________________
विनयमूलो धम्मो
ચેઇઅ જિન પ્રતિમા કહી, સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ ચતુર નર, સમજો વિનયપ્રકાર જિમ લહીએ સમકિત સાર.
ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદયપ્રેમ બહુમાન; ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. પાંચ ભેદ એ દસ તણોજી વિનય કરે અનુકૂળ, સીંચે તે સુધારસેજી,
ધર્મવૃક્ષનું મૂલ. આવશ્યચૂર્ણમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો છે અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે : तित्थयरसिद्धकुलगण-संघकियाधम्मनाणनाणीणं । आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि ॥ असासायणा य भती, बहुमाणे तह य वन्नसंजलणा । तित्थगराई तेरस चउग्गुणा होति बावन्ना ॥ કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છે:
(૧) અરિહંત અથવા તીર્થકર, (૨) સિદ્ધ, (૩) કુલ, (૪) ગણ, (૫) સંઘ, (૬) ક્રિયા, (૭) ધર્મ, (૮) જ્ઞાન, (૯) જ્ઞાની, (૧૦) આચાર્ય, (૧૧) ઉપાધ્યાય, (૧૨) સ્થવિર અથવા વડીલ સાધુ અને (૧૩) ગણિ.
આ તેનો વિનય પણ (૧) ભક્તિ કરવા વડે, (૨) બહુમાન કરવા વડે, (૩) ગુણસ્તુતિ કરવા વડે તથા (૪) આશાતના કે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org