સવારે પૂજાનાં કપડાં પહેરીનૈ જતાં અને દોઢબે કલાકમાં પાછાં આવી જતાં. બાપુજીને અમારે માટે કેટલી બધી લાગણી હતી તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થતો. શિક્ષામૃત”નું કાર્ય ચાલતું હતું તે દરમિયાન એક દિવસ બાપુજીએ સ્વાધ્યાયના કાર્યક્રમ દરમિયાન મને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસારના થોડા શ્લોકો સમજાવવાનું કાર્ય સોંપ્યું. આશ્રમ તરફથી પ્રકાશિત “અધ્યાત્મસાર” (વીરવિજયજીના ટબા સહિત)ના ગ્રંથમાં એટલી બધી છાપભૂલો રહી ગઈ હતી કે જુદું શુદ્ધિપત્રક છપાવવું પડ્યું હતું અને એમાં પણ કેટલીક અશુદ્ધિઓ રહી ગઈ હતી. “અધ્યાત્મસાર'ના સ્વાધ્યાય પછી બાપુજીએ મને એના વિશે નવેસરથી અનુવાદ અને વિવરણનો ગ્રંથ તૈયાર કરી આપવા માટે કહ્યું. મેં એ માનદ્ કાર્ય સહર્ષ સ્વીકાર્યું. કામ ધાર્યા કરતાં ઘણું મોટું અને ઠીક ઠીક સમય માંગી લે એ પ્રકારનું હતું. તો પણ સવા ત્રણસો શ્લોકનું લખાણ પ્રથમ ભાગ તરીકે પ્રકાશિત કરવાનું મેં નક્કી કર્યું કે જેથી એટલા શ્લોક પર બાપુજીની નજર ફરી જાય. એ પ્રમાણે થયું અને એમની હયાતીમાં જ પ્રથમ ભાગ પ્રકાશિત થયો અને એને એમણે આશ્રમમાં સ્વાધ્યાય-વાંચનમાં દાખલ પણ કરી દીધો. મારે માટે આ પરમ સંતોષ અને આનંદની વાત હતી. ભગતના ગામ તરીકે ઓળખાતા એવા સાયલાના અપકીર્તિત નામને લૌકિક દષ્ટએ પુનપ્રતિષ્ઠા અપાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬. સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ જાણીતું કરવામાં અને કેટલાયે રૂડા જીવોને મોક્ષમાર્ગની સાધના તરફ વાળવામાં, જીવનની ઉત્તરાવસ્થામાં ભારે પુરુષાર્થ કરીને બાપુજીએ પોતાના દીર્ધાયુષ્યને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે. પૂજ્ય બાપુજીનો દેહવિલય થયો, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે તેઓ અનેકના હૃદયમાં બિરાજમાન છે. એમના પુણ્યાત્માને નતમસ્તકે વંદન કરીએ છીએ Page #56 -------------------------------------------------------------------------- ________________ - પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર કેટલાક સમય પહેલાં શ્રીમતી મેનકા (મનેકા) ગાંધી સાથે અહિંસાના વિષય અંગે એક વિચારગોષ્ઠીનું અમારે માટે આયોજન થયું હતું. વિષય-વિચારણા મુખ્યત્વે ચામડું, રેશમ અને પ્રસાધનનાં સાધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી, કારણ કે અહિંસાનો વિષય ઘણો વિશાળ છે. શ્રીમતી મેનકા ગાંધી, આપણે ગૌરવ લઇ શકીએ એટલી ધગશ, જાણકારી, તત્પરતા, સતા, આયોજનશક્તિ વગેરે ઘરાવે છે. દુનિયામાં અને દેશમાં પશુહિંસાનું ક્ષેત્ર ઉત્તરોત્તર વિસ્તરતું જાય છે. તેનો પ્રતિકાર કરનારો વર્ગ નાનો છે અને તેના સંગઠિત ઉપાયો પૂરતા નથી. આ ક્ષેત્રમાં કાર્યકરોની સંખ્યા પણ બહુ અલ્પ છે. છેલ્લા થોડા દાયકામાં વૈજ્ઞાનિક પ્રગતિ સાથે પશુહિંસાનું ક્ષેત્ર ઘણું વધી ગયું છે. ધન કમાવા નીકળેલા માણસો અને પોતાના દેશના અર્થતંત્રને સુદઢ કરવા માટે મચેલા રાજ્યકર્તાઓ અને અર્થશાસ્ત્રીઓ પશુઓ પ્રત્યેની નિર્દયતાની નવી નવી પદ્ધતિઓ અજમાવતા જાય મોટા મોટા ઉદ્યોગો સ્થપાવાને લીધે, ચીજવસ્તુઓનું વિશાળ પાયા પર ઉત્પાદન કરી શકાતું હોવાને લીધે તથા એક દેશનાં પશુઓ અને પદાર્થો હવાઈ જહાજ દ્વારા થોડા કલાકોમાં જ બીજા કોઈ પણ દેશમાં પહોંચાડી શકાતાં હોવાને લીધે મનુષ્યના આહાર, ઔષધ અને ઉપકરણોમાં જબરદસ્ત ફેરફારો થવા લાગ્યા છે. એને લીધે જ દુનિયામાં આહાર માટે, ઔષધો માટે અને ઉપકરણો માટે પશુઓની હિંસા પહેલાં કરતાં ઘણી બધી વધી ગઈ છે. એમાંની કેટલીયે હિંસા નિરર્થક અને નિવારી શકાય તેવી છે. માત્ર જીવદયાની દષ્ટિએ જ નહિ પણ પૃથ્વીના પર્યાવરણને સાચવવાની દષ્ટિએ પણ એ નિવારવી જરૂરી છે. વિશ્વના અર્થતંત્રની દષ્ટિએ પણ એમ કરવું તે આવશ્યક છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ ચામડાનો વિચાર કરીએ તો સૌથી વધુ ઉપયોગ પગરખાં માટે થાય છે. જગતના તમામ લોકો પગરખાં તરીકે હજારો વર્ષથી પ્રાણીઓનું ચામડું વાપરતા આવ્યા છે. કુદરતી રીતે મરેલાં પ્રાણીઓનું ચામડું પૂરતા પ્રમાણમાં માણસને પહેલાના જમાનામાં મળી રહેતું. પરંતુ એક જોડથી સંતોષ ન પામતાં ઘણી બધી જોડ રાખવા તરફનો શોખ જગતમાં બધે જ વધતો ગયો અને તેથી પ્રાણીઓને વિશેષતઃ ગાય ભેંસને અકાળે મારવાની પ્રવૃત્તિ વધવા માંડી.વળી ઘરડાં ગાયબળદનાં ચામડામાંથી બનાવેલાં પગરખાં કરતાં નાનામોટા વાછરડાને મારવાથી મળતા મુલાયમ ચામડાનાં પગરખાં સારાં બને છે. લોકોના શોખને કોઈ હદ હોતી નથી. એથી આખી દુનિયામાં એ માટે પણ પ્રાણીહિંસા વધતી ચાલી છે. છેલ્લાં થોડા દાયકાથી પ્લાસ્ટિક, રેઝિન વગેરેની શોધને લીધે તથા રબર, કેનવાસ વગેરેના વિવિધ ઉપયોગને લીધે તેમાંથી પગરખાં બનાવવાનાં કારખાનાં સ્થપાયાં છે. એટલે અંશે પ્રાણહિંસા ઓછી થઇ છે એમ કહેવાય, પરંતુ લોકોની વધતી જતી માંગના સંદર્ભમાં એની ટકાવારી નહિ જેવી જ ગણાય. ચંપલ કરતાં બૂટમાં ચામડું વધારે જોઇએ. ફક્ત ભારતનો જ વિચાર કરીએ તો લશ્કર અને પોલિસના માણસો માટે બૂટ પહેરવા ફરજિયાત છે, કારણ કે એથી ચપળતા રહે છે, લાંબું અંતર દોડી શકાય છે અને ગમે તેવા કાંટા-કાંકરાવાળા કે સાપવીંછીવાળા વિસ્તારમાં પગનું કોઇ જોખમ રહેતું નથી. પરંતુ લાખોની સંખ્યામાં જોઇતા બૂટને માટે એટલું જ ચામડું મેળવવાનું રહે છે. એ માટે એકસરખું ચામડું મોટા પ્રમાણમાં જોઈએ, જે યુવાન પ્રાણીઓમાંથી મળી રહે. એટલે પ્રાણીઓને વહેલા મારવાનું એટલું જ જરૂરી બને છે. ચીનમાં ચામડાને બદલે સરસ કૃત્રિમ ચામડામાંથી બૂટ બનાવવાનું ચાલુ થયું છે. ભારત જેવા દેશે ચીનનું એ બાબતમાં અનુકરણ કરવા જેવું છે. એ કૃત્રિમ ચામડું કોઈપણ રીતે ઊતરતું નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર ૪૯ પ્રાણીઓના ચામડાંનો બેગ, પટ્ટા, પાકિટ, જાકિટ, ટોપી વગેરે ભિન્ન ભિન્ન ચીજવસ્તુઓ માટે પણ ઉપયોગ થવા લાગ્યો છે. એનો જેમ જેમ પ્રચાર વધતો જાય છે તેમ તેમ વધુ અને વધુ પ્રમાણમાં પશુઓ તેનો ભોગ બનતાં જાય છે. ભારતમાં ઘરડી ગાયોનો કશો ઉપયોગ રહેતો નથી, માટે સીધી કે આડકતરી રીતે તેને કતલખાના માટે વેચી દઇ થોડા રૂપિયા મેળવી લેવાની લાલચ એના માલિકો જતી કરી શકતા નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કતલ માટે પશુઓ પરવાનગી વગર મોકલી શકાતાં નથી. બીજી બાજુ મોટાં યાંત્રિક તલખાનાંઓને પોતાની આર્થિક સ્થિતિ જાળવી રાખવા માટે રોજેરોજ અમુક સંખ્યામાં ઢોરની કતલ કરવી અનિવાર્ય બને છે. એ માટે માત્ર ઘરડાં જ નહિ યુવાન ઢોર પણ અને બીજા રાજ્યનાં ઢોર પણ ગેરરીતિથી મેળવાય છે. દેશમાં નવાં મોટાં યાંત્રિક કતલખાના ન સ્થપાય એ માટે જનમત જાગૃત થવાની જરૂર છે. ઘરડી ગાયોના મૂત્રમાંથી હવે વિવિધ સારી ઔષધિઓ બનવા લાગી છે. એ ક્ષેત્રમાં જો વધુ સંશોધન થાય અને એવી ઔષધિનો વધુ પ્રચાર થાય તો પણ ઘરડી ગાયો સચવાય. જીવદયા પ્રેમીઓએ એ દિશામાં અખિલ ભારતીય સ્તરે મોટી યોજનાઓ કરવી જોઇએ. પશુઓના ચામડામાં મગરના ચામડાનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષથી વધી ગયો છે. મગરનું ચામડું આમ તો કકરું અને ભૂખરું હોય છે. પરંતુ એ ચામડાને મશીનમાં ઘસીને એના ઉપર જો પોલિશ કરવામાં આવે તો તે સુંવાળું તો બને જ છે, તદુપરાંત એમાં નાનાં મોટાં લંબવર્તુળોની જે ડિઝાઇન નીકળે છે તથા તેનો ચોકલેટી, ઘેરો લીલો વગેરે પ્રકારનો ચમકદાર જે રંગ નીકળે છે તે આકર્ષક લાગે છે. મગરનો શિકાર કરવો અથવા તેને પાળવા, પોષવા અને પછી મારવા તથા તેના ચામડાંને પોલિશ કરવાં, તેમાં સિલાઇ કરી ચીજવસ્તુઓ Page #59 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ બનાવીને વેચવી-એ બધામાં જે પડતર ખર્ચ થાય છે તે જ એટલું બધું હોય છે કે જેથી આવી ચીજવસ્તુઓ બહુ મોંઘા ભાવે વેચાય છે. પણ વિશ્વમાં મોંઘી વસ્તુઓ લેનારો વર્ગ પણ ઘણો વધતો ગયો છે. એટલે દિવસે દિવસે મગર મારવાની પ્રવૃત્તિ વધતી ગઈ છે. એશિયાના કેટલાક દેશો કે જ્યાં પ્રાણીદયાના સંસ્કાર નથી ત્યાં આ ઉદ્યોગ બહુ ફૂલ્યોફાલ્યો છે. એથી મગરોને મારવાની પ્રવૃત્તિ વેગ પકડતી જાય છે. શ્રીમંત જૈનોના ઘરોમાં યુવાનોને મગરના ચામડાના પટ્ટા અને મહિલાઓને મગરના ચામડાની પર્સ વાપરવાનો શોખ, ઘણીવાર તો પોતાની પ્રતિષ્ઠા વધારવા કે શ્રીમંતાઈ બતાવવા ખાતર, વધતો જાય છે. વિદેશમાં વસતા શ્રીમંત જૈનોમાં એનું પ્રમાણ વધુ છે. મગરના ચામડાની જેમ સાપની કાંચળીની વસ્તુઓનો શોખ પણ વધતો જાય છે. એને લીધે ભારતમાં અને બીજા દેશોમાં સાપને મારવાનું પણ વધતું જાય છે. આફ્રિકાના કેટલાક દેશોમાં હાથીદાંત માટે હાથીઓને મારવાની પ્રવૃત્તિ વેગ પકડતી જાય છે. હાથીઓની વસતી આફ્રિકાનાં જંગલોમાં વધુ છે. બીજી બાજુ આફ્રિકાની પ્રજા અત્યંત ગરીબ છે. ત્યાં કેટલાક દેશોની આર્થિક સ્થિતિ પણ ભયંકર નબળી છે. અગાઉ કેટલાક દેશોએ હાથીદાંત માટે હાથીઓને મારવાની પ્રવૃત્તિને ગેરકાયદે ગણાવી હતી, પરંતુ હવે તો કેટલીક સરકારોએ પોતે જ હાથીઓને મારવાની યોજનાઓ ઘડી છે કે જેથી હાથીદાંતની નિકાસ દ્વારા સરકારને સારું વિદેશી હૂંડિયામણ સાંપડી રહે. ભારતમાં એક અંદાજ પ્રમાણે આશરે પચીસ હજાર હાથીઓ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી કર્ણાટક, તામિલનાડુ વગેરેમાં જંગલમાં હાથીઓને મારી નાખીને એનાં દેતૃશૂળ કાઢી લેવાની ગેરકાયદે પ્રવૃત્તિ વિસ્તરવા લાગી છે. બીજી બાજુ આસામ, નાગાલેન્ડ, મિઝોરમ વગેરેમાં હાથીનું માંસ ખાનારી જાતિઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થવા લાગી છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર આખલા-લડાઈ (Bull-Fight) એ મુખ્યત્વે સ્પેન અને પોર્ટુગલની એક પાશવી રમત છે. એમાં આખલાઓ મરે છે અથવા અપંગ થઈ જાય છે. (અને ક્યારેક રમનાર પણ મૃત્યુ પામે છે.) મરઘા-લડાઈ, સાપ-નોળિયાની લડાઈની જેમ આ આખલા-લડાઈ રમવાનો અને તે જોવાનો શોખ પાશ્ચાત્ય જગતમાં ઘણા માણસોને હોય છે. પરંતુ એમાં નિયતા રહેલી છે. આ આખલા રમતનો ચેપ ભારતમાં ગોવા વગેરે પ્રદેશમાં કેટલાકને લાગ્યો હતો, પરંતુ સદ્ભાગ્યે હમણાં તે કાનૂની કાર્યવાહીને કારણે બંધ થયો છે. - દુનિયા દિવસે દિવસે નાની થતી જાય છે. એથી એ કંદરે લોકોને ઘણા લાભ થયા છે. પરસ્પર સહાય ઝડપથી થઈ શકે છે. એક દેશની ચીજવસ્તુઓ બીજા દેશોમાં જઈ શકે છે. પરંતુ એની સાથે સાથે લોકોનો ખાદ્યપદાર્થો માટેનો શોખ પણ વધતો જાય છે. માંસાહારી ખાદ્યપદાર્થો પણ વાસી ન થાય રીતે પહોંચાડી શકાય છે. આથી જ ગૌમાંસની, માછલીઓની, દેડકાના પગની અને એવી બીજી ઘણી વસ્તુઓની નિકાસ ભારત કરવા લાગ્યું છે. બીજા દેશોનો શોખ સંતોષવા ભારત પશુઓની મોટે પાયે કતલ કરવા તરફ આગળ વધતું જાય છે. પછી તો રાષ્ટ્રની આવક કરતાં વ્યક્તિની આવકનું જ લક્ષ્ય મોટું બની જાય છે અને કમાવા નીકળેલો આંધળો માણસ ગમે તેવાં અકૃત્યો કરતાં અચકાતો નથી. ચીન અને કોરિયામાં ઉંદર અને સાપ ખાનારા લોકો ઘણા છે. ઈન્ડોનેશિયામાં હમણાં હમણાં લોકો કૂતરાનું માંસ ખાવા લાગ્યા છે. માંસાહારી પ્રજાઓમાં પણ ખાદ્યાખાદ્યનો વિવેક હણાતો જાય છે. દુનિયામાં માંસાહારના કેટલાક શોખીનો હવે શાહમૃગના માંસના બંધાણી થવા લાગ્યા છે. એને લીધે શાહમૃગનો ઉછેર વધી ગયો છે. શાહમૃગ બહુ ઊંચું, ભરાવદાર શરીરવાળું, જવલ્લે જ ઊડી શકતું પણ ઘણું દોડી શકતું પક્ષી મુખ્યત્વે તો ગરમ પ્રદેશોમાં થાય છે. આથી Page #61 -------------------------------------------------------------------------- ________________ પર સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વિદેશીઓના શોખને પોષવા માટે ભારતમાં શાહમૃગોને ઉછેરી, તેને મારી, તેનું માંસ વિદેશોમાં મોકલવાનો ધંધો વધતો જાય છે. આ પણ વર્તમાન ભારતની એક કમનસીબી છે. ભારતમાં નાના મોટા બંધ બંધાતા જાય છે. લોકોના પીવાના પાણીની, ખેતી અને ઉદ્યોગો માટેના પાણીની સમસ્યા હળવી થતી જાય છે એ સાચું છે અને લોકોની દષ્ટિએ એ જરૂરી પણ છે. પરંતુ જ્યાં બંધ બાંધવામાં આવે છે ત્યાં સાથે માછલી મારવાના વ્યવસાયની વાત આવે જ છે, જે અનિવાર્ય નથી. સરકારી સ્તરે પણ આવક વધારવા માટે મત્સ્યઉદ્યોગનો વિચાર થાય છે. ગુજરાત જેવા રાજ્યમાં તો એંસી ટકાથી વધુ પ્રજા શાકાહારી છે, એટલે માછલીની એને એટલી જરૂર નથી. પરંતુ બંધ બાંધવામાં જે ગંજાવર ખર્ચ થાય છે તેનું સાટું વાળવા માટે બંધના પાણીમાંથી માછલી મારવાની સરકારી યોજના પણ વિચારાય છે કે જેથી એની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ મળી શકે. ગાંધીજીના ગુજરાતમાં આવી વિચારણા થાય એ ખરેખર શરમજનક છે. એક જમાનો એવો હતો કે રેશમ કેવી રીતે બને છે એની સામાન્ય માણસોને જાણકારી નહોતી. સુંવાળું, ચકચકિત, ધૂળ લાગી હોય તો ઝાપટવાથી નીકળી જાય એવું રેશમી વસ્ત્ર મંગલ પવિત્ર પ્રસંગે પહેરવાનો રિવાજ પડી ગયો. સુતરાઉ કરતાં તે મોંઘું હોવાને લીધે પણ એનાથી પ્રતિષ્ઠા વધતી. ત્યારે રેશમ મુખ્યત્વે ચીનથી આવતું. પરંતુ જ્યારથી જાણવા મળ્યું કે રેશમના તાર બનાવવા માટે રેશમના કીડાઓને ખદબદતા પાણીમાં નાખવા પડે છે ત્યારથી ઘણા સમજદાર લોકોએ રેશમ પહેરવાનું છોડી દીધું છે. આમ છતાં સ્ત્રીઓમાં રેશમી સાડી માટેનું આકર્ષણ જેટલું ઘટવું જોઇએ તેટલું ઘટ્યું નથી. પચાસ હજારથી વધારે કીડાનો ભોગ લેવાય છે ત્યારે એક રેશમી સાડી જેટલું Page #62 -------------------------------------------------------------------------- ________________ પશુહિંસાનું વિસ્તરતું શેત્ર ૫૩ વસ્ત્ર બને છે. રસોઈ કરતી વખતે આંગળીનું ટેરવું જરાક દાઝી જય તો ચીસાચીસ થઇ જાય છે. એવો અનુભવ કરનારી બહેનોને ખદખદતા પાણીમાં જીવતા કોશેટાને નાખવામાં આવે ત્યારે એને શું થતું હશે તેનો વિચાર રેશમી સાડી પહેરતી વખતે નથી આવતો. આપણી સંવેદનશીલતા બુઠ્ઠી થઈ ગઈ છે. દેખાદેખીનું પ્રમાણ વધતું જાય છે. રેશમી વસ્ત્ર પહેરવાથી પ્રસન્નતા વધે છે, મનના ભાવો સારા રહે છે એવા બહાના હેઠળ ધર્મક્રિયાઓમાં રેશમી વસ્ત્ર પહેરાય છે, પરંતુ એમાં દંભ અને લૂલો બચાવ જોવા મળે છે. હવે જ્યારે આર્ટસિલ્ક અને એવાં બીજાં કાપડ મળતાં થયાં છે ત્યારે રેશમી વસ્ત્ર ન પહેરવાનો અને નવું ન ખરીદવાનો નિયમ, વિશેષતઃ જૈનોએ તો લઈ લેવો જ જોઇએ. જેમનો રેશમ પહેરવાનો આગ્રહ હોય તેઓને જો અહિંસક રેશમ જોઈતું હોય તો ગુજરાતમાં હવે “એરી'નામનું રેશમ બનાવવાનું ચાલુ થયું છે. એરંડાનાં ફૂલ જે રેશમના તાંતણા જેવા તાંતણા ધરાવે છે અને હવામાં ઊડ્યા કરે છે તે મોટા પ્રમાણમાં ઉગાડી એ તાંતણામાંથી હવે રેશમ બનાવવામાં આવે છે. એ અહિંસક રેશમના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા જેવું છે. મોતી સાચાં હોય કે કલ્ચીં, પરંતુ એ મેળવવા માટે માછલીને મારવી જ પડે છે. માછલી દરિયામાં કુદરતી રીતે મૃત્યુ પામી હોય અને એ પછી એના શરીરમાંથી મોતી નીકળીને છીછરા પાણીમાં પડ્યું હોય અને મરજીવા ડૂબકી મારીને તે લઈ આવે એ પ્રાચીન જમાનો તો ક્યારનો ય અદશ્ય થઈ ગયો છે. હવે તો મોતી પકવવા માટે અને પાકેલું મોતી મેળવવા માટે રોજની કરોડો ઓઇસ્ટર માછલીઓને મારવામાં આવે છે. અહિંસાની ભાવના જેમના હૃદયમાં વસી છે એવા જૈનોમાં વિશેષતઃ મહિલાઓમાં તે અંગે જાણકારી અને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ જાગૃતિ આણવાની જરૂર છે. પોતાના ન વાપરવાથી રેશમ કે મોતીનો વેપાર બંધ થવાનો નથી, પરંતુ એ પાપમાં પોતે ભાગીદાર થવું નથી એવો નિર્ણય પણ હિતકારક બની રહે છે. સાબુ, ટૂથપેસ્ટ, પાવડર, લિપસ્ટિક, શેમ્પ,લોશન વગેરેનો વપરાશ દુનિયાભરમાં વધતો ચાલ્યો છે. નવી નવી ફોર્મ્યુલા બનાવી નવી નવી બ્રાન્ડની વસ્તુઓ દેશવિદેશની જુદી જુદી કંપનીઓ તરફથી બજારમાં ઠલવાય છે. કેટલીક કંપનીઓના સાબુમાં પશુઓની ચરબી, પશુના હાડકાંનો પાવડર, ગ્લિસરીન વગેરે પદાર્થો વપરાય છે અને તે તે પદાર્થોને મેળવવા માટે પશુઓને મારવામાં આવે છે. એવી જ રીતે ટૂથપેસ્ટમાં પણ પશુઓના હાડકાંનો પાવડર અને પશુઓમાંથી મેળવેલ ગ્લિસરીન વપરાય છે. એટલે આ બાબતમાં સજાગ અને સાવધ રહેવા માગતા માણસે તો જે જે કંપનીઓ પોતાના ઉત્પાદનમાં પશુઓના પદાર્થો વાપરતી નથી તે તે કંપનીઓનાં જ સાબુ, ટૂથપેસ્ટ વગેરે વાપરવાં જોઈએ. શેમ્પમાં ઇંડાનો રસ વપરાય છે. તે અંગે પણ સજાગ રહેવાની જરૂર છે. તદુપરાંત આ બધી વસ્તુઓ તૈયાર કરવા માટે વાંદરા, સસલા, ઘેટાં વગેરે ઉપર ક્રૂર પ્રયોગો કરવામાં આવે છે, જેમકે લિપસ્ટિક બાળક કે અન્ય કોઈ ભૂલથી ખાઈ જાય અથવા લિપસ્ટિક હોઠે લગાડતાં નાનો ટુકડો મોંઢામાં ચાલ્યો જાય તો તેની વિપરીત શી અસર શરીર પર થાય છે તે જાણવા માટે વાંદરાઓનું મોટું બળજબરીથી ખોલીને આખી લિપસ્ટિક તેને ખવડાવી દેવામાં આવે છે અને બીજે દિવસે તેનું પેટ ચીરીને તપાસવામાં આવે છે કે લિપસ્ટિકની તેના શરીરમાં કેવી અસર થઈ છે. એવી જ રીતે શેમ્પ વગેરેના પ્રયોગો પ્રાણીઓની આંખમાં નાખીને કરવામાં આવે છે. કેટલાક દેશોમાં પ્રાણીઓ પર આવા પ્રયોગો કરવા પર પ્રતિબંધ છે અને પોતાની વસ્તુ પર “Not tested on animals એવું લખવું પડે છે. ભારતમાં પ્રાણીઓ પ્રત્યે નિર્દયતા બતાવવા પર પ્રતિબંધ Page #64 -------------------------------------------------------------------------- ________________ પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર ૫૫ છે, છતાં એ કાયદાનો જેવો અમલ થવો જોઈએ તેવો થતો નથી. શ્રીમતી મેનકા ગાંધીએ એ અંગે લોકોમાં જાગૃતિ આણવા માટે વાસ્તવિક દશ્યોની ફિલ્મ પણ ઉતારી છે અને એનાં કેટલાંક દશ્યો ટી.વી. પર પણ બતાવવામાં આવે છે. જાહેર માધ્યમો દ્વારા આ વિશે લોકોને સાચી જાણકારી આપી હોય તો તેથી ઘણો ફરક પડે છે. ધંધાદારી કંપનીઓ તો તે વિશે ગ્રાહકોને અંધારામાં રાખવા ઇચ્છે એ દેખીતું છે. સમગ્ર દુનિયામાં પાંચ ટકા જેટલા લોકો પણ શાકાહારી નથી, તો પછી હિંસાની ફરિયાદ કરવાનો અર્થ શો ? પશુહિંસા કુદરતી રીતે જ રહ્યા કરવાની. પરંતુ આમાં સવાલ માત્ર ટકાવારીનો જ નથી. દુનિયામાં વધતી જતી પશુહિંસાથી જે અસમતુલા સર્જાઈ રહી છે તે ભયંકર છે. મનુષ્ય દિવસે દિવસે નિષ્ફર અને નિષ્ફર થતો જતો રહેશે તો એનું ભાવિ પરિણામ ઘણું ભયંકર આવવાનો સંભવ છે. વળી જે શાકાહારીઓ છે તેઓને પણ ઘણીવાર ખબર નથી હોતી કે પોતે ક્યાં અને ક્યારે મારેલાં પશુઓના પદાર્થોની સેળભેળનો અજાણતાં ભોગ બન્યા છે. એક અભિગમ એવો છે કે આખી દુનિયાને સુધારી નહિ શકાય, માટે પોતાની જાતને સુધારવી એ જ મહત્ત્વની વાત છે. જેઓ નિર્દોષ છે અને નિર્દોષ રહેવા ઇચ્છે છે તેમને પોતાને યોગ્ય અનુકૂળતા મળી રહેવી જોઈએ. જીવદયાના સંસ્કાર એ મનુષ્યના મૂળભૂત સંસ્કાર છે. એ જેટલા વધુ પ્રમાણમાં અને વધુ સમય સચવાશે અને ટકી રહેશે તેટલાં તે માનવજાતના હિત માટે જ થશે ! Page #65 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈ પણ એક લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનામૂળે અમો તરીકે ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનય ગુણની મીમાંસા વિવિધ દષ્ટિથી કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસના ચણતરના પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ મોરૂપી ફળની પ્રાપ્તિ માટે વિનયગુણ જીવમાં હોવો અનિવાર્ય મનાયો છે. ‘ાત્રિશદ્ધાત્રિશકા'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે ? कर्मणां दाग विनयनाद्विनयो विदुषां मतः । अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् ॥ વિનય કર્મોનું ત્વરિત વિનયન કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે એમ શાનીઓ કહે છે. વિનય' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિ+ય. “નય’ શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સદ્વર્તન, સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર. વિ એટલે વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે “વિશેષપણે સારું વર્તન'. એનો બીજો અર્થ થાય છે “સારી રીતે દોરી જવું', “સારી રીતે રક્ષણ કરવું', જીવન-વ્યવહારમાં વિનય એ સદ્વર્તનનો પર્યાય છે. સદ્વર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા, નિદભતા, નિરાભિમાનપણું વગેરે ગુણો ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. સાચો વિનય વશીકરણનું કામ કરે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ૫૭ વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે– (૧) વિશેષા નક્ષત વિનયઃ | જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય. (२) विनीयते-अपनीयते कर्म येन स विनयः। જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય. (૩) પૂજ્યેષુ માત્રઃ વિઃ | પૂજ્યો પ્રત્યે આદર એ વિનય. (४) गुणाधिकेषु नीचैर्वृत्तिः विनयः । ગુણાધિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય (૫) રત્નત્રયવત્યુ નીચૈવૃત્તિ વિનય | રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય. (૬) પાય-નિવિનયન વિયઃ | કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. (७) विशिष्टो विविधो वा नयो विनयः । વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય. विलयं नयति कर्ममलं इति विनयः । જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાતુ તેનો નાશ કરે છે તે વિનય. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ - विनयति क्लेशकारकं अष्टप्रकारं कर्म इति विनयः । આઠ પ્રકારનાં કલેશકારક કર્મોનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય. अनाशातना बहुमानकरणं च विनयः । આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય. જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ધર્મ પ્રતિ મૂભૂતા વં! । ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં નમસ્કારનો ભાવ છે. પંચપરમેષ્ઠીને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં પ્રત્યેક પદનો પ્રારંભ જ નો શબ્દથી થાય છે. એક જ વખત નમો શબ્દ ન પ્રયોજતાં પ્રત્યેક પદ સાથે ‘નમો' શબ્દ જોડાલાયો છે. આરાધક જીવમાં નમસ્કારનો ભાવ, વિનયગુણ દૃઢ થાય તે માટે ફરી ફરીને નમો પદ તેમાં રહેલું છે. નવકારમંત્રમાં પદને નમસ્કાર છે અને પદમાં રહેલા ગુણોને નમસ્કાર છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. સામાન્ય રીતે વ્યવહારમાં નીચેની કક્ષાનું પદ ધરાવતી વ્યક્તિ પોતાના કરતાં ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પરંતુ પોતાના કરતાં નીચેના પદવાળી વ્યક્તિને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય ભગવંત પણ નમો ૩વન્નાયાનું પદ બોલે અને નમો હોર્ સવ્વસામૂળ પદ પણ બોલે. તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે છે કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે. જૈન ધર્મમાં તો આચાર્યની પદવી આપવામાં આવે એ વિધિ દરમિયાન નૂતન આચાર્યને એમના ગુરુ ભગવંત પણ પાટ ઉપરથી નીચે ઊતરી વંદન કરે છે. એમાં પણ વિનયગુણનો મહિમા રહેલો છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ૫૯ જન્મમરણની ઘટમાળથી સતત ઉભરાતા આ સંસારમાં કોઇપણ કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં. બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય અને સમકાળે મૃત્યુ પામે તો સંસારનું સ્વરૂપ કંઇક જુદું જ હોય. તેમ થતું નથી એટલે બાલ્યાવસ્થાના જીવોને પરાવલંબિત રહેવું પડે છે. વૃદ્ધોને, રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે છે. આમ જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સહાય જોઇતી હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક અનુનય, કાલાવાલાં કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. ઉદ્ધૃત, સ્વચ્છંદી માણસોને સહાય કરવાનું મન ન થાય એ કુદરતી છે. આમ, સંસારનું સ્વરૂપ જ એવું છે કે જે માણસને વિનયી બનવાની ફરજ પાડે છે. કેટલાક સ્વભાવે જ વિનયી હોય છે . કેટલાકને ગરજે વિનયી બનવું પડે છે. વિનય વિના સંસાર ટકી ન શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઇક જોઇતું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય કરવાનું શીખવવું પડતું નથી. સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લક્ષણ તરીકે રહેલા વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે. વિનય હંમેશાં હૃદયના ભાવપૂર્વકનો સાચો જ હોય એવું નથી. બાહ્યાચારમાં વિનય દેખાતો હોય છતાં અંત૨માં અભાવ, ઉદાસીનતા કે ધિક્કાર-તિરસ્કાર રહેલાં હોય એવું પણ બને છે. કેટલાકને વિનય દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લજ્જા, સ્વાર્થ, ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા હોય છે. ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત આવી જાય છે. જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય એવી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વ્યક્તિ પણ તે પામી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં અતિશયોક્તિ વગેરે દ્વારા દંભી વિનયી માણસનો ખુશામતનો ભાવ છતો થઈ જાય છે. જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં આવ્યો છે. પુણ્ય એટલે શુભ કર્મ. પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર. આ નવ પ્રકારમાં એક પ્રકાર તે નમસ્કારનો છે. નમસ્કારમાં વિનય રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; એટલે કે શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અત્યંતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણની જીવમાં આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. એ સૂક્ષ્મ પ્રક્રિય કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને ઉપાસ્ય છે. જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર, વિશેષતઃ શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમોમાં “ઉત્તરાધ્યયનસૂત્ર” અને “દસવૈકાલિક સૂત્ર” અત્યંત મહત્વનાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ “વિનય' વિશેનું છે. એની ૪૮ ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવો કેવો વિનયવ્યવહાર સાચવવો જોઈએ એની નાની નાની સ્થૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે . ઉ.ત. નીચેની કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે : Page #70 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो आणानिद्देसकरे गुरूणमुववायकारए । इंगियाकारसंपन्ने से विणीए त्ति वुच्चई ॥ (જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની સુશ્રષા કરે છે તથા એમનાં ઇંગિત અને આકારને સમજે છે તે વિનીતવિનયવાન કહેવાય છે.) नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए । कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा विषमप्पियं ॥ (વગર પૂછે કંઈપણ બોલે નહિ, પૂછવામાં આવે તો અસત્ય ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ કે અપ્રિયને ધારણ કરે અર્થાતુ ત્યારે સમતા રાખે. ) नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं वे संजए । पाए पसारिए वा वि न चिठे गुरुणंतिए । (ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે તથા પગ લાંબા પહોળા કરીને ન બેસે.). आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि । आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो ॥ २२ ॥ (પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરુને કશું પૂછે નહિ, પરંતુ પાસે જઈને, ઊકડુ બેસીને, હાથ જોડીને પૂછે.) स देव गंधव्व मणुस्सपूइए चइत्तु देहं मलपंकपुव्वयं । . सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिड्ढिए ॥ ४८ ॥ (દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજિત એવો વિનયી શિષ્ય મળ અને પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અથવા મહર્તિક દેવ બને છે.) Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ ‘દસવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં “વિનય સમાધિ' નામના ચાર ઉદ્દેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદ્દેશક બહુ ધ્યાનથી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. એમાંથી નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએ : यंभा व कोहा व मयप्पमाया गुरुस्सगासे विणयं न सिक्खे । • सो चेव उ तस्स अभूइभावो फलं व कीयस्स वहाय होइ ॥ ९/१/१ (જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા કે પ્રસાદને કારણે ગુરની પાસેથી વિનય નથી શીખતો તે તેના વિનાશ માટે થાય છે, જેમ કીચક (વાંસ)નું ફળ એના વધને માટે થાય છે.) विवत्ती अविणीयस्स संपत्ति विणियस्स यं । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छेई ॥ (અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે આ બંનેને જાણે છે તે સાચી શિક્ષાને-સાચા જ્ઞાનને પામે છે. ) निद्देसवत्ती पुण जे गुरुणं सुयस्थधम्मा विणयम्मि कोविया। तरितु ते ओहमिणं दुरुत्तरं खवित्तु कम्मं गइमुत्तमं गय ।। (જ ગુરુના આજ્ઞાવર્તી છે, ધર્મમાં ગીતાર્થ છે, વિનયમાં કોવિંદ છે તેઓ આ દુસ્તર સંસારને તરી જઇને, કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામે છે.) અવિનયી વ્યક્તિની કેવી દશા થાય છે તે વિશે દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : Page #72 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो तहेव अविणीयप्पा लोगंसि नरनारिओ । दीसंति दुहमेहंता छाया ते विगलिंदिया ॥ दंडसत्थपरिजुण्णा असब्भवयणेहि य । कलुणा विवन्नछंदा खुप्पिवासाए परिगया ॥ (એ પ્રમાણે લોકોમાં જે સ્ત્રીપુરુષો અવિનયી હોય છે તે દુ:ખી ઇન્દ્રિયોની વિકલતાવાળા, દંડ તથા શસ્ત્રથી હણાયેલા, અસભ્ય વચનો વડે તિરસ્કૃત, દયાજનક, વિવશ, ભૂખતરસથી પીડિત થયેલા એવાં એવાં દુઃખોનો અનુભવ કરનારા જોવા મળે છે.) ૬૩ આમ, આગમગ્રંથોમાં વિનયનો મહિમા બતાવવાની સાથે અવિનયનાં કેવાં કેવાં માઠાં ફળ મળે છે તે પણ બતાવવામાં આવ્યું છે. અવિનયી જીવ મોક્ષ માટે અધિકારી બનતો નથી. વિનયનો ગુણ આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે ‘વિનય વડો સંસાર'માં એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. હવા ગ્રંથમાં કહ્યું છે : विणयसंपण्णदाए चेव तित्थयरणामकम्मं बंधंति । વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દૃષ્ટિએ જ્યારે પ્રકારો બતાવવામાં આવે છે ત્યારે એક વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનય અને ભાવ વિનય એવા બે પ્રકારો બતાવવામાં આવે છે. દ્રવ્ય વિનયને બાહ્ય વિનય અને ભાવ વિનયને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી એવા વિનયને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવે છે. શ્રી લક્ષ્મીસૂરિ ઉપદેશપ્રાસાદમાં કહે છે : Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः । तदेकैकोऽपि द्विभेदो लोकलोकोत्तरात्मकः ।। (બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.) બાહ્ય અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દષ્ટિએ ચાર ભાંગા બતાવવામાં આવે છે : (૧) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. (૨) અત્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. (૩) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય. (૪) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય. લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી વગેરેનો ઉપકાર માનવો, તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે. લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની સુશ્રુષા કરવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા મૂકવા જવું, સુખશાતા પૂછવી વગેરે બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, એમના ઉપકારોનું સ્મરણ ઈત્યાદિ ગણાય છે. કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય અથવા લાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દષ્ટાન્ત આપવામાં આવે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ૬૫ કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલાં હોય. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે “મારા સાતસો શિષ્યો મોક્ષે જશે.” આ પ્રસંગે ગૌતમસ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહિ ? ત્યારે ભગવાન એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન ક્યાં છે. આ જાણીને ગૌતમ સ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અઈમુત્તા મુનિ વગેરે ઘણાંનાં દષ્ટાંત આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અત્યંતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે ગોષ્ઠામાહિલ્લ એનાં ઉદાહરણો છે. જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ ગૃહસ્થ પંડિતને વંદન કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઈ. હવે શ્રાવક પંડિત સાધુ મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ-વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર, એમ બંને પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજે વેશ ધારણ ક્ય હોવાથી ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નહિ, પણ તે જ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વખતે તેઓ મનોમન ભાવથી “આ મારા ઉપકારી શાનદાતા છે” એમ સમજી વંદન કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અત્યંતર વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને હું તો સાવું છું, એમના કરતાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય ?'-એવો ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ન હોય. - વિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ પાડવામાં આવે છે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ સાધ્વીઓ, વડીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવવામાં આવે છે તે વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઈ જનાર તે નિશ્ચયવિનય છે. જેઓ મિથ્યાત્વી છે, કુલિંગી છે, કુગુરુ છે તેઓના પ્રત્યે અંતરથી પૂજ્ય ભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ માત્ર દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ તેઓ આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વનો વિનયભાવ ન હોવો જોઈએ. કેવળ નિશ્ચય નયની દષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં આવે છે. ધવા માં કહ્યું છે : 1–વંસ-ચરિત્ત વિમો રિા જ્ઞાનવિનય, દર્શન વિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકાર વિનયના નિશ્ચય અને વ્યવહાર ઉભય દષ્ટિએ વિનય ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : જ્ઞાનદર્શનવરિત્રોપવા જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. Page #76 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ૬૭. શ્રી લક્ષ્મીસૂરિએ “ઉપદેશપ્રાસાદ'માં આ રીતે વિનય ચાર પ્રકારનો બતાવ્યો છે : चतुर्धा विनयः प्रोत्कः सम्यग्ज्ञानादिभेदतः । धर्मकार्ये नरः सोऽर्हः विनयावतपोऽचितः ॥ વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યગૃજ્ઞાનાદિ ભેદ પ્રમાણે છે. જે માણસ વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય છે. આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છે : (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. આ ચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો ભગવતી આરાધના'માં બતાવવામાં આવ્યો છે. विणओ पुण पंचविहो णिद्दिठो णाणदंसणचरित्ते । तवविणओ य चउत्थो उवयारिओ विणओ ॥ વિશેષાવશ્યકભાગમાં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે બતાવવામાં આવ્યો છે : लोगोवयारविणओ अत्थनिमित्तं च कामहेउं च । भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होई ॥ લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, ભયવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે. ઔપપાકિસૂત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છેઃ सत्तविहे विणए पण्णत्ते तं जहाणाणविणए, दंसणविणए चरित्तविणए, मणविणए, वयणविणए, कायविणए, लोगावयारविणए । Page #77 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦ વિનય સાત પ્રકારનો બતાવ્યો છે, જેમ કે (૧) જ્ઞાનવિનય, (૨) દર્શન-વિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, (૬) કાયવિનય અને (૭) લોકોપચારવિનય. ૬૮ આમ વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની દૃષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપારીઓ પ્રત્યે, ઘરાકો પ્રત્યે, લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને નુકશાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કાવિનયમાં માણસ પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી વગેરે પ્રકારનો વિનય દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશ્મનો પ્રત્યે, પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય કાયમનો નથી હોતો. કામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઇ ગયા પછી, ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણીવાર વિનયી મટી જાય છે અને ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ જ વ્યક્તિ પ્રત્યે અવિનયી પણ બને છે. મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે અને લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અત્યંતર પ્રકારમાં આવી શકે. વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો હોય છે. ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય એક સાથે પણ સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઇ શકે છે. અધ્યાત્મમાર્ગમાં લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ૬૯ સમ્યજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ તે જ્ઞાનવિનય છે. જ્ઞાનાચારના આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે : काले विणए बहुमाणे उवहाणे तह अनिन्हवणे । वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो ॥ કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્તવપણું, વ્યંજન, અર્થ તથા તુદુભય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની વિગત છણાવટ કરવામાં આવી છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, થૂંક લગાડવું, એના પર માથું મૂકીને સૂઇ જવું, ફાડી નાખવું ઇત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઇએ. એટલું જ નહિ, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ. જ્ઞાનીઓનો દ્વેષ ન કરવો જોઇએ, તેમની ઇર્ષ્યા, નિંદા, ભર્મ્સના ન કરવી જોઇએ. કોઇકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન નાખવો જોઇએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતાં હોય ત્યારે, અમુક જ્ઞાન છુપાવવાનો, ઓછું અધિકું કહેવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઇર્ષ્યાભાવ ન રાખવો જોઇએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ ન થવું જોઇએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી શિષ્યે ગુરુએ કરેલા અર્થ કરતાં જાણી જોઇને અવળો અર્થ ન કરી બતાવવો જોઈએ, અર્થ વગરનો વિવાદ ન કરવો જોઇએ તથા ગુરુના ઉપકારને ન છુપાવવો જોઇએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઇએ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થકરોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જ્ઞાનજ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મસૂરિએ કહ્યું છે : श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः । शुश्रूषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ॥ શ્રુતજ્ઞાનની આશાતના ત્યજવી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે શુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. આમ, જ્ઞાનના વિનય સાથે જ્ઞાનીનો પણ વિનય કરવાનો હોય છે. એટલે કે જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો વિનય પણ સમજી લેવાનો છે. જ્ઞાન અને વિનયનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેમ વિનયભાવ વધે તેમ જ્ઞાન વધે અને જેમ જ્ઞાન વધે તેમ વિનયભાવ પણ વધે. વિદ્યા વિનવેન કરે છે - એમ કહેવાયું છે. વિદ્યા હોય પણ જો વિનય ન હોય અથવા અવિનય હોય તો તે વિદ્યાનું સારું ફળ મળે નહિ. એવી વિદ્યાનું મૂલ્ય ઓછું છે. વિનય વિનાની વિદ્યા બહુ ટકતી નથી એમ પણ કહેવાય છે. વિસ્મૃતિ એમાં ભાગ ભજવી જાય છે. બીજી બાજુ ગુરુ પ્રત્યે વિનય હોય તો વિદ્યા સફળ થાય છે. શ્રેણિક મહારાજા અને ચાંડાલનું દષ્ટાન્ત એ માટે જાણીતું છે. બહુમાનપૂર્વકનો વિનય હોય તો હૃદયમાં અને ચિત્તમાં એવી નિર્મળતા પ્રસરે છે કે જેથી વસ્તુપરિસ્થિતિ ઇત્યાદિ તરત સમજાય છે, પ્રશ્નોનો સાચો ઉકેલ જડી આવે છે, અનુમાન સાચાં પડે છે. શાસ્ત્રકારો કહે છે કે, ગુરુ પ્રત્યેના વિનયના પરિણામે શિષ્યમાં વૈનેયિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ શકાય છે અને પ્રશ્નો જલદી સમજી Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૧ विनयमूलो धम्मो શકાય છે. આવી વૈનેયિકી બુદ્ધિનાં દષ્ટાન્તો કથાગ્રંથોમાં જોવા મળે છે. વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભુત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે, તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. “ગૌતમ પૃચ્છા'માં કહ્યું છે : विज्जा विन्नाणं वा मिच्छा विणएण गिण्हिडं जो उ । अवमन्नइ आयरियं सा विज्जा निष्फला तस्स ॥ વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી (પ્રીતિ વગર ખોટા, કૃત્રિમ દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે. આમ દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યકતા છે, એટલું જ નહિ એ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો સાચો ભાવ પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ વધુ સફળ થઈ શકે છે. આમ વિનય અને બહુમાન બંને હોવા કે ન હોવા વિશે શાસ્ત્રકારો ચાર પ્રકાર બતાવે છે : (૧) વિનય હોય પણ બહુમાન ન હોય. એ માટે શ્રીકૃષ્ણના પુત્ર પાલકકુમારનું દષ્ટાન્ત આપવામાં આવે છે. (૨) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંબકુમારનું દષ્ટાન્ત આપવામાં આવે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ - (૩) વિનય હોય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા કુમારપાળનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. (૪) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે શ્રેણિક મહારાજાની દાસી કપિલાનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. દર્શન વિનયને સમ્યક્ત્વવિનય પણ કહેવામાં આવે છે. વિનય ગુણનો સમકિત સાથે ગાઢ સંબંધ છે. સમકિતના ૬૭ બોલમાં સદ્દહણા, શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જયણા, ભાવના વગેરેના જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનય તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રુત (શાસ્ત્ર સિદ્ધાન્ત), ધર્મ (ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ), પ્રવચન (એટલે સંઘ) અને દર્શન (એટલે સમકિત તથા સમકિતી) એ પાંચ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી આ વિનય પાંચ પ્રકારે કરવાનો છે. (૧) ભક્તિથી એટલે કે હૃદયની પ્રીતિથી, (૨) બહુમાનથી, (૩) પૂજાથી, (૪) ગુણપ્રશંસાથી અને (૫) અવગુણ ઢાંકવાથી તથા આશાતનાના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કુલ પચાસ પ્રકારે વિનય થયો કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું સમકિત વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ થાય છે. સમકિતના ૬૭ બોલની સજ્ઝાયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે : અરિહંત તે જિન વિચરતાજી કર્મ ખપી હુઆ સિદ્ધ; Page #82 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ચેઇઅ જિન પ્રતિમા કહી, સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ ચતુર નર, સમજો વિનયપ્રકાર જિમ લહીએ સમકિત સાર. ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદયપ્રેમ બહુમાન; ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. પાંચ ભેદ એ દસ તણોજી વિનય કરે અનુકૂળ, સીંચે તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂલ. આવશ્યચૂર્ણમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો છે અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે : तित्थयरसिद्धकुलगण-संघकियाधम्मनाणनाणीणं । आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि ॥ असासायणा य भती, बहुमाणे तह य वन्नसंजलणा । तित्थगराई तेरस चउग्गुणा होति बावन्ना ॥ કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છે: (૧) અરિહંત અથવા તીર્થકર, (૨) સિદ્ધ, (૩) કુલ, (૪) ગણ, (૫) સંઘ, (૬) ક્રિયા, (૭) ધર્મ, (૮) જ્ઞાન, (૯) જ્ઞાની, (૧૦) આચાર્ય, (૧૧) ઉપાધ્યાય, (૧૨) સ્થવિર અથવા વડીલ સાધુ અને (૧૩) ગણિ. આ તેનો વિનય પણ (૧) ભક્તિ કરવા વડે, (૨) બહુમાન કરવા વડે, (૩) ગુણસ્તુતિ કરવા વડે તથા (૪) આશાતના કે WWW.jainelibrary.org Page #83 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ અવહેલના ન કરવા વડે કરવાનો છે. એમ પ્રત્યેકની સાથે આ ચાર પ્રકાર જોડીએ તો કુલ બાવન પ્રકારનો વિનય થાય. આ તેરનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠીમાં, ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ તેરને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ વિનય ગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે આ વર્ગીકરણ વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે. ૭૪ શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચારિત્ર બતાવવામાં આવ્યાં છે. એ ચારિત્રના ધારક પંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્ર વિનય છે અને પોતે તે પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ મેળવવો, ગુપ્તિ સમિતિ સહિત મહાવ્રતોનું પાલન કરવું, આવશ્યક ધર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ કરવું, પરીષહો સહન કરવા ઇત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ થાય છે. જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય ઉપરાંત કોઇક ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુતઃ તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરનારની કે તપ ન કરી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિક તપ કરનારની ઇર્ષ્યા ન કરવી કે દ્વેષભાવ ધારણ ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન કરવી, દંભ ન કરવો, લુચ્ચાઇ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો વગેરેની ભલામણ કરવામાં આવી છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ૭૫ વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારનાં અત્યંતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં તપ છે. આ બાર પ્રકારના તપમાં આઠમું તપ અને છ પ્રકારનાં અત્યંતર તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે : पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झावो झाणं उसग्गो वि अ अभितरो तवो होइ । પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનુક્રમે મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમકે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહિ. તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તો જ વિનય આવે. કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ છે, પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય? વિનયમાં કોઈ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય ? પરંતુ વિનય પણ એક પ્રકારનું ભારે તપ છે, કારણ કે વિનયમાં અહંકારને મૂકવાનો છે. માન મૂક્યા વગર વિનય આવે નહિ. હું અને મારું-અ અને મમ એ આત્માના મોટા શત્રુઓ છે. સાધનાના માર્ગમાં અહંકાર, મમકાર, મતામહ, હઠાગ્રહ, દષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. “હું” અને “મારું'નું વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ કરવો પડે છે. એ માનસિક સૂક્ષ્મ પ્રક્રિયા છે. એ કષ્ટદાયક સૂક્ષ્મ પુરુષાર્થ છે, Page #85 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ એટલે જ એ તપ છે. એટલા માટે વિનયનો અત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોઇને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે? પણ વાસ્તવમાં એમ નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયમાંથી ક્રોધ તરત દેખાઇ આવે છે. માન ક્યારેક વચન દ્વારા વ્યક્ત થઇ જાય અથવા ક્રોધની સાથે તે પણ જોડાઇ જાય અથવા ક્રોધને તે ઉશ્કેરે ત્યારે તે દેખાઇ આવે છે, પરંતુ બાહ્ય વર્તનમાં આડંબર રાખીને માણસ પોતાના મનમાં પોતાના માનને સંતાડે છે. ક્યારેક તો પોતાને પણ ખબર ન પડે કે પોતાનામાં આટલું બધું માન રહેલું છે. જ્યારે માન ઘવાય છે, પોતાની અવમાનના કે અવહેલના થાય છે ત્યારે જ ખબર પડે છે કે પોતાનામાં કેટલું બધું માન પડેલું છે. માન કોઇ એક જ વાત માટે નથી હોતું. એક વિષયમાં લઘુતા દર્શાવનાર વ્યક્તિ બીજા વિષયમાં એટલી લઘુતા ન પણ ધરાવતી હોય. મદ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) રૂપમદ, (૪) ધનમદ, (૫) ઐશ્વર્યમદ, (૫) બલમદ, (૭) જ્ઞાનમદ અને (૮) લાભમદ. આ તો મુખ્ય પ્રકારના મદ છે. પરંતુ તે ઉપરાંત પણ બીજા ઘણા મદ હોઇ શકે છે. વળી આ આઠ મદના પણ બહુ પેટા પ્રકાર હોય છે. ગરીબ માણસ ધનનો મદ ન કરે, પણ રૂપનો મદ કરી શકે છે. કદરૂપો માણસ રૂપનો મદ ન કરે, પણ ધનનો મદ કરી શકે છે. અરે, જ્ઞાની માણસ પોતાના જ્ઞાનનો અહંકાર કરી શકે છે. જ્યાં સુધી જીવમાંથી મદ જતો નથી ત્યાં સુધી સાચો વિનય પરિપૂર્ણ રીતે આવી શકતો નથી. આથી જ માન કષાયને જીતવાનું ઘણું દુષ્કર મનાયું છે. માન જીવ પાસે આઠે પ્રકારનાં ભારે કર્મ બંધાવી શકે છે. એમાં પણ સૌથી વધુ ભારે તે મોહનીય કર્મ છે. સાચા વિનયમાં આ મોહનીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય કરવાનું સામર્થ્ય છે. જિનાજ્ઞાના પાલનથી અવિનય દૂર થાય ૭૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ૭૭ છે અને વિનય આવે છે. એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર તરીકે ઓળખાવી શકાય. ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુ- સાધ્વીઓ પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યકતા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે વિવિધ પ્રકારના નિયમો બતાવવામાં આવ્યા છે કે જેથી મનમાં સંશય ન રહે અને આચાર્યાદિ ગુરુભગવંતોનો મહિમા બરાબર સચવાય. ઔપપાતિક સૂત્રમાં લોકોપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે. लोगोवयारविणए सत्तविहे पण्णत्ते तं जहा(૧) સમાવિત્તિયં, (૨) પછવાનુવત્તિયં, (૩) જ્ગહેૐ, (૪) યપડિજિરિયા, (૫) અત્તવેળયા, (૬) રેશાહનુયા, (૭) સબટ્વેતુ, (૮) અડિજોમયા. લોકોપચાર વિનય સાત પ્રકારનો છે : (૧) ગુરુ વગેરેની પાસે રહેવું, (૨) એમની ઇચ્છાનુસાર વર્તવું, (૩) એમનું કાર્ય કરી આપવું, (૪) કરેલા ઉપકારનો બદલો વાળવો, (૫) વ્યાધિગ્રસ્તની સારસંભાળ રાખવી, (૬) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (૭) એમનાં બધાં કાર્યોમાં અનુકૂળ વૃત્તિ રાખવી. ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ ઉપચારવિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા જવું, બેઠા હોઇએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં જવાબ ન આપતાં પાસે જઇ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વંદન કરતી વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા હોય ત્યારે તેમની આગળ નહિ પણ બાજુમાં કે પાછળ ચાલવું, એમનાં ઉપકરણો વગેરેની સંભાળ રાખવી, તેઓ કોઇની સાથે વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલવું, તેમને પ્રિય અને અનુકૂળ લાગે એવી વાણી બોલવી Page #87 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ અને એવું વર્તન રાખવું, સમકક્ષ સાધુ સાથેના વ્યવહારમાં અભિમાન ન રાખવું, દ્વેષ ન કરવો, ક્ષમા ભાવ ધારણ કરવો, આઠ પ્રકારના મદનો ત્યાગ કરવો ઇત્યાદિ નાની મોટી ઘણી બધી વાતોનો સમાવેશ થાય છે. પરોક્ષ ઉપચારવિનયમાં તેઓ ન હોય ત્યારે તેમને મન, વચન, કાયાદિથી વંદન કરવાં, તેમના ઉપકારોનું સ્મરણ કરવું, તેમના ગુણોનું પણ સ્મરણ કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ રાખવો, તેમની કોઇ ત્રુટિઓ હોય તો તે મનમાં ન યાદ કરવી કે બીજા કોઇ આગળ તેમની નિંદા ન કરવી વગેરે બતાવવામાં આવે છે. ૭૮ ઉપચારવિનયને શુશ્રૂષાવિનય પણ કહેવામાં આવે છે. તે અનેક પ્રકારનો હોય છે. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે : सुस्सुसणा विणए अणेगविहे पण्णत्ते तं जहा अब्भुट्ठाणाइ वा, आसणामिग्ग्हेउ वा, आसणप्पयाणे वा, सक्कारेइ वा, कित्तिकम्मेइ वा, अंजलिपग्गहेइ वा, इत्तस्स अणुगच्छणया, ठियस्स पज्जुवासणया, गच्छंतस्स पडिसंसाहणया । (શુશ્રૂષા વિનય અનેક પ્રકારનો છે, જેમ કે ગુરુ વગેરે આવે તો ઊભા થવું, આસન માટે નિમંત્રણ કરવું, આસન આપવું, સત્કાર ક૨વો, કૃતિકર્મ કરવું એટલે કે વંદન કરવું, હાથ જોડી સામે બેસવું, આવકાર આપવા સામે જવું, સ્થિરતા કરી હોય તો સેવા કરવી અને જતા હોય ત્યારે પહોંચાડવા જવું.) વિનય આત્માનો ગુણ છે. અવિરતિધર અને સર્વવિરતિધર એવા સૌમાં એ ગુણ રહેલો છે. વ્યવહારમાં ઔપચારિક રીતે પણ તે પ્રગટ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંતઃકરણમાં પણ તે પ્રકાશિત થાય છે. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે છે. અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની મહાત્માઓ પણ વિનય દાખવે છે અને ચૌદ પૂર્વધર પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે છે કે કેવળજ્ઞાન Page #88 -------------------------------------------------------------------------- ________________ विनयमूलो धम्मो ૭૯ થયા પછી કેવલી ભગવંતને વિનય દાખવવાનો હોય ? આ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચારણા થઈ શકે છે. જો તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થતી વખતે તેનો તિથ્થસ અને નમો સંપસ એમ બોલી વિનય દાખવતા હોય તો કેવલી ભગવંતો વિનય કેમ ન દાખવે ? આમ, જીવ કઇ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ વિશે પણ વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું જે સદ્ગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન, ગુર રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન. કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર, પોતાના કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુનો, છદ્મસ્થ હોવા છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. શિષ્યને પહેલાં કેવળજ્ઞાન જો પ્રગટ થાય તો તરત તે ગુરુ પ્રત્યેનો વિનય પડતો મૂકે? અથવા વિનય સહજ રીતે છૂટી જાય ? અલબત્ત કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય એમ પોતાના ગુરુને કહે નહિ કે મને કેવળજ્ઞાન થયું છે અને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ નહિ. બીજી બાજુ ગુરુને જેવી ખબર પડે કે પોતાના શિષ્યને કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુ છvસ્થ છે, તો ગુરુ ભગવંત તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે જ. પરંતુ જ્યાં સુધી ગુરુને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહિ? આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં શ્વેતામ્બર પરંપરામાં તો મૃગાવતી, પુષ્પચૂલા, ચંદ્રુદ્રાચાર્યના શિષ્ય વગેરેનાં દષ્ટાન્તો છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના ગુરુનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ . રાજચંદ્ર લખ્યું છે, “જે સગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સગર હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છvસ્થ એવા પોતાના ગુરુની વૈયાવચ્ચ કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે.' આ વિનય માત્ર ઉપચાર વિનય હોય તો પણ એ કેવળી ભગવંતનો વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે તો કેવલીગમ્ય - વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, બની બેઠેલા લુચ્ચા અસદૂગુરુઓ શિષ્ય-શિષ્યાના કે ભક્ત-ભક્તાણીના વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત બનતા હોય છે. સંસારમાં દુ:ખનો પાર નથી અને દુઃખી, મૂંઝાયેલી વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર મળતાં ગમે તેને ગુરુ ધારી લઈને, તેમની આજ્ઞામાં રહીને બહુ વિનય દર્શાવતા હોય છે. “એક સત્યરુષની સઘળી ઇચ્છાને માન આપ અને તન, મન તથા ધનથી તારી જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી દે”—એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અસગુરુઓ પોતાનાં ભક્તભક્તાણીને માનસિક રીતે ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી ભક્તાણીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન કરાવવાના નામે, સમકિતની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ અપાવી દેવાના નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી પોતાને “ગુરુજી મળ્યા, ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે' એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. સંસારમાં વિનયના નામે, આજ્ઞાપાલનના નામે આવો Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૧ विनयमूलो धम्मो ગંદવાડ પણ વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવા માયાવી ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ. જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરુએ પણ પોતાના શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઈએ. પક્ષપાત, અકારણ શિક્ષા, વધુ પડતો દંડ, શિષ્યની સેવાશુશ્રષાનો વધુ પડતો લાભ લેવો, ક્રોધ કરવો, શિષ્યોને બધાંનાં દેખતાં ટોકવા ઈત્યાદિ પ્રકારનું વર્તન ગુરુભગવંતે ટાળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે પોતાનામાં શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત છે, ક્રોધાદિ કષાયો ઉઝ છે, ધર્મમાં શ્રદ્ધા દઢ નથી એવા કુગુરુઓ શિષ્યો પાસે જો વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. આમ, જૈન દર્શનમાં વિનયના ગુણનો ઘણો મહિમા દર્શાવવામાં આવ્યો છે. “ધર્મકલ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહ્યું છે : मूलं धर्मदुमस्य छुपति नरपति श्रीलतामूलकन्दः । सौन्दर्याह्वानविद्या निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः । सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणादिः समस्तानर्थप्रत्यर्थितन्त्रं त्रिजगति विनयः किं न किं साधु धत्ते ? અર્થાત વિનય ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની લક્ષ્મીરૂપી લતાનો મૂળકંદ છે, સૌન્દર્યનું આહવાન કરવાની વિદ્યા છે, સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચૂર્ણનો યોગ છે, પોતાની આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના મણિઓ, રત્નોનો મોટો પર્વત-પર્વત રોહણાચલ છે. અને સમસ્ત અનર્થનો નાશ કરનારું તંત્ર છે. આવો વિનય ત્રણે જગતમાં શું શું સારું ન કરી શકે? એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાધે છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતા ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ'માં કહે છે : WWW.jainelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વિનયરું મૂષા, શુશ્રુષારં શ્રુતજ્ઞાનમ્ | ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्रव निरोध : ॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥ योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ અર્થાત્ વિનયનું ફળ ગુરુશુશ્રષા છે. ગુરશુશ્રષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આવનિરોધ છે. આસવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા-નિવૃત્તિથી અયોગિત્વ થાય છે. અયોગિત્વ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત ભવપરંપરાનો ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે. આ માટે જ “તસ્વામૃતમાં કહ્યું છે ? ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसंपन्नो विषयेषु पराङ्मुखः ॥ (વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ જ્ઞાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.) आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च । मा पुनम्रियमाणस्स पश्चात्तापो भविष्यति ॥ (જ્ઞાન અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવન કરવું જોઈએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાત્તાપ કરવો પડે નહિ.). Page #92 -------------------------------------------------------------------------- ________________ શેરીનાં સંતાનો કેટલાક સમય પહેલાં મુંબઈમાં તસવીરોનું એક લાક્ષણિક પ્રદર્શન યોજાયું હતું. એનો વિષય કોઈ ચીલાચાલુ નહિ, પણ વિભિન્ન અને વિલક્ષણ હતો. એ વિષય હતો : “The wonderful world of street children.” આ પ્રદર્શનમાં તસવીરો street childrenશેરીનાં સંતાનોની હતી. ઘરબાર વિનાના, રસ્તે રઝળતા છોકરાઓનું જીવન કેટલું કપરું ગણાય ! પરંતુ એમના આવા કષ્ટમય જીવનમાં થોડીક મોજની, આનંદની, મસ્તીની ક્ષણો પણ રહેલી હોય છે. એવી ક્ષણોને કચકડામાં ઝડપી લેવા માટે ઈનામી સ્પર્ધા રાખવામાં આવી હતી. વૈવિધ્યસભર એવી આશરે બસો તસ્વીરોનું અવલોકન કરીએ તો બેહાલ સ્થિતિમાં પણ આનંદની છોળો અનુભવનાર શેરીનાં સંતાનો માટે અને એવી વિલક્ષણ ક્ષણને ઝડપી લેનારા તસવીરકારો માટે માન થાય. આ પ્રદર્શનનું આયોજન મુંબઈની રોટરી કલબના ઉપક્રમે યોજાયું હતું. મારા મિત્ર રોટેરિયન શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતાનાં ઉત્સાહ, ધગશ, દષ્ટિ અને ચીવટે આ પ્રદર્શનના આયોજનમાં મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પ્રદર્શનની આ વાસ્તવિક તસવીરો સમજદાર જાગૃતિ માણસને વિચાર કરતા કરી મૂકે એવી હતી. પ્રત્યેક તસવીરને જાણે કશુંક કહેવાનું હતું. તસવીરો ભારતનાં અમુક શહેરોના થોડાક વિસ્તારોનાં રઝળતાં સંતાનોની હતી, પણ એની વાત સમગ્ર વિશ્વને સ્પર્શે એવી હતી. જીવનનો આનંદ માત્ર ધનાઢ્ય માણસો જ માણી શકે એવું નથી. ક્યારેક તો ધનાઢ્ય માણસો વધુ ચિંતિત અને વ્યથિત દેખાય છે. આનંદ એ જીવનું લક્ષણ છે. એટલે કપરી પરિસ્થિતિમાં પણ માણસ પોતાની કક્ષાનો, પોતાના સ્વરૂપનો નિર્દોષ આનંદ એકલા કે સમૂહમાં માણી શકે છે. નાના છોકરાઓને ભૂતકાળ કે ભવિષ્યકાળ કરતાં વર્તમાનકાળ જ વધુ વહાલો હોય છે. તેઓ પોતાની નિર્દોષ Page #93 -------------------------------------------------------------------------- ________________ ८४ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ રમતગમતનો, તોફાનમસ્તીનો આનંદ માણતાં હોય છે. કંઈક નવું જોવા, જાણવા મળે તો તેઓ પણ પ્રસન્નતા અનુભવી શકે છે. વિપરીત સંજોગોમાં પણ તેઓ જીવનનો રસ લૂંટી શકે છે. એક લેખકે યોગ્ય જ કહ્યું છે કે, 'Children think not of what is past, nor what is to come, but enjoy the present time, which few of us do.' જેનું કોઈ માલિક ન હોય, જેને માથે કોઈ ધણીધોરી કે દેખભાળ રાખવાવાળું ન હોય. જેની પાસે રહેવા માટે નિશ્ચિત વ્યવસ્થિત આશ્રયસ્થાન ન હોય, જે હરાયાં હોય, જે શેરીમાં, ખુલ્લા રસ્તાનો આશ્રય લઈ ગમે ત્યાં સૂઈ રહેતાં હોય એવાં કૂતરાં, બિલાડાં, ગાય, ઘોડા વગેરે માટે અંગ્રેજીમાં જૂના વખતથી street'નું વિશેષણ વપરાતું આવ્યું છે, જેમકે street dog, street cow વગેરે. દુઃખની અને શરમની વાત એ છે કે હવે એ વિશેષણ શેરીઓમાં રખડતા, આશ્રયવિહોણા છોકરાઓ માટે પણ વપરાવા લાગ્યું છે. street children માટે હવે ઘણી ચર્ચાવિચારણા અને યોજનાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થવા લાગી છે. દુનિયાના ઘણા દેશોમાં શેરીમાં રખડતા રહીને પોતાનું ગુજરાન ચલાવતા છોકરાઓ નજરે જોવા મળશે. આવા છોકરાઓ આર્થિક દષ્ટિએ પછાત એવા દેશોમાં અને તેમાં પણ એનાં મોટાં મોટાં શહેરોમાં વધુ જોવા મળે છે. દુનિયામાં એક મોટો પ્રશ્ન તે અનાથ બાળકોનો છે. આ પ્રશ્ન સનાતન છે. એવો વખત ક્યારેય નહિ આવે કે જ્યારે કોઈ જ બાળક અકાળે અનાથ ન થાય. અનાથ બાળકોનો મોટો પ્રશ્ન ગુજરાનનો છે. અનાથ બાળકો ઉપરાંત વેશ્યાઓનાં બાળકો, રક્તપિત્તનો રોગ થયો હોય એવાં માતપિતાનાં બાળકો, ગંદાગીચ વિસ્તારોમાં રહેતા દરિદ્ર કુટુંબનાં બાળકો, પોતાના મનની મરજીથી Page #94 -------------------------------------------------------------------------- ________________ શેરીના સંતાનો ૮૫ કંઈક જુદું જીવન જીવવા માટે નીકળેલાં બાળકો, દેખાદેખીથી નીકળેલાં બાળકો, માબાપે ઘરમાંથી હાંકી કાઢેલાં બાળકો, ઘરનાં ત્રાસથી ભાગી નીકળેલાં બાળકો-આમ વિવિધ પ્રકારનાં દસ બાર વર્ષથી વીસેક વર્ષનાં સંતાનો ઘર છોડીને પેટ ભરવા નીકળી પડે છે. કેટલાંક પોતાના શહેરમાં જ રખડે છે, તો કેટલાંક નજીક કે દૂરના મોટા શહેરમાં જઇને રહે છે. અન્ન, વસ્ત્ર અને આશ્રય એ ત્રણેની સમસ્યાવાળાં આવાં બાળકો, કેટલીક વાર તો ઢોરની જેમ આમતેમ રખડીને ખાવાનું શોધે છે. કેટલાંક તો એથી વધુ ખરાબ સ્થિતિમાં હોય છે. તેઓ કચરાના ઢગલામાંથી, એઠવાડમાંથી ખાવાનાં દાણાં વીણે છે અને મોટી ગટરોના વિસ્તારોમાં પડ્યા રહે છે. એમાંના કેટલાંયે અપૂરતા પોષણને કારણે કે રોગનો ભોગ બનવાને લીધે અકાળે મૃત્યુ પામે છે. આવાં શેરીનાં સંતાનોની-street children ની સમસ્યા વર્તમાન જગતની એક મોટી સમસ્યા છે. સમાજમાં ઘરમાં રહેતાં ગરીબ બાળકો માટે સેવાનું કાર્ય કરવાનું ક્ષેત્ર પણ ઘણું મોટું છે. વળી યુવાન ગરીબ બેકાર માણસોને રોજીરોટી મળી રહે તે માટે સરકારી સ્તરે અને સામાજિક સ્તરે ભગીરથ કાર્ય કરવાની આવશ્યકતા છે. સામાજિક કલ્યાણ માટેના વિષયો અને ક્ષેત્રો ઘણાં બધાં છે. આર્થિક રીતે સદ્ધર ગણાતા દેશોમાં પણ છોકરા-છોકરીઓની જાતજાતની સમસ્યાઓ હોય છે. અજ્ઞાન, અંધશ્રદ્ધા, કુરિવાજો, વૃદ્ધાવસ્થા, અનાથ બાળકો, મંદબુદ્ધિનાં બાળકો, જાતજાતની બીમારીઓથી પીડાતા માણસો એમ અનેક ક્ષેત્રો માનવતાવાદી કાર્ય કરવા માટેનાં છે. બધાં બધું કરી શકતાં નથી. એટલે જ કેટલાક પોતપોતાની ભાવના, રુચિ, શક્તિ, સાધનો, કાર્યકર્તાઓની સંખ્યા ઇત્યાદિ અનુસાર પોતાનું નાનકડું સેવાનું ક્ષેત્ર પસંદ કરીને એમાં સંગીન કાર્ય કરે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ - - - - માનવતાભરી સેવાનાં કાર્યક્ષેત્રો બદલાતી પરિસ્થિતિ અનુસાર સમયે સમયે બદલાતાં રહે છે. જમાને જમાને નવી નવી દષ્ટિવાળા નવા નવા સમાજસેવકો વિવિધ પ્રકારની યોજનાઓ હાથ ધરતા રહે છે. છેલ્લા થોડા દાયકામાં વિશ્વનાં રાષ્ટ્રો નજીક આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધ્યો છે. હવે માણસ પોતાનો જ દેશ, પોતાની જ કોમ કે પોતાની જ્ઞાતિ કે પોતાના શહેરના અમુક સમાજ પૂરતી સીમિત દષ્ટિ ન રાખતાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારતો થયો છે. એથી જ એક દેશની સમજકલ્યાણ-social Welfareની યોજના બીજા દેશને કામ લાગે છે. એક દેશની આપત્તિમાં બીજા દેશો સહાયભૂત થવા દોડી જાય છે. જુદા જુદા દેશની જુદી જુદી સમસ્યાઓના અધ્યયન માટે અભ્યાસીઓની ટુકડીઓ આખી દુનિયામાં ફરી વળે છે અને પોતાની ભલામણો તૈયાર કરે છે. આવી રીતે જ કેનેડાની રોટરી ક્લબના એક સનને વિચાર આવ્યો કે દુનિયામાં શેરીમાં રખડતા બાળકોના ઉદ્ધાર માટે કશુંક કરવું જોઈએ. એ માટે એમણે તૈયાર કરીને વહેતી મૂકેલી યોજનાને ભારતમાં મુંબઈની રોટરી ક્લબે પણ ઝીલી લીધી છે અને પાંચેક વર્ષથી એ દિશામાં એણે ઠીક ઠીક સંગીન કાર્ય ચાલુ કર્યું છે, કારણ કે બીજા દેશો કરતાં ભારતમાં શેરીનાં સંતાનોની સંખ્યા ઘણી મોટી છે. ભારતમાં પણ સૌથી વધુ આવાં સંતાનો મુંબઈમાં છે. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી, પટણા, બનારસ વગેરે મોટાં મોટાં શહેરોનાં રખડતાં સંતાનોની સંખ્યા બે કરોડથી વધુ થાય છે. દુનિયાના જે પ્રદેશોમાં અસહ્ય ઠંડી પડે છે ત્યાં શિયાળામાં બહાર રસ્તા પર સૂઈ રહેવાનું શક્ય નથી. રસ્તા પર સૂઈ રહેનાર વ્યક્તિ ઠંડીમાં મૃત્યુ પામે. એવા પ્રદેશોમાં અનાથ રખડતાં બાળકો ન હોઈ શકે એવું નથી, પણ ત્યાં કાં તો એ કોઈ આશ્રયસ્થાન મેળવી લે છે અને કાં તો મૃત્યુને શરણ થાય છે. યુરોપના, અમેરિકાના, કેનેડાના, Page #96 -------------------------------------------------------------------------- ________________ શેરીના સંતાનો ૮૭ રશિયાના ઠંડા પ્રદેશોમાં આ સમસ્યા એટલી મોટી નથી. એશિયા અને આફ્રિકાના દેશોમાં આ સમસ્યા ઉગ્રપણે પ્રવર્તે છે. પાશ્ચાત્ય દેશોમાં ઘરબાર છોડીને ભાગી નીકળેલા છોકરાઓ પોતાનું કોઈક આશ્રયસ્થાન શોધી લે છે. જાહેર સ્થળોમાં જ્યાં કનડગત ન હોય અને માથે છાપરા જેવું કંઈક હોય એવે સ્થળે આવા છોકરાઓ પડ્યા રહે છે. કુટુંબની ગરીબીને કારણે છોકરાને પેટ ભરવા માટે બહાર નીકળવું પડે એવું ત્યાં આોછું છે. માતાપિતાએ છોકરાને કાઢી મૂક્યો હોય અથવા માતાપિતાના ત્રાસથી અથવા માતપિતાનાં માંહોમાંહેના કલહ, છૂટાછેડા વગેરેને કારણે છોકરો ઘર છોડીને ભાગી ગયો હોય અથવા શ્રીમંતાઇથી કંટાળી ગયો હોય એવા બનાવો વધુ બને છે. વળી ત્યાં પણ સરખેસરખા છોકરાઓની દોસ્તીને કારણે એકબીજાને સાથ આપવા છોકરાએ ઘર ત્યજી દીધું હોય અથવા ચરસગાંજા કે એવાં કેફી પદાર્થોના વ્યસનને કારણે ઘર છોડી દીધું હોય એવા બનાવો વધુ બને છે. એટલે પાશ્ચાત્ય દેશોમાં ઘર છોડી દેવા માટે આર્થિક કારણ કરતાં સામાજિક કારણો વધુ જોવા મળે છે. જે મોટી સંખ્યા એશિયાના દેશોમાં રખડતા છોકરાઓની છે તેટલી સંખ્યા પાશ્ચાત્ય દેશોમાં નથી; તો પણ એવા છોકરાઓની, ખાસ કરીને માદક દવાઓના વ્યસની રખડતા છોકરાઓની સમસ્યા ત્યાં સરકાર અને સમાજ માટે માથાના દુખાવારૂપ હોય છે. હિપ્પી થઈ ગયેલા છોકરાઓનો એક આખો યુગ ત્યાં આવી ગયો અને હજુ પણ એની અસર વરતાય છે. આજે પણ શિકાગો, સાન્થાન્સિસ્કો, લંડન, લેનિનગ્રાડ જેવાં મોટાં શહેરોમાં street childrenનો પ્રશ્ન ઉગ્ર છે. શેરીનાં સંતાનોમાં મુખ્યત્વે છોકરાઓ જ હોય છે. છોકરીઓનું પ્રમાણ નહિવત્ જ હોય છે. ગામડામાંથી પોતાના ઘરમાંથી ભાગીને શહેરમાં દોડેલી છોકરીઓ કોઇક જ હોય છે. એમાં એકલદોકલ હોય Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ તો અનેકના શિકારનો ભોગ બને છે. એવી રીતે આવેલી કેટલીયે છોકરીઓ કાચી ઉંમરમાં અનીતિના ધંધામાં સપડાઈ જાય છે. એ વ્યવસાયમાં પડેલા દલાલોની નજર આવી છોકરીઓને શોધી કાઢે છે. રસ્તે રઝળતી છોકરીઓ માટે રસ્તા પર રાતવાસો રહેવાનું સલામત નથી. બળ અને પ્રલોભનો આગળ તેને ઝૂકી જવું પડે છે. પોતાનાં માબાપ પણ શહેરમાં ફૂટપાથ પર રહેતાં હોય એવી નાની છોકરીઓ દિવસ દરમિયાન પરચૂરણ મજૂરી કરી રાત્રે માબાપની સાથે જ રહેતી હોય છે. ક્યારેક બેપાંચ કુટુંબો સાથે ફુટપાથ પર રહેતાં હોય અને રાંધી ખાતાં હોય એવાં કુટુંબની છોકરીઓ ભેગી મળીને આસપાસના ઘરોમાં કંઈક કામ શોધી કાઢે છે અને થોડી કમાણી કરી લે છે. એવી નાની છોકરીઓ માટે પણ શારીરિક અને માનસિક એવા ઘણા પ્રશ્નો ઊભા થાય છે. અર્ધવિકસિત કે અવિકસિત દેશોમાં અનેક કુટુંબોને પોતાનું ગુજરાન કેમ ચાલાવવું એ મોટો પ્રશ્ન હોય છે. એવાં ભૂખે મરતાં કુટુંબોના નાના સંતાનો બહારગામ જઈને જો પોતાનું પેટ ભરી શકે તો કુટુંબને એથી રાહત જ અનુભવવા મળે છે. કેટલાંક કુટુંબો એવું ઇચ્છે પણ છે. કુટુંબને મદદરૂપ થવાને બદલે ભારરૂપ બનેલાં અપંગ બાળકો પણ નીકળી પડે છે. ક્યારેક છોકરો એકલો પોતે અથવા બેચાર મિત્રો મળીને કોઇક શહેરમાં પહોંચી જાય છે અને ત્યાં પોતાની હોંશિયારીથી કંઇક પેટિયું કૂટી કાઢે છે. મોટાં મોટાં શહોરોમાં શેરીનાં બાળકો માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના જેટલા ઉપાયો હોય છે એટલા નાનાં ગામડાંઓ હોતા નથી. નાનાં ગામડાંઓમાં રસ્તે રખડતું બાળક તરત ઓળખાઈ શકે છે. કોના ઘરનું એ બાળક છે અને ભરણપોષણની જવાબદારી કયા કુટુંબની છે એ પણ ખબર પડી જાય છે. એ કુટુંબને શરમાવી શકાય છે. ગામમાં ગામનું જ બાળક હોય છે. બીજા ગામથી આવેલાં Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શેરીના સંતાનો બાળકો ઓછાં હોય છે. ગામનું એ બાળક કંઈક મજૂરી કરીને, આજીવિકાનું સાધન મેળવીને, ક્યાંક ઓટલા પર, કોઈક છાપરા નીચે સૂઈને પોતાના દિવસો ગુજારે છે. આજીવિકા ન મળે તો એ ભીખ માંગીને પોતાનો નિર્વાહ કરે છે. દયાભાવનાવાળા લોકો એને ખાવાનું આપતા રહે છે. હોંશિયાર છોકરો હોય તો કોઈક એને પોતાની દુકાને, કારખાનામાં કે ખેતરમાં કામે લગાડી દે છે. ગામડાંઓમાં આવા છોકરાઓ એકલદોકલ હોય છે. એમનું કોઈ જૂથ બંધાય એટલી મોટી સંખ્યા સામાન્ય રીતે હોતી નથી. તેઓ ગામના લોકોથી ડરીને ચાલે છે. ચોરી વગેરેની ગુનાખોરીમાં ઓછા સંડોવાય છે. વ્યસનોમાં ક્યારેક કોઈકનાં ઠૂંઠાં ફૂંકવાની ટેવ પડી જાય છે, પણ એથી વધુ ખરાબ આદત તેઓને પ્રમાણે ઓછી પડે છે. શહેરમાં ચાલ્યા આવેલા રખડતા છોકરાઓની કોઈ ઓળખIdentity અન્ય નાગરિકો માટે એકંદરે હોતી નથી. આજે અહીં, તો કાલે બીજા વિસ્તારમાં તેઓ રખડે છે. એમની ઓળખ ન હોવાથી એમને કોઇની શરમ નડતી નથી કે નથી લાગતો કોઈનો ડર. અલબત્ત, બધાને પોતાની ધારણા પ્રમાણે જીવવાનું નથી મળતું. કેટલાકની દશા વધુ વરવી બની જાય છે. રખડતા છોકરાઓનું એક મોટામાં મોટું આશ્રયસ્થાન તે રેલવે સ્ટેશન છે. દુનિયાના ઘણા દેશોમાં અને વિશેષતઃ ભારતમાં અનેક આશ્રયવિહોણાં લોકોને માટે તે આશ્રયનું સ્થાન બનેલું છે. રેલવેના સ્ટેશનના પ્લેટફોર્મ પર અને બહારના ભાગમાં મુસાફરો, મજૂરો, બાવાઓ, ભિખારીઓ વગેરે જેમ રાત ગુજારે છે તેમ રખડુ છોકરાઓ પણ આડીઅવળી મજૂરી કરીને, કંઈક વેચીને કે કંઈક ખોટા ધંધા કરીને પોતાની રાત રેલવે સ્ટેશનમાં ગુજારે છે. રેલવેનું આ દિશાનું યોગદાન ઘણું જ મોટું અને નોંધ લેવા યોગ્ય છે. યુરોપના એક લેખકે તો ફક્ત રેલવે સ્ટેશન પર રખડતાં અને કંઇક આજીવિકા મેળવતાં છોકરાઓ ઉપર ખાસું સંશોધન કર્યું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ થિયેટરો, મંદિરો, મસ્જિદો, દેવળો વગેરે પ્રકારના ધર્મસ્થાનકોમાં કે એની આસપાસ આવા છોકરાઓને આશ્રયસ્થાન મળી રહે છે. શહેરોમાં દોડી આવતા છોકરાઓમાં હિંમત તો હોય જ છે. અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે કશા ઠામઠેકાણા વગર રહેવાનો વિચાર સામાન્ય રીતે તો કોઇપણ નાના છોકરાને ગભરાવી મારે એવો છે. પરંતુ જેનું પોતાનું ભાવિ આમ પણ કઠોર હોય છે તેને પોતાના ભાવિની ચિંતા રહેતી નથી. વસ્તુતઃ ઘણા તો મોટી આશામાં શહેરમાં આવે છે. શહેરની શેરીમાં રખડતા છોકરાઓને મળીને, વિશ્વાસ જીતીને એમના જીવનનો અભ્યાસ કરનારા જણાવે છે કે શહેરોમાં દોડી આવતા મોટા ભાગના છોકરાઓ ઉપર ચલચિત્રોની માઠી અસર હોય છે. અચાનક શ્રીમંત થવાના સ્વપ્નાં સેવીને તેઓ શહેરમાં આવે છે. આપણાં ચલચિત્રોમાં અવાસ્તવિક ઘટનાઓનું પ્રમાણ ઠીક ઠીક હોય છે. ગરીબ છોકરો અચાનક શ્રીમંત બની જાય, વૈભવશાળી જીવન જીવવા લાગે, શેઠની દીકરી પ્રાઇવરના કે ઘરનોકરના પ્રેમમાં પડી હોય અને ઘર છોડીને ભાગી જતી હોય, નોકરો ઘરમાં જલસા કરતા હોય એવાં એવાં દશ્યો ગરીબ ભૂખે મરતા છોકરાઓની કલ્પનાશક્તિને ઉત્તેજે છે અને તે ઘર છોડીને મોટા શહેરમાં દોડી આવે છે. વળી ચલચિત્રમાં જોવા મળતાં મોટાં શહેરો નજરે જોવાનાં પ્રલોભનો તેમને પણ હોય છે. શહેરમાં કંઈ કામધંધો નહિ મળે તો ભીખ માગીને પણ પેટનો ખાડો પૂરો કરી શકાશે આવી શ્રદ્ધાથી તેઓ શહેરમાં આવી પહોંચે છે. પોતાના ગામનો એક છોકરો ગયો હોય તો તે જોઈને બીજાને જવાનું મન થાય છે. અથવા અનુભવી છોકરો પોતાના ગામડે જઇને બીજા બેચાર છોકરાને શહેરમાં બોલાવી લાવે છે. આવી રીતે એમની જમાત વધતી જાય છે. - ઘરેથી ભાગી નીકળેલા છોકરાઓને થોડો વખત પોતાનાં માતાપિતા, ભાઇભાંડુ યાદ આવે છે, પણ પછી નવી જિંદગીમાં તે Page #100 -------------------------------------------------------------------------- ________________ શેરીના સંતાનો ૯૧ એવો ઓતપ્રોત થઇ જાય છે કે ઘર સાંભરતું બંધ થાય છે. તેને પોતાની સ્વતંત્ર રીતે જીવન જીવવા મળે છે અને પોતાની કલ્પના પ્રમાણે અમનચમન કરવા મળે છે એટલે ઘર માટેની એની લાગણી બુઠ્ઠી થઇ જાય છે. બીજી બાજુ ઘરની રજા લઇ શહેરમાં વ્યવસ્થિત રીતે નોકરી કરવા આવેલા છોકરાઓ વારંવાર ઘરને સંભારે છે, ઘરે જાય છે અને બચેલી રકમ માબાપને આપે છે, પરંતુ ભાગી નીકળેલા કે તરછોડાયેલા છોકરાઓનું એવું કશું અનુસંધાન ઘર સાથે રહેતું નથી. રસ્તે રખડતા ભૂખે મરતા છોકરાઓમાં ચોરીનું વ્યસન વહેલું આવે છે. જેમ અનુભવ થાય તેમ એની હોંશિયારી અને હિંમત વધતાં જાય છે. મોટા અનુભવી છોકરાંઓ, ટોળકીના સરદારો એમને ખિસ્સા કાપવા માટે, સ્ત્રીઓના ગળાની ચેન ઝૂંટવવા માટે માલસામાનની ઉઠાંતરી કરવા માટે તાલીમ આપતા રહે છે. પુખ્ત ઉંમરના થતાં તેઓ લૂંટ-ચોરીના મોટા મોટા કિસ્સાઓમાં સંડોવાતા જાય છે. આમ, શેરીનાં કેટલાંક સંતાનો સમય જતાં સમાજ માટે ભારરૂપ, દૂષણરૂપ, ભયરૂપ બની જાય છે. એકલા એકલા રખડતા છોકરાઓને પોતાની મજૂરીના કામમાંથી કોઇવાર ઓછી આવક થાય, તો કોઇ વાર અણધારી વધુ આવક થાય. કેટલાક તો પોતાના રોજની ખાધાખરચી કરતાં પણ વધુ રૂપિયા કમાતા હોય છે. આ વધારાની આવક ક્યાં રાખવી ? ઘર નથી, સાચવવાની કે સંતાડવાની જગ્યા નથી. એટલે પૈસા આવતાં આવા છોકરાઓમાં મોજશોખ ચાલુ થાય. ચલચિત્રો જોવાની, ચા, પાન, સિગરેટની ટેવ પટે છે. જુગાર રમાય, શરાબ પિવાય અને વેશ્યાગૃહોમાં જવાનું પણ ચાલુ થાય. મજૂરી કરીને કમાય, પણ પછી જિંદગી ધૂળધાણી થતી જાય. નાની કાચી ઉંમરમાં અશિષ્ટ કુટેવો પડવા માંડે. મોટા છોકરાઓમાં તો ગુંડાગીરીનું જોર પણ વધતું જાય. અંધારી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ આલમના માણસો પણ એવા જબરા છોકરાઓને મોટી લાલચ આપીને ચોરી, લૂંટ, દાણચોરી, ખૂન જેવાં મોટાં ગુનાહિત કાર્યોમાં ખેંચી જાય શહેરોમાં આવેલા કેટલાક છોકરાઓ એકલદોકલ રખડતા હોય છે, તો કેટલાક પોતાની ટોળી જમાવે છે. ટોળીમાં એકાદ મોટો છોકરો એમનો સરદાર બની બેસે છે અને લાલચ, ધમકી આપીને તેમને વશ રાખે છે. આવા ટોળકીવાળા છોકરાઓ પછી પોલિસને, પણ ગાંઠતા નથી. ઉંમરમાં મોટા થતાં, જબરા થતાં અને ફાવતા જતાં આવા કેટલાંક છોકરાંઓ મોટા ગુનેગારો બની જાય છે. દુનિયાભરમાં કરોડો એવા રખડતા શેરીના સંતાનો-street childrenના જીવનને સુધારવા માટે શું કશું ન કરી શકાય? પ્રત્યેક દેશમાં સરકારી સ્તરે જે યોજનાઓ થાય તે અપૂરતી જ રહેવાની. સામાજિક સ્તરે પણ સંગીન કાર્ય એ દિશામાં અવશ્ય થઈ શકે. આ વિશે કશુંક કરવાની ભાવના કેનેડાવાસી એક સર્જનને થઈ. એમણે વિશાળ ધોરણે એક સરસ આયોજન વિચાર્યું અને પોતાના પ્રોજેક્ટ માટે નામ આપ્યું street Kids International. એમણે આફ્રિકા અને એશિયાનાં કેટલાંક મોટાં શહેરો એ માટે પસંદ કર્યા. કિશોરો અને ઊગતા યુવાનો માટે એમણે વિવિધ પ્રકારની યોજનાઓનો અને ભલામણોનો જુદાં જુદાં કેન્દ્રો દ્વારા પ્રચાર કર્યો. મુંબઈમાં રોટરી કલબના આવા પ્રકારના આયોજન માટે Project Mainstream એવું નામ રાખવાનું શ્રી મહેન્દ્રભાઈ મહેતાએ સૂચવેલું. આ યોજનાનો આશય એ છે કે સમાજમાં ભદ્ર લોકોનો જે મુખ્ય પ્રવાહ-mainstream છે એમાં રસ્તે રખડતા છોકરાઓને સુધારીને ભેળવવા જોઇએ કે જેથી તેઓ પણ ભદ્ર સમાજનું એક અંગ બની રહે. તેઓને જો મેળવવા હોય તો તેઓને કેળવવા પડશે. તેઓને જો યોગ્ય રીતે કેળવવા હોય અને તેનું તાત્કાલિક સારું Page #102 -------------------------------------------------------------------------- ________________ શેરીના સંતાનો ૯૩. પરિણામ જોઈતું હોય તો તેઓને એમની વય અને પરિસ્થિતિ અનુસાર એવા પ્રકારની જુદી તાલીમ આપવી જોઇએ. રખડુ છોકરાઓને સુધારવા હોય તો એમને સારું શિક્ષણ આપવું જોઈએ, એમને શાળામાં દાખલ કરાવી ભણતા કરી દેવા જોઈએ એવો વિચાર આપણને તરત આવે. માબાપ સાથે ઘરમાં રહેતા છોકરા રખડુ થઇ ગયા હોય તો તેમને માટે આવો વિચાર અમુક દષ્ટિએ કદાચ યોગ્ય ગણાય. પણ રસ્તે રખડતા, રીઢા થયેલા, ન ધણિયાતા છોકરાઓ માટે શાળાનું ભણતર તરત કામ ન પણ લાગે. અનુભવને આધારે Project Mainstreamના આયોજકોનો એવો મત બંધાયો છે કે આ છોકરાઓને ફીની મદદ કરી શાળામાં દાખલ કરાવી શિક્ષણ આપવાની સગવડ કરી આપવામાં આવે તો તે બહુ સફળ નહિ થાય, કારણ કે જે જાતની આવા છોકરાઓને ટેવ પડી હોય છે એથી તેઓને શાળાના શિક્ષણમાં રસ નહિ પડે. શાળામાંથી ભાગી જવું એમને માટે એટલું જ સરળ છે. તેમનો મુખ્ય આશય તો પેટ ભરવાનો, રળી ખાવાનો છે. વળી તેઓમાં હોંશિયારી છે પણ સાધન અને સગવડનો અભાવ છે. ચોરી કરીને, ખિસ્સા કાતરીને કે પરરચુરણ મજૂરી કરીને પોતાની આજીવિકા મેળવનારને વધુ ગૌરવવાળી કમાણીમાં રસ પડે અને તે જલદી ગ્રહણ કરી શકે એવા કામની તાલીમ આપવી જોઈએ. પ્રોજેક્ટ મેઇનસ્ટ્રીમ તરફથી એવા રખડતા છોકરાઓનો સંપર્ક કરીને, વિશ્વાસ જીતીને, તેમને ચા બનાવતાં, સમોસા, કચોરી કે સેન્ડવિચ બનાવતાં, ફૂલના ગજરા બનાવતાં તથા અન્ય પ્રકારનાં કામો વ્યવસ્થિત કોર્સ પ્રમાણે શીખવવામાં આવે છે. એવી તાલીમ બરાબર તે લઈ લે તે પછી એને પોતાનો વેપાર કરવા માટે સાધનો અપાવવામાં આવે છે. આર્થિક લોન આપવામાં આવે છે. આમ કરવાથી છોકરામાં પોતાની શક્તિ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ માટે આત્મવિશ્વાસ વધે છે. નવું કંઈક શીખ્યાનો તથા પોતાની મહેનતની કમાણી મેળવ્યાનો અનેરો આનંદ તે અનુભવે છે. વધુ હોંશિયાર છોકરાઓ હોય તો તેમને ડ્રાઇવિંગ શીખવવામાં આવે છે. લિફટમેન, વોચમેન, ટેલિફોન ઓપરેટર કે મોટર મિકેનિકનું કામ પણ શીખવવામાં આવે છે. છોકરીઓને ઘરકામ કરતાં, નાનાં બાળકો કે માંદાં વૃદ્ધોને સાચવતાં, ટેલિફોન પર વાત કરતાં, ઘરનાં મશિનો ચલાવતાં શીખવવામાં આવે છે. આવી રીતે એક વેડફાઈ જતી અને સમાજ માટે બોજારૂપ, ચિંતારૂપ બનતી જિંદગીને બચાવી લેવામાં આવે છે. આ યોજના હેઠળ મુંબઈમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ચાર હજારથી વધુ છોકરાઓને એમની મનપસંદ તાલીમ આપવામાં આવી છે. આ યોજના હેઠળ જે છોકરાઓ પોતે કંઇક નાનું પ્રકીર્ણ કામ કરીને પોતાની રોજી રળવા ઇચ્છતા હોય અને એમની પાસે ધન કે સાધનનો અભાવ હોય તેવા છોકરાઓને નાની રકમની લોન આપીને એમને કામધંધે લગાડવાના પ્રયાસો થાય છે. એ માટે યોગ્ય છોકરાઓની પસંદગી થાય છે, ચકાસણી થાય છે, એને શાળાનું પ્રાથમિક શિક્ષણ અપાય છે અને એ જે જાતનો વ્યવસાય કરવા ઇચ્છતો હોય તેની તાલીમ અપાય છે. આ પ્રાથમિક ભૂમિકાની તૈયારીની ઘણી જરૂર રહે છે કે જેથી બિનઅનુભવી છોકરાઓ નિષ્ફળતા મળતાં ફરી પોતાની અનિષ્ટ પ્રવૃત્તિમાં પાછા ન ચાલ્યા જાય. છોકરાઓને કમાવામાં રસ પડે એટલે એને થોડી થોડી રકમ બચાવવા અને બેંકમાં ખાતું ખોલીને મૂકવા માટે પણ તાલીમ અપાય છે કે જેથી છોકરાઓ સ્વચ્છંદે ચડી વ્યસની ન બની જાય. આવું કામ એકલે હાથે તો થાય નહિ. એ માટે કાર્યકર્તાઓની તથા સામાજિક સહકારની પણ જરૂર પડે જ. એ માટે આયોજકોને બાળકો-કિશોરોના ક્ષેત્રમાં કામ કરતી દોઢસોથી વધુ સામાજિક Page #104 -------------------------------------------------------------------------- ________________ શેરીના સંતાનો સંસ્થાઓએ સસ્કાર આપવાનું ચાલુ કર્યું છે. કેટલીક વ્યક્તિઓમાં કુદરતી રીતે જ બાળક માટે વહાલ હોય છે. એમની સાથે ભળી જવાની આવડત હોય છે. એવી બાળવત્સલ વ્યક્તિઓ આવી યોજનામાં માનદ્ કે સવેતન કાર્યકર્તા તરીકે જોડાય છે. આયોજકોની એક સુંદર યોજના એવી પણ છે કે આવા છોકરાઓની જે ટોળકીનો વિશ્વાસ જીતી શકાયો હોય એ ટોળકીમાં છોકરાંઓ રાત્રે જ્યારે સૂવા માટે એકત્ર થતા હોય ત્યાં પ્રૌઢ મહિલા કાર્યકર્તા તેમની પાસે જઈને તેમને માતાતુલ્ય વાત્સલ્ય આપી, ગીતો ગાઇ, વાર્તાઓ કહી, તેમની સાથે ભળી જઈ તેમને સાંસ્કારિક તાલીમ આપે છે અને તેમની ચોરી કે અન્ય વ્યસનોની અંગત, ખાનગી માહિતી મેળવી તેમાંથી છોડાવવા તેમને માર્ગદર્શન આપે છે. આ ઘણું કપરું કામ છે. મહિલા કાર્યકર્તાઓમાં પણ એવી નૈતિક હિંમત હોવી જરૂરી છે. આયોજકો માને છે કે આ દિશામાં જો સંગીન કાર્ય થાય તો એનાં ભાવિ પરિણામ ઘણાં સારાં આવી શકે. આમ, શેરીનાં સંતાનોને સ્વમાનભેર સ્વનિર્ભર જીવન જીવવા માટે, રાષ્ટ્રના એક ઉત્તમ નાગરિક બનવા માટે યોગ્ય તક પૂરી પાડવાના આશયથી આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજનો થવા લાગ્યાં છે. સમાજ માટે આ એક ઉવળ નિશાની છે. પોતાની મેળે કોઈ ખરાબ હોતું નથી. એને યોગ્ય તક આપવામાં આવે તો એનું જીવન પણ દીપી ઊઠે. અયોગ્ય પુરુષો નાતિ, યોગતત્ર | આવા નિઃસ્વાર્થ યોજક થવું એ પણ એક મોટું સામાજિક યોગદાન છે. જે સમાજમાં આવા યોજકો વધુ તે સમાજ રુણ થતાં બચી જાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાનો સુવર્ણમહોત્સવ કેટલાક સમય પહેલાં ભારતે પોતાની સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ સારી રીતે ઊજવ્યો. પાકિસ્તાનની ઉજવણીમાં નહોતી એવી રોનક કે નહોતો એવો ઉત્સાહ. બંગલા દેશમાં તો ૧૫ મી ઓગસ્ટ એટલે શેખ મુજિબુર રહેમાનની હત્યાનો દિવસ. અલબત્ત, સ્વતંત્ર ભારત માટેનું ગાંધીજીનું જે સ્વપ્ન હતું તે સાકાર થયેલું ન જણાય. આઝાદીના જંગમાં ઝૂકાવનાર અને પોતાના જીવનને હોડમાં મૂકનાર, પોતાનાં અંગત સુખોનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સૈનિકોને વર્તમાન ભારતીય રાજકારણથી સર્વથા અસંતોષ હોય, બલ્લે તે માટે આક્રોશ હોય એ સમજી શકાય એમ છે. હાલ એવા સ્વાતંત્ર્ય સૈનિકો દેશની વસતિના દસ ટકા જેટલા પણ નહિ રહ્યા હોય. તેઓને પૂછવામાં આવે તો કહેશે કે આ સુવર્ણ મહોત્સવ ખરો, પરંતુ એ સુવર્ણ તે બાવીસ કે ચોવીસ કેરેટનું નહિ, પણ બાર ચૌદ કેરેટનું ગણાય. દેશ ગુલામીમાં જકડાયેલો હતો, ગરીબી અને બેકારી હતી છતાં એ વખતે ભારતીય પ્રજાની જે રાષ્ટ્રીય ભાવના હતી, ત્યાગ, સેવા, સંયમ અને પ્રામાણિકતાનું વાતાવરણ હતું તેમાનું કશું જ આજે જોવા નથી મળતું. એ જમાનો જીવવા જેવો હતો. ગાંધીજીનું નેતૃત્વ સૌને માટે અત્યંત પ્રેરણારૂપ હતું. ભવિષ્યમાં ભારતની સ્વતંત્રતાની શતાબ્દીનો મહોત્સવ જ્યારે ઊજવાશે ત્યારે તો કોઇ સ્વાતંત્ર્ય સૈનિકો વિદ્યમાન નહિ હોય. ત્યારે પરિસ્થિતિની જાતઅનુભવને આધારે સરખામણી કરનાર કોઈ નહિ હોય. પરંતુ ભારત જો સવેળા જાગ્રત થઈ જાય તો એનો શતાબ્દી મહોત્સવ દુનિયામાં નમૂનારૂપ, પ્રેરણારૂપ બની રહે. રશિયામાં ૧૯૧૭ની લોહિયાળ ક્રાન્તિ પછી થયેલા સોવિયેટ યુનિયનના સર્જન એક ઉત્તમ રાજ્યવ્યસ્થાની આશા આપી હતી, પરંતુ તે એક સૈકા જેટલો સમય પણ ટકી ન શકી. શતાબ્દી મહોત્સવ પહેલાં ભારત Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ છિન્નભિન્ન નહિ થાય એવી આશા જરૂર રાખી શકીએ કારણ કે ભારતે હજુ ધર્મને જીવનમાંથી તિલાંજલિ આપી નથી અને ભારતની સ્વતંત્રતાના પાયામાં પવિત્ર લોકોના જીવનનું બલિદાન રહેલું છે. ભારતની સ્વતંત્રતાના સુવર્ણ મહોત્સવ પ્રસંગે એની સિદ્ધિ અને મર્યાદાઓનું સર્વેક્ષણ પ્રચાર માધ્યમો દ્વારા વિવિઘ દષ્ટિકોણથી કરવામાં આવ્યું છે. એટલે અહીં તો માત્ર થોડાક મુદ્દાઓ વિશે કેવળ મારા વિચારો રજૂ કરું છું. ભારત, પાકિસ્તાન અને બંગલા દેશ એ ત્રણેમાં ભારત એવું નસીબદાર રહ્યું છે કે જ્યાં લશ્કરી સરમુખત્યારશાહી આવી નથી. ભારતીય સૈન્ય એની વિશિષ્ટ પરંપરા જાળવી રાખી છે, સીમાઓ સુરક્ષિત રાખી છે અને પોતાની કાબેલિયત બતાવી છે. ચીનના આક્રમણ વખતે સૈન્યની નહિ પણ સંરક્ષણ ખાતાની ગરબડોને લીધે ગફલતમાં રહેવાયું હતું. તે પછી ક્યારેય એવું બનવા પામ્યું નથી. ભારતીય સૈન્યની વર્તમાન સિદ્ધિઓ પ્રશસ્ય છે. સ્વાતંત્ર્યના આ પચાસ વર્ષમાં પાકિસ્તાન કે બંગલા દેશે જે પ્રગતિ સાધી છે તેના કરતાં ભારતની પ્રગતિ વધુ સંગીન છે. શ્રીલંકા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, કેનિયા, યુગાન્ડા, તાન્ઝાનિયા વગેરે નાના દેશો કરતાં પણ ભારતમાં વધુ વિકાસ જોવા મળશે. જેમણે આઝાદી પૂર્વેનું ભારત જોયું છે તેઓ જરૂર કહેશે કે ભ્રષ્ટાચારની વાત બાજુ પર રાખીએ તો ભારતની વિકાસયાત્રા એકંદરે સંતોષકારક ગણી શકાય એવી છે. અલબત્ત, જો વહીવટી કાર્યતંત્ર વધુ કાર્યક્ષમ હોત અને પ્રઘાનો, અમલદારો અને વહીવટી તંત્ર વધુ સ્વચ્છ હોત, રાજકારણમાં પડેલા નેતાઓ વધુ પ્રામાણિક, સમજદાર અને રાષ્ટ્રનિષ્ઠાવાળા હોત તો આથી પણ ઘણી બધી વધારે પ્રગતિ સાધી શકાઈ હોત. Page #107 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ ભારતની એક મોટી સમસ્યા તે વસતિ વધારાની છે. વધતી જતી વસતિને કારણે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં આયોજનો પૂરાં સફળ થયાં નહિ. પંચવર્ષીય આયોજનો કરતી વખતે વસતિ વધશે એ મુદ્દાને જેટલો લક્ષમાં રખાવો જોઇતો હતો તેટલો રખાયો નહિ. હિંદુસ્તાનના ભાગલા પડ્યા તે વખતે ચાલીસ કરોડની વસતિમાંથી આશરે ત્રીસ કરોડ વસતિ ભારતની અને આશરે દસ કરોડની વસતિ પાકિસ્તાનની હતી. પરંતુ પચાસ વર્ષમાં ભારતની વસતિ ત્રીસ કરોડમાંથી નેવું કરોડ કરતાં વધુ થઇ ગઇ. ભારતમાં આઝાદી મળી ત્યારે પચાસ ટકાથી વધુ વસતિ ગરીબીની રેખા નીચે જીવતી હતી. દેશનો આર્થિક વિકાસ ખાસ કોઇ થયો નહોતો. પ્રજા ગરીબ હશે તો દબાયેલી રહેશે એવો સ્થાપિત સ્વાર્થ પણ બ્રિટિશ સરકારનો હતો. સ્વતંત્રતા મળ્યા પછીના દાયકામાં આર્થિક વિકાસના કાર્યક્રમો ઝડપથી લેવાયા અને ઠીક ઠીક પ્રગતિ થવા લાગી, પણ પછીથી વિકાસની ગતિ મંદ પડતી ગઇ. વિકાસકાર્યોનાં નાણાંની ઉચાપત થવા લાગી. અધૂરાં વિકાસ કાર્યોનો લાભ ગામડાંઓના ગરીબો સુધી જેટલો જોઇએ તેટલો પહોંચ્યો નહિ. પરિણામે ગરીબ પ્રજા એકંદરે ગરીબ જ રહ્યા કરી. આમ છતાં વિકાસ કાર્યો નથી થયાં એમ કહી શકાશે નહિ. પચાસ ટકા જેટલી વસતિ હાલ ગરીબીની રેખા નીચે જીવે છે એવી ફરિયાદ કરવામાં આવે છે. એ સાચી હોય તો પણ એનો અર્થ એ થયો કે પિસ્તાલીસ કરોડ કરતાં વધુ લોકો ગરીબીની રેખાની ઉપર છે. આઝાદી વખતે જે ત્રીસ કરોડની વસતી હતી તેની જગ્યાએ પચાસ વર્ષ પછી પિસ્તાલીસ કરોડ કરતાં વધુ લોકો સરેરાશ સારું જીવન ધોરણ ધરાવે છે. જો વસતિ વધારો મર્યાદિત રહ્યો હોત તો ભારતની સમગ્ર પ્રજા એકંદરે સુખી હોત એમ કહી શકાય. દુનિયામાં સૌથી વધારે વસતિ ચીનમાં છે. વસતિમાં બીજે નંબરે ભારત આવે છે. ભારતની વસતિ એક અબજ સુધી પહોંચવા આવી ૯૮ Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ ૯૯ છે. પરંતુ ચીનમાં સામ્યવાદ છે. ભારતમાં લોકશાહી છે. એટલે દુનિયામાં લોકશાહી દેશોમાં પ્રથમ નંબરે ભારત આવે છે. સ્વતંત્રતા મળ્યા પછી પચાસ વર્ષ સુધી આ લોકશાહી ટકી રહી એ ભારતની મોટામાં મોટી સિદ્ધિ છે. અલબત્ત, લોકશાહી જે સ્વરૂપે વિકસવી જોઈએ તે સ્વરૂપે વિકસી નથી, તો પણ ભારતમાં લોકશાહીનાં મૂળ ઊંડા જતાં જાય છે એ ગૌરવ લેવા જેવી વાત છે. લોકશાહીના ઘણા લાભ છે. તેમ કેટલાક ગેરલાભ પણ છે. વિલંબ એ એનો મોટો દુર્ગુણ છે. ભારતમાં એ વધુ ઉગ્ર સ્વરૂપે છે, તો પણ એટલા ભોગે પણ લોકશાહી ઇચ્છવાયોગ્ય છે. સ્વતંત્રતા પછી પંજાબ, ગુજરાત, કેરાલા, મહારાષ્ટ્ર વગેરે કેટલાંક રાજ્યોએ ઠીક ઠીક આર્થિક પ્રગતિ કરી છે. જો કે જે કરી છે તે સવશે સંતોષકારક તો ન જ કહેવાય. તો પણ ત્યાં ગરીબી અને બેકારીનું પ્રમાણ એકંદર ઓછું રહ્યું છે. બીજી બાજુ બિહાર, બંગાળ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, આસામ, અરુણાચલમ, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે કેટલાંક રાજ્યોમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ ઘણું રહ્યું છે. એમાં પણ બિહાર જેવા રાજ્યોની સ્થિતિ તો ઘણી જ ગંભીર છે. બિહારના કેટલાયે ભાગોમાં ફરતા હોઈએ તો એમ ન લાગે કે આપણે આધુનિક ભારતમાં ફરી રહ્યા છીએ. ગામડાંઓમાં ઝૂંપડાંઓમાં રહેતી એ જ ગરીબ જનતા જોવા મળે. બિહારમાં પ્રજા એટલી બધી ગરીબ છે, અને ગંદકી તથા ગેરશિસ્તનું પ્રમાણ એટલું બધું છે કે વાત ન પૂછો. એને લીધે તથા દારૂ વગેરેના વ્યસનોને લીધે ત્યાં ચોરી, લૂંટફાટનું પ્રમાણ પણ ઘણું બધું છે. નકસલવાદી પ્રવૃત્તિ પણ ત્યાં ચાલે છે. એથી કોઈ મોટા ઉદ્યોગો બિહારમાં સ્થાપવાની હિંમત કરી શકતું નથી. મારી નાખવાની ધમકીઓને કારણે વેપારીઓ પોતાના વેપારને સંકેલી લે છે. આ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જાય છે. ત્રણેક દાયકા પહેલાં બિહારની જે સ્થિતિ હતી તેના કરતાં હવે વધુ બગડી છે. ભ્રષ્ટાચાર, ગુંડાગીરી વગેરેનું પ્રમાણ ત્યાં બહુ જ વ્યાપક છે. પ્રધાનો, અધિકારીઓ, પોલીસો, એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, શિક્ષકો અને ખુદ ન્યાયાધીશો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે. બિહારની પરિસ્થિતિ માત્ર સરકારી આર્થિક સહાયથી સુધરે તેમ નથી. મારી દષ્ટિએ બિહારનું તંત્ર સુધારવા માટે સૌ પ્રથમ શિસ્તનું ધોરણ સ્થાપવું જોઈશે અને એ માટે બિહારમાં કેટલાંક લશ્કરી તાલીમ કેન્દ્રો સ્થાપવા જોઈએ. એ સ્થાપવાથી ટલાંક લોકોને રોજી મળશે. ફૌજી લોકોની શિસ્તનો પ્રજાના જીવન ઉપર પ્રભાવ પડશે. કેન્ટોન્મેન્ટ વિસ્તાર સ્વચ્છ અને સુરક્ષિત બનશે. ત્યાં સારા વેપારીઓ સલામતીપૂર્વક વેપાર કરી શકશે. તૈયાર થયેલા બિહારી સૈનિકો પોતાના રાજ્યમાં શિસ્તનું વાતાવરણ જન્માવશે. પાંચ પંદર વર્ષે તેનું સારું પરિણામ જોવા મળશે. આ પ્રયોગ કરી જોવા જેવો છે. પોલીસને ન ગાંઠતી પ્રજામાં અને ભ્રષ્ટ પોલીસોના રાજ્યમાં ફૌજી વાતાવરણથી જ સુધારા કરી શકાય. આસામ, અરુણાચલમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે રાજ્યો દિલ્હીથી ઘણાં જ દૂર છે. પ્રજા એકંદરે ત્યાં ગરીબ છે અને ખેતીવાડી વગેરે દ્વારા પોતાનો જીવન ગુજારો કરે છે. ભારતની ભૌગોલિક આકૃતિ ત્રિકોણાકાર છે અને પાટનગર દિલ્હી તથા કેન્દ્ર સરકાર પંજાબ, રાજસ્થાન, ગુજરાત કે ઉત્તર પ્રદેશને જેટલાં નજીક લાગે છે તેટલાં નજીક આસામ વગેરે રાજ્યોને લાગતાં નથી, તેઓ જાણે મૂળ પ્રવાહ (Main stream)થી છૂટા પડી ગયા હોય તેવું અનુભવે છે. દક્ષિણ ભારતનાં આંધ્ર, કેરાલા અને તામિલનાડુ વગેરે રાજ્યો સાથે આઝાદી પૂર્વે પણ ટ્રેન વ્યવહાર વગેરેને કારણે અવરજવરનું પ્રમાણ વધુ રહ્યું છે. પરંતુ પૂર્વનાં રાજ્યો સાથે હળવાભળવાનો Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ ૧૦૧ એટલો વ્યવહાર સ્થપાયો નથી. બીજી બાજુ એ રાજ્યો માટે થોડા માઈલના અંતરે જ ચીની રાજ્ય અને બર્મી રાજ્ય છે. ભાષા અને નૃવંશશાસ્ત્રની દષ્ટિએ, તથા મોંગોલિયન મુખાકૃતિ વગેરેની દષ્ટિએ એમની સાથે તેઓનું સામ્ય છે. એટલે તેના પ્રભાવ હેઠળ તેઓ આવે એ સ્વાભાવિક છે. એટલે પૂર્વનાં એ રાજ્યોને ભારતની સાથે એકરૂપ બનાવવા માટે સાંસ્કૃતિક તથા વહીવટી દષ્ટિએ વિવિધ યોજનાઓ થવી જોઇએ. દિલ્હી સુધી પહોંચવું એ ત્યાંની ગરીબ પ્રજા માટે સ્વપ્નસમાન છે. દિલ્હી સાથે તેઓની આત્મીયતા ઓછી રહે એ સ્વાભાવિક છે એટલે એ રાજ્યોની પ્રજાને ભારતના વિવિધ ભાગોમાં આવવાની અને ભળવાની તક મળે એ માટે વિશાળ ધોરણે આયોજનો થવાં જોઈએ. વહીવટી દષ્ટિએ મને એમ લાગે છે કે કેન્દ્ર સરકારનાં જે વહીવટી ખાતાં ફક્ત દિલ્હીમાં છે તેમાંથી કેટલાંકના પેટા વિભાગ દક્ષિણમાં અને પૂર્વમાં સ્થાપવાં જોઇએ કે જેથી પ્રજા નિકટતાનો અનુભવ કરી શકે. સુપ્રીમ કોર્ટ ફક્ત દિલ્હીમાં જ છે. પરંતુ બેંગલોર (કે માયસોર)માં તથા ગોહાટીમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવાથી વહીવટી ખર્ચ વધશે, પરંતુ એ પ્રદેશોની પ્રજાની કેન્દ્ર સરકાર સાથે આત્મીયતા સધાશે. આવાં બીજાં સંખ્યાબંધ ખાતાંઓ વિશે વિચાર કરી શકાય. ઝડપી ટ્રેનો દ્વારા ત્યાં સુધીની અવરજવર વધારી શકાય અને પર્યટન કેન્દ્રો સ્થાપીને એને વિકસાવી શકાય. પાર્લામેન્ટનાં કેટલાંક સત્રો ગોહાટી અને બેંગલોરમાં યોજાવાં જોઇએ. ગાંધીજીએ સ્વરાજ માટેની ચળવળ ઉપાડી ત્યારે એની સાથે જ સુરાજ્ય માટેની ઝુંબેશ પણ ચાલુ કરી દીધી હતી. ગાંધીજીએ દેશને આબાદ બનાવવા માટે રચનાત્મક કાર્યક્રમો પણ આપ્યા હતા અને એ બધા રચનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી પૂર્વે જ થઈ ગયો હતો. પરંતુ કમનસીબે સ્વતંત્ર સરકારની રચના પછી રચનાત્મક Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ કાર્યક્રમોને સરકારી સ્તરે એટલું પ્રોત્સાહન મળ્યું નહિ અને ઉત્તરોત્તર વધુ દુર્લક્ષ સેવાતું રહ્યું. ઉદાહરણ તરીકે ગાંધીજીએ ગ્રામસફાઈ અને સ્વચ્છતાને રચનાત્મક કાર્યક્રમમાં સ્થાન આપ્યું હતું. પરંતુ સ્વતંત્રતા પૂર્વે ગામડાંઓમાં જેટલી સફાઇ હતી તેટલી સચવાઈ તો નહિ, પરંતુ ઉત્તરોત્તર વધુ અને વધુ ગંદકી થતી ગઈ અને રોગચાળા વધતા જ રહ્યા. મુંબઈ, દિલ્હી જેવાં મોટાં શહેરો પણ પહેલાં કરતાં વધુ ગંદાં બની ગયાં. ભારતના કેટલાયે આદિવાસી વિસ્તારોની જાતે મુલાકાત લઈએ તો જણાશે કે સ્વતંત્રતા પૂર્વેની તેઓની જે સ્થિતિ હતી અને વર્તમાન સમયમાં જે સ્થિતિ છે એ બંને વચ્ચે ખાસ કશો ફરક પડ્યો નથી. એક રીતે કહીએ તો દેશને સ્વતંત્રતા મળી હોય કે ન મળી હોય એથી એમની દશા હજુ એવી ને એવી જ રહી છે. આનો અર્થ એ નથી કે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે ઈરાદાપૂર્વક તેમની ઉપેક્ષા કરી, છે. પરંતુ જે વિવિધ વિકાસ યોજનાઓ થઈ છે તેનો લાભ તેમના સુધી પહોંચ્યો નથી. એ માટે વિવિધ સ્તરે આયોજનોની અને તેમાં રહેલી ત્રુટિઓ નિવારવાની આવશ્યકતા છે. ભારતીય એકતા માટે રાષ્ટ્રભાષા હિંદી પ્રત્યે વધુ લક્ષ આપવાની જરૂર છે. બંધારણમાં એની જોગવાઈ હોવા છતાં નહેર અને રાજાજીના અંગત મતભેદોને લીધે રાજાજીએ હિંદીનો વિરોધ કર્યો અને પ્રચાર ખોરંભે પડી ગયો. નહેરુનો પોતાનો અંગ્રેજી માટેનો મોહ પણ એમાં કામ કરી ગયો. સરકારી કચેરીઓમાં અને કંપનીઓ વગેરેમાં અંગ્રેજી . જ મુખ્ય ભાષા બની ગઈ. હવે જ્યારે એ જૂના વિવાદો નથી ત્યારે ગાંધીજીની ભાવનાને અનુસરીને, ફરજિયાત રીતે નહિ પણ પ્રેમના વાતાવરણમાં, સરાકરી સ્તરે નહિ પણ સામાજિક સંસ્થાઓ દ્વારા હિંદી ભાષાના પ્રચાર અને વિકાસ માટે કાર્ય થવું જોઈએ. ભારતના Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ ૧૦૩ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને હિંદીમાં બરાબર સોગંદ લેતાં પણ ન આવડે એ સ્થિતિ શરમજનક ગણાવી જોઇએ. અત્યારની દુનિયામાં બીજા દેશો સાથે વ્યવહાર ન રાખીને એકલા અટૂલા રાષ્ટ્ર તરીકે રહેવાનું કપરું છે. પાડોશી સત્તાઓ સતાવ્યા વગર રહે નહિ. એમાં પણ રાજકીય ઉપરાંત આર્થિક ક્ષેત્રે ઘણી સમસ્યાઓ ઊભી થાય. બહુરાષ્ટ્રીય કંપનીઓ દુનિયાનાં બજારો કબજે કરવા ભારે સ્પર્ધા કરતી રહી છે. એમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન વગેરે છે. આ કંપનીઓ પગપેસારો કરીને અઢળક ધન ખેંચી જાય છે. નવી નવી શોધો દ્વારા તેઓ પોતાનું વર્ચસ્વ વધારતી રહે છે. દુનિયાનાં બજારો ન મળે તો એનું અસ્તિત્વ ન ટકે. પરંતુ ભારતે એવી બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથેના વ્યવહારમાં ઘણું સાવધ રહેવું ઘટે. ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી એ એને ભૂલવું ન જોઇએ. ત્યારે તો એક જ કંપની હતી. હવે તો ઘણી કંપનીઓ આવી છે. એમાંથી થોડીક પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્વરૂપ ધારણ કરે તો ભારતને ફરી રાજકીય અને આર્થિક ગુલામી ભોગવવાનો વખત આવશે. જો એ કંપનીઓનું અને તેમાં પણ અમેરિકન કંપનીઓનું વર્ચસ્વ વધી જાય તો ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન કોણ બને એનો નિર્ણય અમેરિકાની કંપનીઓ લેતી થઇ જશે અને ભારતને લાચાર થઇને એ જોયા કરવું પડશે. ભારતને એવી કંગાળ અને દેવાદાર હાલતમાં તેઓ મૂકશે કે પછી એની નાગચૂડમાંથી નીકળવાનું અઘરું થઇ પડશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભલી અને પરગજુ છે એમ માનવાની ભૂલ ક્યારેય ન થવી જોઇએ. તેઓના આર્થિક પેંતરા તો પરિણામ આવ્યા પછી જ જણાય છે. ટોચના રાજકીય નેતાઓને ભોળવવાની અને અર્થોંધ બનાવવાની મોહિની તેમની પાસે છે. થોડાઘણા અમીચંદો તેમને મળી જ રહેવાના. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ બેકારી, ગરીબી, ગંદકી, ન્યાયમાં વિલંબ અને વહીવટી તંત્રમાં લાંચરૂશ્વત એ ભારતની મોટી સમસ્યાઓ છે કે જેને લીધે પ્રગતિ કરતું હોવા છતાં ભારત પાછળ રહી જાય છે. વિકાસ કાર્યો માટેનાં નાણાં પૂરેપૂરાં ખર્ચાતાં હોત અને સરકારને મહેસૂલ પૂરેપૂરું મળતું હોત તો ભારતની સ્થિતિ છે તેના કરતાં ઘણી બધી સરસ હોત. અલબત્ત, ભારતમાં જ્યાં સુધી લશ્કર રાજકારણમાં ભાગ લેતું નથી, સુપ્રીમ કોર્ટ, ઈલેકશન કમિશન, સી.બી.આઈ. વગેરે ભ્રષ્ટ થયાં નથી ત્યાં સુધી લોકશાહી સુરક્ષિત છે. ભારતમાં દુનિયાની મોટામાં મોટી લોકશાહી છે. એની સાથે સાથે તે દુનિયાની શ્રેષ્ઠ અને ઉદાહરણરૂપ લોકશાહી બને એવી આશા આપણે રાખીએ. Page #114 -------------------------------------------------------------------------- ________________ સમયસુંદર વિશે શોધપ્રબંધ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એ મારા રસ અને અભ્યાસનો વિષય રહ્યો છે. એમાં પણ વિપુલ સાહિત્યના સર્જક કવિવર સમયસુંદર મારા અત્યંત પ્રિય કવિઓમાંના એક છે. વસ્તુતઃ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન-અધ્યયનના કાર્યમાં મારો પ્રવેશ સમયસુંદરના સાહિત્યથી થયો હતો. નલદમયંતી વિશેના સાહિત્ય અંગે મારો શોધપ્રબંધ તૈયાર કરતો હતો ત્યારે ઈ.સ. ૧૯૫૫માં સમયસુંદરકૃત નલદવદંતી રાસ”નું હસ્તપ્રતોને આધારે સંપાદન તૈયાર કરવાનું પ્રાપ્ત થયું હતું. સમયસુંદરની કવિપ્રતિભાનો ત્યારે સવિશેષ પરિચય થયો હતો. એટલે સમયસુંદર વિશે ડૉ. વસંતભાઈ દવેએ શોધપ્રબંધ પ્રકાશિત કર્યાનું જ્યારે જાણ્યું હતું ત્યારે ઘણો આનંદ થયો હતો. યુનિવર્સિટીની કક્ષાએ પીએચ.ડી.ની ઉપાધિ માટે ભિન્નભિન્ન વિષયોમાં તૈયાર થતા અને સ્વીકારાતા બધા જ શોધપ્રબંધો ગ્રંથરૂપે પ્રગટ કરવાને યોગ્ય હોતા નથી. કેટલાક શોધપ્રબંધો યુનિવર્સિટીની ઉપાધિ માટે યોગ્ય જણાય તો પણ તેમાં રહી ગયેલી કેટલીક કચાશ કે ત્રુટિઓને કારણે તે પ્રકાશિત થવાને સમર્થ હોતા નથી. જે થોડા પ્રકાશિત થવાને યોગ્ય હોય તે પણ આર્થિક કારણોને લીધે તથા મર્યાદિત ભાવકવર્ગને કારણે પ્રકાશિત થઈ શકતા નથી. કેટલાકની સામગ્રી, નવાં સંશોધનો થતાં, થોડા વખતમાં જ કાલગ્રસ્ત બની જાય છે. એટલે બહુ ઓછા શોધપ્રબંધોને પ્રકાશિત થવાનું સદ્ભાગ્ય સાંપડે છે. યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના અભ્યાસ નિમિત્તે તૈયાર થયેલા શોધપ્રબંધોની એક વિશિષ્ટ મુદ્રા હોય છે. શોધપ્રબંધને નિમિત્તે કોઈપણ વિષયનો ઊંડાણપૂર્વક પરામર્શ સારી રીતે કરવો પડે છે. એ માટે ઠીક ઠીક પરિશ્રમ લેવો પડે છે. એ વિષયમાં પૂર્વે થયેલાં કાર્યોનું સૂક્ષ્મ દષ્ટિથી અવલોકન કરી લેવું પડે છે. માહિતી અને સંદર્ભોની ચોકસાઈ, WWW.jainelibrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ તુલનાત્મક તારતમ્ય અને અન્યના અભિપ્રાયોની પૂર્વગ્રહરહિત ચકાસણી વગેરે શોધપ્રબંધનાં મહત્ત્વનાં લક્ષણો છે. વિક્રમના સત્તરમાં શતકમાં થઈ ગયેલા, વીસથી વધુ રાસકૃતિઓ, પ૫૦થી અધિક પદો તથા ચોવીસી, છત્રીસી, સંવાદ વગેરે પ્રકીર્ણ પ્રકારની કૃતિઓના રચયિતા, નાનો તે સૌક્યમ્ એ આઠ અક્ષરોના આઠ લાખથી વધુ અર્થ કરી બતાવનાર (આ “અષ્ટલક્ષી ગ્રંથ “અનેકાર્થરત્નમંજૂષા'ના નામથી ૧૯૩૩માં સૂરતના દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર સંસ્થા તરફથી પ્રગટ થયો છે), સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત, મોગલ બાદશાહ અકબરના દરબારમાં ખ્યાતિ પામનાર, પચાસથી વધુ શિષ્યો-પ્રશિષ્યો ધરાવનાર કવિવર સમયસુંદરનું ગુજરાતી (અને રાજસ્થાની) સાહિત્યના ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે. એમની ઘણી કૃતિઓ હવે પ્રકાશિત થઈ ચૂકી છે. કેટલીક હજુ અપ્રકાશિત છે. એમની તીર્થમાળના પ્રકારની સ્તવનરચના જૈન મંદિરોમાં અને પદ્માવતી રાણીની આલોયણા નામની રચના પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓમાં આજ દિવસ સુધી જૈનોમાં ગવાતી આવી છે એ એની મૂલ્યવત્તાની પ્રતીતિ કરાવે છે. આ શોધપ્રબંધમાં લેખકે આરંભમાં જ સમયસુંદરના જીવન વિશે પ્રમાણભૂત માહિતી આપી છે. સદ્ભાગ્યે સમયસુંદર વિશે ઠીક ઠીક માહિતી એમની કૃતિઓમાંથી અને એમના વિશે લખાયેલાં ગીતોમાંથી ઉપલબ્ધ થાય છે. જૈન સાધુઓ પોતાના પૂર્વાશ્રમની એટલે કે દીક્ષા લીધા પહેલાંના જીવનની વાત જવલ્લે જ કરતા હોય છે. એટલે સમયસુંદર વિશે પણ એવી માહિતી ખાસ ન સાંપડે એ સ્વાભાવિક છે. પરંતુ સાધુકવિઓની કૃતિઓમાંથી એમની ગુરુપરંપરા અને શિષ્ય પરંપરા વિશે, એમના ચાતુર્માસનાં વર્ષ અને સ્થળ વિશે, વિહારનાં સ્થળો વિશે, દીક્ષામહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે Page #116 -------------------------------------------------------------------------- ________________ સમયસુંદર વિશે શોધપ્રબંધ ૧૦૭ મહોત્સવો વિશે જે છૂટીછવાઈ માહિતી સાંપડી હોય તેને ક્રમાનુસાર ગોઠવવાથી એમના જીવનની મહત્ત્વની રૂપરેખા તૈયાર કરી શકાય છે. સમયસુંદરે ઘણી બધી કૃતિઓની રચના કરી હોવાથી એમના વિશે મળતી માહિતીનું પ્રમાણ ઠીક ઠીક છે. સમયસુંદરે પોતે પોતાની રાકૃતિ “સીતારામ ચોપાઈ'માં પોતાના જન્મસ્થળ સાચોરનો નિર્દેશ કર્યો છે. મુજ જનમ શ્રી સાચોરમાંહી, તિહાં આર માસ રહ્યાં ઉચ્છાહિ; તિહાં ઢાલ એ કીધી એકે જ, કહે સમયસુંદર ધરી (જ. સમયસુંદરે લગભગ ૯૦ વર્ષ જેટલું દીયુષ્ય ભોગવ્યું હતું. વિ. સં. ૧૭૦૨માં ચૈત્ર સુદ ૧૩ના દિવસે-મહાવીર જયંતીના દિવસે તેઓ અનશન કરવાપૂર્વક કાળધર્મ અમદાવાદમાં, હાજા પટેલની પોળના ખરતર ગચ્છના ઉપાશ્રયમાં પામ્યા હતા, એ વિશે એમના એક પ્રશિષ્ય કવિ રાજસોમે નિશ્ચિત નિર્દેશ કર્યો છે. અણસણ કરી અણસાર, સંવત સંતરસય બીડોરે; અમદાવાદ મઝાર, પરલોક પહંતા હો ચૈત્ર સુદ તેરસે. સમયસુંદરનો કવનકાળ છ દાયકા જેટલો સુદીર્ઘ હતો. એમણે વિ. સં. ૧૬૪૧માં “ભાવશતક'ની રચના કરી હતી અને છેલ્લે વિ. સં. ૧૭૦૦માં દ્રૌપદી ચોપાઈ'ની રચના કરી હતી. આ પરથી જોઈ શકાય છે કે સમયસુંદર સતત સાહિત્યસર્જન કરતા રહ્યા હતા. જિનકુશલસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ, સમયરાજ જેવા મહાત્માઓના સાન્નિધ્યમાં ઉજ્વળ અને ઉલ્લાસમય જીવન પસાર કરનાર અને ઘણી ખ્યાતિ મેળવનાર સમયસુંદરનાં અંતિમ વર્ષો એટલાં ઉલ્લાસમય નહોતાં પસાર થયાં એવું એમની કૃતિઓમાંથી જોવા મળે Page #117 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ ૧૦૮ છે. સામાન્ય રીતે પરીષહ-ઉપસર્ગ સહન કરનાર જૈન સાધુઓ પોતાની વાણીમાં પોતાના દુઃખની વાત કરે જ નહિ. વસ્તુતઃ બીજાને જણાતું દુઃખ એમને દુ:ખ તરીકે દેખાય નહિ. અશુભ કર્મના વિષાકોદય વખતે તેઓ તો સમતાના ધારક જ હોય. પરંતુ સમયસુંદરે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે એ પરથી એ એમને માટે કેટલું બધું અસહ્ય બન્યું હશે એનો ખ્યાલ આપે છે. આ દુ:ખનું એક મહત્ત્વનું કારણ તે વિ.સં. ૧૬૮૭માં પડેલો ભયંકર દુકાળ છે. ઘરેઘરેથી ગોચરી વહોરી લાવનાર અકિંચન, મહાવ્રતધારી જૈન સાધુની દુકાળના વખતમાં જ્યારે ગોચરી ન મળે ત્યારે ભારે કસોટી થાય છે. સમયસુંદરે ‘સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી'માં એનો તાદશ ચિતાર આપ્યો છે. સમયસુંદરની અન્ય પરંપરાનુસારી કૃતિઓ કરતાં આ એક કૃતિ તદ્દન જુદી પડે છે અને દુષ્કાળની એ ઐતિહાસિક ઘટનાની સાક્ષી પૂરે છે. કવિ લખે છે, લાગી લૂંટાલૂંટ, ભયૈ કરિ મારગ ભાગ્યા, લે તો ન મુકઇ લઠ, નારીનનિ કિર નાગા. X X * દોહિલઉ દંડ માથઇ કરી, ભીખ મંગાવિ ભીલડા; સમયસુંદર કહઈ સત્યાસીયા, થારો કાલો મુંહ પગ નીલડા. મૂઆ ઘણા મનુષ્ય, રાંક ગલીએ રડવડિયા, સોજો વલ્યઉ સરીર, પછઇ પાજ માંહે પડિયા, કાલિ કલણ વલાઇ, કુણ ઉપાડઇ કિહાં કાઢી, તાંણી નાખ્યા તેહ, માંડિ થઇ સગલી માઠી એ વખતે ચીજવસ્તુઓના ભાવ કેવા આસમાને ચડ્યા હતા તે કવિએ એવી કેટલીક વસ્તુઓના લખેલા ભાવ પરથી જાણી શકાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ સમયસુંદર વિશે શોધપ્રબંધ ૧૦૯ સૂઠિ રૂપઇયે સેર, મુંગ અઢી સેર માઠા, સાકર ઘી ત્રિણ સેર, ભૂજ્હો ગૂલ માંહિ ભાઠા. ચોખા નેહું આર સેર, તૂઅર તો ન મિલે તેહી, બહુલા બાજરી બાડ, અધિક ઓછા હવૈ એહી, શાલિ દાલિ ધૃત ઘોલ, જે નર જીમતા સામઠી સમયસુંદર કહઈ સત્યાસીયા, તઈ ખવરાવ્યો બાવટ આવા આ દુકાળના સમયમાં સાધુઓની કેવી કફોડી સ્થિતિ હતી તે વર્ણવતાં કવિ લખે છે: ચેલે કિધી ચાલ, પૂજ્ય પરિગ્રહ પરહઉ છાંડલ, પુસ્તક પાના બેચિ, જિમ તિમ અન્ડનઈ જીવાડ વસ્ત્ર પાત્ર બેચી કરી, કેતોક તો કાલ કાઢીયઉં. આવા દુકાળની સાધુસમાજ ઉપર પડેલી માઠી અસરને કારણે તથા વૃદ્ધાવસ્થામાં પોતાના ચેલાઓથી અસંતોષ થવાને કારણે સમયસુંદરે પોતાના મનની વેદનાને વાચા આપતાં લખ્યું છેઃ ચેલા નહીં ત િમ કર ચિંતા, દીસઇ ઘણે ચેલે પણિ દુઃખ, સંતાન કરેમિ હુઆ શિષ્ય બહુલા, પણિ સમયસુંદર ન પાયઉ સુખ. જડ ઘણી વિસ્તરી જગત માં પ્રસિદ્ધિ થઈ પાતસાહ પયત, પણિ એકણિ વાત રહી અમૂરતિ, ન કિયઉ કિસ ચેલઈ નિશ્ચત્ત. આ શોધપ્રબંધમાં લેખકે સમયસુંદરની “નલ દવતી રાસ', “સીતારામ ચોપાઇ', “શાબ-પ્રદ્યુમ્ન રાસ', “મૃગાવતી રાસ”, “દ્રૌપદી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ રાસ', “સિંહલ સુત પ્રિયમેલક રાસ', “ચંપક શેઠ ચોપાઈ”, “પુણ્યસાર ચરિત્ર ચોપાઈ”, “શત્રુંજય તીર્થરાસ”, “સાધુવંદના રાસ', “વસ્તુપાલ તેજપાલ રાસ', “પુંજા ઋષિ રાસ' વગેરે સર્વ રાસકૃતિઓ, તથા ક્ષમા, આલોયણા, પુણ્ય, કર્મ, સંતોષ ઇત્યાદિ વિવિધ વિષય પરની છત્રીસીઓ, ગીતરચનાઓ તથા અન્ય પ્રકીર્ણ કૃતિઓનો સવિગત પરિચય કરાવ્યો છે અને એની ગુણવત્તા તપાસીને એનું યોગ્ય મૂલ્યાંકન કર્યું છે. “નલદવદંતી રાસના પરિચયમાં એમણે મહાભારતની નલકથા અને જૈન પરંપરાની નલકથાનો તથા “સીતારામ ચોપાઈના પરિચયમાં વાલ્મીકિ રામાયણની રામકથા અને જૈન પરંપરાની રામકથાનો વિગતે તુલનાત્મક અભ્યાસ આપ્યો છે, જેમાં એમની વિદ્વતાનો પરિચય મળી રહે છે. સમયસુંદરની સાહિત્યિક પ્રતિભાનું યથાયોગ્ય મૂલ્યાંકન વિવિધ દષ્ટિકોણથી થયું છે. સમયસુંદરની કૃતિઓમાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય વગેરે રસનું નિરૂપણ વુક થયું છે, નગર, નરનારી, યુદ્ધ વગેરેના વર્ણનમાં કવિની પ્રતિભા કેવી ખીલી છે, ઉપમા, રૂપકાદિ અલંકારોમાં કવિની મૌલિક કલ્પનાશક્તિ કેવી મહોરે છે, વિવિધ દેશીઓમાં ઢાળ પ્રયોજવામાં કવિની સંગીતપ્રિયતા અને લયસઝ કેવાં પ્રતીત થાય છે, કવિની પાત્રસૃષ્ટિ કેવી જીવંત વૈવિધ્યસભર છે અને એના આલેખનમાં માનવભાવનાં વિવિધ સ્વરૂપો કેવાં નિહાળી શકાય છે, કવિની કૃતિઓમાં સમાજજીવન કેવું પ્રતિબિંબિત થયું છે, કવિનું ભાષા પરનું પ્રભુત્વ કેવું છે વગેરેની વિશદ, ગહન, તટસ્થ અને પ્રમાણભૂત છણાવટ લેખકે કરી છે. પોતાના અભિપ્રાયના સમર્થનમાં તેમણે સંખ્યાબંધ ઉદાહરણો અવતરણ તરીકે આપ્યાં છે. સમયસુંદરની સાહિત્યિક પ્રતિભા માટે એમણે આપેલા અભિપ્રાયોમાંથી થોડીક પંક્તિઓ જોઈએ : છે. નગર, વીર, કરાર દેશોમાં કવિની પ્રતિભા Page #120 -------------------------------------------------------------------------- ________________ સમયસુંદર વિશે શોધપ્રબંધ ૧૧૧ ‘વર્ણન પરત્વે કવિ પરંપરાને અનુસરતા હોવા છતાં તેમની આગવી મુદ્રા તેમાંથી ઉપસ્યા વગર રહેતી નથી...પાત્રના વ્યક્તિત્વની રેખાઓ કવિ આબેહૂબ ઉપસાવે છે...તેના આલેખનમાં તે દીર્ઘસૂત્રી બનતા નથી, એટલું જ નહિ, એમનું લાઘવ અપૂર્ણતાની કોઇ છાપ પણ મૂકી જતું નથી...તત્કાલીન રીતરિવાજો, માન્યતાઓ, ખાદ્યસામગ્રી, વસ્ત્રાભૂષણો, સ્ત્રીપુરુષના સામાજિક દરજ્જાનો પરિચય કરાવતી વિપુલ સામગ્રી સમયસુંદરની રચનાઓમાંથી મળે છે. વિવિધ રચનાઓમાંના પદોની ગેયતામાંથી પ્રગટતી કવિની સંગીતવિષયક જાણકારી તથા દેશીઓ અને ઢાળ પ્રયોજવાની કવિની શક્તિનો પરિચય, આપણને એમની વિવિધ કૃતિઓમાંથી મળી રહે છે.' આ ગ્રંથમાં લેખકે ‘ગીતકાર સમયસુંદર' નામના અલગ પ્રકરણની યોજના યોગ્ય રીતે જ કરી છે, કારણ કે સમયસુંદર મધ્યકાલના એક તેજસ્વી ગીતકાર છે. એમણે સ્તવન, સજ્ઝાય, ગુરુગીત, હિયાલી, રૂપકગીત વગેરે પ્રકારનાં અનેક પદ લખ્યાં છે, જેમાંથી ૫૫૦થી અધિક પ્રકાશિત થઇ ગયાં છે અને બીજાં કેટલાંયે હજુ અપ્રકાશિત રહ્યાં હોવાનો સંભવ છે. આટલી વિપુલ સંખ્યામાં વિવિધ રાગરાગિણીમાં અને દેશીઓમાં ભાવસભર ગીતો લખવાને કારણે જ એમના જમાનામાં લોકોકિત પ્રચલિત થઇ હતી કે ‘સમયસુંદરનાં ગીતડાં, કુંભારાણાનાં ભીંતડાં' અથવા ‘સમયસુંદરનાં ગીતડાં, ભીંતો પરના ચીતરાં’. લેખકે યોગ્ય રીતે જ નોંધ્યું છે કે ‘સમયસુંદરનાં ગીતોની સંખ્યા અને વૈવિધ્ય એટલાં તો વિશાળ છે, કે તે એક સ્વતંત્ર સંશોધનનો વિષય બની રહે છે.’ સમકુંદરનાં ગીતો વિશે પોતાનો મત દર્શાવતાં લેખક લખે છે, ‘તેમાં પાંડિત્યનો ભાર નથી, કશો શબ્દાડંબર નથી, શબ્દખેલ પણ નથી...ગીતોમાં કવિહૃદયની ઊર્મિઓ ઘૂંટાઇ ચૂંટાઇને આલેખાતી જોવા મળે છે. શબ્દ અને ભાવની + Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦. ફૂલગૂંથણીમાં મધ્યકાલીન જૈન તેમજ કવચિત્ જૈનેતર ગીતકારોમાં સમયસુંદર અદ્વિતીય છે. એમની ગીતરચનાઓ મધ્યકાળનું એક મહામૂલું નજરાણું છે.' આમ, સમયસુંદર વિશેનો આ માહિતીસભર મૂલ્યવાન શોધપ્રબંધ એ વિષયના અભ્યાસીઓને અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના - રસિક વાચકોને બહુ ઉપયોગી થઈ રહે એવો છે.. Page #122 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુ કાવ્યો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુકાવ્યો મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે લખાયાં છે. વસંત ઋતુમાં, ફાગણ મહિનામાં ગાવા માટેના ફાગમાં સંયમિત શૃંગારરસના નિરૂપણને થોડો અવકાશ હોય એવાં જૈન કથાનકોમાં નેમિનાથ અને રાજુલના કથાનક ઉપરાંત સ્થૂલિભદ્ર અને કોશાનું કથાનક પણ જાણીતું છે. સૌથી વધારે ફાગુકાવ્યો નેમિનાથ અને રાજુલ વિશે લખાયાં છે અને તે પછી સ્થૂલિભદ્ર અને કોશા વિશે લખાયાં છે. અત્યાર સુધીમાં સ્થૂલિભદ્ર અને કોશા વિશેનાં જે ચાર ફાગુકાવ્યો ઉપલબ્ધ છે તે કાલાનુક્રમે નીચે મુજબ છે. આ દરેક ફારુકાવ્યની પોતાની કેટલીક વિશિષ્ટતા છે. (૧) જિનપદ્મસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગ' (૨) હલરાજકૃત “સ્થૂલિભદ્ર ફાગુ (૩) જયવંતસૂરિસ્કૃત “સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ” (૪) માલદેવકૃત “સ્થૂલિભદ્ર ફાગ' (સ્થૂલિભદ્ર વિશે બીજાં બેએક ફાગુકાવ્ય લખાયાં હોવાનો ઉલ્લેખ મળે છે પણ તેની હસ્તપ્રત વિશે નિશ્ચિત માહિતી મળતી નથી. એટલે હાલ તે વિશે કશું લખી શકાય એમ નથી.) સ્થૂલિભદ્ર અને કોશાના પ્રણયસંબંધને કારણે અને પછીથી સ્થૂલિભદ્ર પંચ મહાવ્રત અંગીકાર કરી, મુનિ થઈને, કોશાના ઘરે જ અવિચળ રહીને ચાતુર્માસ પસાર કરે છે એ ઐતિહાસિક કથાનકમાં શૃંગારરસ, વિશેષતઃ વિપ્રલંભ શૃંગારરસના અવકાશને કારણે તથા સ્થૂલિભદ્ર કોમદેવ જે ઉપર વિજય મેળવે છે એ સંયમશીલતાના મહિમાને કારણે જૈન સાધુ કવિઓને સ્થૂલિભદ્રનું કથાનક ફાગુકાવ્ય માટે વિશેષ અનુકૂળ થાય તેવું છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ સ્થૂલિભદ્રના જીવનની બધી વિગતોના કથન માટે ફાગુકાવ્યમાં અવકાશ નથી. એમના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા આ પ્રમાણે છેઃ મગધ દેશમાં પાટલીપુત્રમાં નંદ નામનો રાજા રાજ્ય કરતો હતો. એને શકટાલ નામનો બુદ્ધિશાળી, વ્યવહારદક્ષ, નિર્ભય મંત્રી હતો. એની પત્નીનું નામ લક્ષ્મીવતી હતું. એમને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ સ્થૂલિભદ્ર અને નાનાનું નામ શ્રીયક હતું. એ નગરમાં કોશા નામની યુવાન જાજરમાન વેશ્યા રહેતી હતી. કોશાને જોઈ સ્થૂલિભદ્ર તેના પર મોહિત થઈ જાય છે અને પછી કોશાને ઘરે જ રહી જાય છે. એમ કરતાં કરતાં બાર વર્ષ વીતી જાય છે. એક વખત વરરુચિ નામનો એક પંડિત પાટલીપુત્રમાં આવે છે અને રાજાને એકસોને આઠ નવા શ્લોક બનાવીને સંભળાવે છે. પરંતુ મંત્રી શકટાલ વરરુચિને તરત પારખી જાય છે. શકટાલની ઇચ્છા નથી તો પણ તે વરરુચિને દાન આપવા માટે રાજાને કહે છે. પરંતુ પછીથી વરરુચિ રોજ આવી જૂના નવા શ્લોક સંભળાવવા લાગે છે અને રાજા રોજ દાન આપે છે. એથી શકટાલ રાજાને અટકાવે છે કે આ રીતે તો ભંડાર ખલાસ થઈ જશે. આથી વરરુચિ સાથે શકટાલને વેર બંધાય છે. વરરુચિ પોતાના વિદ્યાર્થીઓ દ્વારા એક શ્લોક ઠેર ઠેર બોલાવી રાજાના મનમાં સંશય પેદા કરે છે. એ શ્લોકમાં કહ્યું છે કે “શકટાલ રાજાને મરાવી નાખી પોતાના પુત્ર શ્રીયકને ગાદીએ બેસાડશે.” રાજાને પોતાનો વહેમ સાચો લાગે છે અને શકટાલ અને એના કુટુંબનું નિકંદન કાઢી નાખવા વિચાર કરે છે. આ વાતની ગંધ આવતાં શકટાલ પોતે જ શ્રીયકને સમજાવે છે કે રાજાની સભામાં શ્રીયકે પિતા શકટાલનું મસ્તક છેદી નાખવું. એમ કરવાથી કુટુંબ બચી જશે. ન છૂટકે શ્રીયકને એ પ્રમાણે કરવું પડે છે. શકટાલના મૃત્યુ પછી શ્રીયકના કહેવાથી રાજા સ્થૂલિભદ્રને બોલાવી મંત્રી થવા કહે છે, Page #124 -------------------------------------------------------------------------- ________________ ધૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૧૫ પરંતુ જે રીતે ઘટનાઓ બની છે એથી સંસાર પ્રત્યે નિર્વેદ પામી સ્થૂલિભદ્ર તો દીક્ષા લેવાનો સંકલ્પ કરે છે. તેઓ આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી અન્ય સ્થળે વિહાર કરતાં કરતાં તેઓ પાટલીપુત્ર પધારે છે અને ત્યાં જ ચાતુર્માસ કરવાનો નિર્ણય કરે છે. ચાતુર્માસ દરમિયાન પોતાના સંયમજીવનની કસોટીરૂપે એક શિષ્ય કૂવાના કઠે, એક શિષ્ય સાપના દર પાસે અને એક શિષ્ય સિંહની ગુફા પાસે રહીને આરાધના કરવા માટે ગુરુ પાસે આજ્ઞા માગે છે અને ગુરુ આજ્ઞા આપે છે. તે વખતે સ્થૂલિભદ્ર પોતાના બ્રહ્મચર્યવ્રતની કસોટી માટે કોશાને ત્યાં રહેવાનો આદેશ માગે છે. કોશાને ત્યાં ગયા પછી એનાં ઘણાં પ્રલોભનો છતાં સ્થૂલિભદ્ર વિચલિત થતા નથી. ચાતુર્માસના અંતે પેલા શિષ્યો જ્યારે પાછા ફરે છે ત્યારે ગુરુ મહારાજ “દુષ્કર'-અત્યંત કઠિન એવી સાધના તમે કરી એમ તે કહે છે, પરંતુ જ્યારે સ્થૂલિભદ્ર પાછા ફરે છે ત્યારે ગુરુ મહારાજ દુષ્કર દુષ્કર' એમ બે વાર બોલે છે. તે વખતે ઈર્ષ્યા અને દ્વેષથી પ્રેરાયેલો સિંહગુફાવાળો શિષ્ય તેની સામે વાંધો લે છે. પોતે પણ કોશાને ત્યાં રહી શકે છે એમ કહે છે. એથી બીજા ચાતુર્માસમાં ગુરુ મહારાજ એને વેશ્યાને ત્યાં જવા માટે રજા આપે છે. તે જાય છે. પરંતુ વેશ્યાનું રૂપ અને હાવભાવ જોઈ પહેલે દિવસે જ તે શિષ્ય ચલિત થઈ જાય છે અને ભાન ભૂલી જાય છે. પરંતુ વેશ્યા એને વશ થતી નથી. તે કહે છે કે “મને તમારો “ધર્મલાભ' નહિ, પણ અર્થલાભ' જોઈએ. નાણાં વગર અને પ્રેમ કરીએ નહિ. માટે નાણાં કમાઈ લાવો.' એ માટે સાધુ નેપાળ જઇ દ્રવ્ય કમાઈને રત્નકંબલ ખરીદીને કોશાને ત્યાં આવે છે. પરંતુ કોશા એના ટુકડા કરી, પગ લૂછી તેને ખાળમાં નાખી દે છે અને કહે છે કે “શીલની કિંમત આગળ રત્નકંબલની કશી જ વિશાત નથી.” એથી એ શિષ્યની આંખ ખૂલી જાય છે. WWW.jainelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ સ્થૂલિભદ્ર જે રીતે કામવાસના ઉપર વિજય મેળવે છે તે ખરેખર “દુષ્કર દુષ્કર” કહેવાય એમ છે. એથી જ ધૂલિભદ્રનું નામ પ્રાતઃસ્મરણીય બની ગયું છે. ૮૪ ચોવીસી સુધી એમનું નામ લોકો યાદ રાખશે. મુનિ સ્થૂલિભદ્ર ભદ્રબાહુ સ્વામી પાસે ચૌદ પૂર્વોનો અભ્યાસ કરવા આવે છે. દસ પૂર્વોનો અભ્યાસ થઈ ગયો છે. એથી જ્ઞાનગર્વ અનુભવતા સ્થૂલિભદ્ર પોતાને મળેલી સિદ્ધિથી સાધ્વી બહેનો આગળ ચમત્કાર કરી બતાવે છે. પરંતુ ભદ્રબાહુનો તે માટે ઠપકો મળતાં ક્ષમા માગે છે. ભદ્રબાહુ છેલ્લાં ચાર પૂર્વ માત્ર સૂત્રથી ભણાવે છે. સ્થૂલિભદ્ર વિશે મધ્યકાલીન ગુજરાતીમાં રાસ, ફાગુ, છંદ વગેરે પ્રકારની ઘણી કૃતિઓની રચના થઇ છે. (૧) જિનપદ્મસુરિત “યૂલિભદ્ર ફાગ' પ્રાચીન ફાગુકાવ્યોમાં જૂની ગુજરાતી ભાષાની, આરંભના કાળની કૃતિઓમાં જિનપધસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગ'ની ગણના થાય છે. સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં આ કૃતિની પૂર્વેની કોઈ ફાગુકૃતિ હજુ સુધી જાણવામાં આવી નથી. એટલે સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુ કાવ્યોમાં જૂની ગુજરાતી ભાષામાં આ પ્રથમ કૃતિ છે. (આ ફાગુકાવ્ય ડૉ. ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરેલા પ્રાચીન ફાગુસંગ્રહમાં છપાયું છે.) આ ફાગુકાવ્યમાં કવિએ પોતે અંતે નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે : ખરતર ગચ્છિ જિનપદ્રસૂરિકિય ફાગ રમેવઉ, ખેલા નાચઈ ચૈત્રમાસિ રગિરિ ગાવેવઉ. કવિએ પોતે અહીં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે તેઓ જૈનોના શ્વેતાંબર સંપ્રદાયના ખરતર ગચ્છના છે. કવિએ પોતાના નામની સાથે “સૂરિ' શબ્દ પ્રયોજ્યો છે. સૂરિ એટલે આચાર્ય. એથી એમ નિશ્ચિત થાય Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧ ૧૭ છે કે કવિએ પોતાને આચાર્યની પદવી મળી તે પછી આ કાવ્યની રચના કરી છે. કાવ્યમાં એની રચનાતાલ અપાઈ નથી, પરંતુ ખરતર ગચ્છની પટ્ટાવલી જોતાં જણાય છે કે વિ. સં. ૧૩૯૦માં શ્રી જિનપદ્મસૂરિને આચાર્યની પદવી અપાઈ હતી. વિ.સં. ૧૪૦૦માં તેઓ કાળધર્મ પામ્યા હતા. એટલે વિ.સં. ૧૩૯૦ થી વિ.સં. ૧૪૦૦ સુધીના દાયકામાં ક્યારેક આ ફાગુકાવ્યની રચના થયેલી છે એમ માની શકાય. ભવિષ્યમાં કદાચ અન્ય પ્રમાણો ઉપલબ્ધ થતાં આ ફાગુકાવ્યની રચના સંવત નિશ્ચિતપણે જાણી શકાય. આ કાવ્યમાં એના રચનાસ્થળનો નિર્દેશ પણ થયો નથી. પરંતુ એ કાળે ખરતરગચ્છના સાધુઓનો વિહાર મુખ્યત્વે રાજસ્થાનમાં રહ્યો હતો. એટલે સંભવ છે કે રાજસ્થાનમાં કોઈક સ્થળે કવિએ આ કાવ્યની રચના કરી હશે. આ ફાગુકાવ્ય માટે શ્રી જિનપદસૂરિએ સ્થૂલિભદ્રનું કથાવસ્તુ પસંદ કર્યું છે. સ્થૂલિભદ્ર અને કોશાના પૂર્વ જીવનના પ્રણયસંબંધને કારણે એમાં શૃંગારરસના નિરૂપણને અવકાશ રહે છે. પરંતુ કવિએ સ્થૂલિભદ્રના મુનિ તરીકેના જીવનથી કાવ્યની માંગણી કરી છે. અલબત્ત, કોશાના મનમાં હજુ એ જ કામવાસના પડેલી છે. એટલે અંશે એમાં શૃંગારરસના આલેખનને અવકાશ રહે. વસંત ઋતુ શૃંગારરસના ઉદ્દીપન માટે નિમિત્ત બની શકે. પરંતુ અહીં તો વર્ષા ઋતુમાં સાધુ યૂલિભદ્ર ચાતુર્માસ માટે કોશાને ત્યાં પધારે છે. એટલે કવિએ વસંત- વર્ણનને બદલે વર્ષોવર્ણનને કાવ્યમાં સ્થાન આપ્યું છે. કથાવસ્તુના નિરૂપણ અનુસાર આ કાવ્યની રચના સાત ભાસની ૨૭ કડીમાં થયેલી છે. પ્રત્યેક ભાસમાં એક કડી દૂહાની અને ત્યારપછી થોડીક કડીઓ રોળા છંદની છે. ફાગુકાવ્યની રચના “ભાસ” માં વિભક્ત કરવાની આ પરંપરા પછીના સમયમાં બહુ પ્રચલિત રહી નથી. Page #127 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ પ્રથમ ભાસમાં સ્થૂલિભદ્ર મુનિ પોતાના ગુરુ સાથે પાટલીપુત્ર આવે છે અને ગુરુ ચાતુર્માસ માટે એમને કોશાને ઘરે મોકલે છે એ પ્રસંગનું નિરૂપણ છે. બીજી ભાસમાં વર્ષાઋતુનું વર્ણન છે. ત્રીજી અને ચોથી ભાસમાં કોશા શણગાર સજે છે તેનું તથા તેના દેહલાવણ્યનું વર્ણન છે. પાંચમી અને છઠ્ઠી ભાસમાં કોશા શણગાર સજીને આવે છે પરંતુ મુનિ સ્થૂલિભદ્ર કોશાની પ્રણયચેષ્ટાથી જરા પણ ચલિત થતા નથી તેનું આલેખન છે. સાતમી ભાસમાં કામવિજેતા સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધ પમાડે છે અને સ્થૂલિભદ્રના શીલસંયમની ‘દુષ્કર દુષ્કર’ કહી ગુરુ પ્રશંસા કરે છે એનું વર્ણન છે. અંતે કવિ સ્થૂલિભદ્રનો મહિમા દર્શાવી ફાગુકાવ્યનું સમાપન કરે છે . ફાગુના પ્રારંભમાં કવિ સરસ્વતી દેવીને અને પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરી પ્રસંગની માંડણી કરે છે. સ્થૂલિભદ્ર પોતે ગુરુની આજ્ઞા મળતાં કોશા ગણિકાને ત્યાં આવે છે ત્યારે ખબર મળતાં હર્ષઘેલી કોશા દોડતી બહાર આવી એમનું સ્વાગત કરે છે. એનું સુંદર ગતિશીલ ચિત્ર કવિએ નીચેની પંક્તિઓમાં ખડું કર્યું છે : વેસા અતિહિ ઉતાવલિય હારિહિ લહકુંતી, આવીય મુણિવરરાય પાસિ કરયલ જોડતી. ૧૧૮ શૃંગારરસના નિરૂપણ માટે વર્ષાઋતુનું કવિએ રવાનુકારી શબ્દરચના કરીને મનોહર શબ્દચિત્ર દોર્યું છે. કવિએ ઝિરિમિરિ, ખલહલ, થરહર વગેરે કેટલાક શબ્દોને ત્રેવડાવીને, નાદમાર્યની સચોટ અસર ઉપજાવી છે. અનુપ્રાસયુક્ત એવી નીચેની પંક્તિઓ જુઓઃ ઝિમિરિ ઝરિમિરિ ઝિમિરિ એ મેહા વરિસંતિ, ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહેંતિ. ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઇ, થરહર થરહર થરહર એ વિરહિણિમણુ કંપઇ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ધૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૧૯ વર્ષા ઋતુ પણ શૃંગારરસનાનિરૂપણ માટે નિમિત્ત બની શકે છે. વર્ષા ઋતુમાં પતિવિયોગ અનુભવતી વિરહિણીનાં હૃદય વીજળીના ચમકારા અને ગડગડાટથી થરથર કંપે છે. વર્ષા ઋતુમાં પણ કામાગ્નિથી બળતા પુરુષો પોતાની પ્રિયતમાને મનાવવાનો પ્રયાસ કરતા હોય છે. કવિએ નીચેની પંક્તિઓમાં વાસ્તવિક દશ્ય ખડું કર્યું છેઃ મહુગંભીરસરણ મેહ જિમ જિમ ગાજંતે, પંચબાણ નિય કુસુમબાણ તિમ તિમ સાજતે; જિમ જિમ કેતકિ મહમહંત પરિમલ વિહસાવઈ, તિમ તિમ કામિ ય ચરણ લગ્નિ નિયરમણિ મનાવઇ. સુંદર, આકર્ષક વસ્ત્રાલંકારથી સજ્જ થતી કોશાનું વર્ણન પણ કવિએ કેટલાક શબ્દોને ત્રેવડાવીને કર્યું છે. કોશાનાં વેણીદંડ, રોમાવલિ, પયોધર, નયન, સેંથો, કર્ણયુગલ, કંઠ, નાભિ , પગ, અધર ઈત્યાદિ લાવણ્યમય અંગાંગોનું ઉપમાદિ અલંકારયુક્ત મનોહર આલેખન થયું છે. વેણીદંડને મદનના ખગની ઉપમા અપાઈ છે અને પયોધર જાણે કામદેવના અમી કુંભ હોય એવી ઉન્મેલા કરવામાં આવી છે. કવિ લખે છે : લહલહ લહલત લહલ એ ઉરિ મોતિયહારો, રણરણ રસરણ રણરણ એ પગિ નેઉરમારો, ઝગમગ ઝગમગ ઝગમગ એ કાનિહિ વરકુંડલ, ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણઈ મંડલ. મયણખગ્ર જિમ લહલવંત જસુ વેણીદંડો, સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો, તુંગ પયોહર ઉધસઈ સિંગારથવક્કા, કુસુમબાણિ નિત્ય અમિયકુંભ કિર થાપણિ મુક્કા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦ -- સ્થૂલિભદ્ર અને કોશાનું પુનર્મિલન થાય છે. પરંતુ હવે બંનેના મનના ભાવ ભિન્ન ભિન્ન છે. કોશાના મનમાં પૂર્વ પ્રણયની લાગણીઓ છે. સ્થૂલિભદ્ર હવે વિરક્ત સાધુ થયા છે. માનવમનની દૃષ્ટિએ આ મોટો કસોટીનો કાળ છે. જેની સાથે બાર વર્ષ સુધી રહીને પ્રણયજીવન માણ્યું હોય એ જ પ્રિયપાત્ર સાથે યુવાન સાધુ તરીકે સ્થૂલિભદ્ર એકાંતમાં દિવસરાત રહેવા જાય તો પૂર્વના સંસ્મરણો તાજાં ન થાય ? ફરીથી એવી લાગણીઓ ન સળવળે ? કોશાના પ્રણય માટેના પ્રયાસો હોય તો યુવાન પુરુષ એની સામે તન અને મનથી કેટલી વાર સુધી ટકી શકે ? આવા પ્રશ્નો ઉદ્ભવે એ સ્વાભાવિક છે. પરંતુ સ્થૂલિભદ્રની મહત્તા જ એ છે કે તેઓ આવાં પ્રલોભનોની સામે વજ્રની જેમ ટકી રહે છે. આ ઐતિહાસિક પ્રસંગે કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચે જે ખરેખર સંવાદ થયો હશે તેની તો ખબર નથી, પણ કવિઓએ પોતપોતાની સૂઝ અને શૈલીથી એ નિરૂપવાનો પ્રયાસ કર્યો છે. જિનપદ્મસૂરિએ આ ફાગુમાં એ બંનેના મુખમાં જે કેટલીક ઉક્તિઓ મૂકી છે તે જુઓ : કોશા પૂછે છે ઃ બારહ વિરસહં તણઉ નેહુ કિણિ કારણિ છંડિઉં, એવડુ નિષ્ઠુરપણઉ કંઇ મંસિઉ તુમ્હેિ મંડિઉ. એનો ઉત્તર આપતાં સ્થૂલિભદ્ર કહે છે : થૂલિભદ્ર પભણેઇ વેસ અહ ખેદુ ન કીજઇ, લોહિહિ ઘડિયઉ હિયઉ મજ્જ, તુહ વર્યાણ ન ભીંજઇ– કોશા કહે છે. મહ વિલયંતિય ઉવવર નાહ અણુરાગ ધરીજઇ, એરીસુ પાવસુ કાલુ સયલુ મુસિઉ માણીજઇ. સ્થૂલિભદ્ર તેનો સચોટ આધ્યાત્મિક માર્મિક ઉત્તર આપતાં કહે છે: Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુમાવ્યો ૧ ૨ ૧ મુણીવઈ જંપ વેસ સિદ્ધિરમણી પરિણવા, મણ લીણ સંજમસિરીહિસું ભોગ રમેવા. સ્થૂલિભદ્ર જ્યારે સિદ્ધિરમણીની વાત કરે છે ત્યારે કોશા ઉપાલંભ આપતાં કહે છે કે લોકો કહે છે કે પુરુષો નવી સ્ત્રી તરફ આકર્ષાય છે એટલે તમે પણ મને મૂકીને સંયમશ્રીની સાથે ભોગ ભોગવવા નીકળ્યા છો. ભણઈ કોસ સાચઈ કિયેઉ નવલઇ ચચછે લોલ, મિ©િવિ સંમસિરિહિ જઉ રાતઉ મુણિરાઉ સ્થૂલિભદ્ર ત્યારે એનો જવાબ આપતાં કહે છે : વિસમરસ ભરપૂરિયલ રિસિરાઉ ભોઇ, ચિંતામણિ પરિહરવિ કવણુ પત્થર ગિઈ. તિમ સંજસિરિ પરિવએવિ બહુ ધમ્મસમુwલ આલિંગઈ તુહ કોસ કવણુ પસદંત મહાબલ. મુનિ સ્થૂલિભદ્ર સંયમશ્રી માટે દઢ જ છે એમ જણાતાં કોશા એક વિકલ્પ સૂચવે છે કે હમણાં પહેલાં મારી સાથે યૌવન ભોગવી લો અને પછી સંયમશ્રી સાથે તમે જોડાજો.' પહિલઉ દિવડાં કોસ કરઈ જુવ્રણફલ લીજઈ, તસંતરિ સંજયસિરીહિ સુહ સુહિણ રમીજઇ. સ્થૂલિભદ્ર એનો ઉત્તર આપતાં કહે છે: મુણિ બોલઈ જઈ મઇ લિયઈ તે લિયઉ જ હોઈ, કવણુ સુ અચ્છઈ ભુવણતલે જો મહ મણ મોહઈ. આમ કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચેના સંવાદની પંક્તિઓ સઘન અને સચોટ છે. અહીં ઉચિત શબ્દપસંદગીમાં અને વિચારની તર્કબદ્ધ રજૂઆતમાં કવિની વિશિષ્ટ શક્તિની પ્રતીતિ થાય છે. એથી કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચેનો સંવાદ પ્રભાવશાળી બન્યો છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ કોશા અને સ્થૂલિભદ્રના વાર્તાલાપ પછી કામદેવ અને સ્થૂલિભદ્ર વચ્ચે થયેલા યુદ્ધમાં યૂલિભદ્ર પોતાના શુભ ધ્યાન વડે મદનરાજને પરાજિત કરી દે છે અને પોતે કામવિજેતા બને છે એ પ્રસંગનું પણ માત્ર બે અલંકૃત પંક્તિમાં કવિ સચોટ નિરૂપણ કરે છે. સ્થૂલિભદ્રના મારવિજયના પ્રસંગે દેવો પણ પુષ્પવૃષ્ટિ કરે છે. અઇ બલવંતુ સુ મોહરાઉ જિણિ નાણિ નિધાડિઉં, ઝાણખડગિણ મયણસુભડ સમરગણિ પાડિG. કુસુમવુષ્ટિ સુર કરઈ તુષ્ટિ હુઉ જયજયકારો. ધન ધન એહુ જુ ધૂલિભદ્ર જિણિ જીત મારો. આ રીતે કોશાને ઘરે ચાતુર્માસ ગાળવા માટે આવેલા મુનિ યૂલિભદ્ર પરાજિત થતા નથી, પરંતુ પોતાના શીલની સુવાસથી કોશાના જીવનને પરિવર્તિત કરી નાખી, એને પ્રતિબોધ પમાડે છે. આથી જ સ્થૂલિભદ્રનો મહિમા ઘણો મોટો ગણાય છે અને જૈનોમાં તેઓ પ્રાતઃ સ્મરણીય તરીકે વંદાય છે. ઉપમા, ઉલ્ટેક્ષાદિ અલંકારોથી મધમધતું, રવાનુકારી લયબદ્ધ પંક્તિઓથી રસિક બનેલું, શીલ અને સંયમનો મહિમા ગાતું આ ફાગુકાવ્ય આપણાં ફાગુકાવ્યોમાં એક મહત્ત્વની કૃતિ તરીકે આદર પામે એવું છે. ૨. હલરાજપુત “સ્થૂલિભદ્ર ફાગુ સ્થૂલિભદ્રવિશેનાં ફાગુકાવ્યોમાં કવિ હલરાજકૃત “યૂલિભદ્ર ફાગુ' એક મહત્ત્વની કૃતિ છે. (આ કૃતિ પ્રકાશિત થયેલી છે. એનું સંપાદન ડૉ. કનુભાઈ શેઠે કર્યું છે.) આ ફાગુની રચના કવિએ મેદપાટ (મેવાડ)ના આઘાટ નામના નગરમાં વિ. સં. ૧૪૦૯માં વૈશાખ સુદ તેરસના દિવસે કરી હતી. એ વિશે એમણે પોતે જ કાવ્યમાં અંતે FOT | IN Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧ ૨૩ નિર્દેશ કર્યો છે. આઘાટ નગરમાં ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. એ પાર્શ્વનાથ પ્રભુના કૃપાપ્રસાદથી પોતે આ રચના કરી છે એવો ઉલ્લેખ પણ એમણે કાવ્યની અંતિમ કડીમાં નીચે પ્રમાણે કર્યો ચઉદ સઇ વિક્રમ સમઈ નઉકઈ સંવચ્છરિ, વૈશાખ સુદિ તેમિ એહુ ફાગુ નવલિ કરઇ; મેદપાટ આધાટિ નયરિ, શ્રીપાસ-પ્રસાદો, કિીય કવિત હલરાજ ભણઈ અહિ મનિ આણંદો. શ્રી જિનપધસૂરિએ “સ્થૂલિભદ્ર ફાગ'ની રચના કરી તે પછી તરતના કાળમાં આ ફાગુકાવ્યની રચના થઈ છે. ૩૭ કડીના આ કાવ્યનું વિભાજન જિનપદ્મસૂરિના ફાગની જેમ, કથાવસ્તુ અનુસાર ભાસમાં કરવામાં આવ્યું છે. દોહા અને રોળાની કડીઓમાં કાવ્ય લખાયેલું છે. કાવ્યનો આરંભ કવિ સરસ્વતી દેવીને પ્રણામ કરીને કરે છે. ત્યારપછી કવિએ સ્થૂલિભદ્ર મુનિ થયા તે પૂર્વે બનેલી ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ બાર જેટલી કડીમાં કર્યું છે. પાટલીપુ ત્રમાં નંદરાજા રાજ્ય કરે છે. એના મંત્રીનું નામ શકટાલ છે. એ નગરમાં વરરુચિ નામના એક પંડિત રોજની ૫૦૦ ગાથાઓ બનાવી રાજાને રીઝવે છે. (મૂળ કથા પ્રમાણે ૧૦૮ ગાથાઓ છે) રાજા એને ઘણું દાન આપે છે. રોજ આ રીતે દાન આપવાથી રાજભંડાર ખૂટી જાય એટલે શકટાલ રાજાને અટકાવે છે. એથી શકટાલને પંડિત વરરુચિ સાથે વેર બંધાય છે. એટલે વરરુચિ પોતાના વિદ્યાર્થીઓને એક દૂહો શીખવે છે કે જેમાં એમ કહ્યું છે કે શકટાલ રાજાને મારી નાંખશે અને પોતાના પુત્ર શ્રીયકને ગાદીએ બેસાડશે.” રાક ન જાણઈ મુગધ જં તુ સિગડાલ કરે અઈ, નંદરાય મારેવિ પાટિ સિરીયઉ પરિઠેશ્યાં. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વિદ્યાર્થીઓ દ્વારા ઠેર ઠેર બોલાતો આ દૂહો સાંભળી નંદરાજાના મનમાં વહેમ જાગે છે. તે શકટાલને મરાવી નાખે તે પહેલાં પુત્ર શ્રીયક પિતાને રાજદરબારમાં પિતાની સૂચના પ્રમાણે મારી નાખે છે. રાજાના મંત્રીના પુત્ર હોવાથી યુવાન તેજસ્વી સ્થૂલિભદ્રને રાજવારાંગના કોશા સાથે પ્રેમસંબંધ સ્થપાય છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં જ રહે છે અને એમ કરતાં બાર વર્ષ જેટલો સમય પસાર થઈ જાય છે. સ્થૂલિભદ્ર જ્યારે પિતાની હત્યાના સમાચાર સાંભળે છે ત્યારે એમને સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે. રાજા તરફથી એમને મંત્રી થવા માટે નિમંત્રણ મળે છે, પરંતુ તેઓ એનો અસ્વીકાર કરે છે અને દીક્ષા લઈ મુનિ બને છે. આટલી ઘટનાઓનું કવિ હલરાજે આરંભની કડીઓમાં સંક્ષેપમાં નિરૂપણ કર્યું છે. કવિ હલરાજે સ્થૂલિભદ્ર-કોશાના પૂર્વ પ્રણયજીવનનો જ્યાં નિર્દેશ કર્યો છે ત્યાં ફાગુકાવ્યના સ્વરૂપની દષ્ટિએ વસંતવર્ણન માટે અને શૃંગાર-રસનિરૂપણ માટે અવકાશ હોવા છતાં એમણે એ પ્રમાણે કર્યું નથી, કારણ કે જૈન સાધુકવિ તરીકે તેઓ શીલ- સંયમનો મહિમા જ ગાવા ઇચ્છે છે. ચારિત્ર અંગીકરીય રહ્યઉ એ તહિ ધ્યાન ધરે, નયરલોગ સહુ બુઝવઈ એ પણિ મૌન કરેઇ; સુહગુરુ સિરિ સંભૂતિવિજય તહિ ચલણે લાગઇ, બે કર જોડી યૂલિભદ્ર આલોયણ માગઇ. દિીક્ષા લીધા પછી ગુરુ શ્રી સંભૂતિવિજય સાથે સ્થૂલિભદ્ર પાટલીપુત્ર પધારે છે. ગુરુ સંભૂતિવિજય પાટલીપુત્રમાં ચાતુર્માસ માટે રોકાય છે ત્યારે સંયમની ઉગ્ર આરાધના કરનારા એમના શિષ્યો પોતાની નિર્ભયતાની કસોટી કરે એવાં સ્થળે રહેવા માટે ગુરુની આજ્ઞા માગે છે. કોઈ કૂવા કાંઠે, કોઈ સાપના દર પાસે, તો કોઈ સિંહની ગુફા Page #134 -------------------------------------------------------------------------- ________________ ધૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૨૫ પાસે રહી આરાધના કરવા ઇચ્છે છે. ચોથા સ્થૂલિભદ્ર ચોથા બ્રહ્મચર્ય વ્રતની કસોટી થાય એ માટે પોતાની પૂર્વ પ્રેમિકા કોશાના ઘરમાં રહેવાની આજ્ઞા માગે છે. કવિ લખે છે : એક ભણઈ હું કૂઆ-કંઠિ, બીજઉ બિલ વિસહરિ ત્રીજી ઈક ચિંતિ વીનવઈ મો સીહ તણ ઉધરિ; ચઉથી ચઉથઉ વ્રત ધરવિ માંગઈ ગુરુ પાસે, યૂલિભદ્ર મુનિવર ઈમ ભણઈ મો કોસ આવાસિ. સ્થૂલિભદ્રનું પુનરાગમન થતાં હર્ષઘેલી બનેલી, કામકલામાં ચતુર એવી કોશા વિવિધ શણગાર સજીને ચિત્રશાળામાં આવે છે. પટોળું, ચીર, કંચુકી ઇત્યાદિ સુંદર વસ્ત્રોમાં સજ્જ, માથામાં સિંદૂર, આંખમાં કાજળ, મુખમાં તંબોલ, કાને કુંડલ, ગળામાં મોતીનો હાર, કંઠમાં નાગોદર, હાથમાં કંકણ અને ચૂડી, આંગળીઓમાં વીંટી, પગમાં નુપૂર ઇત્યાદિ ધારણ કરી કોશા સ્થૂલિભદ્રનું ચિત્ત આકર્ષવા આવે છે. એ પ્રસંગનું કવિએ બીજા ભાસની પાંચ કડીની અનુપ્રાસયુક્ત લયબદ્ધ પંક્તિઓમાં સવિગત મનોહર આલેખન કર્યું છે. આ ચાતુર્માસનો સમય છે એટલે વર્ષાઋતુનું વર્ણન કવિએ કામોદ્દીપન માટે કર્યું છે. પરંતુ કોશાનાં નૃત્ય અને હાવભાવ તરફ મુનિ સ્થૂલિભદ્રનું જરા પણ ધ્યાન જતું નથી. એથી કોશા કહે છે કોશ ભણઈ સુણિ યૂલિભદ્ર મુઝુ ભણીઉં કીજઇ, ભમર ભમઈ પંખુડીય કમલિ તિમ ભોગ રમીજઇ. યૂલિભદ્રની ભારે કસોટીનો આ કાળ છે. એક તો વારવનિતા પુરુષને વશ કરવામાં કુશળ હોય અને તેમાં પણ આ તો પૂર્વની પ્રેમિકા, પરંતુ સંયમમાં દઢ શ્રદ્ધાને કારણે સ્થૂલિભદ્ર વજૂની જેમ અચલ રહે છે. તેઓ કોશાને કહે છે : Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ ગહિલી કોશ બાપુડી એ મોરું હૃદય ન ભીજઇ, કિમ વયજાગર ઠીક મુકિ કિમ કાચ ગ્રહિજઈ; કિમ રયણાયર ઍડિય એ કિમ છીલરિ સેવા, કિમ કલ્પતરુ દૂર કરવિ કઇરહ લેવા; કિમ ચિંતામણિ લખિય એ કિમ પત્થર લીજઇ, કિમ અરિહંત ઉવેખીયઈ કિમ યક્ષ નમીજઇ. કવિએ અહીં પાંચ દષ્ટાન્ન આપ્યાં છે. એમાં પ્રથમનાં ચાર પરંપરાનુસારી છે. પાંચમું દષ્ટાન્ત-અરિહંત ભગવાનને છોડીને યક્ષની પૂજા કોણ કરે ? એ કવિનું પોતાનું મૌલિક છે. કવિએ સ્થૂલિભદ્રના કામવિજયનું સંવાદમય શૈલીમાં નિરૂપણ કર્યું છે. કામદેવ મદનરાય સ્થૂલિભદ્રને આહ્વાન આપે છે અને શરણે થવા કહે છે. બ્રહ્મા, શંકર, નંદીષેણ ઇન્દ્રાદિ મોટા મોટા મહારથીઓ પણ કામદેવને વશ થયા છે. મદનરાયની ઉક્તિ કવિ નીચે પ્રમાણે રજૂ કરે છે : માયણ ભણઈ સુણિ ધૂલિભદ્ર અસરિસ મ મડે આગઈ ઈણિ ઘરિ નંદિપેણ ગયઉ આયુધ છેડે બ્રહ્મા ઈશ્વર ઈન્દ્ર ચન્દ્ર ગોવિંદ પ્રમુખ), ગૌતમ સખિરા સુર એ પહુ અસઈ અસંખહ. એ સવિ સેવ મનાવીયા એ તું કવણહ લેખઇ જઈ ભલુ છિ તકે મંડિ રહે તુ કહી વિશેષઈ. પરંતુ કામદેવથી સ્થૂલિભદ્ર પરાજિત થાય એવા નથી. તેઓ સામો પડકાર ફેંકે છે. તેઓ કહે છે કે “મેરુ પર્વતને તું કંપાવે કે સાત સમુદ્રને કંપાવે તો પણ હું નેમિકુમાર કે જંબૂકુમારની જેમ અચલ રહીશ.” મુંછિ મોડઈ થૂલિભદ્ર ઇમ બોલઈ વાત, કિમ કંપાવસિ મેરુ સિહરિ કિમ સાયર સાત; Page #136 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૨૭ રહીયઉ સિહકિશોર જેમ નવિ મંડઈ નેહો, નવિ ભિwઈ નહિ ચલઈ ચિત્તસુ અકલ અબીહો. રે રે મયણ મ ગવુ કરસિ તુઝ કિસિઉ પરાણ, ૨મલિ કરતાં નેમિકુમરિ તુઝ મલિયઉ માણ; જંબુકુમાર નઈ શિવકુમરિ તું હારિ મનાવ્યઉં, નવિ જાણઈ સંસહ્યા મૂઢ કિમ આગલિ આવ્યઉં. આમ મદનરાજ અને સ્થૂલિભદ્ર વચ્ચેના સંવાદની સબળ પંક્તિઓ અહીં કવિએ પ્રયોજી છે. બેમાંથી એકે પક્ષ નમતું ન આપતાં બન્ને વચ્ચે જે માનસિક યુદ્ધ થાય છે તેને સ્કૂલ યુદ્ધરૂપે વર્ણવતાં કવિ લખે છે : બે બલવત્તર બેઉ સબલ એકો નવિ ભાજઇ, હયવર હસારવ કરઈ જિમ અંબર ગાજઇ. આઠ મદ ગયવર ગુડીય પંચ પંચેન્દ્રિ પાખરિયા, સાસવ્ય ન પાઇક અભંગ તસુ દલિ પરવરિયા. આ યુદ્ધમાં જે કામાતુર લોકો છે તે તો ભાંગી પડે છે કે ભાંગી જાય છે, પણ જે શીલમાં દઢ-કચ્છ છે તે બરાબર ઝઝૂમે છે. કવિ વર્ણવે છે : જે કામાતુર પુરિખ સબલ તે સત્અઇ ભાજઇ; રોસિ ચડઉ ભડ જુડઈ સુહડ સમરંગણિ સૂરા, જે દઢ-કચ્છ સીલવંત રિણિ ઝૂઝઇ ધીરા. ત્રણે ભુવનમાં ખળભળાટ મચાવનાર આ યુદ્ધ જોવા માટે દેવો પણ કૌતુકથી આવે છે : ત્રિણિ ભુવનિ આકંપ હૂયા એ સૂર કુતિગ મિલિયા, નયણ બાણ સંવેગ દેખિ કાયર ખલભલિયા; Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ - - - મયણરાય ભડ યૂલિભદ્ર બિહું હુઅ૩ સંગ્રામ; બ્રહ્માધિ મૂકેવિ બાણ રણિ જીત કામ. અહીં મદનરાજ અને સ્થૂલિભદ્ર-અર્થાત્ કામવાસના અને શીલસંયમ-એ બે વચ્ચે (સ્થૂલિભદ્રના ચિત્તમાં) થયેલા સંગ્રામને સ્કૂલ યુદ્ધનો શબ્દદેહ આપી કવિએ પ્રભાવશાળી શબ્દચિત્ર ખડું કર્યું છે. આમ કોશાના ઘરમાં ચાતુર્માસ દરમિયાન મન, વચન અને કાયાથી જરા પણ ચલિત ન થતાં સ્થૂલિભદ્ર જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરી પાછા આવે છે ત્યારે ગુરુ એમને “દુષ્કર દુષ્કર' એમ બે વાર કહીને વધાવે છે. મૂળ કથા પ્રમાણે સ્થૂલિભદ્રનો દ્વેષ કરનાર અન્ય સાધુને જ્યારે ગુરુ કોશાને ત્યાં મોકલે છે ત્યારે પહેલે દિવસે જ તે કામાતુર બની જાય છે એ પ્રસંગનો નિર્દેશ આ કાવ્યમાં થયો નથી. આ ફાગુકાવ્યના અંત ભાગમાં કવિએ સ્થૂલિભદ્રના ભવ્ય સંયમ જીવનનો મહિમા ગાયો છે. સ્થૂલિભદ્રનું નામકર્મ એટલું બળવાન છે કે ૮૪ ચોવીસી સુધી લોકો એમને યાદ કરીને એમના સંયમનો મહિમા ગાતા હશે. કવિએ લખ્યું છે : જો તારાયણ ચંદ સૂર જો મહીયલિ સોઈ; તાં મુનિવર તું સ્થૂલિભદ્ર ભવયણ મન મોહઈ. ચઉદય પૂરવ પઢીય સુખરિ પ્રભુ પાટિ બઈઠઉ ચીરાસી ચઉવીસી લગઈ ઉદ્યોત કરંતઉ. ફાગુકાવ્યને અંતે જૂની પરંપરા અનુસાર “વસ્તુ'ની પંક્તિમાં નીચે પ્રમાણે સ્થૂલિભદ્રના જીવનની વિગતો દર્શાવવામાં આવી છે : યૂલિભદ્રહ થૂલિભદ્રહ વરિસ દસ અg બાલાપણિ ક્રીડા રમઈ વરિસ બાર કોસ્યાહ મંદિર Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુમાવ્યો ૧૨૯ તિહિ સંજમ આદરીય વરિસ તામ ચકવીસ મુનિવર; યુગપ્રધાન પટ્ટધરણ પંચમ્મલિ ચાલીસ, આયુ નવાણું વરિસ નહિ એય પ્રણમક સાવિ દિસ. આમ આ ફાકાવ્યમાં કવિ હલરાજે દોહા અને રોળાની અંત્યાનું પ્રાસ અને પ્રસંગોપાત્ત વર્ણસગાઈવાળી પંક્તિઓ પ્રયોજી યૂલિભદ્ર અને કોશાના પ્રસંગનું તાદશ વર્ણન કર્યું છે. આપણાં મધ્યકાલીન ફાગુ સાહિત્યમાં આ એક નોંધપાત્ર કૃતિ છે. ૩. જયવંતસૂરિસ્કૃત “લિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ શ્રી જયવંતસૂરિ વિક્રમના સત્તરમા શતકના એક સમર્થ કવિ છે. તેઓ વડતપગચ્છના વિનયમંડનના શિષ્ય હતા. વિનયમંડનના ગુરુ શ્રી વિવેકમંડને શત્રુંજય તીર્થ પર ઋષભદેવ ભગવાન અને શ્રી પુંડરીક ગણધરની મૂર્તિની પ્રતિષ્ઠા વિ.સં. ૧૫૮૭માં કરાવી હતી. કર્માશાએ બાદશાહ બહાદુરશાહ પાસેથી ફરમાન લઈ શત્રુંજય પર આ પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો ત્યારે વિવેકમંડનના શિષ્યો-પ્રશિષ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા. એમાં વિનયમંડન અને એમના શિષ્યો વિવેકધીરગણિ અને જયવંતમુનિ પણ ત્યાં ઉપસ્થિત હતા. જયવંત મુનિને ત્યારપછી પંડિત, ગણિ અને આચાર્યની પદવી મળી હતી. તેઓ જયવંતસૂરિ થયા હતા. એમનું બીજું નામ ગુણસૌભાગ્યસૂરિ હતું. એમણે વિ.સં. ૧૬૧૪માં આશરે ૨૮૦૦ કડીની કૃતિ “શીલવતી ચરિત્ર” અથવા શૃંગારમંજરી રાસ'ની રચના કરી હતી. વિ.સં. ૧૬૪૩માં એમણે ઋષિદના રાસ'ની રચના કરી ત્યારે તેઓ આચાર્ય થઈ ગયા હતા. શ્રી જયવંતસૂરિએ આ ઉપરાંત કેટલીક લઘુ રચનાઓ કરી છે. તેમણે નેમિરાજુલ બારમાસા વેલપ્રબંધ' નામની ૭૭ કડીની રચના, સીમંધર સ્તવન (લેખ) નામની ૩૭ કડીની રચના, સ્થૂલિભદ્ર પ્રેમવિલાસ ફાગ નામની ૪૫ કડીની રચના, સ્થૂલિભદ્ર મોહનવેલિ નામની લઘુ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ રચના, સીમંધર ચંદ્રાઉલા નામની ૨૧ કડીની રચના તથા લોચનકાજલ સંવાદ નામની ૧૮ કડીની રચના કરી છે. આમ સ્થૂલિભદ્ર વિશે જયવંતરિએ એક ફારું કાવ્ય અને એક મોહનવેલ એમ બે રચના કરેલી મળે છે. ફાગુની રચનાસાલ જાણવા મળતી નથી પણ એમાં એમણે પોતાનો ઉલ્લેખ જયવંતસૂરિ તરીકે કરેલો છે એટલે આ કૃતિ તેઓ આચાર્ય થયા તે પછીથી લખાયેલી છે એ સુનિશ્ચિત છે. એમની પરિણત પ્રજ્ઞાનો લાભ આ કૃતિને મળેલો છે. (આ ફાગુકાવ્ય ડૉ. ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરેલા પ્રાચીન ફાગુસંગ્રહમાં છપાયું છે.) આ કાવ્યકૃતિમાં અંતે કવિએ જે પ્રમાણે નિર્દેશ કર્યો છે તે જુઓ : યૂલિભદ્ર કોશા કેરડો ગાયુ પ્રેમવિલાસ, ફાગ ગાઈ સવિ ગોરડી જબ આવઈ મધુમાસ. દિન દિન સજન મેડાવો, એ ગણતાં સુખ હોઇ, જયવંતસૂરિ વર વાણી રે, સવે સોહામણી હોઇ. ૪૫ કડીના આ ફાગુકાવ્યમાં કવિએ પ્રથમ કડીમાં સરસ્વતી દેવીને પ્રણામ કરીને, સ્થૂલિભદ્ર અને કોશાનો પ્રેમવિલાસ ગાઈશું એવો નિર્દેશ કર્યો છે : સરસતિ સામિનિ મનિ ધરી, સમરી પ્રેમવિલાસ, યૂલિભદ્ર કોણ્યા ગાયસિઉં, જિમ મનિ પુતચઈ આસ. આ પ્રથમ કડી પછી ૪૧મી કડી સુધી કવિએ સ્થૂલિભદ્ર કે કોશાનો ઉલ્લેખ કર્યો નથી. જાણે કે કોઈપણ નાયક-નાવિકના પ્રેમ અને વિરહનું રરસયુક્ત આ વર્ણન હોય એવી છાપ પડે છે. એ વર્ણન અત્યંત રસિક અને કવિત્વયુક્ત છે. એ રીતે “પ્રેમવિલાસ” શબ્દને સાર્થક કરતું આ ફાગુકાવ્ય છે. અંતભાગમાં ૪૨ અને ૪૩મી કડીમાં કવિ સ્યુલિભદ્ર અને કોશાનો ફરી નામનિર્દેશ કરતાં કહે છે : Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુમાવ્યો ૧૩૧ કોશ્યા વેધ વલૂધડી, એમ ઓલંભા દેઈ, એહવઈ ગુરુ આદેશડઈ થૂલિભદ્ર મુનિ આવેછે. કત દેશી કોશ્યા કૂબડી હઈડા કમલ વિકાસ, જિમ વનરાઈ માધવઓ, પામી અધિક ઉલ્લાસ. આ ફાગુકાવ્યની રચના કવિએ માત્ર દૂહા કે રોળામાં ન કરતાં વિવિધ છંદમાં કરી છે. દૂહા, ફાગની ઢાલ, કાવ્ય, ચાલ વગેરેમાં આ રચના થયેલી છે, ભાવ અનુસાર છંદવૈવિધ્ય આ ફાગુની એક મહત્ત્વની સિદ્ધિ છે. આ ફાગુકાવ્યના આરંભમાં કવિએ વસંત ઋતુનું આંતરયમયુક્ત લાક્ષણિક વર્ણન કર્યું છે. જેનો પતિ પરદેશ ગયો હોય એવી નાયિકાને વસંતઋતુ સંતાપ કરનાર છે એમ કહી કવિએ વિપ્રલંભ શૃંગારનું સૂચન કર્યું છે. ઋતુ વસંત નવયૌવનિ, યૌવનિ તરુણી વેશ, પાપી વિરહ સંતાપઈ, તાપઈ પિઉં પરદેસ. ઋતુ વસંત વનિ ગહગહી, પ્રેમકુંપળ કુસુમાવલિ મહમહી, મલયા વાય મનોહર વાઈ, પ્રિનિલે ઊડી મલઉં ઇમ થાઈ. સ્થૂલિભદ્ર અને કોશા વિશેના અન્ય ફાગુકાવ્યોમાં મુખ્યત્વે સ્થૂલિભદ્ર જ્યારે ચાતુર્માસ માટે કોશાને ઘરે પધારે છે એ સમયનું વર્ણન છે. એમાં વસંતઋતુ નહિ પણ વર્ષાઋતુનું આલેખન કરવું પડે એ સ્વાભાવિક છે. સ્થૂલિભદ્ર અને કોશાના પૂર્વના પ્રણય-જીવનમાં ફાગુકાવ્યને નિમિત્તે વસંતઋતુનું વર્ણન આલેખી શકાય, પરંતુ જૈન સાધુકવિઓને એ પ્રકારનું મિલનના શૃંગારરસનું આલેખન અભિપ્રેત હોઈ ન શકે. કવિ જયવંતસૂરિએ એમાંથી રસ્તો કાઢ્યો છે. એમણે મુનિ સ્થૂલિભદ્ર પાછા પધારે છે એ પહેલાંની કોશાની વિરહાવસ્થાનું Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર. સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦. વર્ણન કરવાનું સ્વીકાર્યું કે જેથી ફાગુની અંદર વસંતઋતુનું વર્ણન સંભવી શકે. આ રીતે આ કાવ્યમાં વસંતના વર્ણન વડે “ફાગુ' નામને કવિએ સાર્થક કર્યું છે. આ ફાકાવ્યમાં કવિએ વિરહિણી નાયિકાની અવસ્થા અને માનસિક વ્યથાનું જીવંત નિરૂપણ થયું છે. આ નિરૂપણમાં કોઇ ધાર્મિક કે સાંપ્રદાયિક પ્રભાવ પડ્યો નથી. એટલે નિર્ભેળ કાવ્યકલાની દષ્ટિએ પણ તેનું મૂલ્ય ઘણું છે. એથી જૈન-અજૈન એવી સર્વ ફાકૃતિઓમાં તે મહત્ત્વનું સ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વસંત ઋતુમાં નાયિકાનો વિરહ વધવાનાં નિમિત્તોનું વર્ણન કરતાં કવિ લખે છે : વનસ્પતી સવિ મોહરી રે, પસરી મયણની આણ; વિરહીનઈ કાંઉ કહેલ કરઇ, કોયલિ મૂકઈ બાણ. તરુવર વેલિ આલિંગન, દેષિય સીલ સલાય; ભરયૌવન પ્રિય વેગલ, ખિણ ન વિસરિઓ જાઈ. પોતાના હૃદયમાં વસેલા સ્થૂલિભદ્ર માટેનો કોશાનો પ્રેમ એટલો બધો ગાઢ છે કે દિવસ રાત વિરહણી કોશાને સ્થૂલિભદ્રના જ વિચારો આવે છે. રાતના ઊંઘ આવે એટલી વાર જ તે વિસરાય છે. પણ પાછું સ્વપ્ન ચાલુ થતાં એમાં સ્થૂલિભદ્ર જ દેખાય છે. તે પોતાના સ્વપ્નનો અનુભવ વર્ણવતાં કહે છે : તે સાજન કિમ વીસરાઈ જસ ગુણ વસિયા ચિંતિ, ઊંઘમાંહિ જુ વીસરાઇ, સુહણામાંહિ દીસંતિ. Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૩૩ કઠિન કંત કરિ આલિ જગાવઇ, ઘડી ઘડી મુઝ સુહાઈ આવઈ જબ જોઉં તબ જાઇ નાસી, પાપીડા મુઝ ઘાલિ મ ફાંસી. વિરહિણી નાયિકાનો દેહભૂખ, તરસ, અનિદ્રાદિને કારણે કેવો ક્ષીણ થતો જાય છે તેનું તાદશ ચિત્ર દોરતાં કવિ નાયિકાના જ મુખમાં નીચેની ઉક્તિ મૂકે છે: મૂરિ મૂરિ પંજર થઈ સાજન તાહરઈ કાજિ નીંદ ન સમરું, વીંઝડી ન કરઈ મોરી સાર ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન વાન; જીવ સાષિઈ માં તુઝ દેઉં થોડાં ઘણું જાણિ. વળી, વિયોગના દુઃખથી પોતાનો દેહ કેવો ફિક્કો પડી ગયો છે તે બતાવતાં નાયિકા નાયકને ઉદ્દેશીને બોલે છે, દેહ પંડર મઈ વિયોગિઈ બઈદ કહઈ એહનઈ પિંડરોગ; તુઝ વિયોગિ જે વેદન મઈ સહી, સજનીયા તે કણ સકઈ કહી. આમ, વિરહિણી નાયિકા સ્વગતોક્તિ દ્વારા, સખીને સંબોધન દ્વારા, પ્રિયતમને ઉપાલંભ દ્વારા, આત્મનિવેદન દ્વારા એમ વિવિધ પ્રકારે પોતાની વિરહવ્યથાને અભિવ્યક્ત કરે છે. વિરહવેદનાની ઉત્કટતા જે ભિન્નભિન્ન રીતે કાવ્યમાં વર્ણવાઈ છે એમાં કવિની કવિત્વશક્તિનાં સુભગ દર્શન થાય છે. વિરહિણી કોશાનો વિરહાગ્નિ વધે છે ત્યારે એને ચંદનનો લેપ કે ચંદ્રનાં કિરણોથી શાતા વળતી નથી. કવિએ શ્લેષયુક્ત પ્રયોજેલીનીચેની પંક્તિઓમાં નાયિકાની વિરહવેદનાને વાચા અપાઈ છેઃ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ સખી મુઝ ન ગમઈ ચંદન, ચંદ ન કરતું રે સંતોસ; કેલિ મ વીઝસ હો સહી, સહી ન સમઈ અમ દોસ. વિરહની વ્યથામાં નાયિકાને ચેન પડતું નથી. એથી તે થોડીવાર ઘરમાં અને થોડીવાર બહાર આંગણામાં પ્રિયતમના આમગનની રાહ જોતી ફરે છે. કવિએ “ઓરડ” અને “રાતડી' શબ્દનો ઉપયોગ શ્લેષથી કરીને નાયિકાની વિરાવસ્થાનું સચોટ, સજીવ ચિત્ર ખડું કર્યું છે. ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઇ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઇ; ઝૂરતાં જાઈ દિન રાતડી, આંખિ હુઈ ઉજાગરઈ રાતડી. કવિની કલ્પનાશક્તિનો નીચેની પંક્તિઓમાં સુંદર પરિચય મળી રહે છે. નાયિકા કહે છે કે જો હું પંખિણી હોતતો ઊડીને પ્રિયતમ પાસે પહોંચી જાત. જો હું ચંદન હોત, ફૂલ હોત કે તંબોલ હોત તો પણ મને પિયુની સાથે રહેવા મળત. કવિ લખે છેઃ હું સિઈ ન સરજી પંખિણિ, જિમ ભમતી પ્રીલ પાસિ, હું સિકં ન સરજી ચંદન, કરતી પ્રિયતનુ વાસ. હું સિકં ન સરજી ફૂલડાં, લેતી આલિંગણ જાણ ' મુહિ સુરંગ જ શોભતાં હું સિઈ ન સરજી પાન. નાયિકાની આ ઉક્તિમાં “હું સિઉન સરજી' એ શબ્દો ચારે ચરણમાં કવિએ દોહરાવ્યા છે, પહેલા ત્રણ ચરણના આરંભમાં અને ચોથા ચરણમાં અંતે. એ રીતે નાયિકાની વેદનામાંથી પ્રગટેલી કલ્પનાશીલતા દ્વારા એની વેદના કેટલી ઉત્કટ છે તે દર્શાવાઇ છે. WWW.jainelibrary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુમાવ્યો * ૧૩૫ કવિનું શબ્દો પરનું પ્રભુત્વ અસાધારણ છે. આન્તર્યમક, અંત્યાનુ પ્રાસ ઉપરાંત વર્ણાનુપ્રાસ, પંક્તિઓને કિલષ્ટ કે કૃત્રિમ બનાવ્યા વિના કવિ સહજ રીતે પ્રયોજી શકે છે. નીચેની ચાર પંક્તિઓમાં “વથી શરૂ થતાં શબ્દોની કેવી સરસ લીલા કવિએ દાખવી છે ! વઈરીડા વયર વલઇ ઘણુ, વિસમી વાટ વિદેશ, વિસમુ વાલિભ વેધડુ, ઈમદિન જાઈ આદેશ. વાઇ વિણ નવિ વેદન ન વરી વારો વારિ; વ્યસનીની વ્યાખ્યું વેધડો વાલ્હા વિણ ન રહાઈ. ઉપમા, રૂપકાદિ અલંકારોથી મંડિત, નિર્ભેળ કાવ્યગુણથી ઓપતી આ ફાગુકૃતિ સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં જુદી જ ભાત પાડે છે. (૪) માલદેવકૃત ધૂલિભદ્ર ફાગ ધૂલિભદ્ર ફાગ'ના કર્તા માલદેવ મુનિ વિક્રમના સત્તરમા શતકના પૂર્વાઈના કવિ છે. તેઓ વૃદ્ધ તપગચ્છના આચાર્ય શ્રી ભાવદેવસૂરિના શિષ્ય હતા. મધ્યકાળના કેટલાક સમર્થ જૈન કવિઓમાં કવિ માલદેવની ગણના થાય છે. કવિ ઋષભદાસે પોતાના કુમારપાળ રાસમાં માલદેવનો માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. માલદેવની કાવ્યરચનાઓમાં સુભાષિતો ઠીક ઠીક પ્રમાણમાં આવે છે. એમનાં સુભાષિતો અન્ય કવિઓએ પણ પોતાની કૃતિમાં ઉતારેલાં છે. કવિ માલદેવમુનિએ આ ફાગુકાવ્ય ઉપરાંત વીરાંગદ ચોપાઇ, પુરંદર ચોપાઈ, ભોજ-પ્રબંધ “વિક્રમચરિત્ર' પંચદંડ કથા, દેવદત્ત ચોપાઈ, પારથ ચોપાઇ, સુરસુંદરી ચોપાઇ, માલદેવ શિક્ષા ચોપાઈ, રાજુલ નેમિનાથ ઘમાલ, શીલ બત્તીસી વગેરે કૃતિઓની રચના કરી છે. એમની કૃતિઓ પરથી જોઈ શકાય છે કે તેઓ સમર્થ રાસકવિ Page #145 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ'માં એની રચનાસાલ આપી નથી, પરંતુ એની એક હસ્તપ્રત વિ.સં. ૧૬૫૦માં લખાયેલી મળે છે. એટલે કવિએ આ ફાગુકાવ્યની રચના વિ.સં. ૧૬૫૦માં અથવા તે પૂર્વે કરેલી હોવી જોઇએ એ સ્પષ્ટ છે. ૧૩૬ આ સ્થૂલિભદ્ર ફાગુની રચના કવિએ સળંગ એક જ દેશીમાં, ૧૦૭ કડીમાં કરી છે. કાવ્યની પ્રથમ કડીમાં કવિએ પોતાની કૃતિને ‘ફાગ’ તરીકે ઓળખાવી છે. પાસ જિણંદ જુહારીઇ, સમરું સારદ માયા રે, ગાઉં ફાગ સોહામણું થૂલિભદ્ર મુનિરાયા રે. કવિ માલદેવમુનિએ ‘સ્થૂલિભદ્ર ફાગ'માં સ્થૂલિભદ્રના જીવનવૃત્તાંતનું સંક્ષેપમાં સાદ્યંત નિરૂપણ કર્યું છે. સ્થૂલિભદ્ર વિશેની અન્ય ફાગુ કૃતિઓમાં આટલી બધી વિગતો સાથે કથાનું નિરૂપણ થયેલું નથી. કવિનો ઉપક્રમ જ જાણે ફાગુને નિમિત્તે કથાનિરૂપણ કરવાનો હોય એમ જણાય છે. આરંભની બીજી કડીની માંડણી જ એ પ્રકારની થઇ છે. જુઓઃ પાડલપુર રુલીઆમણું નંદ કરિ તિહાં રાજો રે; લોક પ્રજા સવ્વ સુખઇ સિ, સાર સહુનાં કાજોરે. કવિ વરરુચિ પંડિતનો, શ્રીયકના વિવાહનો, શકટાલના મૃત્યુનો, સ્થૂલિભદ્રને મંત્રી થવા માટેના નિયંત્રણનો એમ એક પછી એક પ્રસંગનું સંક્ષેપમાં ઉપમા, દષ્ટાન્નાદિ સાથે વર્ણન કરતા જાય છે. ત્રીસ કડી સુધી આ રીતે સ્થૂલિભદ્રનો પૂર્વ વૃત્તાન્ત આવે છે. સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા લઇ કોશાને ઘરે આવે છે. એ પ્રસંગ ૩૦મી કડીથી શરૂ થાય છે. સ્થૂલિભદ્ર ચાતુર્માસમાં કોશાને ઘરે આવ્યા છે એટલે કવિએ ત્રણેક કડીમાં વર્ષાઋતુનું વર્ણન કર્યું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૩૭ સ્થૂલિભદ્રનું આગમન થતાં શણગાર સજીને તૈયાર થયેલી કોશાનું શબ્દચિત્ર દોરવામાં કવિએ વિવિધ ઉપમાઓ પ્રયોજી છે. એથી કવિનું વર્ણન શૃંગારરસિક બન્યું છે. કાનહિ કુંડલ ધારતી, જાનુ મદનકી જાલી રે, સ્પામ ભુજંગી યૂ વેણી, યૌવન ધન રખવાલી રે. X X X કુચ ઉપરિ નવસર વધ્યુ, મોતીહાર સોહાવઇ રે, પરબત ર્તિ જન ઊતરતી, ગંગા નદી જલ આવઇ રે. X X * રોમાવલિ રેષા વણી, જાનુ કી દીસિ થંભો રે, કુચભારિ નમસઈ કવઈ યાણિ કિ દીઉ ઉઠંભો રે. આમ કોશાના કેશ, કપાળ, અધર, દાંત, નયન, ભ્રમર, કાન, જાનુ, ચોટલો, કુચ, રોમાવલિ, નાભિ, કટિ, ચરણ એમ મસ્તકથી ચરણ સુધીનાં અંગાંગોનું કેટલુંક પરંપરાનુસારી અને કેટલુંક મૌલિક વર્ણન કવિએ અહીં કર્યું છે. કોશાનો પ્રેમ સ્થૂલિભદ્ર માટે છે, પરંતુ સ્થૂલિભદ્રે પંચ મહાવ્રત અંગીકાર કરેલાં હોવાથી કોશા હવે તેમને માટે પ્રિયતમા રહી નથી. એટલે જે પ્રણયભાવ છે તે તો ફક્ત કોશાનો જ છે. આ તક ઝડપીને કવિ એકપક્ષી પ્રેમ કેવો હોય છે અને તેનાં કેવાં પરિણામો આવે છે તે વિશે સુંદર દૃષ્ટાન્તો આપે છે : એક અંગકઇ નેહરઇ, છૂ ન હોવઇ રંગો રે; દીવા કે ચિત્તિમાંહે નહીં, જલિ જલિ અરિ પતંગો રે. રે મન, પ્રીતિ ન કીજીઇ, કીજઇ એકંગી કાહો રે; પાણીકે મનહીં નહીં, મીન મરિ ણિ માહિઉ રે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ એક અંગકુ નેહરુ મૂરષિ મધુકરિ કીનું રે કેતકીકે મનહીં નહીં ભમર મરિ રસ-વીણું રે પ્રીતિ એકંગી જઈ કીજિ, તું સબ કિછૂ ન લૂહીં રે, હોઅ ચકોર દોષત રહઈ ચાંદુ સુથિર ન રહાઈ રે. સૂર કમલકો સોસહી, કમલ સુર-મુષ જોવિ રે એક અંગકઈ નેહર, રંગ કિ નહીં હોવઇ રે. નેહ એકંગ ન કીજઇ, જિઉં ચાતક ધન-નીરો રે, સારંગ પીઉં પીલ મુષિ બોલિ, મેહ ન જાનઈ પીરો રે. કોશા સ્થૂલિભદ્રને આકર્ષવાના પ્રયાસો કરે છે. પૂર્વે કેવા કેવા મોટા મોટા મહાત્માઓ, અરે ખુદ શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, વિશ્વામિત્ર, પારાશર, નંદીષેણ, રથનેમિ વગેરે સ્ત્રીને વશ થઈ ગયા છે તેનાં દષ્ટાન્તો તે આપે છે, પરંતુ સ્થૂલિભદ્રને અણનમ રહેલા જોઇને તે એમને નમી પડે છે. સ્થૂલિભદ્રના ઉપદેશથી તે શ્રાવિકા તરીકે વ્રત અંગીકાર કરે છે : યૂલિભદ્ર મુનિ ઉપદેટ્યુ દેસવિરસિ તિણિ લીણી રે, જિન લિષમીકે નંદના વેશ્યા શ્રાવિકા કીની રે. ચાતુર્માસ પછી સ્થૂલિભદ્ર, ગુરુ મહારાજ પાસે જાય છે ત્યારે તેઓ દુષ્કર દુષ્કર' કહીને સ્થૂલિભદ્રને વધાવે છે. પરંતુ સિંહગુફાવાળા મુનિ દ્વેષ કરે છે ત્યારે બીજા ચાતુર્માસમાં ગુરુ એમને કોશાને ત્યાં મોકલે છે. પરંતુ કોશાને જોતાં જ તેમની શુદ્ધબુદ્ધ રહેતી નથી. કોશા એમને કહે છેઃ કોશા કહિ ન માનીઈ ધન વિણ બહાં કોઈ રે ધરમલાભ કહી નાહી, અરથલાભ બહાં હોઇ રે. Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૩૯ કોશા પ્રત્યે આકર્ષાયેલા મુનિ ચાલુ ચાતુર્માસે વિહાર કરી રત્નકંબલ માટે નેપાલ જાય છે. પાછા આવે છે ત્યારે કોશા એમને મોહનિદ્રામાંથી જગાડે છે. મુનિ ગુરુ મહારાજ પાસે આવી, ક્ષમા માગી આલોચના લે છે. સ્થૂલિભદ્ર-કોશાના જીવન વૃત્તાન્તની એક ઘટના જે સામાન્ય રીતે અન્યત્ર જોવા નથી મળતી તે કવિએ આ કાવ્યમાં નિરૂપી છે અને તે એની એક વિશેષતા છે. સાધના દ્વારા પ્રાપ્ત થતી સ્થૂલ સિદ્ધિઓ કરતાં પણ બ્રહ્મચર્યની સાધના ઘણી ચડિયાતી છે એ દર્શાવતો એક પ્રસંગ કવિએ નિરૂપ્યો છે : મુનિ સ્થૂલિભદ્રના સાંનિધ્યથી કોશાનું હૃદયપરિવર્તન થયા પછી તે વ્રત અંગીકાર કરી શ્રાવિકા બને છે. ત્યારપછી એક દિવસ રાજસારથિ આવીને કોશાને બતાવે છે કે પોતે ધનુર્વિદ્યાની એટલી સરસ સાધના કરી છે કે બાણ છોડીને આંબા પરથી ધારે તે કેરીને પાડી શકે છે. એમ કહીને તે આંબા પરથી કેરી પાડી બતાવે છે. કોશા એને કહે છે કે પોતાની નૃત્યકલા આગળ તે ધનુર્વિદ્યાની કશી જ મહત્તા નથી. પોતે સોય ઉપર (અર્થાત્ એવા અણીદાર ખીલાઓ ઉપર) નૃત્ય કરી શકે છે એમ કહી તે નૃત્ય કરી બતાવે છે. પછી કોશા રાજસારથિને કહે છે કે આવી સ્થૂલ વિદ્યાઓ અને કલાઓ સ્થૂલિભદ્રની શીલની કલા આગળ કશી વિસાતમાં નથી, નારીના સાંનિધ્યમાં રહેવા છતાં સ્થૂલિભદ્રે પોતાના બ્રહ્મચર્ય વ્રતને મન, વચન અને કાયાથી જરા પણ ખંડિત થવા દીધું નહિ એ એમની ઘણી મોટી અને ચડિયાતી સાધના અને સિદ્ધિ છે. કવિ માલદેવ આ પ્રસંગ ત્રણ કડીમાં સંક્ષેપમાં નીચે પ્રમાણે વર્ણવે છે : એક દિવસ કોશા ઘરે, રાજ-સારથી આયુ રે, આંબ ઉતારઉ બાણ શું, ગુણ આપણું દિષાડ્યું રે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪) સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ કોશા માન ઉતારતી, સૂઈ ઉપરિ નાચિ રે, બોલ બોલ સુભાગિની, કવણ કલા ઈણ રાચિ રે. કલા બડી યૂલિભદ્રકી, જિન નિજ સીલ ન ખંડ રે, નારી સંગતિમાહિ વસ્તુ, ભૂમંડલ જસુ મંડિઉ રે. ફાગુકાવ્યની દષ્ટિએ આ કથાને આથી આગળ લંબાવવાની આવશ્યક્તા નથી, પરંતુ કવિ માલદેવે સ્થૂલિભદ્ર ગુરુ ભદ્રબાહુ પાસે કરેલો દસ પૂર્વોનો અભ્યાસ, એમની બહેનો આગળ કરી બતાવેલો ચમત્કાર, ગુરુ મહારાજ પાસે માગેલી ક્ષમા, સંઘની વિનંતીથી બાકીનાં ચાર પૂર્વ ગુરુ સૂત્રથી ભણાવે છે વગેરેનું વર્ણન પણ આ ફારુકાવ્યમાં કર્યું છે. છેલ્લે કવિ સ્થૂલિભદ્રના શીલનો મહિમા દર્શાવી કૃતિનું સમાપન કરે છે. સુભાષિતો એ તો કવિ માલદેવની અનોખી ખાસિયત છે. આ નાનકડી કૃતિમાં પણ તેઓ સ્વરચિત સુભાષિતો ગૂંથી લેવાનું ચૂક્યા નથી. ઉદાહરણરૂપ નીચેનાં કેટલાંક સુભાષિતો જુઓ : પગ શું ધૂલિ ઉછાલી, સર ઉપરિ આઈ લાગઇ રે, ઈશું યાનિ જીઉ આપણઈ, પંડિત કહે તુ જાગઈ રે. સૂકઈ સરોવર જલ વિના, હંસા કિઝયું રે કરેસિ, જસ ધરિ ગમતીય ગોરડી, તસ કિમ ગમઈ રે વિદેશ. વેસ, કુનારી, જુઆરીઈ, દુરજન અતિહિ વિગોવાઈ રે, અગનિ, સાપ, રાજા, યોગી, કબહું મીત ન હોવઈ રે. x x x Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો સો કંચણ યા પહિરોઈ, જુ કાનહું તું તોરઈ રે મંત્રી સોઈ જણીઇ, જુ રાજા કિહું લોડિ રે જઈ પરમેશ્વર સીઇ, નાઉ ઘાલિ કૂટિ રે; કિ વેશ્યા ઘર મોકલઈ, કિ ખેલાવાઈ જૂઈ રે. આમ ૧૦૭ કડીની આ રચનામાં કવિ માલદેવની કવિત્વશક્તિનો સુપેરે પરિચય મળી રહે છે. આ ફાગુકૃતિમાં પ્રવાહી કાવ્યપંક્તિઓ અનાયાસ વહેતી હોય અને નવા-નવા ઉન્મેષ દાખવતી હોય એવી પ્રતીતિ થાય છે. આ ફાગુકાવ્યમાં યૂલિભદ્રના સમગ્ર કથાનકનું જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોતાં ફાગુકાવ્યને નિમિત્તે કથાકાવ્યની રચના કવિને હાથે થઈ છે એમ કહી શકાય. Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત પનાલાલ ક. ગાંધી ત્રિ-કાલિક આત્મવિજ્ઞાન”, “સ્વરૂપમંત્ર” અને “કેવળજ્ઞાન-સ્વરૂપ ઐશ્વર્ય” એ જૈન તત્ત્વજ્ઞાનના તથા આત્મસ્વરૂપની વિચારણાના ત્રણ ઉત્તમ ગ્રંથોના લેખક, બહોળો શિષ્યવર્ગ અને ચાહક સમુદાય ધરાવનાર પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી વર્તમાન કાળના એક જ્ઞાની અને સાધક પુરુષ હતા. પંડિત પનાલાલ ગાંધીએ વિ. સં. ૨૦૫૪ના મહા વદ ૭ ને બુધવાર તા. ૧૮-૨-૯૮ ના રોજ પોતાના વતન ધ્રાંગધ્રામાં ૭૭ વર્ષની ઉંમરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના જવાથી એક આત્મજ્ઞાની મહાત્મા આપણે ગુમાવ્યા છે. પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એ પનાભાઈ જાણતા હતા. એમને કેટલાક સમય પહેલાં પેટમાં કેન્સરની ગાંઠ થઇ હતી. મુંબઈમાં એમના એક ચાહક અને કેન્સરના નિષ્ણાત ડૉક્ટર શ્રી અશોકભાઈ મહેતા પાસે ઓપરેશન કરાવ્યું. તબિયત સારી થઈ. ધ્રાંગધ્રા ગયા. ત્યાર પછી ધ્રાંગધ્રાથી એમનો પત્ર મારા પર હતો. તેમાં લખ્યું હતું કે “પહેલાં કરતાં આહાર સારી રીતે લઈ શકાય છે. હરાય-ફરાય છે.” પરંતુ થોડોક વખત સારું રહ્યું. કેન્સરે ફરી ઊથલો માર્યો. તે બહુ પ્રસરી ગયું. બીજા ઓપરેશનની હવે શક્યતા નહોતી. ડૉક્ટરોએ આગાહી કરી દીધી હતી કે હવે આ વધતા જતા કેન્સરમાં બે અઢી મહિનાથી વધુ સમય ખેંચી શકાય એવી શક્યતા નથી. પરંતુ એક મહિનામાં જ એમના જીવનનો અંત આવ્યો. પોતે અંત સમય સુધી પૂરી સ્વસ્થતા ધરાવતા રહ્યા હતા. તીવ્ર દર્દ થતું હશે પણ તે તરફ એમનો “ઉપયોગ' રહ્યો નહિ. બોલવાનું ધીમું થઈ ગયું હતું. અવાજ નીકળતો નહોતો. અવસાનના થોડા દિવસ પહેલાં શંખેશ્વરની પૂનમ યાત્રાના એમના મિત્રો અને ચાહકો શંખેશ્વર જતી વખતે તેમને મળવા ધ્રાંગધ્રા ગયા હતા. એ WWW.jainelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ૧૪૩ બધાંની સાથે પનાભાઈએ ભાવથી વાત કરી હતી અને પોતાનો આધ્યાત્મિક શુભ સંદેશો નીચે પ્રમાણે લખીને વંચાવ્યો હતોઃ સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ સ્વરૂપ ભૂલી ભમ્યા કરે. સ્વરૂપ ભજના કરો નિરંતર વહાલા શ્રી વીતરાગ વદે. કેન્સર વધતાં ઘીમે ઘીમે પનાભાઇની બધી ઇન્દ્રિયો શાંત પડતી ગઇ અને ૧૮મી ફેબ્રુઆરીએ સવારે ૬-૩૫ વાગે તેઓ અનંતની યાત્રાએ ગ્રાલી નીકળ્યા. આજીવન બાળબ્રહ્મચારી પંડિત પનાભાઈ દીક્ષિત થઇ સાધુ થઇ શક્યા નહોતા, પરંતુ એમની ઉચ્ચ આત્મદશાને લક્ષમાં રાખી ધ્રાંગધ્રાના લોકોએ એમની પાલખી કાઢી હતી અને ઉત્સવપૂર્વક એમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. ૫નાભાઇ સાથે મારો પહેલવહેલો પરિચય ૧૯૬૭ના અરસામાં થયેલો. મુંબઇમાં ચોપાટીના ઉપાશ્રયે શ્રી ક્ષમાસાગરજી મહારાજનું ત્યારે ચાતુર્માસ હતું. અમે એજ મકાનમાં ઉપર રહેતા. તે વખતે એમને ભણાવવા માટે પનાભાઇ આવતા હતા. મહારાજશ્રીએ એમનો મને પરિચય કરાવેલો. પનાભાઈ પંડિત હતા, પણ એમને જોતાં તેઓ પંડિત છે એવું લાગે નહિ એટલી સાદાઇ અને એટલી સરળતા એમનામાં હતી. ચહેરા ઉપર પણ પાંડિત્યનો કે મોટાઇનો ડોળ નહિ. પનાભાઈ મહારાજશ્રીને જે રીતે સમજાવતા અને એમની શંકાઓનું સમાધાન કરતા તે પરથી લાગ્યું કે તેઓ શાસ્ત્રોના ઘણા સારા જાણકાર છે. વ્યાખ્યાન આપતા સાધુભગવંતને ભણાવનારની સજ્જતા કેટલી બધી હોવી જોઇએ એ સમજી શકાય એવું છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ મહારાજશ્રીના ચાતુર્માસ પછી પનાભાઈનું ચોપાટીના ઉપાશ્રયે આવવાનું બંધ થયું અને અમારું મળવાનું પણ ખાસ રહ્યું નહિ. રસ્તામાં મળીએ તો હાથ ઊંચો કરીએ એટલો જ પરિચય રહ્યો હતો. ત્યારપછી વર્ષો સુધી પરસ્પર મળવાનું ખાસ બન્યું નહિ. પરંતુ ક્યાંક પણ એમની વાત નીકળે તો એમને મળનાર ગૌરવભેર એમને યાદ કરે. શ્રી પનાભાઈ ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રામાં વિ. સં. ૧૯૭૬ના મહાવદ ૪ ને તા. ૨૫-૧-૧૯૨૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ જગજીવનદાસ સોમચંદ ગાંધી અને માતાનું નામ પાર્વતીબહેન હતું. પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એમના ત્રણ દીકરામાં વચલા તે પનાભાઈ હતા. પનાભાઈની બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા ધ્રાંગધ્રામાં વીતી હતી. એમણે ધ્રાંગધ્રાની શાળામાં અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો (હાલના આઠમા ધોરણ સુધીનો) અભ્યાસ કર્યો હતો. એમનું શરીર સુદઢ હતું. વ્યાયામશાળામાં તેઓ નિયમિત વ્યાયામ કરતા. ધ્રાંગધ્રાની પાઠશાળામાં એમણે ધાર્મિક સૂત્રો વગેરેનો અભ્યાસ સારો કર્યો હતો. ધ્રાંગધ્રામાં આવતા સાધુ-સાધ્વીઓના ગાઢ સંપર્કમાં તેઓ આવતા. પ. પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજનું ચાતુર્માસ ધ્રાંગધ્રામાં હતું ત્યારે પનાભાઈએ એમની સારી વૈયાવચ્ચ કરી હતી. પનાભાઇના મોટાભાઈ બહારગામ જઇ, શાળા અને કોલેજમાં અભ્યાસ કરી દાક્તર થયા. પણ પનાભાઈને શાળા કોલેજના અભ્યાસમાં રસ ન પડ્યો. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે યુવાવસ્થામાં પનાભાઈ આજીવિકા માટે મુંબઈ આવ્યા. ચાંદી બજાર અને બીજાં બજારોમાં વ્યવસાય કર્યો પણ ખાસ ફાવ્યા નહિ. તેવી Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ૧૪૫ પ્રકૃતિ પણ નહિ. તે દરમિયાન તેઓ પ. પૂ. શ્રી લબ્ધિસૂરિ મહારાજ અને સિદ્ધાંત મહોદધિ ૫. પૂ. શ્રી પ્રેમસૂરિ મહારાજના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. બંનેના તેઓ કૃપાપાત્ર બન્યા હતા. બંને પાસેથી એમણે સારું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી તેઓ પ. પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીને મળ્યા હતા. તેઓ પંન્યાસજી મહારાજને પોતાના ગુરુ તરીકે માનતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવતા. પનાભાઇને ધાર્મિક વિષયમાં રસ હતો. એમની સતા વધતી જતી હતી. એટલે એમણે વ્યવસાય તરીકે ધાર્મિક વિષય ભણાવવાનું ચાલુ કર્યું. જુદાં જુદાં ઘરોમાં એમને એ પ્રકારનું કામ મળી રહેતું. પોતે એકલા હતા એટલે બહુ મોટી આવકની જરૂર પણ નહોતી. મુંબઈમાં ગોળદેવળ પાસે એક ચાલીની ઓરડીમાં તેઓ રહેતા અને અલગારી જીવન જીવતા. પનાભાઈ આજીવન બાળબ્રહ્મચારી હતા. એમની યોગસાધના વાણી ઊંચી કોટિની હતી. પદ્માસનમાં તેઓ ઘણા કલાક સુધી બેસી થાક્તા. એમણે ઉપધાન તપ કર્યા હતાં. દસ વર્ષ સુધી એમણે એકાસણાં કયાં હતાં. પર્યુષણમાં તેઓ ચોસઠ પહોરી પૌષધ કરતા. એમણે ગજુ પદનો સળંગ જાપ સુદીર્ઘ કાળ સુધી કર્યો હતો. એથી એમની ચેતના શક્તિ કુંડલિની જાગ્રત થઈ હતી. એમના અત્યંત નિકટના પરિચયમાં આવનારને આ કોઈ બ્રહ્મજ્ઞાની મહાત્મા છે એવો ભાસ થયા વગર રહે નહિ. એકાસણાની તપશ્ચર્યા પછી પણ જીવનના અંત સુધી તેઓ પ્રાયઃ સવારે એક જ સમય આહાર લેતા અને સાંજે એક ગ્લાસ દૂધ લેતા. આયંબિલ કરવાની શક્તિ રહી ત્યાં સુધી દર મહિને એક આયંબિલ કરતા. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ પનાભાઈને પૂર્વના કોઈ અસાધારણ ક્ષયોપશમને કારણે અંદરનો ઉઘાડ ઘણો મોટો હતો. એને લીધે સ્વરૂપજ્ઞાન કે આત્મતત્ત્વ વિશે; ગુણસ્થાનક વિશે કે પંચાસ્તિકાય કે ષડદ્રવ્ય વિશે તેઓ બોલવાનું ચાલુ કરે ત્યારે પ્રવાહ વહેવા લાગે. એમનું સમ્યગ્ગદર્શન વિશુદ્ધ હતું. પદાર્થોને જુદા જુદા નયથી ઘટાવવામાં એમની મૌલિક શક્તિ દેખાઈ આવતી. ઊંડા સ્વરૂપચિંતન વગર આવું બને નહિ. દ્રવ્યાનુયોગ વિશે વર્ષોથી ચિંતનમનન કરતા રહેવાને કારણે પનાભાઈને એક એક મુદ્દા વિશે વિસ્તારથી સમજાવવાનું રહેતું. પરિણામે સમય જતાં એમની સ્વાધ્યાયશૈલી એવી થઈ ગયેલી કે એક મુદ્દાની વાત કરતાં કરતાં બીજા ત્રીજા મુદ્દા ઉપર ક્યાંના ક્યાં તેઓ નીકળી જતા. ગહન વિષયને સરળ ભાષામાં, ઘરગથ્થુ દષ્ટાન્તો દ્વારા રસિક રીતે તર્કબદ્ધતાથી સમજાવવાની એમની પાસે વિશિષ્ટ શક્તિ હતી. પોતાનો વિષય ઘણો ગહન છે અને પોતાને જેટલી સ્પષ્ટતાથી સમજાય છે એટલું બીજા બધાંને કદાચ તરત ન સમજાય એ તેઓ જાણતા હતા. એથી જ જ્યારે તેઓ સ્વાધ્યાય કરાવતા હોય તે દરમિયાન જ્યાં જ્યાં કઠિન વાત આવે ત્યાં તેઓ બોલતા, “શું કીધું ? ફરીથી કહું છું.” અથવા ફક્ત “ફરીથી' એમ કહીને તેઓ વિચારને બરાબર સ્પષ્ટતાથી બીજીત્રીજી વાર રજૂ કરતા. દ્રવ્યાનુયોગ (દ્રવ્ય, ગુણ, પર્યાય) એમનો વિષય હતો અને એમાં જ એમને રસ હતો. એટલે જૈન ઇતિહાસની, જૈન સાહિત્યની કે શિલ્પની વાત કરીએ તો તેઓ નિખાલસપણે કહેતા કે એમાં પોતાની એ વિષે અધિકૃત જાણકારી નથી. એનો અભ્યાસ કરવામાં પોતાને રસ ઓછો પડે છે કારણ કે એ વિષયો સૈકાલિક નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ૧૪૭ - ઈ. સ. ૧૯૮૨માં જૈન યુવક સંઘનું પ્રમુખપદ માટે સ્વીકારવાનું આવ્યું ત્યારે સંઘની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરવાનાં સૂચનોમાંનું એક સૂચન સંઘના ઉપક્રમે આધ્યાત્મિક વિષયના વર્ગો ચાલુ કરવાનું હતું. મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ મંગળદાસે એ માટે પંડિત પનાભાઈનું નામ સૂચવ્યું, કારણ કે એમના જમાઇ શ્રી સૂર્યવદન ઝવેરી પનાભાઈના ઘરે ચાલતા સ્વાધ્યાય વર્ગમાં નિયમિત જતા હતા. એક દિવસ હું પનાભાઈને ઘરે પહોંચ્યો. મારો પરિચય આપ્યો અને ચોપાટીના ઉપાશ્રયે મળેલા એ જૂની સ્મૃતિ તાજી કરાવી. મારાં પત્ની તારાબહેન ધ્રાંગધ્રાના વતની છે અને ત્યાં સકળશા શેરીમાં એમનું પિયર છે એ જાણીને એમને આનંદ થયો. એમણે બહુ સરળતાથી અમારું નિમંત્રણ સ્વીકાર્યું અને સંઘના કાર્યાલયમાં આધ્યાત્મિક વિષયના સ્વાધ્યાય વર્ગો ચાલુ થયા. ત્રણેક મહિના દર ગુરુવારે બપોરે એમણે આ રીતે સેવા આપી હતી. પનાભાઇ ગોળદેવળથી શ્રીપાળનગર રહેવા આવ્યા. ત્યાં તેઓ પોતાના ઘરે સવારે કે બપોરે નિયમિત નિઃશુલ્ક સ્વાધ્યાય ઘણાં વર્ષ સુધી કરાવતા રહ્યા હતા. મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ પણ એમના સ્વાધ્યાયમાં આવીને બેસતાં. કેટલાયની શંકાઓનું સમાધાન તરત તેઓ કરી આપતા. પોતાને કંઈક પૂછવું હોય તો તેઓ પનાભાઈ પાસે પહોંચી જતાં. હું પણ કોઈ કોઈ વખત એ રીતે જતો, પરંતુ વિશેષ તો રાત્રે નવ-દસ વાગે અઠવાડિયામાં એક-બે વખત જતો કે જ્યારે એમની સાથે નિરાંતે એકલા બેસી શકાય. પનાભાઈ સાથે પછીથી એટલી આત્મીયતા થઈ હતી કે તેઓ અમારી સાથે જૈન સાહિત્ય સમારોહમાં પણ આવવા લાગ્યા હતા. પાલનપુર, પાલીતાણા, બોંતેર જિનાલય (કચ્છ), ચારૂપ વગેરે સ્થળે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ તેઓ આવ્યા હતા અને એમની જ્ઞાનગોષ્ઠીનો લાભ સૌને મળ્યો હતો. તેઓ કોઈ નિબંધ લખીને લાવતા નહિ, પરંતુ મૌખિક વક્તવ્ય આપતા. એમના વક્તવ્ય માટે અમે ખાસ જુદી બેઠક રાખતા. ૧૯૮૬માં પાલનપુરમાં તેઓ વિભાગીય બેઠકના અધ્યક્ષ હતા. ચારૂપની બેઠકમાં પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજે એમને સાંભળ્યા પછી પનાભાઈને ફરીથી સાંભળવા માટે પોતાની ઈચ્છા દર્શાવી હતી અને એ પ્રમાણે પાછળથી ફરીથી ચારૂપ જઈને એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાલીતાણામાં એમના વક્તવ્ય વખતે સાધુ-સાધ્વીનો વિશાળ સમુદાય એમને સાંભળવા માટે એકત્ર થયો હતો. કચ્છમાં એમને માટે અલગ બેઠક રાખવામાં આવી હતી. ત્યાં પણ સાધુ-સાધ્વીઓએ એમને ફરીથી કચ્છમાં બોલાવવા માટે જાહેરમાં માગણી કરી હતી. પનાભાઈ ઘરમાં એકલા રહેતા, પણ આખો દિવસ સતત કોઈ ને કોઈ એમને મળવા આવ્યું હોય. આવે એટલે જ્ઞાનગોષ્ઠી ચાલુ થાય. વર્ષોના અનુભવને લીધે તત્ત્વજિજ્ઞાસુ માણસને પારખવાની એમનામાં શક્તિ હતી. માત્ર દલીલબાજી કરવા આવેલા માણસની ખબર પડે કે તરત તેઓ મૌન થઇ જઇ પછી બીજા વિષયની વાત કરતા. જ્યારે કોઈપણ ન હોય ત્યારે તેઓ પોતાના આત્મસ્વરૂપમાં મસ્ત બનતા. રોજ અમુક નિશ્ચિત કરેલો મંત્રજાપ અચૂક કરી જતા. તેઓ પાર્શ્વનાથ અને પદ્માવતી માતાનો જાપ કરતા. તેવી રીતે માણિભદ્રવીરનો જાપ કરતા. રોજ સવારે સ્નાન વગેરેથી પરવારીને જિનપૂજા કરવા જતા. એમનો રોજનો ક્રમ બરાબર ગોઠવાઈ જતો. પનાભાઈ લગભગ પાંચ દાયકા જેટલાં વર્ષો મુંબઈમાં એકલા રહ્યા, પણ હાથે રસોઈ કરી નહોતી કે લોજ-વીશીમાં જમવાનું બંધાવ્યું Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ૧૪૯ નહોતું. વસ્તુતઃ ભોજન માટેનાં નિમંત્રણોને તેઓ પહોંચી શકતા નહિ. કોઈક ને કોઈક ઘરે એમનું જમવાનું ગોઠવાઈ જ ગયું હોય. એ બતાવે છે કે એમનો શિષ્યવર્ગ અને ચાહક વર્ગ કેટલો બધો વિશાળ અને ભાવવાળો હતો. એમની સુવાસ કેટલી બધી પ્રસરેલી હતી. ખંભાતના કેટલાક શ્રેષ્ઠીઓ સાથે એમને ઘર જેવો સંબંધ થઇ ગયો હતો. કેટલાયે મિત્રો એમને પોતાને ઘરે રહેવા બોલાવતા. કેટલાક પ્રવાસમાં કે તીર્થયાત્રામાં એમને સાથે લઈ જતા. અમારી વિનંતીને માન આપી પનાભાઈ એક અઠવાડિયું અમારે ઘરે પણ રહેવા આવ્યા હતા. એ અઠવાડિયા દરમિયાન એમના સતત સહવાસનો અમને લાભ મળ્યો. એ સમયમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “દ્રવ્યગુણપર્યાયનો રાસ” તેઓ અમને સમજાવતા હતા. અલબત્ત, આખો રાસ પૂરો ન થયો, તો પણ એમની પાસેથી તત્ત્વની ઘણી સારી સમજણ સાંપડી હતી. છેલ્લાં કેટલાંયે વર્ષથી પનાભાઈ પૂનમની શંખેશ્વરની યાત્રા કરતા. પૂનમની શંખેશ્વર તીર્થની યાત્રા કરનાર એક મંડળમાં પનાભાઈ જોડાઈ ગયા હતા. બે દિવસના ત્યાંના રોકાણમાં તેઓ પૂજા કરે અને જેઓને રસ હોય તેઓને સ્વાધ્યાય કરાવે. આમ વર્ષો સુધી એમણે પૂનમે શંખેશ્વરની યાત્રા કરી હતી. એકવાર પનાભાઈ સાથે હું શંખેશ્વરની પૂનમની યાત્રાએ ગયો હતો. એ વખતે પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ શંખેશ્વરમાં બિરાજમાન હતા. અમે એમને વંદન કરવા ગયા. પનાભાઈ સાથે દોઢ બે કલાક જ્ઞાનગોષ્ઠી ચાલી. તે વખતે જણાયું હતું કે પ. પૂ. કલાપૂર્ણસૂરિ મહારાજને પનાભાઈ માટે અત્યંત આદર છે. તેઓ જ્યાં ચાતુર્માસ હોય અને અનુકૂળતા હોય તો પોતાના શિષ્ય-શિષ્યાના Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ પરિવાર માટે બાર-પંદર દિવસ કે મહિનો સ્વાધ્યાય કરાવવા માટે પનાભાઈને બોલાવતા. પનાભાઈ તંત્રવિદ્યાના, જ્યોતિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના પણ સારા જાણકાર હતા. અલબત્ત, આ શાસ્ત્રોને તેઓ લોકવ્યવહારની દષ્ટિએ જ મહત્ત્વ આપતા. આત્મજ્ઞાનની દષ્ટિએ આ શાસ્ત્રોનું બહુ મૂલ્ય નથી એમ તેઓ જાણતા અને સમજાવતા. દુઃખથી બહુ જ મૂંઝાયેલા જીવો હોય અને એમને આવું કંઈક આલંબન લેવું જ હોય તો તે અંગે તેઓ માર્ગદર્શન આપતા. દક્ષિણાવર્ત શંખ અને રુદ્રાક્ષ વિશેની એમની જાણકારી આશ્ચર્ય પમાડે તેવી હતી. પોતે પાસે શંખ રાખતા અને રુદ્રાક્ષની માળા ગળામાં પહેરતા. કોઈને જોઇએ તો મંગાવી આપતા. વિવિધ પ્રકારનાં રત્નો વિશેની પણ એમને ઠીક ઠીક માહિતી હતી. પ્લાસ્ટિકની કે સામાન્ય પથ્થરની નવકારવાળી કરતાં રુદ્રાક્ષની નવકારવાળી ગણવાથી સ્પર્શમાં જે ફરક પડે છે તેથી જપ-ધ્યાનમાં કેટલો વિશેષ લાભ થાય છે તે તેઓ કહેતા. રુદ્રાક્ષના સ્પર્શથી આરોગ્ય પણ સારું રહે છે એ વિશે ગ્રંથોમાંથી વંચાવતા. હિંદુ સંન્યાસીઓ હજારો વર્ષથી રુદ્રાક્ષની માળા પહેરતા આવ્યા છે. જૈન સાધુ-સાધ્વીઓ પંચમહાવ્રતધારી હોય છે એટલે એમને રુદ્રાક્ષની કે બીજી કશાની માળા ન ખપે. પણ ગૃહસ્થ માટે રુદ્રાક્ષનો સ્પષ્ટ નિષેધ શાસ્ત્ર ગ્રંથોમાં કરવામાં આવ્યો હોય એવું ક્યાંય વાંચવામાં આવ્યું નથી. પનાભાઈએ રુદ્રાક્ષની એક નવકારવાળી અમને પણ આપી હતી જે એમની સ્મૃતિ રૂપે અમે સાચવી રાખી છે અને નિયમિત ગણીએ છીએ. પનાભાઈ સાથેની મૈત્રીને લીધે એક મોટો લાભ એ થયો કે એમના સ્વાધ્યાયની એમના શિષ્યોએ લીધેલી નોંધો અથવા ઉતારેલી કેસેટો Page #160 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી પરથી વ્યવસ્થિત લેખો તૈયાર કરાવવાનું મારું નિમંત્રણ એમણે સ્વીકાર્યું. તેઓ કહેતા કે લખવાનું એમને ફાવે એવું નથી, કારણ કે એ પ્રકારની શક્તિ પોતે ખીલવી નથી. વસ્તુતઃ એ દિશામાં એમનું લક્ષ્ય જ ગયું નથી. પરંતુ મારી વિનંતીથી એમણે એ કાર્ય શ્રી સૂર્યવદનભાઈ ઝવેરીને સોંપ્યું. નોંધોને આધારે લેખો તૈયાર થયા. અને એ બધા લેખો ‘પ્રબુદ્ધ જીવન'માં છપાયા અને ‘ત્રિકાલિક આત્મવિજ્ઞાન' એ નામથી ગ્રંથરૂપે પ્રકાશિત થયા. નવકાર મંત્ર વિશેનો એમનો મૌલિક ચિંતનાત્મક સુદીર્ઘ લેખ ‘સ્વરૂપમંત્ર' ના નામથી સ્વતંત્ર પુસ્તિકા રૂપે પ્રગટ થયો છે. એવી જ રીતે ‘કેવળજ્ઞાન-સ્વરૂપ ઐશ્વર્ય' નામની લેખમાળા પણ ગ્રંથસ્થ થઈ હતી. આ રીતે પનાભાઇએ જૈન દર્શનના સિદ્ધાન્તો વિશે જીવનભર જે મનન ચિંતન કર્યું અને જે સ્વાધ્યાય કરાવ્યો એ લેખિત સ્વરૂપે પ્રાપ્ત થયો એ એમને માટે તથા તત્ત્વજિજ્ઞાસા ધરાવનાર સૌ કોઇ માટે આનંદનો વિષય રહ્યો છે. ૧૫૧ પનાભાઇનો અન્ય દર્શનોનો અભ્યાસ પણ સારો હતો. એટલું જ નહિ, અન્ય દર્શનના સિદ્ધાન્તોને જૈન દર્શનની દષ્ટિએ ઘટાવવાની એમનામાં આગવી મૌલિક સૂઝ હતી. હિંદુ સાધુ-સંન્યાસીઓ સાથે પણ તેમને ગાઢ સંબંધ હતો. એમનામાં મિથ્યા મતાગ્રહ નહોતો. એથી જ સ્વામી મધુસૂદનજી, સ્વામી માધવતીર્થ, સ્વામી શરણાનંદજી વગેરેના ગાઢ સંપર્કમાં તેઓ રહેતા હતા. જ્યારે તેઓ તેમને મળે ત્યારે તેઓ પનાભાઇને બહુ આદર-બહુમાનપૂર્વક બોલાવતા. પનાભાઇ એક વખત સ્વામી માધવતીર્થને મળેલા ત્યારે એમણે સ્વામીજીને કહેલું કે ‘તમે તમારા પુસ્તકમાં જૈન દર્શનના સાપેક્ષવાદને અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ (Theory of Relativity)ને એક Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ ગયાં છે, પરંતુ બંને વચ્ચે મહત્ત્વનો ફરક છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદમાં અપૂર્ણતાની અપૂર્ણત સાથેની સાપેક્ષની વાત છે, પરંતુ જૈન દર્શન પૂર્ણને કેન્દ્રમાં રાખી અપૂર્ણતા સાથેની સાપેક્ષતા સમજાવે છે. સ્વામીજીને પનાભાઈની એ વાતમાં ઘણો રસ પડ્યો હતો અને પ્રેતાની વિચારણામાં રહેલી ક્ષતિ સ્વીકારી હતી. પનાભાઇની બે બહેનોએ દીક્ષા લીધી હતી. પરંતુ પનાભાઈ દીક્ષા નહોતા લઈ શક્યા. અંગત પરિમિતતાને કારણે દીક્ષા લેવાના એટલા તીવ્ર ભાવ પણ નહોતા. બીજી બાજુ પોતાના વ્યવહારુ ગૃહસ્થજીવનની મર્યાદાઓ માટે તથા ક્યારેક આગ્રહી બની જતા પોતાના સ્વભાવ માટે તેઓ સભાન હતા. ખાસ તો નાની ઉંમરમાં પડેલી પાન ખાવાની ટેવ છૂટતી નહોતી. અલબત્ત, પર્વતિથિએ કે રાત્રે તેઓ પાન ખાતા નહિ. પાન, કાથો, ચૂનો ને સોપારી તેઓ સાથે રાખતા. હાથે પાન બનાવતા. એમના કેટલાક ચાહકોને પનાભાઈના હાથે બનેલું પાન ખાવાનું ગમતું. હું પણ મળવા ગયો હોઉં અને મને પાન ખાવાનું કહે તો હાથે ન બનાવતાં હું કહેતો કે “તમે બનાવી આપો તો ખાઉં. પાન ખાવાની મને ટેવ નથી, તેમ એની બાધા પણ હમણાં નથી. પણ, તમારા હાથનું પાન ખાવામાં જુદો જ આનંદ છે.” પનાભાઈએ મુંબઈમાં શ્રીપાળ નગરમાં આવેલો પોતાનો ફલેટ વેચવાનો વિચાર કર્યો. એક વખત એમણે મને કહ્યું કે મારાં વર્ષો હવે પૂરાં થવામાં છે. અચાનક કંઈ મને થઈ જાય તો ફલેટ કોના હાથમાં જાય અને તેનું શું થાય તે કંઈ કહેવાય નહિ. એટલે આ ફલેટ વેળાસર વેચી કાયમ માટે ધ્રાંગધ્રા રહેવા જવું છે. ફલેટની રકમમાંથી ધ્રાંગધ્રામાં ભાઇનું ઘર સરખું કરાવી લેવું છે અને તેમની સાથે રહેવું છે. તદુપરાંત બંને સાથ્વી બહેનો હવે વયોવૃદ્ધ થયાં છે Page #162 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ૧૫૩ અને એમનાથી વિહાર થતો નથી. એટલે એમને સ્થિરવાસ માટે અમદાવાદમાં જગ્યા લઇ આપવી છે અને મુંબઈમાં બોરીવલી કે વિરારમાં નાનો ફુલેટ રાખવો છે કે જેથી પોતાને મુંબઈ આવીને રહેવું હોય તો રહી શકાય. આ રીતે પનાભાઇએ શ્રીપાળ નગરનું ઘર છોડ્યું, પણ મહિનામાં અડધા દિવસ ધ્રાંગધ્રામાં અને અડધા દિવસ મુંબઈમાં રહેવાનું થયું. તેઓ મુંબઈ આવે ત્યારે દસ પંદર દિવસ રહે અને શંખેશ્વરની પૂનમની જાત્રા કરનારા મંડળમાં જોડાઈ, શંખેશ્વરની યાત્રા કરી ત્યાંથી સીધા ધ્રાંગધ્રા ચાલ્યા જતા. મુંબઈમાં તેઓ પોતાના ઘરે ઊતરતા, પણ ઘણુંખરું કોઈક ને કોઈક ચાહક ભાઈ-બહેનને ત્યાં રહેતા. એમનો ચાહક વર્ગ વિશાળ હતો અને પોતાને ત્યાં રહેવા માટે આગ્રહ થતો. પનાભાઈ ધ્રાંગધ્રા રહેવા ગયા એનો એક વિશિષ્ટ લાભ એ થયો કે મુંબઈ કરતાં ત્યાં એમને નિરાંત વધુ મળતી. અવરજવર ઓછી રહેતી. એથી તેઓ ધ્યાનમાં બેસી આત્મચિંતન કરતા. એમણે છેલ્લે છેલ્લે ફક્ત કેવળજ્ઞાનના વિષય પર જ મનનચિંતન કર્યું. શ્રી સૂર્યવદનભાઈએ એમની પાસે જઇને આ બધું એમનું ચિંતન શબ્દસ્થ કરી લીધું. આ રીતે પનાભાઈના અંતિમ દિવસો એમની ઈચ્છાનુસાર આત્મસ્વરૂપમાં લીન થવામાં અને કેવળજ્ઞાન વિશે મનનચિંતનમાં પસાર થયા. પંડિત પનાલાલ જ. ગાંધીના સ્વર્ગવાસથી આપણે એક આત્મજ્ઞાની-તત્ત્વજ્ઞાની મહાત્મા ગુમાવ્યા છે. એમના આત્માની સદ્ગતિ જ છે અને એ માટે જ આપણી પ્રાર્થના છે ! Page #163 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વસનજી લખમશી શાહ મારા મિત્ર અને જૈન સમાજના એક આગેવાન તથા સંનિષ્ઠ કાર્યકર શ્રી વસનજી લખમશી શાહનું ૬૯ વર્ષની વયે તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ મુંબઈમાં અવસાન થયું. શ્રી વસનજીભાઈ છેલ્લા કેટલાક વખતથી કિડનીના રોગથી પીડાતા હતા. અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં જતા હતા. ત્યાર પછી દાક્તરોએ સલાહ આપી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી. એમનાં ધર્મપત્ની શ્રી કાન્તાબહેનની કિડની યોગ્ય જણાઈ. તે ટ્રાન્સપ્લાન્ટ થઈ. થોડા મહિના સારું રહ્યું, પણ પછી તબિયત બગડતી ગઈ અને હોસ્પિટલમાં દાખલ થયા. દિવસે દિવસે શરીર ઘસાતું ગયું અને એમ કરતાં છેવટે એમના જીવનનો દીપ બુઝાઈ ગયો. ૧૯૯૭નું વર્ષ વસનજીભાઈ માટે બહુ ભારે રહ્યું. વારંવાર હોસ્પિટલમાં ડાયાલિસિસ, ઓપરેશન, સારવાર માટે જવાનું રહ્યા કર્યું. દરમિયાન એમનાં માતુશ્રી રતનબાઈનું અવસાન થયું. તદુપરાંત જમાઈનું પણ ઘણા દિવસ બેભાન રહ્યા પછી અવસાન થયું. જમાઈના અવસાનના સમાચાર વસનજીભાઈને આઘાત ન લાગે એ માટે આપવામાં આવ્યા ન હતા. તો પણ એમની લાંબા સમય સુધીની બેભાન અવસ્થાને કારણે તેઓ ચિંતિત હતા. - વસનજીભાઈના કુટુંબ સાથે મારો પરિચય તો ઠેઠ ૧૯૫૫ના ગાળામાં થયો હતો, કારણ કે એમનાં નાનાં બહેન શ્રી સુશીલાબહેન તથા ભાઈશ્રી મૂળચંદભાઈ ઝેવિયર્સ કોલેજમાં મારા વિદ્યાર્થી હતાં. ત્યારે તેઓ ઘાટકોપરમાં રહેતાં. પરંતુ એ સંબંધ અધ્યાપક અને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સ્વ. વસનજી લખમશી શાહ વિદ્યાર્થીને હોય તેવો ઔપચારિક હતો. વસનજીભાઈ સાથે ત્યારે મારો પરિચય નહિ. એ થયો ૧૯૭૫ના ગાળામાં. વસનજીભાઇએ માતાપિતા અને ભાઈઓની સંમતિથી પારિવારિક વ્યવસાય છોડી જાહેર જીવનમાં, સેવાકાર્યના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ત્યારપછી અમારો પરિચય થયો હતો. તેઓ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવતા. અનેક જાહેર કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત હોય. એ રીતે એમને વારંવાર મળવાનું થતું. તેમના સરળ, નિખાલસ અને મળતાવડા સ્વભાવનો આ રીતે સરસ પરિચય થયો હતો અને ઉત્તરોત્તર એ વિકસતો ગયો હતો. અમારી મૈત્રી વધુ ગાઢ થતી ગઈ ૧૯૮૦ના ગાળામાં. ઇ.સ. ૧૯૮૩માં પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂર્ણ થયા પછી તેઓ ઘરે આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી તમે જૈન સાહિત્ય સમારોહ યોજો છો. તે હવે અમારા કચ્છમાં યોજવા માટે નિમંત્રણ આપવા આવ્યો છું.” એમની દરખાસ્તથી મને હર્ષ થયો. અચલગચ્છ તરફથી અને પોતાના તરફથી બધો જ ખર્ચ આપવાની તત્પરતા એમણે બતાવી. વધુમાં વધુ લેખકોને નિમંત્રણ આપવા અને રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશમાંથી પણ લેખકોને બોલાવવા એમણે સૂચન કર્યું. પરંતુ એટલે દૂરથી આવતા લેખકોને ભાડુંભળ્યું આપતાં બજેટ કેટલું બધું વધી જાય ! પણ એમની ભાવના ઘણી ઊંચી હતી. વળી એમણે કહ્યું કે આટલે દૂર દૂરથી લોકો કચ્છ આવતા હોય અને કચ્છમાં તીર્થોની યાત્રા કર્યા વગર જાય તે કેમ ગમે ? પોતાના તરફથી ભદ્રેશ્વર અને પંચતીર્થીની યાત્રા પણ ગોઠવાઈ. (બોંતેર જિનાલય માટે ત્યારે જમીન લેવાઈ ગઈ હતી, એ સ્થળની Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સાંપ્રત સહચિંતન ભાગ-૧૦ પણ મુલાકાત ગોઠવાઈ હતી.) આમ, કચ્છમાં માંડવી ખાતે યોજાયેલો જૈન સાહિત્ય સમારોહ, સર્વ સમારોહમાં સૌથી વધુ યાદગાર બની ગયો હતો. શ્રોતાઓની અને સાધુ સાધ્વીઓની સંખ્યા પણ ઘણી જ મોટી હતી. સમારોહમાં નિબંધો સારી સંખ્યામાં વંચાયા. ભોજન, ઉતારો વગેરેની વ્યવસ્થા પણ સુંદર હતી. કચ્છમાં ફરવામાં ગામેગામ વાજતેગાજતે મોટું સામૈયું થતું. સ્થાનિક આગેવાનો બધા હાજર રહેતા. સભાઓ થતી. પ્રાસંગિક વક્તવ્યો રજૂ થતાં. બધા કાર્યક્રમોમાં વસનજીભાઈની સૂઝ, કાર્યદક્ષતા, આયોજનશક્તિ અને દીર્ધદષ્ટિ તો રહેલાં હતાં જ, પણ એ બધાંથી વધુ તો એમની મહેંકતી સુવાસ હતી એમનું કામ કરવા સૌ તત્પર અને સૌ રાજી. સામાન્ય રીતે જૈન સાહિત્ય સમારોહમાં થતાં ખર્ચ કરતાં ઘણું વધારે ખર્ચ એમણે કર્યું, પણ પધારેલા મહેમાનો, સ્થાનિક સંઘો અને સાધુ-સાધ્વીઓ સૌને અત્યંત સંતોષ થયો. વસનજીભાઈએ વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી હતી એટલે ઘણી સંસ્થાઓમાં તેઓ સમય આપી શકતા હતા. પ્રમુખ, મંત્રી, ખજાનચી, ટ્રસ્ટી કે કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સંખ્યાબંધ સંસ્થાઓમાં તેઓ સક્રિયપણે ભાગ લેતા હતા. એ સંસ્થાઓમાં જવાનું, એની કાર્યવાહીમાં રસપૂર્વક ભાગ લેવાનું, પ્રસંગે રકમ લખાવવાનું, કામ કરીને ઘસાઈ છૂટવાનું એમને ગમતું. ઉત્તરોત્તર અનુભવ વધતો જતાં ઝડપથી કામ કરવાની અને આગેવાની લેવાની સૂઝ પણ એમનામાં આવી હતી. પોતે મુખ્ય સત્તાધીશ હોય તો બીજાને ખૂંચે નહિ એવી રીતે કામ કરાવવાની દક્ષતા એમનામાં હતી. બધી વાતને આવરી લેતું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવાની એમની શક્તિ ખીલી હતી. Page #166 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વસનજી લખમશી શાહ સંઘર્ષ, વિવાદ, કલહ, હુંસાતુંસી વગેરે વસનજીભાઇને ગમતાં નહિ. એ એમની પ્રકૃતિમાં નહોતાં. બધાંની સાથે બનાડવું, બધા રાજી રહે એવું કાર્ય કરવું એ એમની નીતિરીતિ હતી. માલ-મિલકતના ઝઘડા હોય, લગ્ન કે વિચ્છેદના પ્રશ્નો હોય, ભાગીદારીની સમસ્યાઓ હોય, કેટલાંયે કુટુંબો વસનજીભાઇને વિષ્ટિકાર તરીકે નિમતા અને એમનો નિર્ણય સ્વીકારતા. ‘કજિયાનું મોં કાળું' એવું માનનારા, ક્યારેય ઊંચે સાદે ન બોલનારા, કોઇને કડક શબ્દોમાં ઠપકો ન આપનારા વસનજીભાઇ સૌની સાથે હળીભળી જતા, એથી એમના ચાહકો સ્વાભાવિક રીતે એમના પ્રત્યે આદરભાવ ધરાવતા. ૧૫૭ વસનજીભાઇ મિલનોત્સુક પ્રકૃતિના હતા. બધાંને મળે. સામેથી બોલાવે. ખબર અંતર પૂછે. તેઓ વ્યવહાર બહુ સાચવતા. એમનાં સગાંસંબંધીઓ એટલાં બધાં, મિત્રવર્તુળ પણ એટલું મોટું અને વિવિધ સંસ્થાઓના સહકાર્યકર્તાઓ સાથેની દોસ્તી પણ વિશાળ. દરેકને ત્યાં સગાઇ, લગ્ન, માંદગી, મરણ વગેરે પ્રસંગે વસનજીભાઇ પહોંચ્ય જ હોય. એ બાબતમાં જરા પણ આળસ તેમનામાં જોવા ન મળે. નાના મોટા સૌની સાથે એક બનીને રહે અને દરેકને જાતે મદદરૂપ થવાનો અથવા બીજા દ્વારા મદદ કરાવવાનો પ્રામાણિક પ્રયાસ કરી છૂટે. એથી સમાજમાં એમનો મોભો ઘણો ઊંચો થયો હતો. વસનજીભાઇ ધર્મપ્રિય હતા. સાધુ-સાધ્વીઓ પ્રત્યે એમને અત્યંત આદરબહુમાન હતાં. અમે ઘણે ઠેકાણે સાથે પ્રવાસ કર્યો છે. જ્યાં જઇએ ત્યાં દેરાસરમાં દર્શન કરવા જવાનું તેઓ અવશ્ય યાદ રાખે જ. વળી ત્યાં કોઇ સાધુ-સાધ્વી છે કે નહિ તેની તપાસ કરે અને હોય તો એમને વંદન કરવા જવાનું ચૂકે નહિ. પોતે બધાં સાધુ-સાધ્વીને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સાંપ્રત સહચિંતન ભાગ-૧૦ નામથી ઓળખે અને તેઓ પણ વસનજીભાઇને જોતાં જ હર્ષ અનુભવે. એમના એક સંસારી ભાભી તે પૂ. પુનિત ગુણાશ્રીની સુખશાતા પૂછવા તેઓ વારંવાર જતા. પ્રવાસ એ વસનજીભાઈની એક પ્રિય પ્રવૃત્તિ હતી. અનિવાર્ય કારણ ન હોય તો તેઓ નિર્ધારિત પ્રવાસમાં અવશ્ય જોડાયા જ હોય. પ્રવાસમાં તેઓ બધાંની સાથે હળે ભળે અને બધાંની સગવડનું ધ્યાન રાખે. જુદા જુદા કાર્યક્રમો અને યોજનાઓ માટે સરેરાશ મહિને એકાદ વખત તો કચ્છમાં જવાનું તેમને થાય. એમના પ્રગાઢ મિત્ર શ્રી દામજીભાઈ એન્કરવાલા ઘણુંખરું સાથે હોય. ઘાટકોપરના ડૉ. એલ. એમ. શાહ અને એમના ધર્મપત્ની નિર્મળાબહેન વસનજીભાઈના ખાસ મિત્ર. ડૉક્ટરે હિમાલયમાં બદ્રીકેદારના પ્રવાસનું આયોજન કર્યું હતું ત્યારે મને પણ નિમંત્રણ આપ્યું હતું. ડૉક્ટર, વસનજીભાઈ તથા અન્ય મિત્રો સાથેનો દસ દિવસનો અમારો એ સુયોજિત પ્રયાસકાર્યક્રમ ખરેખર સ્મરણીય બની ગયો હતો. વનસનજીભાઈનાં ધર્મપત્ની કાન્તાબહેન પણ એટલાં જ પ્રેમાળ. ઘણુંખરું વસનજીભાઈ અને કાન્તાબહેન સ્થાનિક કાર્યક્રમોમાં કે બહારગામના પ્રવાસોમાં સાથે જ હોય. કિડનીની તકલીફ શરૂ થયા પછી કાન્તાબહેન એમના ખાવાપીવાનું બહુ ધ્યાન રાખે. બંનેનું દામ્પત્યજીવન બીજાને પ્રેરણા લેવા જેવું ગણાય. વસનજીભાઈ નોકરચાકરો સાથેના વ્યવહારમાં પણ પોતાનું મોટાપણું દાખવતા નહિ. ગરીબો અને તવંગરો-સર્વની સાથે તેમનો Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સ્વ. વસનજી લખમશી શાહ વ્યવહાર સંવાદમય રહેતો. એથી જ ગરીબોમાં, વિશેષતઃ કચ્છના ગામડાંઓના ગરીબોનાં હૃદયમાં તેઓ અનોખું સ્થાન ધરાવતા. વસનજીભાઈની એવી ભાવના હતી કે હું મુંબઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થાઉં તે પહેલાં અચલગચ્છનાં કોઈ સાધુ-સાધ્વીને મારે પીએચ. ડિનો અભ્યાસ કરાવવો. એ માટે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. દરમિયાન સમેતશિખરમાં યોજાયેલા ઈતિહાસસંમેલનમાં ગયો હતો. ત્યારે વસનજીભાઈ પણ શિખરજી આવેલા. પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે એમને ચર્ચા થઈ. પીએચ. ડી. કરવાની યોગ્યતા કોણ ધરાવે છે એની તપાસ થઈ અને પૂ. સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજીનું નામ આવ્યું. હું તો એમને મળેલો પણ નહિ. બીજે દિવસે સવારે સંઘ શત્રુંજયની યાત્રા માટે પ્રસ્થાન કરવાનો હતો. સૌ એકત્ર થયા હતા. તે સમયે પૂ. ગચ્છાધિપતિએ જાહેર કર્યું કે “ડૉ. રમણભાઈ સાધ્વી મોક્ષગુણાશ્રીજીને પીએચ ડી.નો અભ્યાસ કરાવશે.” હું તો આશ્ચર્યસહિત આનંદ અનુભવી રહ્યો. આ બધી યોજનામાં વસનજીભાઈનો ઉત્સાહ જ કામ કરી ગયો. શત્રુંજયની યાત્રા પછી સાધ્વીજી મુંબઈમાં પધાર્યા. તેઓ જ્યાં વિહારમાં હોય ત્યાં મને લાવવા-લઇ જવાની જવાબદારી વસનજીભાઈએ સ્વીકારી લીધી. સાધ્વીજીએ પણ મન મૂકીને કામ કર્યું. ચાર વર્ષમાં એમણે મહાકવિ શ્રી જયશેખરસૂરિ પર શોધપ્રબંધ તૈયાર પણ કરી લીધો, પ્રકાશિત પણ થયો. વસનજીભાઈ જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના પ્રમુખ થયા ત્યારે બંધ પડેલી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ એમણે ફરી પાછી ચાલુ કરાવી. એક વખત શિખરજી અને બે વખત Page #169 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ-૧૦ કચ્છમાં–એમ ત્રણ વાર એમની પ્રેરણાથી સાહિત્ય સમારોહ યોજાયો. એમનું નામ મોટું, સંબંધો ગાઢ ને સુવાસ પણ એટલી કે બધે જ બધી વ્યવસ્થા તરતં ગોઠવાઇ જતી. એમનું કામ ઉપાડી લેવા એમના મિત્રો તત્પર. એ બધાં ઉપરાંત મને એમની સૌથી વધુ સ્પર્શી ગઇ તે ઉદારતા. મારે બજેટની મર્યાદામાં રહીને કામ કરવાનું રહે. એટલે જ્યાં ખર્ચ વધવાનો સંભવ હોય ત્યાં પહેલેથી જ તેઓ મને કહી દે, ‘એ ખર્ચની ફિકર ન કરશો. એ મારા તરફથી છે.' આમ, ક્યારેક તો સમારોહના બજેટ જેટલી જ રકમ અંગત રીતે તેઓ ભોગવી લેતા અને છતાં એ વિશે જરા પણ ઉલ્લેખ ક્યાંય થવા ન દેતા. ૧૬૦ પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એવો ખ્યાલ એમને આવી ગયો હતો. એટલે જ પોતે પૂરા ભાનમાં હતા ત્યારે જે જે સંસ્થાઓને ધર્માદાની રકમ પોતે આપવા ઇચ્છતા હતા તે બધાના ચેક સ્વહસ્તે લખીને આપવાનું ચાલુ કરી દીધું હતું. હું હોસ્પિટલમાં મળવા ગયો ત્યારે અમારા જૈન યુવક સંઘ માટે એમણે રૂપિયા એકવીસ હજારનો ચેક પોતાના હાથે લખીને મારા હાથમાં મૂક્યો. એમની આ શુભ ભાવનાથી હું ભાવવિભોર થઇ ગયો હતો. વસનજીભાઇએ દેહ છોડ્યો એ દિવસે બપોરે હું એમની પાસે જ હતો. તેમણે ભાન ગુમાવી દીધું હતું. છેલ્લા શ્વાસ ચાલતા હતા. રાત દિવસ એમની સેવાચાકરી કરનાર કાન્તાબહેન, પુત્ર પીયૂષભાઈ, પુત્રવધૂ પ્રીતિબહેન, પુત્રીઓ, ભાઇઓ શ્રી ધનજીભાઇ અને શ્રી મૂળચંદભાઇ તથા પરિવારના અન્ય સભ્યો, સ્વજનો વગેરેને ખ્યાલ આવી ગયો હતો કે હવે એમના જીવનનો અંત આવી રહ્યો છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સ્વ. વસનજી લખમશી શાહ હોસ્પિટલમાંથી હું ઘરે પહોંચ્યો ત્યાં તો પીયૂષભાઈનો ફોન આવ્યો કે વસનજીભાઈએ દેહ છોડી દીધો છે. વસનજીભાઇએ પાર્થિવ દેહ છોડ્યો, પણ એમની સૌરભ ચારે તરફ પ્રસરી રહી. એમના અવસાનથી સમાજે એક સંનિષ્ઠ, સખાવતી, સેવાભાવી કાર્યકર ગુમાવ્યો છે. મને એક પરમ મિત્રની ખોટ પડી છે. એમના પુણ્યાત્માને શાન્તિ હો ! Page #171 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રબુદ્ધ જીવન'માં લેખકના પ્રગટ થયેલા લેખોમાંથી ગ્રંથસ્થ થયેલા લેખોની યાદી ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧ (૧) લગ્ન સંસ્થાનું ભાવિ (૨) અસત્યના પ્રયોગો (૩) સન્માન પ્રતીકો (૪) કેફી પદાર્થોનો વધતો પ્રચાર (૫) પદ અને પાત્રતા (૬) જીવ છોડાવવાની પ્રવૃત્તિ (૭) નાતાલની એક વિશિષ્ટ ઉજવણી (૮) કવિનું સન્માન (૯) મોટાં પ્રલોભનો (૧૦) નિર્દોષ, અજ્ઞાન અને દિવ્ય (૧૧) તીર્થયાત્રા (૧૨) કરચોરી (૧૩) જાહેર સંસ્થાઓમાં કરકસર (૧૪) ભાષા સાહિત્યનું અધ્યયન-અધ્યાપન (૧૫) વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા (૧૬) કૂતરાંઓની સમસ્યા (૧૭) વિદ્યોપાસના અને વિદ્યાપોષણ (૧૮) વિશ્વ સંમેલનો (૧૯) બર્ફ વેરું વપ્ના (૨૦) નવી દવાઓ-નવી સમસ્યાઓ (૨૧) પશુપંખીઓની નિકાસ (૨૨) પાશવી રમત-બૉક્સિંગ (૨૩) પ્રવાસઉદ્યોગ (૨૪) ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ. ૨. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૨ (૧) ક્રાંતિના પરિણામ (૨) રાજકારણમાં હિંસા (૩) લોકમત (૪) ન્યાય અને દયા (૫) સામુદાયિક માનવહત્યા (૬) રાજકારણમાં નિવૃત્તિ (૭) આત્મહત્યા (૮) જાસૂસી અને રાષ્ટ્રદોહ (૯) વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ (૧૦) દેહાંતદંડ (૧૧) ભાષાવાદનું વિશ્વ (૧૨) સરદાર પટેલના કારાવાસના દિવસો (૧૩) પ્રતિષ્ઠાનો પ્રશ્ન (૧૪) લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન (૧૫) એક વ્યક્તિ-એક સંસ્થા (૧૬) વિશ્વનું પર્યાવરણ (૧૭) ક્રિકેટનો અતિરેક (૧૮) ભૌતિક સમૃદ્ધિ (૧૯) કમ્પ્યુટર સગાઇ (૨૦) લોકવિદ્યાલયો (૨૧) ભ્રામક ઉક્તિઓ. Page #172 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૩ ૩. “સાંપ્રત સહચિંતન'-ભાગ-૩ (૧) મણિલાલ દ્વિવેદીનું આત્મવૃત્તાંત (૨) લેખકનો શબ્દ (૩) ટેનેસી વિલિયમ્સ અને આર્થર કોસ્લર (૪) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી (૫) “વિશ્વવત્સલ મહાવીર' (૬) આપણાં સામયિકો (૭) નામકરણ (૮) જૈન સાહિત્ય-ક્ષેત્ર અને દિશાસૂચન (૯) પંડિતોનું ગૃહજીવન (૧૦) સાધકના લક્ષણો (૧૧) અ૪ વટિક્સ સળેor (૧૨) વગોવાતી સાધુસંસ્થા (૧૩) સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય અને વીતરાગસ્તોત્ર (૧૪) બલવાન ઈન્દ્રિયગ્રામ (૧૫) ભાષામાં ઉત્ક્રાંતિ અને ક્રાંતિ (૧૬) અસ્વીકાર શા માટે? (૧૭) અણયુદ્ધોત્તર શિયાળો (૧૮) ઋણાનુબંધ. ૪. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૪ (૧) નિવૃત્તિકાળ (૨) રમકડાં (૩) મોતે વયમ્સ (૪) અળશ (૫) લેડી નિકોટીન સાથે છૂટાછેડા (૬) કોપીરાઈટ (૭) પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી (૮) લગ્નોત્સવ (૯) લેખન, પઠન, ઉચ્ચારણ, શ્રવણ (૧૦) યુરોપમાં સામ્યવાદી શાસનપદ્ધતિ. ૫. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૫ (૧) સાવિમાની ટુ તરસ મોલ્લો (૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપ્પદિકારમ્ (૫) નિર્દય હત્યાની પરંપરા (૬) માયને મHOTSાસ (૭) જે. કૃષ્ણમૂર્તિ (2) ખાલી'નો સભર ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હોસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંધી (૧૨) રાતા મહાવીર (૧૩) ચરણ-ચલણનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૪ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦ ૬. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૬ (૧) નિસંતાનત્વ (૨) રંગભેદ (૩) રામવિલ્હે મારું અત્ત (૪) ધૃતકલ્લોલ પાર્શ્વનાથ (૫) સ્વ. ડૉ. ચંદ્ર જોશી (૬) સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઈ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) રાણકપુર તીર્થ. ૭. “સાંપ્રત સહચિંતન-ભાગ ૭ (૧) વારસદારો (૨) બાળમજૂરોની સમસ્યા (૩) મોરારજી દેસાઈ (૪) પરિયાદ નિવાઇ વે તેસિં દ | (૫) પોપની ભારતની મુલાકાત (૬) પોલીસ અને ન્યાયતંત્ર (૭) શ્રી યશોવિજયજી કૃત “ઉપદેશરહસ્ય' (૮) કે. પી. શાહ (૯) લેનિનસ્કી ગેરુ ઉપરથી (૧૦) ભારતનાં તલખાનાં (૧૧) દુર્ઘટના અને કુમરણ (૧૨) હંસાબહેન મહેતા (૧૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૧૪) હરીન્દ્ર દવે. ૮, “સાંપ્રત સહચિંતન'-ભાગ ૮ (૧) મારા પિતાશ્રી (૨) રાણકી વાવ (૩) કન્ફયુશિયસ (૪) કન્ફયુશિયસની નીતિધર્મની વિચારણા (પ) નાતિવેરું હસે મુળી (૬) શાન્તિદૂતોની હત્યા (૭) બળાત્કાર (2) પંડિત વીરવિજયજી રચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં (૯) સ્વ. જોહરીમલજી પારખ (૧૦) મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ (૧૧) બાલહત્યા (૧૨) સ્વ. હીરાબહેન પાઠક. ૯. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૯ (૧) કલામાં અશ્લીલતા (૨) ગન કંટ્રોલ (૩) માંગી-તુંગી (૪) મયંકી ર રે; પર્વ (૫) ગાંડી ગાય (૬) અપંગો માટે (૭) WWW.jainelibrary.org Page #174 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૬૫ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ-પત્રકાર તરીકે (૮) પંડિત કવિ શ્રી વીરવિજયજી ૯) શ્રી માણિભદ્રવીરની સહાય-મારા બાલ્યકાળના અનુભવો (૧૦) તીર્થ વિશેનાં ફાગુકાવ્યો (૧૧) ફાધર બાલાશેર (૧૨) સામૂહિક આત્મઘાત. ૧૦. “સાંપ્રત સહચિંતન-ભગ 19 (૧) રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા, (૨) બહુસુરંગા વસુંધરા, (૩) અને દાંતિ તં વિત્ત, (૪) સ્વ. લાડકચંદભાઈ વોરા, (૫) પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર, (૬) વિનામૂ ધખો (૭) શેરીનાં સંતાનો, (૮) સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ (૯) સમયસુંદર વિશે શોધપ્રબંધ (૧૦) સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો, (૧૧) સ્વ. પંડિત પનાલાલ જ. ગાં ઘી. (૧૨) સ્વ. વસનજી લખમશી શાહ. ૧૧. અભિચિંતના (૧) માતા પિતાનિ (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) દવાઓમાં ગેરરીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (૫) પત્રકારોની મુલાકાતો (૬) ચૂંટણી (૭) કચ્છમાં પુરુત્થાન (૮) આઝાદીની લડત-કિશોરવયના સંસ્મરણ (૯) દુરારાધ્ય દેવામાતા (૧૦) સિંગાપુરની પ્રગતિ (૧૧) જાતિવાદ વિશે ભગવાન મહાવીર (૧૨) તાઓ તત્ત્વદર્શન (૧૩) “પ્રબુદ્ધ જીવનનાં પચાસ વર્ષ (૧૪) અપહરણ. ૧૨. વંદનીય હૃદયસ્પર્શ'-ભાગ ૧ (૧) પંડિત સુખલાલજી (૨) બચુભાઈ રાવત (૩) અગરચંદજી નાહટા (૪) પરમાનંદભાઈ કાપડિયા (૫) ચીમનલાલ ચકુભાઈ શાહ (૬) મેડમ સોફિયા વાડિયા (૭) ગૌરીપ્રસાદ ઝાલા (2) પંડિત Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ ધીરજલાલ ટોકરશી શાહ (૯) જ્યોતીન્દ્ર દવે (૧૦) યજ્ઞેશભાઈ હરિહર શુકલ (૧૧) ઉમેદભાઇ મણિયાર (૧૨) મનસુખલાલ તારાચંદ મહેતા (૧૩) ઉમાશંકર જોશી (૧૪) ભૃગુરાય અંજારિયા (૧૫) ઈશ્વર પેટલીકર (૧૬) મૂળશંકર મો. ભટ્ટ (૧૭) મોહનલાલ મહેતાસોપાન (૧૮) રંભાબહેન ગાંધી. ૧૩. “વંદનીય હૃદયસ્પર્શ'-ભાગ ૨ (૧) ચંદ્રવદન મહેતા (૨) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૩) જયમલ્લ પરમાર (૪) પંડિત હીરાલાલ દુગ્ગડ (૫) અમૃતલાલ યાજ્ઞિક (૬) ચંચળબહેન (૭) કાન્તિલાલ કોરા (૮) ઇન્દ્રજિત મોગલ (૯) વિજય મરચન્ટ. ૧૪. તિવિહેણ વંદામિ (૧) પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ (૨) પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ (૩) પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (૪) પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ (૫) પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ (૬) પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ (૭) પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ (૮) પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી (૯) પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ (૧૦) પૂ. અભયસાગરજી મહારાજ. ૧૫. “જિનતત્ત્વ'-ભાગ ૧ (૧) ત્રિવિજય (૨) પ્રતિસેવના (૩) નિયાણ (૪) સંલેખના (૫) કરુણાની ચરમ કોટિ (ક) સાંવત્સરિક ક્ષમાપના (૭) સમુઘાત અને શૈલેશીકરણ (૮) કાઉસગ્ગ (૯) કલ્પસૂત્ર (૧૦) પચ્ચખ્ખાણ (૧૧) Page #176 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૬૭ આલોચના (૧૨) જૈન દષ્ટિએ તપશ્ચર્યા (૧૩) સંયમની સહચરી ગોચરી (૧૪) વર્ધમાન તપની ઓળી (૧૫) પર્વાધિરાજ પર્યુષણ-૧ (૧૬) પર્વાધિરાજ પર્યુષણ-૨. ૧૬. “જિનતત્ત્વ'-ભાગ ૨ (૧) લાંછન (૨) પ્રભાવના (૩) પરગ્રહ (૪) ઉપસર્ગ (૫) કેશલોચન (૬) લબ્ધિ (૭) સમવસરણ (૮) નિરામિષાહાર-જૈન દષ્ટિએ (૯) મલ્લિનાથની પ્રતિમા. ૧૭. “જિનતત્ત્વ'-ભાગ ૩ (૧) સમયે યમ, મા પમાય (૨) ધર્મધ્યાન (૩) પ્રતિક્રમણ (૪) દાનધર્મ (૫) સ્વાધ્યાય (૬) જાતિસ્મરણ જ્ઞાન (૭) સંયમનો મહિમા (૮) શીલવિધાતક ૧૮. “જિનતત્ત્વ -ભાગ ૪ (૧) મનુષ્યજન્મની દુર્લભતા (૨) નવકારમંત્રમાં સંપદા (૩) નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર (૭) દયાપ્રેરિત હત્યાઈતર અને જૈન તત્ત્વદષ્ટિ (૮) ભક્તામર સ્તોત્ર. ૧૯. “જિનતત્ત્વ'-ભાગ ૫ (૧) પર્વારાધના (૨) અભ્યાધ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (૫) સામાયિક () બોધિદુર્લભ ભાવના. ૨૦. “જિનતત્ત્વ-ભાગ ૬ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. WWW.jainelibrary.org Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ ૨૧. પ્રભાવક સ્થવિરો'-ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩) શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. ૨૨. “પ્રભાવક સ્થવિરો -ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩) શ્રી મોહનલાલજી મહારાજ (૪) શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ. ૨૩. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૩ (૧) શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ (૨) શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ (૩) શ્રી અજરામર સ્વામી. ૨૪. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૪ (૧) શ્રી વિજયધર્મસૂરિ મહારાજ (૨) શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ). ૨૫. “પ્રભાવક સ્થવિરો -ભાગ ૫ (૧) શ્રી વીરવિજયજી મહારાજ (૨) શ્રી વિજયનેમિસૂરિ મહારાજ (૩) શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૨૬. શેઠ મોતીશાહ (૧) શેઠ મોતીશાહ (૨) જીવદયાની એક વિરલ ઘટના ૨૭. રાણકપુર તીર્થ (૧) રાણકપુર તીર્થ Page #178 -------------------------------------------------------------------------- ________________