________________
૧૪)
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
કોશા માન ઉતારતી, સૂઈ ઉપરિ નાચિ રે, બોલ બોલ સુભાગિની, કવણ કલા ઈણ રાચિ રે. કલા બડી યૂલિભદ્રકી, જિન નિજ સીલ ન ખંડ રે,
નારી સંગતિમાહિ વસ્તુ, ભૂમંડલ જસુ મંડિઉ રે. ફાગુકાવ્યની દષ્ટિએ આ કથાને આથી આગળ લંબાવવાની આવશ્યક્તા નથી, પરંતુ કવિ માલદેવે સ્થૂલિભદ્ર ગુરુ ભદ્રબાહુ પાસે કરેલો દસ પૂર્વોનો અભ્યાસ, એમની બહેનો આગળ કરી બતાવેલો ચમત્કાર, ગુરુ મહારાજ પાસે માગેલી ક્ષમા, સંઘની વિનંતીથી બાકીનાં ચાર પૂર્વ ગુરુ સૂત્રથી ભણાવે છે વગેરેનું વર્ણન પણ આ ફારુકાવ્યમાં કર્યું છે. છેલ્લે કવિ સ્થૂલિભદ્રના શીલનો મહિમા દર્શાવી કૃતિનું સમાપન કરે છે.
સુભાષિતો એ તો કવિ માલદેવની અનોખી ખાસિયત છે. આ નાનકડી કૃતિમાં પણ તેઓ સ્વરચિત સુભાષિતો ગૂંથી લેવાનું ચૂક્યા નથી. ઉદાહરણરૂપ નીચેનાં કેટલાંક સુભાષિતો જુઓ :
પગ શું ધૂલિ ઉછાલી, સર ઉપરિ આઈ લાગઇ રે, ઈશું યાનિ જીઉ આપણઈ, પંડિત કહે તુ જાગઈ રે.
સૂકઈ સરોવર જલ વિના, હંસા કિઝયું રે કરેસિ, જસ ધરિ ગમતીય ગોરડી, તસ કિમ ગમઈ રે વિદેશ.
વેસ, કુનારી, જુઆરીઈ, દુરજન અતિહિ વિગોવાઈ રે, અગનિ, સાપ, રાજા, યોગી, કબહું મીત ન હોવઈ રે.
x x x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org